(આપણે પહેલા ભાગમા જોયુ કે અર્ચના સાસરિયાના ત્રાસથી ડિવોર્સ લઈને ભાઈ - ભાભી સાથે રેહતી , સ્વતંત્ર જીવન જીવતી એક પ્રેમાળ, સમજુ અને સ્વાભિમાની યુવતી છે. જે ક્રિસમસની રજાઓમાં તેની બહેન અને જીજાજીના ધરે બોમ્બે જાય છે. હવે આગળ જોઈશું શું થાય છે.)
હા જીજાજી હુ ટ્રેનમાં બેસી ગઈ છું. લગભગ સાડા છ સાત વાગ્યે આવી જઈશ અને please સ્ટેશન પર લેવા આવી જજો. મારી પાસે ઘણો બધો સામાન છે. મમ્મીએ ઘણું શાકભાજી અને ફરસાણ મોકલાવ્યું છે. હા મને ખબર છે પણ તમે તો મમ્મીને જાણો છો. ok ટ્રેન ચાલુ થઈ ગઈ છે અને તમે ટાઈમ પર સ્ટેશન આવી જજો. by see u soon. જીજાજી સાથે વાત કરીને અર્ચના બારી બહાર જુએ છે. ટ્રેનની ગતિ સાથે તેની ભૂતકાળની યાદો પણ ગતિ પકડે છે. એના દોઢ વર્ષના લગ્નજીવનની યાદો તેના મનઃચક્ષુ પર ફરી વળે છે.એ સાસુ - સસરાની indirect demands,એ પતિનો પોતાના શરીર તરફ જ રસ,એ પોતાના મમ્મી પપ્પાનું અપમાન. ભૂતકાળને યાદ કરીને અર્ચનાની આંખો માં પાણી આવી જાય છે. પરંતુ પછી એ વિચારે છે, ભૂતકાળની કડવી યાદોને યાદ કરીને દુઃખી થઈને હું મારા વર્તમાનને શા માટે બગાડુ. અને તે આંખોમાં આવેલ આંસુ સાફ કરે છે અને બારી બહાર દેખાતા દ્રશ્યને જોવામાં તલ્લીન થઈ જાય છે.
ટ્રેન બોરીવલી ઊભી રહે છે. અર્ચના સામાન લઈને નીચે આગળ વધે છે. તે આજુબાજુ નજર કરે છે ત્યાં સામેથી જીજાજીને આવતા જુએ છે અને બૂમ પાડે છે. જીજાજી તેની પાસે આવે છે અને તેની પાસેથી સામાન લઈ લે છે.
જીજાજી : તો સાળી સાહેબા કેમ છો તબીયત તો બરાબર છે ને, ઘરે બધાં કેમ છે. મમ્મી પપ્પા સારા છે ને. અર્ચના : હા જીજાજી ઘરે બધાં જ મજામાં છે તમને, બેનને અને ક્રીશને બહુ યાદ કરે છે. by the way તમારા ધરે તો બધાં મજામાં છે ને. ક્રીશુ શુ કરે છે. મને યાદ તો કરે છે કે નહી. જીજાજી : અરે ઘરે બધાં જ મજામાં છે ક્રીશુ તો બે દિવસનો માથું ખાય છે કે માસી કયારે આવશે? બિલ્ડીંગના બધાં પણ તને ખૂબ યાદ કરે છે. ઘરે ચાલ તારી બહેને તારા માટે સરપ્રાઈઝ રાખી છે. અર્ચના : wow શુ surprise રાખી છે. જીજાજી : એ કહી દઉ તો surprise કેવી રીતે રહે. અર્ચના : તો ચાલો જલ્દી I can't wait any more come on hurry up. એએએએ....માસી આવી ગઈ મમ્મી માસી આવી ગઈ...અર્ચનાને જોતા જ ક્રીશે આખું ઘર માથે લીધું ને દોડીને અર્ચનાને વળગી ગયો. અર્ચનાએ પણ તેને ટાઈટ હગ કરીને પપ્પીઓથી નવડાવી દીધો. તમારા માસી ભાણજાનું મિલન થઈ ગયું હોય તો આ બેન તરફ પણ ધ્યાન આપો મહારાણી. એની બેન મયુરી રસોડામાંથી આવતા આવતા કહે છે. અર્ચના : અરે તમને કંઈ ભૂલાય કેમ છો મારી પ્યારી બહેન. મમ્મી તમને બહુ યાદ કરે છે. જુઓને કેટલુ પકડાવી દીધુ છે મને કેટલી તકલીફ પડી લાવતા લાવતા. અરે જીજાજી કેહતા હતા મારા માટે એક સરપ્રાઈઝ છે તો શુ સરપ્રાઈઝ છે જલ્દી કહોને. I can't wait. મયુરી : અરે કેટલુ બોલે છે. જરા શ્વાસ તો લે પહેલા જમી લે પછી જ સરપ્રાઈઝ મળશે. તારા માટે ઈડલી સંભાર ને મેદુવડાં બનાવ્યા છે. અર્ચના : અરે વાહ ઈડલી અને વડા સંભાર મારા ફેવરીટ. thank u verry much dear sis. I love you so much. મયુરી : બસ હવે મસ્કા મારવાનું બંધ કર, જલ્દીથી જમી લઈએ નહી તો સરપ્રાઈઝમા મોડું થઈ જશે. અર્ચના : હા ચાલો જલ્દી જલ્દી જમી લઈએ મને ભૂખ પણ બહુ લાગી છે. બધાં જમી લે છે પછી અર્ચના એની બેનને કહે છે. હવે કહો શું સરપ્રાઈઝ છે મારા માટે. અને મયુરી એના હાથમાં કશુંક થમાવે છે. અર્ચના એ જુએ છે અને કહે છે. wow movie tickets.એ પણ રાતના શો ની.એ ખુશ થતાં એની બેનને હગ કરે છે. મયુરી : બસ હવે તમે બેસો હુ વાસણ ને રસોડું સાફ કરી લઉ છું. પછી આપણે ફિલ્મ જોવા જઈએ. અર્ચના : તમે વાસણ સાફ કરી દો હું રસોડું સાફ કરી લઉં. મયુરી : ના આખું વર્ષ તો ઓફિસમાં કામ કરે છે. અહી આવી છે તો થોડો આરામ કર. તુ તારા જીજુ અને ક્રીશ સાથે ગપ્પાં માર હુ હમણાં કામ પતાવી દઉ છું. અને અર્ચના ક્રીશ સાથે લ્યુડો રમવા લાગી જાય છે. મયંક : તો અર્ચના આ વખતે વખતે ક્યાં ફરવા જઈશું કંઈક વિચાર્યું છે ? અર્ચના : હા જીજાજી, આ વખતે એલિફન્ટાની ગુફા જોવા જઈએ તો કેવુ રહે. એમ પણ આખું બોમ્બે તો ઘણી વાર ફરી લીધુ છે. તો આ વખતે ત્યાં જઈએ તો મજા આવશે. મયંક : yes, that's fantastic. infect i olso want to see that cave. ક્રીશ : wow masi આપણે cave જોવા જવાના છે !! મજા આવશે. અર્ચના : હા ડીકુ આપણે cave જોવા જવાના છે. અને તે પણ બોટમાં બેસીને. મયુરી : ચાલો હવે જલ્દી કરો નહી તો પછી movie નુ bigning miss થઈ જશે. અને બધા મુવી જોવા જાય છે. અર્ચના : કીશુ મજા આવીને મુવીમાં. ક્રીશ : હા માસી બો જ મજા આવી. રાત્રે મોડા સુવાથી અને બીજે દિવસે શનિવાર હોવાથી બધા મોડે સુધી સુઈ રહે છે. નવ વાગે મયુરી ઊઠીને નાહી ધોઈ ને પરવારીને બધાં માટે નાસ્તો બનાવે છે ને બધાં ને ઉઠાડે છે. બધાં વારાફરતી ઊઠીને પરવારીને નાસ્તો કરે છે. અર્ચના : જીજાજી આજે સમય છે તો સિધ્ધીવિનાયક ને મહાલક્ષમી જઈ આવીએ. મયંક : હા પણ સાંજે જલ્દી આવી જઇશું. કાલે સવારે વહેલા ઉઠવું પડશે. એલીફન્ટા જવા માટે તો જ આરામ થી ફરી શકીશું. અને સાંજે વહેલાં આવીએ તો ત્યાં નજીકનાં સ્થળે ફરી શકીએ. બધાં તૈયાર થઈ ને સિધ્ધીવિનાયક જવા નિકળે છે. અને ફરીને સાંજ સુધીમા ઘરે આવી જાય છે. ક્રીશની જીદના કારણે બધાં ડોમીનોઝમા પિત્ઝા ખાય છે. મયુરી અને અર્ચના કાલ માટે મૂઠીયા, ઢોકળા અને થેપલા બનાવે છે ને થોડી ઘણી વાતો કરીને સૂઈ જાય છે. સવારે બધાં વહેલાં ઊઠીને જલ્દીથી તૈયાર થઈ જાય છે. આજે અર્ચના એ બ્લુ લેગીંસ અને ઓરેંજ કૂર્તી પહેરી છે. જે તેની ઘઉંવર્ણી ત્વચા પર ખૂબ જ સુંદર લાગી રહી હતી. કાનમાં ઝીણી ઘુઘરી વાળા નાના ઝુમર. કપાળ પર ડાયમંડની નાનકડી બિંદી. ગળામાં પાતળી ચેન. હાથમાં ડેલીકેટ બ્રેસલેટ. ચેહરા પર મેકઅપના નામ પર આંખોમાં કાજળ અને હોઠો પર આછા ગુલાબી રંગની લિપસ્ટિક. બસ આજ એનો સાજ - શણગાર છતાં પણ તે ખૂબ સોહામણી લાગતી હતી. બધાં ગેટ ઓફ ઇન્ડિયા પહોંચે છે ત્યાં એકબીજા સાથે થોડા ફોટા અને સેલ્ફી પાડે છે. અર્ચના ગેટ ઓફ ઇન્ડિયા અને તાજમહલ હોટલના ફોટા પાડે છે. ત્યાં સુધીમા મયંક એલીફન્ટા લઈ જતી બોટની ટીકિટ લઈ આવે છે. અને બધા બોટ તરફ આગળ વધે છે. વિશાળ સમુદ્રને મનભરીને જોઈ શકાય માટે તેઓ બોટના ઉપરનાં માળે બેસે છે. બોટ પરથી ઉતરતા જ અરે અર્ચના તુ.. અહીં...... પાછળથી એક અવાજ આવે છે. અર્ચના પાછળ ફરીને જુએ છે અને કહે છે સુભાષ સર તમે અહીં !!! હું તો મારી બેનના ઘરે આવી છું. પણ તમે અહીં ક્યાથી!!!!
* વધુ આવતા ભાગમા... *