વિશ્વા અને અંગદ વચ્ચે હસી મજાક ચાલી રહ્યો હતો ,ઘર થી થોડેક દૂર એક વૃક્ષ પાછળ કોઈ વ્યક્તિ છુપાઈને આ બંને ની હિલચાલ પર નજર રાખી રહયો હતો,
વૃક્ષ પાસે ની ઝાડીયો માં ખળભળાટ થવાથી વિશ્વા ની નજર અચાનક એ બાજુ પડી,એને શંકા ગઈ,
વિશ્વા એ ઘર ની છત પર થી સીધી નીચે છલાંગ લગાવી અને પલભર માં એ વૃક્ષ ની પાછળ પહોચી ગઈ,વિશ્વા એ ત્યાં જઈ ને જોયું તો કોઈ પણ નહતું.અંગદ પણ એની પાછળ ત્યાં પહોચ્યો.
અંગદ : શું થયું વિશ્વા ? કેમ આમ હડબડી માં તું અહી આવી ગઈ ?
વિશ્વા એ ચારેય બાજુ નજર ઘુમાવી ......
વિશ્વા : કઈ નહીં .....મને એવું લાગ્યું કે ....કદાચ કોઈ અહી ઊભું હતું ?
અંગદ : અહી ? કોણ ?
વિશ્વા : નથી જાણતી પણ જે કોઈ પણ હતું એ પલાયન કરી ગયું .
અંગદ : બની શકે કદાચ તારો વહેમ હોય ....અત્યારે હવા ખૂબ જ તેજ છે જેથી ઝાડીયો હલવા ના કારણે તને એવો ભાસ થયો હશે.
વિશ્વા : ના આ કોઈ વહેમ નથી ,એની ગંધ હજુ પણ અહી છે.હું એને મેહસૂસ કરી શકું છું.
અંગદ :કદાચ કોઈ જાનવર પણ તો હોય શકે ?
વિશ્વા : હા ...બની શકે.
અંગદ : હમ્મ ...એટ્લે ચિંતા છોડ અને ઘર માં ચાલ ..અને હા આના વિશે પૃથ્વી ને કે બીજા કોઈ ને જણાવાની જરૂર નથી .ઘણા લાંબા સમય બાદ પૃથ્વી અને નંદની ને એકબીજા સાથે સમય વ્યતીત કરવાનો અવસર મળ્યો છે.
વિશ્વા : હા ...... તું સાચું જ કહે છે ...મારો વહેમ જ હશે.
અંગદ : હા ...ચાલ હવે તું પણ થોડી વાર મનસા પાસે જઈને આરામ કર.
વિશ્વા અને અંગદ ત્યાંથી ચાલ્યા ગયા.
વિશ્વા (મનમાં): ભલે અંગદ માને નહીં પણ કોઈક તો હતું જ ત્યાં અને મને જે રીતે એની ગંધ આવતી હતી એ જે કોઈ પણ છે.......
એક werewolf છે.
અહી આ બાજુ જંગલ માં એ વ્યક્તિ ખૂબ જ ઝડપ થી ભાગી રહયો હતો.ભાગતા ભાગતા એ એક જગ્યાએ આવીને ઊભો રહી ગયો .... એ વ્યક્તિ નો ચહેરો એટલો સ્પષ્ટ જણાતો નહતો ,પણ કદ કાઠી માં એ ખૂબ જ કદાવર હતો , એ વ્યક્તિ એ બધી બાજુ જોયું ,અને પછી જ્યાં ઊભો હતો ત્યાં જ અંદર જમીન માં ધસી ગયો.
એ જગ્યા હકીકત માં ભૂગર્ભ નો ગુપ્ત માર્ગ હતો.ભૂગર્ભ માં તો જાણે એક અલગ જ દુનિયા વસેલી હતી.
એટલી વિશાળ જગ્યા ,અને હજારો ની સંખ્યા માં wolves હતા,એ વ્યક્તિ સીધો એક મોટા કક્ષ તરફ આગળ વધી રહ્યો હતો.એ કક્ષ ની બહાર એક ભયંકર દેખાવ વાળો દ્વારપાળ ઊભો હતો.
એ વ્યક્તિ એ દ્વારપાળ ના કાન માં કઈક કહ્યું અને દ્વારપાળ તુરંત અંદર ગયો અને એ વ્યક્તિ ને પણ સાથે લઈ ગયો.
અંદર કક્ષ માં એક મોટા પથ્થર ના આકાર ના આસન પર એક વિશાળ કદ નો એક વ્યક્તિ બેઠો હતો ,એની આજુબાજુ બીજા એના જેવા જ કદરૂપા wolves બેઠા હતા.બધા ભેગા થઈ ને અઢળક જથ્થા માં કાચું માંસ આરોગી રહયા હતા એમના ભદ્દા ચહેરા રકત અને માંસ થી ખરડાયેલા હતા.
એ વ્યક્તિ જઈને આસન પર બેઠેલા વ્યક્તિ સામે ઝૂકી ને પ્રણામ કર્યા.અને બોલ્યો.
એ વ્યક્તિ : મહારાજ પાવક ..... હું નઝરગઢ ના જંગલો માં આપના આદેશ અનુસાર ગુપ્તચરી કરી રહયો હતો.
એ વ્યક્તિ અત્યંત વિશુદ્ધ અને વિકરાળ અવાજ માં બોલ્યો.
પાવક : બોલો શું સમાચાર પ્રાપ્ત થયા છે ?
ગુપ્તચર : મહારાજ ,હું છેલ્લા ઘણા સમય થી એ જગ્યા પર નજર રાખી રહ્યો હતો ,આજ પ્રાતઃ કાળ સુધી ત્યાં કોઈ પણ પ્રકાર ની ચહલ પહલ ના હતી ,પરંતુ સંધ્યા સમયે કેટલાક લોકો ,જંગલ માં સ્થિત એ ઘર માં નિવાસ કરવા આવ્યા છે.
પાવક : કોણ છે એ લોકો ?
ગુપ્તચર: સર્વે લોકો ને તો હું નથી ઓળખતો .....પણ હા એક વ્યક્તિ છે , જેને હું સારી રીતે ઓળખું છું.
પાવક : કોણ ?
ગુપ્તચર : મહારાજ આપનો અનુજ .....આપનો નાનો ભાઈ અંગદ .
અંગદ નું નામ સાંભળી પાવક સફાળો બેઠો થયો.એની સાથે બધા બેઠેલા ઊભા થઈ ગયા.
પાવક જોર થી બરાડયો.
પાવક : ભાઈ નથી એ મારો .....મૂર્ખ ....એ કાયર દુશ્મન છે મારો.
પાવક નો ક્રોધ અને રક્ત રંજિત આંખો જોઈ ને ગુપ્તચર થર થર કંપવા લાગ્યો.
ગુપ્તચર : ક્ષમા ......ક્ષમા કરો મહારાજ ....
પાવક એ પોતાનો ક્રોધ શાંત કર્યો .
પાવક : એ કાયર ત્યાં શું કરતો હતો ? અને એની સાથે છે એ લોકો કોણ છે ?
ગુપ્તચર : બ....બધા ને તો....હ....હું નથી જાણતો મહારાજ ...પણ હા ...અંગદ જે સ્ત્રી સાથે ઊભો હતો ......એની ગ...ગંધ પર થી લાગ્યું કે એ.... એક Vampire છે.
પાવક નો ક્રોધ સીમા પાર કરી ગયો ,એ જે આસન પર બેઠો હતો એ વિશાળ પથ્થર એક હાથ થી ઉઠાવી એને દીવાલ પર પછાડ્યો.
પાવક : એ દગાખોર ...આપણાં દુશ્મનો સાથે મળી ગયો છે.
પાવક એ એના પાસે ઉભેલા લોકો ને સંબોધતા કહ્યું.
“સાથીઓ ....આ એ જ vampires આપણાં દુશ્મનો છે જેને મારા પિતા અને આપ લોકો ના સમ્રાટ વિદ્યુત ની હત્યા કરી હતી,પરંતુ એ લોકો કરતાં પણ આપનો સૌથી મોટો દુશ્મન અંગદ છે ,જેને આપણાં બધા જ રહસ્યો એ દુશ્મનો ને જણાવ્યા ,તદુપરાંત મારા પિતા ની હત્યા કરવામાં એ લોકો ની સહાય કરી.”
બધા એ werewolves ક્રોધે ભરાયા.
પાવક : હું તમને ભરોસો આપું છું કે એ પાપી ,વિશ્વાસઘાતી અંગદ ને એવું મૃત્યુ આપીશું કે જોવા વાળા ની રૂહ કંપી જાય.
બધા લોકો એ એકસાથે હુંકાર ભરી ......અને શસ્ત્રો ઉપાડ્યા.
ગુપ્તચર ધીરે થી બોલ્યો : ક્ષમા કરો મહારાજ ...હું કઈક કહી શકું ?
પાવક શાંત થયો
“ હા બોલ ...”
ગુપ્તચર : એ લોકો પર આક્રમણ કર્યા પહેલા ,એમના પરિવાર ના દરેક સભ્ય વિશે જાણકારી એકઠી કરવી ઉચિત રહેશે.
પાવક : મૂર્ખ .....તું અમને લોકો ને નિર્બળ સમજે છે ? અમારા માં એટલી પણ શક્તિ નથી કે એ મુઠ્ઠીભર vampires ને મોત ને ઘાટ ઉતારી શકીએ ?
ગુપ્તચર : ના મહારાજ ....એમ નથી.
ત્યાં બેઠેલા એક વૃદ્ધ werewolf એ ગુપ્તચર ને અટકાવ્યો.
વૃદ્ધ werewolf : આ ગુપ્તચર સત્ય કહે છે ...પાવક ...
જે વખતે તારા પિતા અને એ vampires વચ્ચે યુદ્ધ થયું એ વખતે પણ એ મુઠ્ઠીભર જ હતા ,છતાં પણ વિદ્યુત ની વિશાળકાય સેના ને ,અને મહાશક્તિશાળી વિદ્યુત ને તેઓએ પરાસ્ત કર્યો હતો.
તને શું લાગે છે...તારી સેના અને સ્વયં તું વિદ્યુત કરતાં પણ શક્તિશાળી છો ? આ બાબત નો વિચાર કર.
પાવક શાંત થઈ ને એ વૃદ્ધ ની વાત પર વિચાર કરવા લાગ્યો,બધા લોકો બેસી ગયા.
પાવક એ વૃદ્ધ ને પૂછ્યું.
“આપને શું લાગે છે ?તો મારે શું કરવું જોઈએ ?”
વૃદ્ધ : આ ગુપ્તચર ને હજુ થોડા સમય સુધી એ લોકો પર દ્રષ્ટિ રાખવા દે ,એના થી આપણ ને એમની કમજોરી અને શક્તિ વિશે જાણ થશે જેથી આપણે એ લોકો ને સરળતા થી હરાવી શકીશું.
પાવક ને આ વાત હવે ઉચિત લાગી
પાવક : ઠીક છે ...તો ગુપ્તચર તું પુનઃ ,સાવધાની થી ત્યાં રહે ,અને નાના માં નાની જાણકારી એ લોકો ની અમારા સુધી પહોચાડજે,અને હા.....યાદ રાખજે ...ખૂબ જ મોટી જવાબદારી તને સોંપી રહ્યો છું.જરા પણ ચૂક ના થાય.
ગુપ્તચર : તમને નિરાશ નહીં કરું મહારાજ.
હું આજ્ઞા લઉં.
પાવક ની રજા લઈ ને ગુપ્તચર એ ફરીથી .નઝરગઢ ના જંગલો તરફ પ્રયાણ કર્યું.
અહી આ બાજુ નઝરગઢ માં પ્રાતઃ કાળ થયો.
બધા જ ધીમે ધીમે એક પછી એક ઘર ની બહાર ના બગીચા માં એકઠા થયા.
મનસા આ નવી દુનિયા નો ભરપૂર આનંદ માણી રહી હતી.
અને બિલકુલ નાની માસૂમ બાળકી ની જેમ આમતેમ કૂદી રહી હતી,એને જોઈને જાણે ત્યાં ઉપસ્થિત બધાનું બાળપણ પાછું આવ્યું હોય એમ લાગી રહ્યું હતું.
વીરસિંઘ : પૃથ્વી .....હવે શું વિચાર છે ?
પૃથ્વી : મતલબ ?
વીરસિંઘ : મતલબ કે......તું અને નંદની ?
પૃથ્વી : હું અને નંદની શું ?
વીરસિંઘ : અરે તને બધી વાત વિસ્તાર થી કહેવી પડશે ? ઘણા વર્ષો વીતી ગયા ,તમે બંને એકબીજા ના વિરહ માં સમય વ્યતીત કર્યો છે ,હવે સમય આવી ગયો છે.
નંદિની : શેનો સમય ?
સ્વરલેખા : સમય આવી ગયો છે કે તું અને પૃથ્વી સદાય માટે એક થઈ જાઓ. એટ્લે કે વિવાહ સંબંધ માં જોડાઈ જાઓ.
એટલું સાંભળતા જ નંદની થોડીક શરમાઇ ગઈ અને ચુપકે થી ઘર માં ભાગવા ગઈ પણ વિશ્વા એ હાથ પકડી ને બેસાડી દીધી.
બધા હસવા લાગ્યા,અવિનાશ અને અંગદ ,પૃથ્વી ની મસ્તી કરવા લાગ્યા,પૃથ્વી પણ ઘણો ખુશ હતો.
વિશ્વા : હા એ વાત તો સત્ય છે .....vampires માં પરીવર્તન થયા બાદ તો જાણે જીવન માં થી ઉત્સવ મનાવવાનો રંગ જ ચાલ્યો ગયો છે,
પણ આ વખતે ..પૃથ્વી અને નંદની ના વિવાહ માં ઉત્સવ એવો ઉજવીશું કે આખું નઝરગઢ ગુંજી ઉઠશે.
અવિનાશ : હા ....આખાય નઝરગઢ ને અને સંપૂર્ણ જંગલ ને શણગારીશું.
અંગદ : અને એક લાંબા સમય સુધી ઉત્સવ મનાવીશું.
સ્વરલેખા : પરંતુ સૌ પ્રથમ એ લોકો ની સહમતી તો જરૂરી છે જેના વિવાહ છે.
અવિનાશ : અરે એતો વર્ષો થી સહમત છે.
બધા લોકો ફરીથી હસવા લાગ્યા.
નંદની તો શરમ થી પાણી પાણી થઈ રહી હતી
વિશ્વા : બસ હવે...... બહુ મજાક ઉડાવી લીધી તમે લોકો એ મારા મિત્ર ની.
અવિનાશ : અરે મજાક નથી ઉડાવતા ......પણ પૃથ્વી .....વિવાહ પહેલા તારે પ્રેમ નો પ્રતિકાત્મક ઇઝહાર તો કરવો પડશે.
બધા એકસાથે .... “હા .....એતો કરવું પડશે”
પૃથ્વી શરમ માં મલકાયો
“ અરે એ બધા ની શું જરૂર છે ?”
વીરસિંઘ : ના બેટા ....ઔપચારિક્તા ખાતર જ પણ .....તારે ઇઝહાર તો કરવો જ પડશે.
બધા ફરીથી એકસાથે .....હા .....હા.... કરીને ઉશ્કેરવા લાગ્યા.
નંદની ના મોઢા માંથી તો એક શબ્દ પણ નીકળતો ન હતો.
પૃથ્વી : ઠીક છે ......ઠીક છે ....તમારા બધા ની ઈચ્છા અવશ્ય પૂરી થશે......
પૃથ્વી પોતાની જગ્યા એ થી ઊભો થયો .......અને નંદની તરફ આગળ વધ્યો.
..........................................
ક્રમશ .....
પૃથ્વી કઈ રીતે કરશે પ્રથમ વખત એના પ્રેમ નો ઇઝહાર અને શું ષડયંત્ર હશે પાવક અને એના ભાઈઓ નું એ જાણવા માટે જોડાયેલા રહો
નવલકથા .... “પૃથ્વી : એક પ્રેમ કથા”.