Uday - 10 in Gujarati Moral Stories by Jyotindra Mehta books and stories PDF | ઉદય ભાગ ૧૦

Featured Books
  • ખજાનો - 40

    " નુમ્બાસા મુંબાસા શહેરનો કુખ્યાત લૂંટારો છે. છળકપટથી તેણે મ...

  • આપા રતા ભગત

    આપા રતા ભગતમોલડી ગામમાં નળીયા ચારવા આવેલ કુંભાર ભગતના નિંભાડ...

  • ભાગવત રહસ્ય - 72

    ભાગવત રહસ્ય-૭૨   શમીકઋષિના પુત્ર-શૃંગીને ખબર પડી કે –પોતાના...

  • ઈશ્વરીય શક્તિ - ભાગ 2

    ઈસ્વરીય શક્તિજય માતાજી આપણે આજે વાત કરવી છે ઈસ્વરીય શક્તિ ની...

  • ડિજિટલ અરેસ્ટ

    સાયબર માફિયાઓનો નવો કિમીયો : ડિજિટલ અરેસ્ટડિજિટલ અરેસ્ટ : ઓન...

Categories
Share

ઉદય ભાગ ૧૦

બાબાએ આગળ જણાવ્યું અને દિવ્યશક્તિ અને મહાશક્તિઓ શું કરે છે તે મહત્વનું નથી આપણું નિર્માણ કયા કારણસર થયું છે તે મહત્વનું છે આપણું કર્મ શું છે તે મહત્વનું છે . આપણા જીવન નો ઉદ્દેશ શું છે તે મહત્વનો છે. મહાશક્તિઓનો ઉદ્દેશ શું છે તે આપણે જાણવો જરૂરી નથી . આપણું કર્મ ઉન્નત હશે તો આપણી ઉન્નતિ થશે અને અંતે મોક્ષ મળશે આપણું વિસર્જન દિવ્યશક્તિ માં થશે તે પછી આપણે દિવ્યશક્તિ નો ભાગ હોઈશું .

તમારું અને મારુ સર્જન કેવી રીતે થયું અને આખો ઘટનાક્રમ શું છે તે મને કહો પલ્લવે પૂછ્યું.

બાબા એ હસીને કહ્યું તે કથાપર હું આવી રહ્યો છું .

આપણું નિર્માણ છઠા પરિમાણ માં રહેલી મહાશક્તિઓ એ કરેલું છે .

મારુ નિર્માણ વિભૂતિ માં થી થયો હતો , કમળનાથનું નિર્માણ કમળમાંથી ,કદંબનાથ નું નિર્માણ કદંબ ના વૃક્ષમાંથી થયો, ઇન્દ્રનાથ નું નિર્માણ આકાશી વીજળીમાંથી , નરેન્દ્રનાથ નું નિર્માણ હાથી માંથી ,ભવેન્દ્રનાથ નું નિર્માણ નૃત્ય ના ભાવમાંથી , સપ્તેશ્વરનાથ નું નિર્માણ સાત જુદી જુદી શક્તિઓ ના અંશમાંથી થયું , ઢોલકનાથ નું નિર્માણ મહાશક્તિ ના ઢોલક માં થી, અસીમનાથ નું નિર્માણ સાગર ની અસીમ શક્તિમાંથી અને તમારું નિર્માણ સૂર્ય ના કિરણોમાંથી થયું છે. આપણે દશેય દિવ્યપુરૂષો જુદી જુદી વિદ્યા માં પ્રવીણ છીએ. તમે ત્રીજા પરિમાણ માં સંમોહન વિદ્યા માં પ્રવીણ હતા તેનું કારણ તમે દિવ્યપુરૂષ હતા તે વખતની તમારી સંમોહન વિદ્યા ની શીક્ષાઅને દીક્ષા જે તમારા શરીર નહિ પણ આત્મા સાથે જોડાયેલ છે.

હું ભભૂતનાથ ગમે ત્યારે મારુ પરિવર્તન વિભૂતિ માં કે માટી માં કરી શકું . મારી શક્તિ પૃથ્વી સાથે જોડાયેલ છે જમીન પર ઉભો હોઉં ત્યાં સુધી મને કોઈ હરાવી ના શકે હું જમીન માં થી શક્તિનું દોહન કરી મારામાં લાવી શકું .

કમળનાથ નું રાજ જગત ના દરેક ફૂલો પર ચાલે સુગંધિત ફૂલ ને તે દુર્ગંધીદાર ફૂલ માં કે પ્રાણીભક્ષી ફૂલ માં કરી શકે તે હથિયાર તરીકે કમળ નું ફૂલ હાથ માં રાખે છે .કદંબનાથ નું રાજ દરેક વૃક્ષ પર ચાલે છે અને વૃક્ષો પાસે તે ધાર્યું કામ કરાવી શકે .ઇન્દ્રનાથ આકાશી વીજળી વીજળી ના સ્વામી છે તે ધારે ત્યારે આકાશ માં વીજળી ઉત્પન્ન કરીને કોઈને પણ ભસ્મ કરી શકે.નરેન્દ્રનાથ નું રાજ પૂર્ણ પ્રાણીજગત પર ચાલે છે તે ગમે તેવા નિર્બળ પ્રાણીને સબળ બનાવી કામ ચલાવી શકે. ભવેન્દ્રનાથ દરેક કળા માં પ્રવીણ છે તે નૃત્ય સંગીત ના મહાન જ્ઞાતા છે . સપ્તેશ્વરનાથ યુદ્ધકળા ના પ્રવીણ તે સાત જુદા જુદા આયુધો કુશળતાથી ચલાવી શકે છે .ઢોલક નાથ જુદા જુદા વાજિંત્રો વગાડી શકે અને તેનો નાદ બ્રહ્માંડ ને ડોલાવી શકે એટલો શક્તિશાળી છે

અસીમનાથ નું રાજ જળ પર ચાલે અને તે જળ માં હોય તો કોઈની તાકાત નથી કે કોઈ તેમને હરાવી શકે . તમારું નિર્માણ સૂર્ય ના કિરણો થી થયું હોવાથી તમારું રાજ આકાશ માં ચાલે તમે પ્રકાશ ના વેગ થી ગમે ત્યાં જઈ શકો .

આ તો આપણી મહત્વની શક્તિઓ ની વાત થયી છે પણ તે સિવાય આપણે હજાર વર્ષ ની શિક્ષા માં થી ઘણી બધી વિદ્યાઓ ગ્રહણ કરી છે .

પલ્લવે કહ્યું કે આવી કોઈ શક્તિ મારામાં તો નથી . તમારી શક્તિઓ તમારા મૂળ શરીર માં પ્રવેશ કરશો એટલે મળી જશે પણ તે અત્યારે પાંચમા પરિમાણ માં છે અને ત્યાં કેવું તો ખુબજ મુશ્કેલી ભર્યું છે તેના માટેજ અત્યારે યજ્ઞ કરી રહ્યો છું .

પલ્લવે પૂછ્યું જો આપણે આટલા શક્તિશાળી છીએ તો આવી પરિસ્થિતિ ઉત્પન્ન થવાનું કારણ શું ?