જીવન ના દરેક રોગ ની દવા મળી જ રહેતી હોય છે. અમુક રોગ જેવા કે કેન્સર , ડેન્ગ્યુ , એઇડ્સ, જેવા રોગો ની પેહલા દવા નહોતી મળતી પણ હવે શરૂઆત ના તબક્કા માં આ રોગો ની કાળજી લેવાય તો વ્યક્તિ ને બચાવી સકાય છે. પણ એક રોગ એવો છે કે જેની ના કોઈ દવા બનાવી સકે કે ના કોઈ ઈલાજ થઇ સકે. એ ભયંકર રોગ છે વ્હેમ. ના વ્હેમ ની કોઈ દવા છે ના કોઈ ઈલાજ. જ્યાં સુધી માણસ પોતાના મન અને મગજ થી મક્કમ રીતે એને દૂર ના કરી દે ત્યાં સુધી એ રોગ મનુષ્ય ના શરીર માંથી જવા નું નામ લેતો નથી.
વ્હેમ ને જન્મ આપનાર વ્યક્તિ પોતે જ હોય છે. બાળક થોડું સમજણું થાય ત્યાં જ ઘરમાં મમ્મી પપ્પા કે બીજા કોઈ ઘરના વડીલ અવનવા વ્હેમ ના સ્વરૂપ શીખવાડી દે. જેમ કે છીંક આવે ત્યારે કોઈ કામ માટે જતા હોય તો રોકાઈ જવું. બિલાડી આડી ઉતરે તો સારા કામ માટે જતા હોય તો રોકાઈ જવું. કોઈ કાંકારો કરે (ક્યાં જાઓ છો એમ કહે) તો રોકાઈ જવું. આવા ઘણા અંધ શ્રધ્ધા ના કારણો વારસામાં જ મળી રેહતા હોય છે. વાસ્તવ માં છીંક આવવી એ શારીરિક પ્રક્રિયા છે. ત્યારે તમારું હૃદય બંધ થઇ ને ચાલુ થાય છે. એટલે એ સમય એ આપણે ભગવાન નો આભાર પ્રગટ કરવો જોઈએ કે હે પ્રભુ તમે મારુ હૃદય ફરી થી ધબકતું કરી દીધું એ બદલ ખુબ ખુબ આભાર. મુસ્લિમ લોકો "અલ્હમદુલીલ્લાહ" કહેતા હોય છે. એનો મતલબ પણ એજ થાય છે. એમાં સારા કામ માટે જતા હોઈએ તો રોકાઈ જવાની જરૂર નથી.
આવી નાની મોટી અંધશ્રદ્ધાઓ ને કારણે જ ભારત માં એક મોટા પાયે ધંધો ચાલે છે. લોકો ના આ વ્હેમ રૂપી રોગ નો ફાયદો આ ધંધા વાળા લોકો ઉઠાવે છે. તમે મંદિર એ જાઓ ને પ્રભુમાં લિન થઇ ને સાચા હૃદય થી એની પાસે કઈ પણ માંગો એ પરમકૃપાળુ પરમાત્મા તમને અવશ્ય આપશે. તમે મસ્જિદ એ જાઓ નમાજ અદા કરો અને રબ ને દુઆ કરો એ ખુદા તમને તમારા માટે જે સારું હશે એ જરૂર આપશે. પણ કોઈ ઢોંગી ફકીર, બાવા , સાધુ પાસે જઈને તમારી ઈચ્છા કહેશો તો તમારો વ્હેમ રૂપી રોગ માં એ ઉમેરો જ કરશે. તમારી લાગણી ઓ થી એ રમશે. તમને ખોટા રસ્તે ચડાવશે. જેમ કે કોઈ વ્યક્તિ ને નોકરી નથી મળતી કે ધંધા માં સરખાઈ નથી આવતી અને એ આવા કોઈ ઢોંગી પાસે જશે તો એ કહેશે કે તમને આ નળે છે કે પેલું નળે છે. તમે આ તાવીજ પહેરો કે તમે સાત દિવસ આ પાઠ કરો. તમેં આટલો ભોગ ચડાવો કે આટલા પૈસા આપો વગેરે - વગેરે. ક્યારેક કાગડાને બેસવું ને ડાળ ને ભાગવું એવું બને એટલે લોકો ને વિશ્વાસ આવી જાય. હકીકત માં આવું નથી હોતું. જે ભગવાન માં લિન થવા વાળા ફકીર, સાધુ, બાવા લોકો ની વચ્ચે હોતા જ નથી. એ તો તમને હિમાલય ની ચટ્ટાનો માં , કોઈ ગુફાઓ માં , જંગલો માં કે પછી ઊંચા પર્વતો માં એકાંત માં જ હોય છે. એ લોકો ના ટોળાં ભેગા કરી ને નથી બેસતા. ઢોંગી બાવાઓ, ફકીરો જ એ મહાસંતો ની જાત ને બદનામ કરવા બેઠા છે. આ ઢોંગી બાવાઓ ને તો પોતાની સાથે દશ મિનિટ પછી શું થશે કે પોતાનું ભવિષ્ય શું છે એ જ નથી ખબર તો એ તમારી સમસ્યા નો શું ઉકેલ લાવાના.
છેલ્લા કેટલાક વર્ષો માં શબ્દો માં વર્ણવી ન સકાય એવા બનાવો બન્યા. જેને ધર્મના આવા ઢોંગીઓ ના ચહેરા ઓ સામે લાવ્યા. હું કોઈ ફકીર, બાવા કે સાધુ , ગુરુ નું નામ નથી લેવા માંગતો. તમે સૌ એ વાત થી વાકેફ જ છો. પણ હજી સુધી લોકો ની આંખો નથી ખુલી રહી કે જ્યાં સુધી આપણે સક્રિય નઈ બનીએ ત્યાં સુધી આ ઢોંગીઓ અને અંધશ્રદ્ધા ની દુકાનો આપણાં ભારત માં ચાલતી જ રહેશે.
----
વિનંતી:
જીવન માં દરેક ને સમસ્યા હશે. કોઈને નાની હશે તો કોઈ ને મોટી. દરેક ને પોતાની જ સમસ્યા મોટી લાગે. કોઈ ને ધંધા-પાણી તો કોઈ ને સંતાન સુખની. કોઈને લગ્ન ની તો કોઈ ને ઘર ની અશાંતિ ની. કોઈ ને પ્રેમ ની તો કોઈ ને વ્હેમ ની. પણ તમે કુદરત ને સાચા દિલ થી મંદિર એ જઈ ને કે ઘરમાં એકાંત માં યાદ કરીને એ કહેશો તો શ્રુષ્ટિ નો સર્જનહાર તમને સાંભળશે જ. તમે મસ્જિદ માં જઇ ને માથું ટેકવસો અને દુઆ કરસો તો ખુદા જરૂર દુઆ કુબુલ કરશે. કુદરત એ આખી શ્રુષ્ટિ બનાવી છે. તો એ પાલનહાર ને દરેક ની ચિંતા છે. એ તમારા માટે જે શ્રેષ્ટ હશે એ જ તમને આપશે. ક્યારેક વહેલું તો ક્યારેક મોડું. પણ આ સમસ્યા ઓ ને લઈને તમે કોઈ ઢોંગી બાવા, ફકીર, પૂજારી, સાધુ કે કોઈ પણ આવી અંધશ્રદ્ધા ની દુકાન ચલાવનાર પાસે ન જશો તો જ ભારત માં અંધશ્રદ્ધા પર નિયંત્રણ આવશે. તમને જેને બનાવ્યા છે એને માનો. એ પરમાત્માને માનો. પણ પરમાત્મા ના નામે દુકાનો ખોલી ને બેઠા છે જે તમારો વ્હેમ વધારે છે એને મહેરબાની કરી ને પ્રોત્સાહન ન આપો.
નોંધ:
સબ્દો મારા આકરા છે. હું જાણું છું ઘણા ને ગમશે પણ નહિ. હું કોઈ ના વ્યવસાય ની ટીકા નથી કરતો કે ના કોઈ ની શ્રદ્ધા ને તોડવાની વાત. બસ સમજી વિચારી ને પોતાના મગજ નો ઉપયોગ કરી ને જીવો અને બીજાને જીવવા દો એ જ મારો સંકલ્પ છે. આપના પ્રતિભાવો મને કોમેન્ટ માં મોકલી આપશો એવી જ આશા સાથે
અસ્તુ....