આંગળી વચ્ચે
બંધાયો સંબંધ,ને
ઝૂલે છે, પ્રેમ
કાવ્યાનું આખું ગ્રુપ કવિ,લેખક,વિવેચકો તો કોઈ સાહિત્યિક વ્યાખ્યાનકારો થી ભરલું છે.કોઈ સાથે અભ્યાસ કરતા ત્યારથી સાથે છે, તો કોઈ આ લેખન કાયૅ દરમ્યાન મળ્યાં હતાં.આ લેખક વગૅની વાત નિરાળી હોય છે.કયારે કઇ વાર્તા નું સજૅન કરે તેની નવાઇ નહીં.પણ આજે તો બધા કાવ્યાનાં વાર્તા-સંગ્રહ ની ચચાૅ કરી રહ્યાં હતાં.
"શમણા ને સાદ"નામના વાર્તા-સંગ્રહ માં કાવ્યાની વાર્તાઓ અે કમાલ કરી નાખી.તેનો એક બહોળો ચાહક વગૅ ઉભો કરી દીધો હતો.નેટ પર કાવ્યાની વાર્તાઓ વાર્તા રસિકોની પ્રથમ પસંદ બની ગઈ હતી.બધે થી પ્રશંસા ના,અભિનંદન ના મેસેજ આવતા હતા.તેમાંથી એક મેસેજ સુરતના ખ્યાતનામ લેખક નિરવ સોની નો હતો.નિરવ એ આજનાં યુવાવગૅમાં મોઢે રમતું નામ.તેની વાર્તાઓમાં કમાલ નો જાદુ રહેતો.તેની વાર્તા ખાસ સ્ત્રી વગૅમાં વંચાતી.વાર્તા નું હાદૅ પકડવા માં માહિર નિરવની વાર્તા વાસ્તવિકતાની નજીક રહેતી.
કાવ્યાએ મેસેજ વાંચ્યો.
"અભિનંદન,આપના વાર્તા સંગ્રહ "શમણા ને સાદ" ને જે પ્રતિસાદ મળી રહ્યો છે તે બદલ.મેં આપની વાર્તા ઓ વાંચી. જેમાં શબ્દોની ગુંથણી વાર્તાઓનો ગુલદસ્તો રચી દે છે.વાર્તા નો મુખ્ય આધાર સંવેદના ઉપર ટકી રહ્યો છે.અને આવું લખનાર વેદના માંથી પસાર થયું હોય તો જ લખી શકે.વેદના ને સંવેદનામાં પલટાવી ઉમદા કાયૅ છે.વાંચન દરમ્યાન આંખમાંથી મોતી ખરી પડે અેવું લખાણ છે.હ્રદયસ્પશીૅ વાર્તાઓ માટે ફરી congratulation."
નિરવ સોની.
કાવ્યા એ મેસેજ વાંચી સામે મેસેજ કર્યો."નથી સંભવ શબ્દમાં લાગણીઓ ને કહેવી,છતાં કંઈક ભાર હળવો થાય એ માટે લખું છું.આભાર ! તમારું આ વાર્તાઓમાં સંવેદનાનું હાદૅ પકડી પાડવું અને મોતીમાં પરોવી ને વખાણ રૂપી માળ રચી રજુ કરવી તે ગમ્યું.વાત કરવાનો અંદાજ સારો રહ્યો."
કાવ્યા.
આમ નિરવ સાથે વાતો નો સીલસીલો ચાલુ થયો.કયારેક લેખન ની તો કયારેક સામાજિક વાતો માંથી કયારેક કૌટુંબિક વાતો પણ થતી.વાતવાતમાં નિરવે જાણ્યું કે કાવ્યા ને આકાશ કૉલેજમાં સાથે અભ્યાસ કરતા આંખો મળી હતી.ગુજરાતી ભાષાની બંને નવી ફસલ હતી.બંને સાહિત્ય રસિકો ગુજરાતી ભાષાના લય,છંદ,અલંકારોનું આદાન-પ્રદાન કરતા એક નવલિકા રચી બેઠા હતા.સમાજના વિરોધ વચ્ચે પણ તેની નવલિકા છપાઈ અને પ્રેમની ગઝલ રચાઈ.સમય જતાં કાવ્યા ને આકાશના અંતરંગ સંબંધો જોવા અને જાણવા મળ્યા.સર્વસ્વ તો ત્યારે લુંટાયું જયારે તેને ખબર પડી કે તેના "પ્રેમ ની નવલિકા"ની શરૂઆત થી જ આકાશ આવો હતો.હૃદય ની વેદના નો ડૂમો કાવ્યા ના અસ્તિત્વ ને છિન્નભિન્ન કરી નાખ્યું.ઘરમાં પ્રશ્નો ની ઝડી વરસી,ક્યાં જાય?કોને કહે?શુકહે?પોતાના નસીબ ની રચયિતા પોતે ખુદ હતી એટલે દોષ કોને દે?તેના અસ્તિત્વ માં એક વાક્ય આવ્યું."જિંદગી નિચોવાઈ જાય જયારે એકલા લડવું પડે ને ત્યારે" ને ત્યાર પછી કાવ્યા એ કલમ ને તેનો સાથી બનાવી લીધો.ને એક સફળ લેખિકા બની.તેની વાર્તામાં ક્યાંક ને ક્યાંક તેની વેદના ડોકિયું કરતી જોવા મળતી ને લોકો ના દિલના વ્યકરણમાં તેનો જવાબ શોધતી.પણ તેનો સાચો જવાબ નીરવે ગોતી ને આપ્યો.તેથી તેનો વધુ સમય નિરવ સાથે વાતો કરવામાં અને વાર્તાઓ લખવામાં પસાર થતો.લખાણ તો તેનું વ્યસન બની ગયું હતું.કાવ્યા ને લખાણ થી એક પરમશાંતી નો અનુભવ થતો.આમ જ સમય પસાર થતો ગયો.
રોજ કરતાં આજની સવાર નો મિજાજ કાવ્યા ને કંઈક અલગ લાગ્યો હતો. વાતાવરણમાં એક અદ્રશ્ય માદકતા છવાઈ હતી.ચારેબાજુ સુગંધી ઝાકળ કાવ્યા ના શરીરને સ્પર્શ કરતી હતી.કાવ્યા ચા ના કપ સાથે ગાર્ડનમાં બેઠી હતી.તેને પણ આ વાતાવરણ ની અસર થઈ હોઈ તેમ આજે અચાનક નિરવ ની યાદ તેના મન ઉપર કબજો જમાવી બેઠી હતી.તેને અનુભવ્યું કે આટલા સમય માં કયારેય મળ્યાં નથી છતાં તેની યાદ કેમ?આજનો દિવસ કંઇક અલગ અનુભુતિ કરાવતો હતો.
આજનો દિવસ તો બહુ ખાસ છે.ચાતક નજરે પ્રેમી ઓ આ દિવસ ની રાહ જોતા હોય છે.જાણે પ્રણય અને પ્રકૃતિ ના લગ્ન હોય તેમ વાતાવરણમાં પ્રેમ ની સુવાસ જોવા મળે છે.પોતાના મનગમતા વ્યક્તિ પાસે પ્રેમ ને અભિવ્યક્ત કરવો,અને સામે સ્વિકૃતિ ની મહોર લાગવી. આ નજરાણું જીવનભર નું સંભારણું બની જાઈ છે.પણ...પણ...મને તો ખબર જ નથી કે હું જે અનુભવુ છું તે શું છે?અને સામે તેને પણ આવું જ કંઇ થાય છે કે પછી!!!
નથી પ્રત્યક્ષ મળ્યાં છતાં આટલી બેચેની કેમ?આટલું ખેંચાણ કેમ? કેમ આટલી મળવાની તાલાવેલી થાય છે?જાણું છું કે મળવું મારા માટે આસાન છે.પરંતુ અેવું તે શું છે? જેનાથી મળવું જરૂરી બને છે અને કાળજું મોંમાં આવી જાય અેવી ન મળ્યાં ની વેદના પણ થાય છે.
આમ તો નીરવ અને મારી વચ્ચે એવો કોઈ સંબંધ પણ નથી કે જેમાં આવું બધું થયા કરે.બસ ખાલી વાતો સિવાય શું છે નીરવ વચ્ચે,કે આટલી વેદના ન મળ્યાં ની થાય? હા!!ક્યારેક હું સમયના થપાટે ઘણી બધી હતાશ હતી.પણ પછી નીરવની વાતો એ ઘણું મલમનું કામ કરયું,પણ એથી શું?નિરવે કયારેય વાતોમાં મયાૅદાનું ઉલ્લંઘન પણ નથી કરયું કે નથી મને ગુમરાહ કરી. મને પીડા માં થોડી રાહત આપી અને જીવન જીવવાની અેક ઉમ્મીદ જગાવી.પણ!!...જગાવી તો જગાવી પણ આ તેનાં માટે ની મારી આટલી વ્યાકુળતા અને બેચેની કેમ જગાવી?...
તેની આંગળીઓ નાં ટેરવામાં તો જાણે જાદુઈ શબ્દોનો અખુંટ ખજાનો હોય તેમ શબ્દો નું ઘડામણ અને રણકો બંને નિખરી ઉઠતા હોય છે.વ્યક્તિત્વ માં પણ સત્યતા જોવા મળે છે.કોઈપણ પ્રકારે મળવાની ઇચ્છા પણ તેને વ્યક્ત નથી કરી.બસ વાતો અને એક જાદુઈ વ્યક્તિત્વ જેમાં સામે ની વ્યક્તિ માં પણ તેની અસર જોવા મળે.એક લેખક ને મન તેનું લખાણ જ સર્વસ્વ હોય છે.અને આ તેનું લખાણ જ ખેંચાણ બનશે તેની નહોતી ખબર મને.રચનાઓ દ્રારા , લેખ દ્રારા , ગીત ,ગઝલ ,છંદ કે પછી વાતચીત દ્રારા તેની વાતો કાયમ એક મર્યાદામાં રહીને થઈ છે.ન મેં કે તેને તેનું ઉલ્લંઘન કરયું.આ વાતચીત માં જ કયારે મારા ચીતમાં કે વિચારોમાં કે વર્તનમાં તે વણાય ગયો,તેની ખબર જ ન રહી.કોઈપણ પરિસ્થિતિમાં હોવ ત્યારે એમ થાય કે તે હોત તો આમ કરત અથવા કહેત.બસ આ જ વાત મારી જિંદગી બની ગઇ.કયારેક આ વિચારોની ભરમાર અેટલી બધી તિવ્ર બંને કે વિચારું એક વખત રૂબરૂ મુલાકાત લઇ જ લઉં પણ પછી થાય કે........શું ? થાય?...બસ આનો જવાબ જ નથી મળતો...
હું જે છું તે પણ છે અને તે જે છે તે હું પણ છું આવો આભાસ થયા કરે અને કયારેક લાગે છે આવું કંઇક છે.પણ આભાસ માંથી વાસ્તવિકતાનો ભાસ થાય ત્યારે કહેવા માટે ની વાત ગળે અટકી જાય,મળવાની તાલાવેલી રોકાઇ જાય.તું એટલે આંખો થી તો દૂર છે,પણ શબ્દથી બહું સમીપ છે.
આને આત્મીયતા,આકર્ષણ,લાગણી કે પ્રેમ સમજવો ખબર નથી પડતી.પણ હા! અેટલી ખબર પડે છે કે કશુંક જોડાણ છે જે જકડી રાખે છે અને છુટવા ચાહુ તો પણ છુટી શકાતું નથી.
જેને કળી પણ ન શકાય એવી લાગણી થી હું પણ આજ ના આ ખાસ દિવસ ને વધાવું છું.
HAPPY VALENTIN DAY
મનમાં વિચારોની માળા ગૂંથતી કાવ્યાએ ચા ને બાજુ પર મુકી ત્યાં જ મોબાઈલ ની રીંગ વાગી.નંબર જોઇ થોડી ક્ષણો માટે હ્રદય ધડકન ચુકી ગયું હોય તેવું લાગ્યું.જેની કલ્પના નહોતી તે કલ્પના વાસ્તવિક્તા નું સ્વરૂપ લઈને સામે રીંગ બની વાગતી હતી.વિચારોના તરંગો કેટલા સ્ટ્રોંગ હોય શકે છે,જેને દિલ થી યાદ કરી તે પણ આપણે ને યાદ કરે,અને કદાચ આને જ"ટેલીપથી" કહેવાતી હશે.કાવ્યાના હાથમાં કંપન જેવું લાગ્યું,ગાલ અચાનક ગુલાબી થઈ ગયાં,આંખોમાં ચમક આવી ગઈ,હોઠ પર હાસ્ય રમવાં લાગ્યું.કુદરતે જાણે તેના મનની વાત સાંભળી લીધી હોય તેમ નીરવ નો ફોન હતો.કાવ્યાએ મોબાઈલ હાથમાં લઈ ઉપાડ્યો.
થોડી ક્ષણો માટે શબ્દોની જગ્યા મૌન એ લઈ લીધી. જેમા હોઠની જગ્યાએ દિલ એ આત્મીયતા,પ્રેમ, લાગણીઓ વિશ્વાસ થી બોલતું હતું. બંને બાજુએ મૌન હતું પણ આ મૌનમાં ઘણું બધું કહેવાતું હતું.આમેય શબ્દો ન કહી શકે તે મૌન કહી દે છે.
નિરવે મૌન તોડ્યું,
"કાવ્યા!!આપણે એકબીજાને ઘણા વખતથી ઓળખીએ છીએ.વાતો તો ઘણી થતી હતી.પણ તારા માટે દિલમાં ક્યાંક ઉંડે-ઉંડે લાગણીની કૂંપણ ફુટતી હતી. જેને હું નજરઅંદાજ કરતો રહ્યો.પણ ઘણા સમય થી તારી વાતો,વિચારો,શબ્દો અને લખાણ થી પ્રેમ,લાગણી જેવી અનુભૂતિ નો અનુભવ થવા લાગ્યો ને મને આજના દિવસે લાગ્યું કે આને શબ્દોમાં વેડફવાને બદલે હાથોહાથ આપી વહેવારમાં બાંધી ને સાચવી લેવો જોઈએ. જો તારી હા હોય તો?કાવ્યા..મારા જીવનમાં તારું સ્વાગત છે."
" HAPPY VALENTINE'S DAY MY LOVE"
કાવ્યા મૌન રહી પણ મનમાં બોલી
"HAPPY VALENTINE'S DAY MY LIFE"
નીરવ ને તેનો જવાબ મળી ગયો.કેમકે મૌન ની ભાષા એક પ્રેમી સિવાય કોણ સમજી શકે?અને હા! પ્રેમ ફરીથી શક્ય છે.કેમકે પ્રેમ વ્યક્તિ થી નહિ,વ્યક્તિત્વથી થાય છે.
"બે જણ એકમેકને ગમે તે લાગણી અને,
બે જણને એકમેક વગર ન ગમે તે પ્રેમ છે."
સોનલ.