Kaash - 9 in Gujarati Love Stories by Prit's Patel (Pirate) books and stories PDF | કાશ... - 9

Featured Books
Categories
Share

કાશ... - 9

(આગળ  આપણે જોયું કે સાહિલને સનમ છોડાવવા પોલીસ સ્ટેશન જાય છે પણ તે પોહચે એ પહેલાં સાહિલને કોઈ છોકરી જામીન આપીને લઈ ગઈ હોય છે સનમ સાહિલને મળવા માટે ત્યાંથી નીકળે છે હવે આગળ ..)

હું ત્યાંથી સાહિલને મળવા નીકળી , ચાલુ ગાડીએ મે સાહિલને ફોન કરવાના ચાલુ કર્યા પણ સાહિલ એક પણ ફોન રિસિવ નહોતો કરતો અરે યાર સાહિલ ક્યાં હશે એ કેમ ખબર પડે આ છોકરો કયા ગયો હશે !સ્ટેરીંગ પર હાથ મારતા હું બબડી ત્યાં જ જાણે ચમત્કાર થયો હોય એમ સાહિલનો ફોન આવ્યો મે ફોન રીસિવ કર્યો હુ કઈ પણ પૂછુ એ પહેલાં સાહિલ બોલ્યો સનમ તુ અત્યારે જ ૩૨ શાંતિનિકેતન બંગલોઝ માં આવ હુ ત્યાં તારી વેટ કરું છું અને તરત જ ફોન કટ થઈ ગયો.

મે પણ ટાઈમ ન બગાડતા તરત જ તેણે આપેલા એડ્રેસ પર પોહચી ગઇ. ગાડી પાર્ક કરીને હુ મેન ગેટ ખોલીને અંદર પ્રવેશી. ત્યાં હું ઘરના મેન ડોર પાસે પોહચી જેવો જ મેં દરવાજો નોક કરવા માટે હાથ લંબાવિયો તો મેં જોયું કે દરવાજો પહેલેથી જ ખુલ્લો હતો એ જોઈને મને થોડી નવાઈ લાગી પણ આ સમય આ બધું વિચારવાનો નહોતો મારે તો બસ મારા સાહિલને હેમખેમ જોવો તો

હું અંદર પોહચી જાણે રણમાં પાણીની એક બુંદ માટે તરસતા માણસને સામે કૂવો મળી ગયો. સાહિલને જોઈને મને પણ એટલી જ ખુશી થતી હતી. સાહિલ પોતાનુ મોં જમીન તરફ કરીને સોફા પર બેસેલો હતો ઘડીભર મન થયું કે એને વળગીને બધું કહી દવ પણ બીજી જ સેકન્ડે વિચારને ગંગાજીમાં વિસર્જન કરી દિધો.

" સાહિલ ! સાહિલ ! "  હુ સાહિલની પીઠ પર મારતા બોલી

જમીન પરથી નજર ઊચીં કરીને મારી સામે જોઈને સાહિલ બોલ્યો  " અરે સનમ ! આવ ,આવ તારી જ વાટ જોતો હતો આવ બેસ "

"સાહિલ આ બધું શું થઇ રહીયુ છે ? તું સુરતમાં આમ અચાનક અને આ હોટેલ સ્કાય બ્લુ મને કઈ સમજાતું નથી"  મેં સાહિલની સામેના સોફા પર બેસતા સવાલ કર્યો

"  એ બધું છોડ સનમ, મેં તને બીજા કામથી અહી બોલાવી છે પેલા બોલ શું લઈશ ચા કે કોફી ?  અરે હા તું તો  કોફી નથી પીતી ને અરે એક કપ ચાય લાના " રસોડા તરફ જોઈને સાહિલે કહ્યું

" સાહિલ આટલું બધું થયા પછી તું આમ નોર્મલ કેવી રીતે રહી શકે ? તને ખબર છે હું પોલીસ સ્ટેશન તને છોડવા માટે ગઈ હતી પણ ત્યાં જાણવા મળ્યું  કે તારી બેલ કોઈ છોકરીએ આપી છે અને તું ત્યાં થી જતો રહ્યો હતો હું કેટલી ડરી ગઈ હતી ખબર " માથા પર હાથ રાખતા હુ બોલી 

" સનમ ને ડર પણ લાગે છે આજ ખબર પડી , હા હા હા હા એ બધું હું કહું છું લે પેલા આ ચા પી " સાહિલે ચા નો કપ મારી સામે લંબાવતા કહ્યું

" સાહિલ મારે ચા નથી પીવી મને પેલા એ કહે કોણ હતી તે છોકરી જે હોટેલમાં હતી "  સોફાની સામે રાખેલા ટેબલ પર હાથ પછાડતા મેં સાહિલને પૂછ્યું 

" સનમ ! સનમ !  બાપ રે શું એકટિંગ કરે છે યાર માની ગયો જબરી એક્ટર છે તું " સાહિલ જરા ત્રાસુ હસતા કટાક્ષમાં બોલ્યો 

" એકટિંગ સાહિલ તું શું બોલે છે મને કશું નથી સમજાતું " સાહિલ સામે જોતા મેં ઉમેરીયું

" વેઇટ તને સમજાવું  " એમ કહીને તે ઉભો થયો અંદરના રૂમ ગયો અને કોઈ બે છોકરી જોડે બહાર આવે છે

એમાંથી એકનો ચેહરો તો અજાણીયો હતો પણ એની પાછળ જ આવતી છોકરીને જોઈને તો જાણે મારા હોશ ઉડી ગયા કેમ કે એ છોકરીને હું ઓળખતી હતી આ એજ હતી જે હોટેલ સ્કાય  બ્લુ માં સાહિલ જોડે એના રૂમમાં હતી  આંખો બંધ કરી  મેં ફરી એ હોટેલ વાળી છોકરીનો ચેહરો યાદ કરવાની કોશિશ કરી અરે હા આ એજ કોલ ગર્લ પણ આ અહીં શું કરે છે સાહિલ આને ઓળખે છે  મને અહીં બોલવા પાછળ શું કારણ હશે મનના વિચારોની ગાડી ને બ્રેક મારી અને સાહિલને પૂછ્યું  " કોણ છે આ સાહિલ "

સાહિલ મારી પાસે આવ્યો મારા ખંભા પર હાથ મુકતા કહ્યું 
" ohh really sanam u don't know અરે યાર આ કાવિયા તું પૂછતી હતીં ને કે મને પોલીસે સ્ટેશનથી છોડવા વળી કોણ હતી.  મને છોડાવા વાળું બીજું કોઈ નહિ કાવિયા જ છે આને તો તું  ફર્સ્ટ ટાઇમ જોવે છો તો may be નઈ ઓળખતી હોય  પણ આને તું કેમ ભૂલી શકે સનમ ! આને તો તું બોવ સારી રીતે ઓળખે છે ને ! ચાલ તો પણ હું જ આનું નામ કહી દવ આ છે  રાગિની ,એ જ રાગિની જે મારા રૂમમાં હતી "

" પાગલ થઇ ગયો છે સાહિલ તને ભાન છે  are you made કે તું શું બોલે છે હું રાગિની ને પેલી વાર જોવ છું તો હું આને ક્યાંથી ઓળખતી હોવ " મારા ખભા પરથી  સાહિલના હાથ ને દૂર કરતા મે ગુસ્સામાં કહ્યું

વાહ વાહ સનમ પોતાના બંને હાથે જોર જોરથી તાળી પડતા સાહિલ બોલ્યો "  you are right sanam you are right i'm gonna crazy તારા જેવી ફ્રેન્ડ હોય તો માણસ પાગલ જ થઇ જાય તને ખબર છે તારા માટેની જે રિસ્પેક્ટ  મારા મનમા હતી જે વિશ્વાસ મેં તારા પર કરીયો એ  વિશ્વાસને તોડતા તે એક વાર પણ ના વિચારું "

"સાહિલ, ક્લીયર બોલ શું કેહવા માંગે છે તું " હવે મારી સહનશક્તિ જવાબ આપી ચૂકી હતી

એક હાથે પોતાનું કપાળ ઘસી ઊંડો શ્વાસ લેતા સાહિલ  બોલ્યો" તું જ હતીને એ જેને રાગિનીને મારા રૂમમાં મોકલી અને પોલીસને ફોન કરીને મને પકડવા વાળી મને રાગિની બધું જ કહી દીધું છે  for god say don't speak lie " એની આંખોમાં લોહી ઉતરી આવ્યુ

આ સાંભળીને જાણે મારુ મગજ કામ કરતુ બંધ થઇ ગયું. જાણે નસોમા દોડતુ લોહી અચાનક જામી ગયું. સાહિલને કોઈએ કહીંયુ કે આ બધું મેં કર્યું અને સાહિલે માની પણ લીધું. કાપો તોય લોહી ના નીકળે એવી પરિસ્થિતિ હતી મારી.

" sahil listen આ રાગિની ખોટું બોલે છે યાર હું આને ઓળખતી પણ નથી અરે" હુ પોતાને નિર્દોષ સાબિત કરવા મથી રહી હતી.

" ओ मेडम में कायको जुठ बोलेगी तूने ही तो मेसेज  करके बोला था ये सब करने को, और मेरे घर पैसे भी तू ही देने आयी थी , अभी पलटी काइको मारती , देख अपन धंधा भले करती हे पर जुठ नहीं बोलती समजी " રાગીની વાળની લટ સાથે સાથે રમતા બોલી રહી હતી

" जुठ साहिल ये लड़की जुठ बोल रही है अच्छा कोनसे नंबर से मेसेज किया था दिखाना સાહિલ હું હમણાં સાબિત કરી દઈશ trust me sahil " સાહિલના બંને હાથ હાથમાં લેતા હું બોલી

" ठीक है ये ले देख ले " પોતના હાથમાં રહેલા ફોનનો લોક ખોલીને રાગીનીએ સાહિલ હાથમાં ફોન આપતા બોલી

રાગિની નો ફોન સાહિલના હાથમાં હતો સાહિલ એના ફોનના મેસેજ રીડ કરીને મારી સામે જોયું પણ આ શું ! એની આંખોમાં એક આગ હતી. ગુસ્સાથી એને ચેહરો લાલ થઇ રહ્યો  હતો મેં સાહિલના હાથમાંથી રાગિનીનો ફોન છૂટવી લીધો.

હવે મારા હાથમાં રાગિનીનો ફોન હતો " નો નો How is this possible" એના ફોનમાં જે નંબરથી મેસેજ આવેલા હતા  એ નંબર મારો જ હતો

હવે સાહિલ પોતાનો કાબૂ ગુમાવી બેઠો હતો મારા બને ખંભા પકડીને મને ધક્કો મારતા બોલ્યો " વોટ ઇઝ થીસ સનમ મળી ગઈ તારા દિલને ઠંડક "

એના એક ધક્કા સાથે હુ જમીન પર ફસડાઈ પડી.

" સાહિલ શાંતિથી બેસીને પણ વાત થાય તું આમ સનમ પર રાડો ની પાડ " સાહિલને શાંત કરતા કાવિયા વચ્ચે બોલી 
કાવિયા પાસે જઈને મારી સામે આંગળી ચીંધતા સાહિલ બોલ્યો 

" નઈ કાવિયા નઈ આ... આ...સનમ પર મેં આંધળો વિશ્વાસ મુકીયો,અરે એક એવી વાત નથી જે મેં આને ન  કહી હોય you know , you know kaviya બોલતા બોલતા સાહિલના ગળે ડૂમો આવીયો એ  રડમસ અવાજમાં એ બોલી રહીયો હતો " એક વાર મારો પડછાયો મારો સાથ મૂકી દે,  પણ સનમ! સનમ ક્યારેય નઈ,  ભલે આખી દુનિયા મારી ખિલાફ હોય પણ એ ભીડ વચ્ચે એક વ્યક્તિ મારી સાથે હમેશા ઉભી હશે એ બીજું કોઈ નહિ પણ સનમ હશે ,  કોઈ મને સમજે કે નો સમજે પણ સનમ મને સમજે છે કાવિયા તું અને સનમ રેલગાડીના એ બે પાટા સમાન છો જેમાં કોઈ એકની ગેરહાજરી વિના મારુ કોઈ અસ્ત્વિત્વ નથી એવું  હું માનતો હતો પણ ના I was wrong absolutely wrong " 


જોરથી રાડ નાખતા સાહિલે બંને હાથે પોતાનું માથું પકડીને રડવા લાગીયો " કેમ સનમ ? કેમ ? શા માટે તે આવું કર્યું ? મારા આટલા વર્ષોની મેહનત મારા પરિવારની ઈજ્જત બધું એક જાટકે  રૉળી નાખિયું. મારુ કરિયર ચાલુ થયા પેલા જ તે અંત લાવી દીધો, તે એક વાર પણ ના વિચારીયું ,આટલી નફરત મારા માટે , સાંભળું છે કે આંબા વાવો તો મીઠા ફળ મળે પણ મને કાટા સિવાય કઈ ના મળ્યું....કઈ નાં મળ્યું ...અરે એક સમય તો એવો આવીયો કે હું કે હું ..... છોડ તુ એ લાયક જ નથી સનમ "

હુ ચૂપચાપ બધું સાંભળી રહી હતી એક જીવતી લાશથી વધુ હુ કઈ ન્હોતી. સાહિલની  એક એક ચીખ મારા હદય પર ઉઝરડા કરતી હતી એવા ઘા મારા દિલ પર પડતા હતા જે ક્યારેય રૂજવાના ન્હોતા. હુ ઇચ્છત તો મારી નિર્દોષતા સાબિત કરવાની કોશિશ જરૂર કરત પણ સાહિલની ન્યાયાલયમાં હુ દોષિત પુરવાર થઇ ચૂકી હતી. અરે અદાલતમાં પણ ગુનેગારને એક મોકો આપવામાં આવે છે કે સાબિત કરે એ પોતે બેગુનાહ છે પણ અહીં , અહી મારો બોલવાનો કોઈ અર્થ નથી. પણ દિલ છે ને કોઈનું કયા કઈ માને હુ ઊભી થઈ હિમ્મત ભેગી કરી સાહિલ પાસે ગઈ.

" સાહિલ એક વાર પ્લીઝ એક વાર તો મને સાંભળ " હુ સાહિલને મનાવવાની છેલ્લી કોશિશ કરતા બોલી

" ગેટ આઉટ સનમ , આઇ સેડ ગેટ આઉટ  જો તારામા જરા પણ શરમ બાકી હોય તો ચાલી જા મારો હાથ ઉપડે એ પહેલાં અને હા સાંભળ મને ફરી ક્યારેય ના મળતી , કાવિયા આને કે અહીંથી જાઈ " દીવાલ પર હાથ મારતા સાહિલ રાડો નાખતો હતો

સાચું કીધું છે એક જૂઠ ને સત્ય સાબિત કરવું બહુજ સહેલું છે પણ એક સત્ય ને સત્ય સાબિત કરવું એટલું જ મુશ્કેલ.

" અરે સનમ બહાર આવ જોતો કોણ આવ્યું છે" અચાનક મમ્મી ના આવેલા અવાજે મને અને નીમી ને ભૂતકાળ માંથી વાસ્તવિકતામાં પાછા લઈ આવી

શું આ બધું સાચે સનમ નો પ્લાન હતો ? 
શું સનમ પોતાને નિર્દોષ સાબિત કરી શકશે ?

( શું કરશે સનમ ? શું આ બધા પાછળ કાવિયા તો નહિ હોઇ ને ? કોણ છે જે સનમ  અને સાહિલને અલગ કરવા માંગે છે? હજુ સનમના જીવનમાં ઘણા ઉતાર ચડાવ આવના બાકી છે 
એ જાણવા માટે વાચતા રહો કાશ.....  માતૃભારતીનો હુ આભાર માનું છું જે મારા જેવા અનેક લોકોને પોતાની  પ્રતિભા લોકો સમક્ષ લાવવાનો એક પ્લૅટફૉર્મ પૂરું પાડે છે. જે આજ સુધી પોતાની ડાયરીમાં લખતી એ આજ પોતે લખેલું લોકો સમક્ષ રજૂ કરી શકે છે આભાર)

???


ક્રમશ...

મારી રચના " રહસ્યમય પુરાણી દેરી " વાંચજો જે રુંવાટા ઉભા કરી નાખે એવી સૌથી લાંબી પ્રેમ અને પૌરાણિક કથા છે. તમારો અભિપ્રાય નીચે આપેલ નંબર પર આવકાર્ય છે.


લી. વૈશાલી પૈજા

મદદગાર :- પ્રિત'z...?

૯7૩7૦1૯2૯5