Stree ne ankhe jovayel purush nu jeevan in Gujarati Moral Stories by Megha Thakor books and stories PDF | સ્ત્રી ની આંખે જોવયેલ પુરુષનુ જીવન.

Featured Books
Categories
Share

સ્ત્રી ની આંખે જોવયેલ પુરુષનુ જીવન.

અહિ એક એવા પુરુષની વાત કરવા જઇ રહિ છું, જેને મે મારી આંખે બીજાના માટે બદલાતા જોયો છે. પોતાનું જીવન જીવવાની રીત ધરમુળ થી બદલતા જોયો છે.

મને હંમેશા લાગતુ કે લગ્ન પછી ફક્ત સ્ત્રીનુ જ જીવન બદલાય છે, પણ હું અમુક અંશે ખોટી નીકળી, સ્ત્રી નું જીવન તો બદલાય જ છે. પણ મે એક પુરુષને પણ બદલાતા જોયો છે. તમે પણ તમારી આસપાસ એવા પુરુષને જોયો જ હશે. .તો આ વાત છે એક અલ્લ્ડ, મસ્તીખોર, ગુસ્સાવાળા, પૈસા ઉડાવતા છોકરાની જે ધીમે ધીમે લગ્ન પછી ધીર ગંભીર, શાંત,  અને પરીવાર માટે બચત કરવા વાળાની. 

એ મને પ્રથમ વાર મારા ઘરે જ મળ્યો હતો. સામન્ય જ મુલાકાત હતી એ, તે મને ઘરે જોવા આવેલા મહેમાન હતા. અને હું તેમના માટે તૈયાર થઇને રાહ જોઇ રહેલી કન્યા. તે આવ્યા, તેમની યોગ્ય આગ્તા-સ્વાગતા કારાવામાં આવી. પ્રથમ નજરમાં જ ગમી જાય એવો લાગ્યો છોકરો, જરાક શ્યામ પણ ઘાટીલો(કાનુડા જેવો). ચા-પાણી ની ઔપચારીકતા બાદ વારો આવ્યો અમારી વાતચીતનો. બધી ચર્ચાઓને અંતે બંનેને એકબીજા સાથે જીવવાનું મન થયું, અને એ છોકરાની બદલાવાની શરુઆત પણ.  

જેમ જેમ અમારો પરીચય વધ્યો તેમ તેમ હું તેને ઓળખવા લાગી. તેના જીવન જીવવા માટેના કોઇ આગવા નીયમો નહોતા, તેને મન ફાવે ત્યારે ઉઠતો, મન ફાવે ત્યારે બ્રશ કરતો, મન ફાવે એટલો ટાઇમ મોબાલમાં ગેમ રમતો અને પોતાને ગમે એમ જ જીવતો. અમે મળ્યા ત્યારે એને સંઘર્ષ કરીને જીવવું ગમતું, એટલે તેણે એક પ્રાઇવેટ નોકરી કરાવાની ચાલુ કરી. હવે તે મહેનત કરીને કમાતો થયો. તો પણ હજું અલ્લ્ડ તો હતોજ. પગારમાંથી કંઇ જ બચત ના થાય, હંમેશા મીત્રો પાછળ અને ખાસ મીત્ર પાછળ ખર્ચી દેતો. મીત્રો માટે એ જીવા આપી દે એવો, પણ પરીવાર તરફ હજુ પણ લાપરવાહ, પોતાની મસ્તીમા જીવતો.

હવે થયું એવુ કે અમારા લગ્ન થવાની તૈયારી માં હતા, ત્યાં સુધી તો એ ૩ નોકરી બદલી ચુક્યો હતો. પણ હા દરેક બદલાતી નોકરી સાથે તે થોડોક વધું સમજું અને જવાબદાર બનતો જતો હતો. અમારા લગ્ન થયા, ખુબ જ સુંદર રીતે તે મને સાચવતો. હવે તો એના માટે માન ખુબ જ વધી ગયું હતુ. હવે તે અમારા બંનેના ભવિષ્ય માટે વિચારવા લાગ્યો હતો. અને અચાનક જ તેણે નોકરી છોડી દિધી. નોકરી કેમ છોડી, કારણ ? તો કહે પ્રાઇવેટ નોકરી માં safety નથી. જે વ્યક્તી ને સાહસ હંમેશા આકર્ષક લાગતું હતુ એ હવે અચાનક જ નોકરી મા safety શોધવા લાગ્યો હતો.... કારણ ?   કેમ કે મરું જીવન પણ હવે એની સાથે જોડાઇ ગયું હતુ. તેણે પોતાનું જીવન એકદમ જ બદલી નાંખ્યું. સખત તનતોડ મહેનત કરીને તેણે સરકારી નોકરી મેળવી.... હા, એક અલ્લ્ડ, મસ્તીખોર,બેફિકર છોકરાએ એક જ વર્ષની અંદર પોતાનું અને સાથે સાથે મારું જીવન પણા બદલિ નાખ્યુ. ત્યારબાદ તેણે હંમેશા પરિવાર ને પોતાના કરતા આગળ મુક્યો. પોતાના શોખ પર કાપ મુકિને મારા શોખ પુરા કારવા લગ્યો, પોતાની જાતને એ છેલ્લે મુકતા થયો.   

અને છેલ્લે એક એક અલ્લ્ડ, મસ્તીખોર,બેફિકર, પોતાની દુનીયામાં જીવનારો છોકરો ફક્ત ત્રણ જા વર્ષ માં એક જાવબદાર વ્યક્તિ બની ગયો. જે હવે કયારેક જ મીત્રો ને મળે છે. કયરેક જ ફરવા જાય છે.

Jeans પહેરતો એ છોકરો Formal પહેરતો થઇ ગયો, દાઢી વધારીને ફરતો એ છોકરો વ્યવસ્થીત Shaving કરાવતો થઇ ગયો, અઢળક ખર્ચા કરતો એ છોકરો જાત જાતની બચત કરતો થઇ ગયો, જરાક અમથી વાતમા ગુસ્સે થાતો એ છોકરો બીજાનો ગુસ્સો સહન કરતો થઇ ગયો, મીત્રોની પાછળ ફરતો છોકરો હવે પરીવારની પાછળ ફરતો થઇ ગયો, ૧૨૦ ની speed એ બાઇક ઉડાડતો છોકરો ૬૦ થી ઉપર હવે જતો નથી....

અને આ તો લખવું જ પડે… ગોપીઓ લઇને ફરતો છોકરો એક મીરાં માટે મરતો જીવ આપતો થઇ ગયો.?♥️

(મીરાં ની આંખે જેવાયેલું એના કાનુડાનું અત્યાર સુધીનું જીવન)