Collagena kaarastano - 8 in Gujarati Comedy stories by Keyur Pansara books and stories PDF | કોલેજના કારસ્તાનો - ભાગ - 8

Featured Books
Categories
Share

કોલેજના કારસ્તાનો - ભાગ - 8

લેક્ચર માં મશગુલ(!) વિધાર્થીઓ "જય દ્વારકાધીશ" ની મધુર રિંગટોન સાંભળીને આનંદમાં આવી ગયા.

રિંગટોન કોણે વગાડી એ બધા ગોતવા લાગ્યા.

આ બાજુ ભૂપીએ મોબાઈલ બંધ કરવા જતો હતો ને એને શું શૂરાતન ચડ્યું કે પાછી તેણે રિંગટોન વગાડી.

ફરી પાછી ક્લાસરૂમમાં "જય દ્વારકાધીશ" ની રિંગટોન ગાજી.

બધા વિદ્યાર્થીઓ તો મોજમાં આવી ગયા.

લેક્ચર આપતા મેડમ પણ હસવા લાગ્યા અને જે કોઈ પણ આ કાર્ય કરી રહ્યું હોય તેને શાંતિથી બેસવાનું કહ્યું.

@@@@@@@@@

મેનેજમેન્ટ ની લેબ ચાલુ હતી અમારી બેચ કમ્પ્યુટર લેબમાં બેઠી હતી. લેક્ચર લેનાર મેડમ પ્રોજક્ટ્સ વિશે કંઇક સમજાવતા હતા.

વિધાર્થીઓ પોતાને ફાળવેલા કમ્પ્યુટરની સામે બેઠા હતા અને મેડમ દ્વારા કહેવામાં આવતા શબ્દોને સમજી કમ્પ્યુટર પર તે પ્રમાણે કાર્ય કરી રહ્યા હતા.

હવે આવી વાતોમાં અમને લોકોને તો કંઇ રસ હતો નહી.

હવે મનિયાને શું સુજ્યું કે તેને પોતાના અને તેની બાજુમાં બેઠેલા ભૂપીના 'માઉસ' ની અદલા-બદલી કરી લીધી.અને બોલ્યો "મેડમ આમાં માઉસ વર્ક નથી કરતું."

મેડમ તેની પાસે ગયા માઉસ પર હાથ રાખ્યો અને ફેરવ્યું પણ સ્ક્રીન પર કોઈ રિસ્પોન્સ ના થયો.

તેઓએ CPU ની પાછળ જોયું ત્યાં માઉસનું કનેક્શન બરાબર જ હતું.

તેઓ લગભગ દસેક મિનિટ હેરાન થયા પણ પરિણામ કંઇ ન આવ્યું.

તેઓએ કંટાળીને કહી દીધું કે માઉસ ખરાબ હશે.તો મનીયાએ કહ્યું કે મેડમ માઉસ તો ચાલે જ છે એમાં પાવર તો આવે જ છે એમ કહીને માઉસ ઉલટું કરીને બતાવ્યું.

વળી પાછા મેડમ પાંચ મીનીટ જેવા હેરાન થયા ત્યાં ભૂપી બોલ્યો કે મેડમ મારા PC મા ઓટોમેટિક કર્સર મુવ થાય છે.

મેડમે જોયું કે મનિયના PC ના માઉસ નું કનેક્શન ભૂપીના PC મા છે.

તેઓને સમજતા વાર ના લાગી કે મનીયો અને ભૂપી ટાઇમપાસ કરે છે.

તેઓએ તે બંનેને લેબ માંથી બહાર જવાનુ કહ્યું અને જાણે કે તેઓને આજ જોતું હતું તેમ બંને ઊભા થયા અને બહાર જતા રહ્યા.

@@@@@@@@

એક વખત તો ગજબ જ થઈ ગયું. AFM ની લેબ ચાલુ હતી.

અમારા કલાસની લેબ માટેની ત્રણ બેચસ હતી. હવે એક બેચમાં જે ફેકલ્ટી લેબ લેવા આવવાના હતા તે ઘેરહજર(ગેરહાજર) હતા.

તેથી બે બેચસ ને મર્જ કરી હતી અને બધાને એક લેબમાં બેસાડ્યા હતા.

હવે અમારા કલાસની એક બેચ પણ માંડ હાથમાં રેતી અને એમાં બે બેચને સાથે બેસાડી પછી તો વાત જ પૂરી થઈ જાય ને.

હવે જે બેચને અમારી સાથે મર્જ કરી હતી તે બેચના વિદ્યાર્થીઓ શાંતિથી (!) બેસીને પોતાનું કાર્ય કરી રહ્યા હતા.

મતલબ કે કોઈક અસાઈન્મેંટ લખતા હતા કોઈક લેબ મેન્યુઅલ પૂરી કરતા હતા તો કોઈક નવરા બેસીને ગપ્પા મારતા હતા. 

એવામાં લેબ આસિસ્ટન્ટ ને થયું કે બધાને એકી સાથે જ પ્રેક્ટિકલ કરાવી દવ એટલે બીજી વાર લપ ના કરવી.

અને તેઓએ શાંતિથી(!) બેસેલા વિધાર્થીઓને પાસે બોલાવ્યા અને પ્રેક્ટિકલમાં ધ્યાન આપવાનું કહ્યું. બસ આજ તેઓની ભુલ.

લગભગ ચાલીસેક વિધાર્થીઓ લેબ આસિસ્ટન્ટ ની આસપાસ ગોઠવાઈ ગયા. અને પ્રેક્ટિકલ સમજવામાં મશગુલ થઇ ગયા.

થોડીવાર બાદ મારા વાંસા પર કોઈક ચીજ સ્પર્શ કરીને ગઈ મને થોડી પીડા થઈ મે પાછળ ફરીને જોયું તો મનીયાએ મને પીઠ પર હળવો મુક્કો માર્યો હતો.

બસ પછી તો શરૂઆત થઈ ગઈ એક-બીજાને‌ મુક્કા મારવા લાગ્યા.

થોડીવાર આવી મોજમસ્તી કર્યા બાદ મનીયો ભીડ ચીરીને ચેતન પાસે ગયો.

ચેતનની સામે ભૂપી ઊભો હતો. મનીયાએ તેને ઇશારાથી ચૂપ રહેવા કહ્યું.

ભૂપી દ્વારા થયેલા ઈશારા જોઈ ચેતનને લાગ્યું કે તેની પાછળ કંઇક થવાનું છે.

તેથી તે થોડો સાઈડમાં ખસ્યો બરાબર એજ સમયે મનીયાએ મુક્કો મારવા માટે હાથ સહેજ પાછળ લઈ ગયો હતો.

ચેતન નું ખસવું અને મનિયાને મુક્કો મારવો બંને ધટના એકસાથે ધટી અને પ્રેક્ટિકલ સમજાવી રહેલ લેબ આસિસ્ટન્ટ ને એ મુક્કો લાગ્યો.

(ક્રમશઃ)