Niyati - 16 in Gujarati Fiction Stories by Niyati Kapadia books and stories PDF | નિયતિ - ૧૬

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

નિયતિ - ૧૬

કંઇક વાત શરૂ કરવાનું જરૂરી લાગતા ક્રિષ્નાએ કહ્યું, 

“જમવાનું ખૂબ સરસ હતું. મે વિચાર્યુ જ નહોતુ કે અહીં આટલું મસ્ત ગુજરાતી જમવા મળશે. ”

“ તું અહીં આવવાની હતી, મને ખબર હતી એટલે જ તારા માટે ખાસ બનાવડાવેલું. ”  બે જણા માટેના નાનકડા ટેબલની સામી બાજુએ બેઠેલો મુરલી બોલ્યો. 

“ મુરલી તું એક સરસ છોકરો છે. તું જીવનભર મને એક દોસ્ત તરીકે યાદ રહીશ. ” ક્રિષ્ના મનમાં શબ્દો ગોઠવીને ખૂબ સાવચેતીથી બોલી રહી. એણે મુરલીનું દિલ ના દુભાય એ રીતે એનાથી દૂર થવા સમજાવવો હતો.

“ હું તારો દોસ્ત છું જ નહીં. જે વાત મેં તને મંદિરે પૂછેલી એની પર હું આજે પણ મક્કમ છું અને તારી હાં સિવાય હું કંઈ સાંભળવા માંગતો પણ નથી. ”

“ મુરલી તું સાવ જડ જેવી વાત ના કર ! ક્યાંયે જોયું છે કોઈ છોકરો છોકરી ને જુએ એવો જઈને કહિદે આઇ લવ યુ અને પેલી એની વાત માની જાય. ”

“ એટલે તું શું કહેવા માંગે છે, મારે પહેલાં થોડા દિવસ દોસ્ત બનવું પછી ધીરે ધીરે, લાગ જોઈને એક એક પગલું મૂકતા મૂકતા વરસે બે વરસે મારા પ્રેમનો એકરાર કરવો ? ” મુરલી હસી પડ્યો, “ તું છેને શાહરુખ સલમાનના પિચ્ચરો જોવાનું બંધ કર અને સાઉથની પિચ્ચરો જોવાનું ચાલુ કર !"

“ એટલે ? ” 

“ એટલે એમ કે તે બાહુબલી જોયું ? ”

“ હા બંને ભાગ. ”

“ તો એમાં એક વાત નોટિસ કરી , મહેન્દ્ર બાહુબલિએ છોકરીનું ફક્ત માસ્ક જોયું ને એનો પીંછી કરતો કરતો એના ઘરે પહોંચી ગયો. પહેલીજ મુલાકાતમાં પેલીને પ્રેમનો અહેસાસ કરાવી દીધો ! એનો બાપ અમરેન્દ્ર બાહુબલી, જંગલમાં છોકરી જોઈ, એનો પીંછો કરતો એના મહેલમાં ઘુસી ગયો તે છેલ્લે એને સાથે લઈને ઘેર પાછો ગયો. આને કહેવાય પ્રેમ ! મેં તો હજી એક કિસ જ કરી છે, એય અડધી મદહોષ સ્થિતિમાં !” 

“ વાહ ! શું ફિલોસોફી છે ! હવે મને મારી રૂમ પર મૂકી જઈશ ?”

“ પાંચ મિનિટ પછી. મારે તને કંઇક દેખાડવું છે. ચાલ !”

“ ક્યાં જવાનું છે ?” બોલતી ક્રિષ્ના ઊભી થઈ અને મુરલીની પાછળ ગઈ.

મુરલી એને ઉપરના એક રૂમમાં લઈ ગયો અને એક ફોટો તરફ આંગળી ચીંધી. “ મારી મમ્મીનો ફોટો છે !”

હવે ચોંકાવાનો વારો ક્રિષ્નાનો હતો. એ ફોટોમાની સ્ત્રી  કેટલીક હદે એના જેવી દેખાતી હતી ! એણે સાડી પહેરેલી હતી. માથામાં મોટો ગોળ ચાલ્લો કરેલો, બહુ બધા સોનાના દાગીના પહેરેલી એ સ્ત્રીનો ચહેરો ઘણી હદે ક્રિષ્નાને મળતો આવતો હતો.

“ મારી મા, હું એને ખુબ જ ચાહતો હતો. એ એક પ્રોફેશનલ સિંગર હતી. ઘણા બધા પિચ્ચરોમા એને ગીતો ગાયેલાં. ત્યારે અમે મુંબઈમા રહેતા હતા. મારા પપ્પા એન્જીનીયર હતા. એ વાંસળી વગાડતા. મમ્મી ગીત ગાતી હોય અને પપ્પા વાંસળી વગાડતા હોય એ અમારે રોજનું હતું. મને એ ખૂબ ગમતું. એક સ્ટેજ શો માટે એનેે પુના જવાનું હતું. એ દિવસે મને જરાક તાવ જેવું હોવાથી મને ઘરે રાખી એ એકલી ડ્રાઇવર સાથે પુના જવા નીકળેલ. પપ્પાને એ દિવસે એક જરૂરી મીટીંગ હતી, સાંજે મને સાથે લઈને એ પુના મમ્મી પાસે જવાના હતા. એ સાંજે હું તૈયાર થઈને બેઠેલો. બસ નીકળવાના જ હતા કે એક ફોન આવેલો. મેં જ ઉપાડેલ. સામેથી કોઈએ કહયું કે, અમારી ગાડીનો અકસ્માત થયો છે અને એમાંના એક બહેન ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા છે........!”

થોડીવાર અટકીને મુરલીએ ફરી વાત શરૂ કરી. “ થોડા દિવસોમાં પપ્પા પણ એટેકથી મૃત્યુ પામ્યા ! રહી ગયો એકલો હું ! બધા સગાંવહાલાં, એ નિર્માતા જેમની સાથે મારા પરેન્ટ્સ કામ કરતા હતા એ બધા આવ્યા અને ગયા. થોડાક દિવસો બાદ હું એકલો હતો. મારા દાદા મને લઈને અહી આવી ગયા. એ વખતે હું પંદર વરસની હતો. મારી મમ્મી સિવાય બીજી કોઈ સ્ત્રીને મે ઘરમાં જોઈ ન હતી. એ મારું સર્વસ્વ હતી. એની ખાલી જગા મારા દિલમાં ખાલી જ રહી. એનો અવાજ મારા કાનોમા ગુંજતો રહેતો. પછી એક દિવસ મને એવોજ અવાજ સંભળાયો, મને થયું કે એ મારો વહેમ હસે ! પછી  મેં તને જોઈ અને હું ફરીથી ઈશ્વર પર ભરોસો કરતો થઈ ગયો ! એક વખતે મને થયું કે મારા પર હવે કદાચ નિયતિને તરસ આવી ગઈ અને એટલેજ તને અહી મોકલી ! તને એવોજ ચહેરો આપ્યો છે ભગવાન જેને હું પ્રેમના પ્રતીક તરીકે આખી જિંદગી જોતો આવેલો. ”
મુરલી એક બાજુ દીવાલને અઢેલીને બારી પાસે ઉભેલી 
ક્રિષ્ના પાસે પહોંચ્યો. “ એ દિવસે હું વરસો બાદ ફરીથી મંદિરે જવાનો હતો. ભગવાન પાસે તને માંગવા ! ઊંટી મા તું ઘણીવાર દેખાયેલી મે તારા ફોટા લીધેલા પણ પછી તને ક્યાં શોધવી ? ભાગવાનો જ આશરો હતો. ને ભગવાને મારી વાત સાંભળી તે સામેથી મને બોલાવેલો. તારું કમ્પ્યુટર રીપર કરવા. મને વિશ્વાસ થઈ ગયો કે તું મારા માટે જ આ દુનિયામાં આવી છે. મને એમ કે તું પણ મારા જેવું જ વિચારતી હોઈશ એટલે મેં ભગવાનની સાક્ષીએ તારા સવાલનો જવાબ આપતા મારા દિલની વાત પણ કહી દીધી. તેજ પૂછેલુને કે મે તારા ફોટા કેમ લીધા હતા ? તે દિવસે તું રાત્રે મારા ઘરે આવી, મારા જ બગીચામાં ત્યારે મને મારી જાતને રોકાવાનું યોગ્ય ના લાગ્યું, મને થયું કે નિયતિએ તને મારી સામે આવી રીતે કોઈ બહુ જરૂરી કાર્યને અંજામ આપવા જ લાવી મૂકી છે. મે તને, તારા હોઠને સ્પર્શીને તારા દિલની ગહેરાઈમા ડોકિયું કરેલું અને સાચું કહું ત્યારથી લઈને આજ સુધી મે તને મારી પત્નીના રૂપે જ જોઈ છે.



મુરલીને સમજાવીને એને પોતાની જિંદગીમાંથી દૂર કરી દેવાની આશાએ આવેલી ક્રિષ્ના મુરલીની વાત સાંભળીને સ્તબ્ધ થઈ ઊભી રહી હતી. મુરલીએ કહ્યું કે, એ એને પોતાની પત્નીના રૂપે જ જોતો આવ્યો છે....

“ શું થયું ? તું આટલી ચૂપ કેમ છે ? ” ક્યારનોય પોતે જ બોલે જતો હતો હવે, એ ચૂપ હતો છતાં ક્રિષ્ના કંઈ બોલી નહિ એટલે મુરલીએ પૂછ્યું.

“ મુરલી તારી બધી વાત બરાબર છે. મને તારા માટે પૂરી હમદર્દી છે પણ, જે તું કહી રહ્યો છે એ શક્ય નથી. ” ક્રિષ્નાએ મુરલીની આંખોમાં જોતા કહ્યું, “હું બહુ સીધીસાદી છોકરી છું અને એક સામાન્ય કુટુંબમાંથી આવું છું. મારા માટે મારા મમ્મી પપ્પા જ મારું સર્વસ્વ છે, મારી દુનિયા આજદિન તક બસ એમનામાં સીમિત રહી છે. હજી પાર્થ પણ એમાં પ્રવેશી શક્યો નથી ! એમાં તારો સમાવેશ કરવાનું તો હું વિચારી પણ ના શકું. હા મને તારા પ્રત્યે કંઇક અજીબ લાગણી થઇ રહી છે પણ, જો હું તારી સાથે લગ્ન કરી શકું એમ ના હોવ તો એ લાગણીને હું આગળ વધાર્યા કરતાં અહીં જ અટકાવવાનું મુનાસીબ માનું છું. થોડી તકલીફ થશે મને પણ સમય સાથે એ બધું ભુલાઇ જશે.”

“ પણ એવી રીતે તારી, આપણી લાગણીઓને કચડી નાખવાની જરૂર જ શી છે ?”

“ આપણે લગ્ન કરીશું અને જીવનભર એકસાથે રહીશું.”

“ એ વાત તું બોલે છે એટલી આશાન નથી. તમારા લોકોની મને ખબર નથી પણ, અમારે સમાજના કેટલાક નિયમો પાળીને, સમાજમાં રહીને જીવવાનું હોય છે ને એ સમાજ જાતિ, ગોળ, ગામ, સામાજિક દરજ્જો એવી ગણી બધી વાતોથી વહેંચાયેલો છે ! એમાંથી બહાર આવવું એટલું આસાન નથી. આપણી તો ભાષાએ અલગ છે ! ”

“ એટલે તું સમાજથી ડરીને મારાથી દૂર જવા માંગે છે ?”

“ સમાજથી નહી પણ, મારા માબાપની આબરૂથી ડરીને. હું એમની એકની એક દીકરી છું હું હાથે કરીને એવું કોઈ પગલું નહી ભરી શકું જેથી કાલે એ લોકો સમાજ સામે માથું ઉઠાવીને ચાલી ના શકે !”

“ તું એક સરસ દીકરી છે ! મને તારા પર ગર્વ છે અને સાચું કહું તો આ બધું જાણ્યા બાદ મારો પ્રેમ ઔર વધી ગયો છે. તારા માબાપને હું મનાવી લઈશ. હવે બોલ ! ” મુરલીએ શાંતિથી કહ્યું

“ તું કેવી રીતે મનાવી લઈશ ?”

“ ખબર નથી પણ, મનાવી લઈશ એ ચોક્કસ છે. એક દિવસે એ લોકો સામેથી તને કહેશે મારી સાથે લગ્ન કરવા !”

“ જો એમ થશે તો હું ના નહિ પાડું ,”
 “હું એ દિવસની રાહ જોઇશ !”  ક્રિષ્નાએ ચહેરો મલકાવ્યો.