Tu j che maro pyar - 4 in Gujarati Love Stories by Jeet Gajjar books and stories PDF | તું જ છે મારો પ્યાર - 4

Featured Books
Categories
Share

તું જ છે મારો પ્યાર - 4


સુરજ કૉલેજ થી પાછો ફરી રહ્યો હતો અચાનક જોરદાર વરસાદ શરૂ થઈ જાય છે. જ્યાં સુરજ ઉભો હતો ત્યાં સત કે વરસાદ થી બચી શકાય તેવી જગ્યા હતી નહીં. સુરજ પૂરે પૂરો ભીંજાય ગયો ચાલી પણ શકાતું નહતું. એટલે ત્યાં જ ઊભો રહી ગયો હતો. સુરજ ની નજર એક છત્રી વાળી છોકરી પર પડે છે જે તેની તરફ આવી રહી હતી. બે ઘડી તો તેની સામે જોઈ રહ્યો. તે છોકરી પાસે આવી છત્રી આપે છે ને પોતે ભીંજાઈ છે સુરજ ઠંડ ને કારણ મના પણ કરી શક્યો નહી. વરસાદ અને પવન એટલો બધો હતો કે છત્રી પણ ઉડી ગઈ. હવે છોકરી તેના ઘરે લઈ જાય છે. ઘરે રૂમાલ આપી ગરમ નાસ્તો બનાવે છે સુરજ શરીર લૂછી થોડી રાહત મેળવી. છોકરી ગરમ નાસ્તો લાવી સુરજ આંગળ મૂક્યો પણ સુરજ ના પાડે છે. છોકરી ના ભાવ થી સુરજે નાસ્તો કર્યો. સુરજ તેનું નામ પૂછ્યું નામ હતું ચાંદની. ચાંદની નો સ્વભાવ હસમુખો વારે વારે હસ્યા કરે જ્યારે સુરજ તો શર્મિલો. બંને વાતો કરવા લાગ્યા. આખરે વરસાદ બંધ થતાં સુરજ તેના ઘરે જતો રહ્યો.

ઘરે આવી જમી ને સૂઈ ગયો પણ ચાંદની નજર સમક્ષ હોય તેવો નિંદર મા સુરજ ને ભાસ થયો. પાછો બીજે દિવસે કૉલેજ જવા નીકળ્યો. કૉલેજ થી ફરતા તે જગ્યાએ ત્યાં થી નીકળ્યો પણ ચાંદની ક્યાંય દેખાણી નહીં. આમ ને આમ ચાર દિવસ નીકળી ગયા. આખરે સુરજ થી રહેવાણુ નહીં એટલે ત્યાં બાજુમાં રહેતા એક બહેન ને પૂછ્યું. મને શું ખબર !!! સુરજ બીજી વાર પૂછે છે જવાબ મા હોટલમાં હસે. કેમ ?? તે તો રોજ જાય છે. એટલા મા સુરજ બધું સમજી ગયો. સુરજ નોર્મલ લાઇફ માં આવી બધું ભૂલી ગયો.

મિત્રો સાથે હોટલમાં પાર્ટી નું આયોજન કર્યું. હોટલ પરી બૂક કરાવી ને બધા હોટલમાં ગયા. બધાએ સાથે ડ્રીન્ક કર્યુ ને સ્ટેજ પર ડાંસ કરતી બાળાઓ ને નિહાળવા લાગ્યા. સુરજ ની નજર એક ડાન્સ કરતી છોકરી પર પડી તે ચાંદની જેવી લાગતી હતી. આખરે શક નું સમાધાન કરવા માટે એક વેઇટર ને પૂછ્યું જવાબ મા ચાંદની મળ્યું. થોડી વાર માટે સુરજ ચોકી ગયો તે અહીં !!!! મિત્રો સાથે પાર્ટી પુરી કરી ઘરે જતો રહ્યો.

બીજા દિવસે રહેવાનુ નહીં તરત તે હોટલ મા ગયો ને ચાંદીની ને મળવા માટે હોટલ ના મેનેજર ને રૂપિયા આપી ચાંદની ને મેનેજર બોલાવે છે તે હોટલ રૂમ માં મળે છે.

ચાંદની પેલા મારો પ્રશ્ન નો જવાબ આપ તું અહીં કેમ ? હું એક બારગર્લ છું હું અહીં હોટલમાં કામ કરું છું પણ તમે કેમ પૂછો છો. તું મારી સાથે ફ્રેન્ડ ચીપ કરીશ.. ના ના હું એક બાર ગર્લ મારે કોઈ ફ્રેન્ડ ન હોય. તમે અહીંથી જતાં રહો. મારે કામ છે. તું મારી ફ્રેન્ડ ચીપ નહીં સ્વીકારે ત્યાં સુધી હું અહીંથી નહીં જાવ. ઓકે બાબા પણ મારી સરત એટલી છે કે હું તને મળીશ નહીં. હા હા વાંધો નહીં પણ ફોન પર વાત તો કરીશ ને. હા લે આ નંબર.... અને મને ફોન રાત્રે જ કરવાનો, દિવસે હું હોટલમાં હોવ ઓકે. ઓકે ચાંદની. બાય....

સુરજ રોજ રાતે ચાંદની ને ફોન કરે પેલા થોડી મિનિટ વાત કરતો હવે ધીરે ધીરે કલાકો સુધી વાતો કરવા લાગ્યા. બે મહિના પસાર થયા પણ સુરજ મળવાની વાત તો કરી જ નહી આખરે ચાંદની સુરજ ને મળવા બેસેન થાય છે ને સુરજ ને કહ્યું મારે તને મળવું છે. સુરજ ને હવે લાગ્યું કે તે મારા માટે ફીલ કરી રહી છે. એટલે તેવો એક સુનસાન જગ્યા પર મળે છે.

પેલી વાર મળતાં એક બીજા સામે આંખ માં આંખ પરોવી જોઈ રહ્યા. ચાંદીની ની આંખમાં ફીલિંગ જોઈ સુરજ તરત ગળે વળગી ગયો. ચાંદની ને શું બોલવુ તે ખબર નો પડી. સુરજ હું બાર ગર્લ તારા માટે હું યોગ્ય ન કહેવાય. તુ બીજી સારી છોકરી ની તલાસ કર. મારી જિંદગી તો બીજા ને ખુશ કરવા ને નાચવા બની છે. તું મને ભૂલી જા. અરે પગલી પ્રેમ થોડો જોઈ ને થાય છે. કોઈ ને બદલવું તેનું નામ પ્રેમ. આ સંભાળી ને ચાંદીની ની આંખો માંથી દડ દડ આંસુ વહેવા લાગ્યા. ચાંદીની હું તારા માટે બધું જ કરી શકું તેમ છું. તું એક વાર કે હું તારી બસ બાકી હું આખી દુનિયા સાથે લડી લઈશ. હવે ચાંદની થી રહેવાનું નહી તરત બોલી
I love you સુરજ.
બસ સુરજ ચાંદની ની લઈ નવી લાઇફ જીવવા દુર જતો રહ્યો.

જીત ગજ્જર