પાંચેય મિત્રો બાઈક લઈ ઢીંગલીઓ ના દ્વિપ પર પહોરચી ગયા હતા.રાત્રી નો સમય હતો, તેમના પહોરચતાની સાથે જ ફરી આજુબાજુ એ અવાજો થવા લાગી. આ વખતે અવાજો વધારે હતી. પાંચેય મિત્રો ડર્યા વગર આગળ વધવા લાગ્યા ફરી એજ સ્ત્રી દેખાઈ અને તેની સાથે આ વખતે એ કંકાલ પણ હતો.એ સ્ત્રી ની સાથે કંકાલ પણ હવા માં ઉડી રહ્યો હતો. આ વખતે પણ બંને હવામાં ક્યાંક અદ્રશ્ય થઈ ગયા.
કોઈ હોલીવુડ ની હોરર ફિલ્મ ચાલી રહી હોય તેવું લાગી રહ્યું હતું. ત્યારબાદ વૃક્ષો પર લટકી રહેલી ડોલ્સ નીચે દ્વીપ પર આમ થી તેમ ફરી રહી હતી.આ માહોલ બહાદુર માં બહાદુર વ્યક્તિ ને ડરાવવા માટે કાફી હતો. ઢીંગલીઓ પાંચ મિનિટ બાદ ફરી વૃક્ષો તરફ વધી રહી હતી. પરંતુ આ ડોલ્સ વૃક્ષો તરફ વધે એ પહેલાં જ જેન્દ્રા એ એક ડોલ ને પકડી લીધી.
આ ડોલ્સ પર વાયરો બંધાયેલા હતા, અને આ ડોલ્સ બેટરી થી ચાલી રહી હતી.આ દ્રશ્યો જેન્દ્રા અને તેના મિત્રો ને આશ્ચર્યચકિત કરે તેમ નહોતા.તેઓ આ ઘટનાઓ વિશે પહેલે થી જ જાણતા હોવાથી તેમના માં કોઈ જ પ્રકારનો ડર નહોતો.આ બાબતો અંગે તેમને પહેલે થી જ જાણ હોવાનું કારણ તેમનો કેમેરો હતો.પહેલી વખત જ્યારે તેઓ અહીં આવેલા ત્યારે તેઓ ખૂબ ડરી ગયેલા પરંતુ , તેમનો હેન્ડ કેમ બધું જ રેકોર્ડ કરી રહ્યું હતું.આ તો એક નાનકડી બાબત હતી, તેઓ આના થી પણ વધારે મહત્વપૂર્ણ બાબત જાણતા હતા.
પ્લાન મુજબ તેઓ આસપાસ ના વૃક્ષો પર પથ્થર મારો કરવા લાગ્યા.પથ્થર મારો કરતા ની સાથે જ ઉપર થી કોઈના ચીખવાની અવાજો આવવા લાગી. વૃક્ષો પર થી ત્રણ વ્યક્તિઓ નીચે પડ્યા. વૃક્ષો પર થી નીચે પડેલા વ્યક્તિઓ ના માથા પર થી લોહી ની ધાર વહી રહી હતી. તેઓ ઘાયલ થઈ ગયા હતા. તેમનો શરીર લોહીલુહાણ થઈ ચૂક્યો હતો. આ પાંચેય મિત્રો એ તે વ્યક્તિઓ ને વૃક્ષ સાથે બાંધી નાખ્યા હતા.જેન્દ્રા એ તે વ્યક્તિઓ ને સવાલ કર્યો " કોણ છો તમે?અહીં આવનાર લોકો ને શા માટે ડરાવી રહયા છો? ત્રણ માંથી એક વ્યક્તિએ જવાબ આપતા કહ્યું " આ અમારો ઇલાકો છે. જતા રહો અહીં થી, નહીંતર પાંચેય માંથી એક પણ સલામત નહીં રહો".
"અમને ધમકી? ભરત મને એ સળિયો આપ". આમ જેન્દ્રા એ ભરત પાસે થી સળિયો લીધો અને એ વ્યક્તિ ને પગ પર જોર થી ફટકાર્યો. એ વ્યક્તિ ચીખવા લાગ્યો. જેન્દ્રા એ આમ જ કેટલાક વાર તેના પગ પર કર્યા. એ વ્યક્તિ ના પગ માંથી પણ લોહી વહેવા લાગ્યો.
"હવે તો કહીશ ને?કોણ છો તમે? જેન્દ્રા એ પ્રશ્ન કર્યો.
"તું અમને જેટલું પણ માર મારીશ , એ અમે સહન કરી લેશું પરંતુ તને જવાબ નહીં આપીએ ".
"ઓહ! તો તમારે નથી જ કહેવું એમ ને? ભરત મને પક્કડ આપતો". જેન્દ્રા એ પક્કડ માંગી ત્યારેજ એ વ્યક્તિ ને જાણ થઈ ચૂકી હતી , કે આ શું કરવાનો છે. માટે તક મળતા જ તે બોલી ઉઠ્યો " હા હું બધુજ કહીશ પરંતુ , તમે અમને નુકશાન નહીં પહોંચાડો તો". એ વ્યક્તિ ની વાત થી બધા સહેમત થયા. એ વ્યક્તિએ તમામ બાબત જેન્દ્રા ને જણાવી.
આમ, બધું જાણ્યા બાદ તેઓ ગુફા તરફ વધવા લાગ્યા . આગળ શું થવાનું છે? એવી તે કઈ બાબત આ મિત્રોએ જાણી લીધી છે?આ ત્રણ વ્યક્તિઓ કોણ છે? શું આ દ્વીપ ખરેખર ભૂતિયા છે? આવા કેટલાક પ્રશ્નો ના ઉત્તર આપણે આગળ ના સમય માં જાણવા મળશે.