ધરાને લઈને ધીરુભાઈ વડોદરા આવ્યા... હંસાબેન પણ લાંબા સમય બાદ ધરાને જોઈ ને ખૂબ ખુશ થયા... ફરી પહેલાની જેમ બધા રાજીખુશી થી રહેવા લાગ્યા.. પણ.... ક્યારેક ક્યારેક હંસાબેન જૂની વાત યાદ કરીને ધરા ને મહેણાં મારી દેતા... જો કે ધરાના પપ્પા બધું ભૂલી ને પહેલા ની જેમ જ ધરા ને પ્રેમથી રાખતા હતા...
ત્યાં થોડા સમય માં ધરા નું 10th નું રિઝલ્ટ પણ આવી ગયું... ધરા પાસ થઈ ગઈ હતી... 56 % આવ્યા ધરા ના.... ધીરુભાઈ ને કાઈ વાંધો ન હતો ધરા ના આ પરિણામ થી , એ ખુશ હતા કે ધરા બોર્ડ ની પરીક્ષા માં પહેલા પ્રયત્ને જ પાસ થઈ ગઈ હતી...
ધરા ને આગળ ભણવાની ખૂબ ઈચ્છા હતી... એણે એના પપ્પા ને વાત કરી કે એ હજી આગળ ભણવા માંગે છે, અને એના પપ્પા એ પણ રાજીખુશી થી હા પાડી... ( કારણ ધરાના સર એ જે કાઈ સમજાવ્યું હતું એ ધીરુભાઈ ને ખૂબ સરખી રીતે યાદ પણ હતું અને એ વાત એમના દિલ સુધી પહોંચી હતી)
ધરા ને 11 મુ ધોરણ ભણાવવા માટે સ્કૂલ માં બેસાડવાની તૈયારી થવા માંડી.. હંસાગૌરી એ ઘણી ના પાડી, ઘણો વિરોધ કર્યો , ધરા ને આગળ ન ભણાવવા ઘણું. સમજાવ્યા ધીરુભાઈ ને... પણ ધીરુભાઈ ધરા ને ઘર માં બાંધી રાખવા નોહતા માંગતા... હંસાગૌરી ની આટલી બધી ના છતાં ધીરુભાઈ વધુ મક્કમ થયા અને હવે તો એમણે ધરા ને છોકરા છોકરીઓની ભેગી સ્કૂલ માં ધરા ને બેસાડવાનો નિર્ણય લીધો...
આ નિર્ણય દ્વારા એ ધરા નું મન પણ જાણવા માંગતા હતા કે એ શુ વિચારે છે.. એના મન માં ખરેખર શુ છે ? અને આમ પણ જે સ્કૂલ એમણે નક્કી કરી હતી એ એમની દુકાન થી સાવ નજીક જ હતી એટલે એમ પણ એ ધરા પર નજર રાખી શકે એમ હતા...
અને ધરાનો આગળ નો અભ્યાસ શરૂ થયો... ધરા એ કોમર્સ રાખ્યું , એકાઉન્ટ ધીરુભાઈ ને ખૂબ સારું ફાવતું હતું... ધરા ને એ જ શીખવાડતા હતા... ગણિત પણ ધરા ને ગમતું હતું.. એ ધરા ખૂબ હોશ થી તરત શીખી લેતી... બસ એને વાંધો પડતો ઇકોનોમિક્સ અને બિઝનેસ મેનેજમેન્ટ માં (Eco & B.A), પણ ધરા મહેનત કરવામાં કાઈ બાકી ન રાખતી... એણે કોઈ કલાસીસ નોહતા રાખ્યા, એ ઘરે જાતે જ વાંચતી હતી... ખૂબ ધ્યાન દઈ ને ભણતી હતી, પપ્પાએ એના પર મુકેલા વિશ્વાસ ને એ તોડવા નોહતી માંગતી.
જીતજોતામાં એક. સત્ર પૂરું થયું, છ માસિક પરીક્ષા આવી... આ તરફ ધીરુભાઈ ને ચિંતા હતી કે ધરા કોઈ ટ્યૂશન કલાસ માં પણ નથી જતી, પાસ થશે કે કેમ... કારણ પોતે આટલું બધું ભણ્યા ન હતા... તો બીજી તરફ ધરા ને વિશ્વાસ હતો કે એ આસાનીથી પાસ થઈ જશે. . અને ધરા નો વિશ્વાસ જીતી ગયો... ધરા પાસ થઈ એટલું જ નહિ તેના ક્લાસ માં ફર્સ્ટ આવી... અને ગણિત અને એકાઉન્ટ માં તો એને 100 માંથી 100 આવ્યા..!!!
ધીરુભાઈ ની ખુશી નો પાર ન રહ્યો.. એમને ખાત્રી થઈ ગઈ કે ધરા પર એમણે મુકેલો ભરોસો જરાય ખોટો નથી... ધરા ના આ માર્ક્સ વિશે એક કલાસીસ વાળાને ખબર પડી... તે લોકો એ ધરા ને એક ઑફર આપી કે એ લોકો ધરા ને પોતાના કલાસીસ માં ભણાવશે કોઈ પણ ફી લીધા વગર... પણ ધીરુભાઈ એ ના પાડી.. જો કલાસીસ વગર પણ ધરા આટલા સારા માર્ક્સ લાવી શક્તિ હોય તો કલાસીસ કરવાથી 100 માંથી 150 થોડા આવવાના છે ??
ધીરજલાલ ને ગર્વ હતો ધરા પર... અત્યાર ના શબ્દો માં કહું તો ખૂબ પ્રાઉડ ફિલ કરતા હતા... પણ....ધરા ના નસીબે જાણે નક્કી કરી રાખ્યું હતું કે ધરા ને ઝાઝી ખુશી આપવી જ નહિ...
ધરા ની સ્કૂલ છોકરા-છોકરીઓ ની ભેગી સ્કૂલ હતી.. ધરા આ પરીક્ષા માં તેના કલાસ માં પહેલા નંબરે આવી હતી... અને બીજા નંબરે એક છોકરો આવ્યો હતો... આ છોકરો તેના બીજા મિત્રો સાથે સ્કૂલ ની રીસેસ માં બહાર નાસ્તો કરવા નીકળ્યો... અને એ ધીરુભાઈ ની દુજન પાસે જ આવ્યો નાસ્તો કરવા માટે... એ અને એના મિત્રો વાતો કરતા હતા કે ધરા પોતાની જાત ને ખૂબ સ્માર્ટ સાંજે છે, જાણે બહુ મોટી ભણેશરી છે, હવે ની next exam મા એનો પાવર ઉતારવો જ છે... બીજા મિત્ર એ શરત પણ લગાડી... કે લાગી શરત... તું હવે પહેલા નંબરે આવે તો પાર્ટી મારા તરફ થી.. ધરાને પરીક્ષા માં પછાડવી તો છે જ... વગેરે વગેરે...
દુકાન નજીક હોવાને કારણે ધીરજલાલ ના કાને આ બધી વાત પડી... અને આમ પણ એક વાર ધરા નું નામ એમણે સાંભળ્યું એટલે એ ધ્યાન દઈને આ લોકો ની વાત સાંભળતા હતા... અને મન માં ગુસ્સો વધતો જતો હતો.. આમ પણ ધીરજલાલ પહેલે થી જ બહુ ગુસ્સા વાળા સ્વભાવ ના તો હતા જ...
બીજી બાજુ ધરા ને આ કાઈ વાત ની ખબર જ ન હતી.. તેને નોહતી ખબર કે આજે રાતે ફરી એક વાવાઝોડું તેના પર ત્રાટકવા નું છે...!!
(ક્રમશઃ)