prem tarshya nen in Gujarati Love Stories by SABIRKHAN books and stories PDF | પ્રેમ તરસ્યાં નેણ..

Featured Books
  • મારા અનુભવો - ભાગ 19

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 19શિર્ષક:- ભદ્રેશ્વરલેખક:- શ્રી...

  • ફરે તે ફરફરે - 39

      નસીબમાં હોય તો જ  કહાની અટલા એપીસોડ પુરા  ક...

  • બોલો કોને કહીએ

    હમણાં એક મેરેજ કાઉન્સેલર ની પોસ્ટ વાંચી કે  આજે છોકરાં છોકરી...

  • ભાગવત રહસ્ય - 114

    ભાગવત રહસ્ય-૧૧૪   મનુષ્યમાં સ્વાર્થ બુદ્ધિ જાગે છે-ત્યારે તે...

  • ખજાનો - 81

    ઊંડો શ્વાસ લઈ જૉનીએ હિંમત દાખવી." જુઓ મિત્રો..! જો આપણે જ હિ...

Categories
Share

પ્રેમ તરસ્યાં નેણ..

"હમકો ભૂલાના સખી હમકો ન ભૂલાના..
આવાજ હમારી ઈસી વાદીમે રહેગી.."


....

એફ એમ પર ગુંજતી તર્જનો પ્રત્યેક લબ્જ એના દિલોદિમાગ પર એક ગહેરી અસર મૂકી જાય છે
એ અંતર્ગત છે ભાવનાપ્રધાન છે.
જેથી પ્રેમની મહત્તાને એને જુદા જ દ્રષ્ટિકોણથી સ્વીકારી છે.
એની આસપાસના માહોલમાં અન્ય બધી બાબતોમાં ધીમું પરિવર્તન આવી રહ્યું છે. પરંતુ વૈચારિક પરિવર્તન નહીંવત છે.
સહૃદયી વ્યક્તિ ઉર્મિના લીલાછમ મખમલી સ્પર્શની સંવેદિત બની ઊઠે છે.
આત્માના ન્યાય માટે સમાજના કુરુક્ષેત્રમાં એ પણ પર જ્ઞાતિ કે પરપ્રાંતમાં લડવાનું હોય ત્યારે 'દીવાની વાટ' જેવા પવિત્ર પ્રેમમાં 'મળેલા જીવ' માટે વિજોગની ખીણ જન્મે છે.
પ્રેમિઓની આંતરડી કકળતી રહે છે.
એને તો સાક્ષાત્કાર છે સાત્વિક પ્રણયના શત્રુ બનેલા કોમવાદ અને ગંદા રાજકારણનો..!
સમાજના સ્થાપિત હિતોને....!
લગ્નગ્રંથિથી જોડાયેલા ભિન્ન જ્ઞાતિના પ્રેમીઓને બીજા જ દિવસે કપટ રાજનીતિ રમી ને એક પ્રમુખે પ્રાંતમાં પોતાની હારનો બદલો લેવા અલગ કરી દીધાં.
ઓછામાં પૂરૂ પોતાની જાત પર જતાં એને ગામમાં જાહેર કરી દીધુ કે 'આ જ્ઞાતિના ઘરોને સળગાવી દો'.
નિર્દોષ પ્રજા સામે અત્યાચારનો હુકમ કરતા હતા.
તે મળેલી સત્તાના મદમાં ચકચૂર રાજકારણીએ જાતને પરમાત્માની જગ્યા પર મૂકી દીધી.
હું તો કહીશ કે ઈશ્વર આવા લોકોને કૂટનીતિનો બદલો વાળવામાં ક્ષણનોય વિલંબ ન કરીશ.
આવા અમુર્તાત્મા સમા લોકોને
એ ધરતી પર બોજ વધારી દીધો છે..!
મનથી પરસ્પરને વરેલા પ્રણયીજનોને ભિન્ન કરી એમની જે બદ્દુઆ લે છે.
એની સંગતમાં પરમપિતા પણ રાજી નથી. એ વાત આ નિરાત્મિક લોકો શું જાણે.?
એક ઘેટા પાછળ દોરવાઇ જવા કરતાં સાચા-ખોટાનો વિચાર જો વ્યક્તિ પોતાના ઝમિરને સાથે રાખી કરે તો જેનામાં ઇશ્વરનો વાસ છે 
એવા પ્રેમને બદનામ કરવા કરતાં ગર્વથી વધાવી લેવાની માનવમાં સ્ફુરણા જાગશે.
પરંતુ એની આસપાસના માહોલમાં આવા અનુભવોની કલ્પના પણ એને હાસ્યાસ્પદ લાગતી.
જ્યાં માનવો નહીં માનવના રૂપમાં જાનવરો જીવતા છે.
નિષ્ઠુર લોકો પ્રત્યે આવા આક્રોશનું કારણ તો એને કહ્યું..
"બેલા એની મિત્ર છે.
એને કહ્યું.
"નવાબ તારા શબ્દોમાં જાદુ છે
તારી દરેક પ્રેમ કથા ભાવકના હ્રદયને સ્પર્શી જાય એવી હોય છે..!
હૃદય સ્પર્શ પામીને લખાયેલો પ્રત્યેક શબ્દ ભાવનાઓને સ્પંદિત કરી મૂકે છે.
ઘણી વખતે તારા સ્વરૂપને જોયા કરું છું. તારી જિંદગી વિશે વિચારું છું
તો પ્રશ્ન થાય છે શબ્દોની સાથે તારે કેવી સંગત છે..?
તારા સામાન્ય દેખાવ સાથે સામાન્ય જીવનરીતિ મારા આશ્ચર્યનું કારણ છે..!"
ત્યારે એ કહે છે.
" બેલા આજનું યૌવન 'ફરવા-ચરવા અને ભૂલી જવાના' સૂત્રને પ્રમુખ માની હરે ફરે છે.
મને એમાં નરી શુષ્કતા દેખાય છે.
સ્વેચ્છિક સંબંધો હોવા છતાં નર્યો સ્વાર્થ ખદબદે છે એમાં..
શુદ્ધ પ્રેમની પરિભાષા તો જુદી જ છે.
ઘણા લોકોમાં તો ક્ષણભર પણ ભાવ ઊર્મિનો સ્પર્શ કે હ્રદય સ્પંદનની અનુભૂતિથી હોય એવો અણસાર મળતો નથી.
મને અહેસાસ થયા કરે છે જેથી મારી કલમ સરે છે..!"
"નવાબ.. તારી હૃદય શુધ્ધી તારી વાતોમાં પણ છલકાય છે.
શ્રી સદભાગી છે કે હીરાની પરખ એને જલ્દી થઈ ગઈ...
આંખના ખૂણા લૂછતી બેલા એની જોડેથી ચાલી ગઈ...!
બેલાના શબ્દો પાછળ છૂપાયેલી વેદનાને પારખવામાં કદી એ વાર્તાકાર ધોકો ખાઈ જ ન શકે..
હવે એ શું કરતો શ્રી એના જીવનમાં અણધારી આવી ગયેલી.
પૂર્વથી જ એના હમરાહનુ સ્વરૂપ એને એના હૃદયમાં પ્રસ્થાપી દીધેલું.
અવસર મળે સંગેમરમરશી એ પ્રતિમાને નજર સમક્ષ મૂર્તિમંત થતી.
જોઈ શકતો.
એ અંબાજી આર્ટસ કોલેજમાં જતો. 
ત્યારે બેલા કોમર્સ કોલેજ પાલનપુરમાં જતી.
એક દિવસ આવી જ રીતે એની જોડે આવીને બેઠી.
કહેવા લાગી.
"અલ્યા નવાબ..! શબ્દોમાં એવું તે કેવું મોણ નાખી તું લખે છે કે તારી વાર્તાનો સ્વાદ ચાખી ગયેલાં બધાંના મોઢે તારા જ નામનો ગણગણાટ હું સાંભળું છું..!
બસ જ્યાં જુઓ ત્યાં નવાબ નવાબ કોઈને કંઈ સૂઝતું નથી..
"કેમ શું થયું..?"
એને સંકોચાતા પૂછ્યું.
થાય શું આ મારી સખી શ્રીવલ્લી તારા વખાણ કરતાં થાકતી નથી.
જ્યારથી મેં એને કહ્યું છે કે તું મારો મિત્ર છે ત્યારની તો મારો કેડો છોડતી નથી.
આખો દિવસ તારા વિશે જે તે પૂછપૂછ કરી મારો જીવ ખાઈ જાય છે.
કેટલાય દિવસથી તને મળવું છે.. મળવું છે કહ્યા કરે છે.
એક દિવસ તો મને કહે.
"બેલા મારી જેમ મારા દાદીમાં પણ નવાબની દરેક વાર્તાઓ વાંચે છે..!
એમની પ્રકટ થયેલી બધી જ વાર્તાઓ ના કટિંગ્સ દાદીમાને સંઘરી રાખ્યા છે..!"
શું વાત કરે છે તારાં દાદીમાં વાર્તા વાંચે છે..?
શ્રીલ્લીની વાત સાંભળી એનુ મોં પહોળું થઈ ગયેલુ.
"મને પણ વાંચવા આપજે એકાદ-બે..
"મારી કવિતાઓ વાંચજે..!"
કેવુક લખે છે એકાદ સંભળાવ..!
કહેતી બેલાએ એની પીઠ પર ધબ્બો મારેલો..
મેં શબ્દો પાથર્યા..

શ્વાસ વાવુ મુજ મહી જ્યાં
ફણગા પર તારુ નામ નિકળે
ભુસી નાખવા યાદોને તારી
નૈનની ભરતી ખુલેઆમ નિકળે
તારા પ્રણયની રીત ગજબ છે
મારી લાગણી લીલામ નીકળે
તારી આંખોના સ્પર્શ મહી પણ
પ્રીત છલકતો   જામ  નીકળે
લખી ને બેઠી તુ નામ  મારુ  ને
ભીતરે લાગણી બેનામ નીકળે
વાવો એટલુ લણવુ પડે અહી
ખુદાના ફેસલે ઈનામ  નિકળે..
 
મને ભાવવાહી આંખે એ જોતી રહેલી.

તે દિવસે એ નવલકથા "આંસુ ઉછીના" નો અંત લખી રહ્યો હતો...
ત્યારે હિલોળાતી પવનની લહેરખી આવી જાય.
એમ બેલા એના કમરામાં પ્રવેશી.
ભીતર પગ મૂકતાં જ એ ટહુકી.
"નવાબ તને કોઇ મળવા આવ્યું છે!"
બેલાની વાત સાંભળી એનું હૈયું ધડકી ઊઠ્યું.
જે દિવસથી બેલાએ શ્રીવલ્લીની વાત કરેલી ત્યારથી મન શ્રીવલ્લીનું મિલન વાંછ્તું હતું.
જોકે બેલાને શ્રીવલ્લી વિશે કશું પૂછીને એ ખુલ્લો પડી જવા માંગતો નહોતો.
શ્રીવલ્લી જ હોવી જોઈએ એમ માની એને પ્રવેશદ્વારે નજર કરી.
બેલા સહેજ જમણી બાજુ સરકી ઊભી રહી ગઈ. 
દ્વારની મધ્યમાં અથાગ રૂપ ધરી ઉજળે વાન અજાણી યુવતી ઉભી હતી.
એની સોનેરી સ્નિગ્ધ ઝુલ્ફોમાં આકર્ષણ હતું.
ભૂખરી સજલી આંખોમાં ઊંડાણ હતાં.
ફુલ ગુલાબી ચહેરા પર પ્રેમાળ સ્મિત હતું. 
રાખોડી રંગના શ્વેત-શ્યામ ફૂલોના ભરતકામ વાળા ફ્રોકમાં એનું ગૌર રુપ ખીલી ઊઠતું હતું.
આપાદ-મસ્તક સૌંદર્યની છોળો ઉછળતી હષ્ટપુષ્ટ યોવનાને હું અવલોકી રહ્યો.
"એય લી.. બાઘાને પેઠે તું શુ બારણામાં ખોડાઈ ગઈ..?"
બેલા શ્રીવલ્લીનો હાથ ખેંચતા કહ્યું.
આંખો ફાડી-ફાડીને એ ભલે જોતો.
તું અંદર આવી જા..!"
બેલાની ટકોરથી એ ઝંખવાઈ ગયો. 
ભોઠપ છૂપાવતાં એને શ્રીવલ્લીને આવકારી.
"એ બબૂચક...!
બેલાએ એનો કાન પકડ્યો.
"આ મારી સહેલી શ્રીવલ્લી તને મળવા આવી છે..!
તુ દિવસને રાત જાગતી આંખે ઊંઘમાં ન રહે..!
જરા થોડો-ઘણો વાણી-વ્યવહારમાં સમજ હું જાઉં છું..!
મારે થોડું કામ છે..
હમણાં પાછી શ્રીવલ્લીને લેવા આવીશ..!
બેલા ગઈ હતી.
પણ એમની વચ્ચે ભારેખમ મૌન મુકતી ગઈ..
શું બોલવું..?
એનું મન મૂંઝાતું હતું.
"તમે સરસ લખો છો..!
શ્રીવલ્લીએ મૌન ભેદ્યુ.
એને સ્મિત કરી શ્રીવલ્લીને કહ્યું.
"અને તમે સરસ વાંચક છો..!"
એના પ્રત્યુત્તરથી શ્રીવલ્લી ખડખડાટ હસી ગઈ.
હસવું દબાવવાના પ્રયાસરૂપે એને બે એક વાર મોં પર હાથ આડા કર્યો.
એની આંગળીઓ વચ્ચેથી પણ દાડમની કળીઓ જેવા એના મુખની દંતાવલી લબક-ઝબક નજરે પડી જતી હતી.
એ હાસ્ય અનુપમ હતું.
અદ્ભુત હતું.
અવર્ણનિય હતુ.
"તમને શબ્દો, મતલબ કે વાતનો વિષય મળતો નથી ખરુંને ..?"
શ્રીએ એની આંખમાં આંખ પરોવી પૂછ્યું.
"મારી અકળામણ પામીને તમે હસ્યા ખરુંને..?"
એને પ્રતિપ્રશ્ન કર્યો.
એણે હ'કારમાં ડોકું ધુણાવ્યું.
"હું તમારી વાંચક છું એ વાતમાં જરાય અતિશયોક્તિ નથી..!
તમારી દરેક વાર્તા બબ્બે ત્રણ-ત્રણ વાર વાંચવી ગમે છે..
તમારી વાર્તાઓમાં સાત્વિક પ્રેમને નીખરતો મેં જોયો છે..
મને પ્રતિ પળે એવું થયા કરે છે કે તમને આવા દિવ્યપ્રેમનો સ્પર્શ થયો હશે કે કેમ..?
અનુભૂતિ વિના ઉચ્ચ આદર્શોને નિષ્ઠાપૂર્વક વળગી રહેવાનું કપરું છે.
કલાકારના જીવનમાં પોતાના જીવનનું પ્રતિબિંબ પણ પડતું જ હોય છે તો..!"
"તમારે શું પૂછવું છે શ્રીવલ્લી.
"મેં કોઈને પ્રેમ કર્યો છે એમ..?"
એના સવાલથી શ્રીવલ્લીની આંખમાં શરમના શેરડા બાજ્યા.
ના શ્રીવલ્લી મારા આંતરિક ખૂણામાં મારી સ્વપ્નમૂર્તિ મેં જરૂર સ્થાપી છે..!
મારો આદર્શ એને અનુરૂપ છે.
"તને ખબર છે શ્રીવલ્લી..! સાચો પ્રેમ સમાજની બદનામી કરતાં આત્મા ડંખથી વધુ ગભરાય છે.
જીવના જોખમે પણ પ્રિયપાત્રને વફાદાર રહેવામાં એને આત્મસંતોષ મળે છે
શ્રીવલ્લીની આંખમાં પાણી તગતગી ગયાં. એ ખુશી હતી કે વિષાદ..?
એની સમજમાં ન આવ્યું.
એના હાથમાં એક પેનડ્રાઈવ થમાવી શ્રીવલ્લી બોલી.
"આ પેનડ્રાઈવમાં જે રેકોર્ડ છે તે સાંભળજો..! હું જાઉં છું ફરી મળશું..!"
શ્રીવલ્લી જતાંની સાથે જ નવાબ રેકોર્ડ સાંભળવાની જિજ્ઞાસા ને રોકી ના શક્યો. એક વાત તો એને માની લીધી જાણે-અજાણે શ્રીવલ્લીમાં એની સ્વપ્નપરી પ્રવેશી ગઈ હતી.
એને પેનડ્રાઈવ કોમ્પ્યુટરમાં નાખી અને પ્લે કર્યું.
ધીમે-ધીમે શ્રીવલ્લીનો સ્વર એના કાને પડ્યો.
"પ્રિય નવાબ..
તમને પ્રિય કહી શકું એટલી હદે તમારામાં હું ઓતપ્રોત થઈ ગઈ છું.
પ્રત્યક્ષ તો તમને કશું કહી શકવાની હિંમત ચાલતી નથી.
રખેને તમો ન'કાર ભણી દો. તો મારાથી એ સહન નહી થાય..
તમે પરણીત છો કે અપરણિત.. સ્વરૂપે કેવા છો..? 
હું કશું જાણતી નથી..
પણ ન જાણે કેમ..
તમારા પર પૂર્ણ વિશ્વાસ છે કે કશું અરુચિકર નહિ બને...
છતાં ગભરાહટ થાય છે તમારી વાર્તાઓ પાછળ ઘેલી થયેલી હું તમારી જિંદગીમાં આપવા માગું છું..!
ઘણીવાર તમે લખો છો ને..
મારી સ્વપ્ન-પરીનું સ્વરૂપ પ્રતિમારૂપે મેં મારા અંતરમાં સ્થાપ્યું છે..
મને તમારા અંતરમાં ગોઠવી જોજો..
એ જગ્યામાં હું ગોઠવાઈ જઈશ..
તમને મળ્યા પછી જ મારા મનની વાત પરોક્ષ રીતે તમને કરું છું..
તમારો જવાબ ગમે તે હોય મારે મન તમે જ મારા આરાધ્ય દેવ છો..
તમારો જવાબ 'હા' હોય તો બેલા સાથે મને ફરી મળવા કહેજો.
હું દોડતી આવીશ.
રેકોર્ડમાં મારી પસંદગીનું એક ગીત છે.
જે મને ખુબ ગમે છે તમને પણ ગમશે.
હવે બસ કરું છું..!"
શ્રીવલ્લીનો અવાજ અટકી ગયો.
થોડીકવાર ચૂપકીદી રહી.
પછી એક ગીત ગુંજી ઉઠયું.
"આવાજ હમારી ઈસી વાદીમે રહેગી..
મધુર હદયસ્પર્શી ગીતનો ગુંજારવ એને મુગ્ધ કરી ગયો.
એની પ્રત્યેક કડી એના અંતરમાં ગુંજતી રહી.
ફરી ફરી એક જ ગીત રેકોર્ડ થયું હતું.
એકના એક ગીતને એ સાંભળતો રહ્યો. એની આંખો નીતરી ગાલોને ભીંજવવા લાગી.
ઘણી વખતે અણધાર્યુ સુખ મળતાં હૈયું હાથમાં રહેતું નથી.
આંખો છલકાઈ ઉઠતી હોય છે.
એક વ્યક્તિ બીજી વ્યક્તિ સામે રડે છે. ત્યારે એમની વચ્ચે આંસુની સગાઈ બંધાઈ જાય છે.
એ સગાઈનુ બંધન કેવું હોય છે.
આંસુના સંબંધો ક્યારેય ભૂલી શકાતા હોતા નથી.
એમની વચ્ચે કંઈક આવો જ સંબંધ બંધાઈ ગયો હતો.
આખી રેકર્ડ સાંભળી નવાબ ઊભો થયો શ્રીવલ્લી ઘરે પહોચી ગઈ હોય તો પણ એને ફોન કરી પાછી બોલાવવાની ચટપટી જાગી.
અને એ કામ તો બેલાએ જ કરવાનુ હતુ. એ તરત બેલાના ઘરે આવ્યો.
બેલા ના ઘરે શ્રીવલ્લીને જોઈ એને ખૂબ નવાઈ લાગી.
જોકે ખુશી પણ એટલી જ થઈ.
એ દ્વારમાં જ ખોડાઈ ગયો.
એની આંખો શ્રીવલ્લી પર મંડાયેલી હતી. 
શ્રીવલ્લીના હોઠ પર પોચુ-પોચુ સ્મિત ઉગી નીકળ્યું હતું.
"કેમ લ્યા..!
મારા ઘરમાં પગ મૂકતાં પગમાં કાંટા ભોંકાય છે..?"
બેલાએ એને ઝાટકી નાંખતા સંભળાવ્યું.
એને આ બેલાડી પર ગુસ્સો આવ્યો.
જરાય વિવેકભાન જેવું રાખતી જ નથી.. એની સામે આંખો કાઢતાં એ ઘરમાં પ્રવેશ્યો. ત્યારે ત્રાંસી આંખે એની સામે જોઈ શ્રીવલ્લી મરકાતી હતી.
"શ્રીવલ્લી તમે બેસો હું ઝટપટ કોફી બનાવી દઉં.!
શ્રીવલ્લીએ માથું હલાવી સંમતિ આપી. 
બેલા ગઈ એટલે શ્રીવલ્લીએ કહ્યું.
"હું જાણતી હતી તમે બેલાને મળવા દોડી આવશો..! 
અને મને મારો જવાબ મળી જશે..!
એ શ્રીવલ્લીના ખીલી ઊઠેલા ભાવવાહી ચહેરાંને જોઇ રહયો.
તારા સાનિધ્યમાં મને અપાર શાંતિ મળે છે. શ્રીવલ્લી.. કહી એને એના જમણા હાથની હથેળી આગળ ધરી.
શ્રીવલ્લીએ પણ એના હાથમાં હાથ મૂકી દીધો.
એ એમના પ્રણયનો પ્રારંભ હતો.
શ્રીવલ્લી અને એ પછી અવાર-નવાર મળવા લાગ્યાં.
એમની પરસ્પર નિકટ આવતાં ગયાં. 
ઉભયમાં સ્વભાવગત સામ્યતા ગણી હતી. 
ભિન્નતા હતી જાતિભેદની..
ભિન્નતા હતી આર્થિક પરિસ્થિતિની..
શ્રીવલ્લી હિન્દુ હતી.
જ્યારે એ મુસ્લિમ..
શ્રીવલ્લી આર્થિક દ્રષ્ટિએ ધનિક હતી.
જ્યારે એનું કુટુંબ મધ્યમ પરિસ્થિતિ ભોગવતું.
જોકે એ બાબતો સમાજ માટે વાંધાજનક હતી.
એ બંને માટે નહીં ...!
શ્રીવલ્લી એના જીવનની પ્રેરણા બની ગઈ. એના જીવનમાં એના આગમનથી આમુલ પરિવર્તન આવ્યું.
એમનું અલગ થવું ખૂબ મુશ્કેલ હતું.
જેથી બંને પરસ્પરને વફાદાર રહેવા સમાજ સામે લગ્ન કરી લેવાનું મુનાસિબ માની વકીલની સલાહ મુજબ એને શ્રીવલ્લી સાથે કોર્ટ લગ્ન કર્યાં.
અને એને ઘરે મોકલી દીધી.
ત્રણ મહિના સુધી લગ્નની કોઇને જાણ થવા દેવા એ માગતાં નહોતાં.
મેરેજ સર્ટીની એક નકલ એને શ્રીવલ્લીને આપી હતી.
બીજી થોડી નકલો એના જોડે અને ખાસ મિત્રોમાં વહેંચી દીધેલી.
લગ્ન કરીને બારોબાર કામ પર ચાલ્યો ગયો. 
એ અભ્યાસની સાથે એક ખાનગી કંપનીમાં ક્લાર્કની નોકરી કરતો હતો.
શ્રીવલ્લી એ એક નકલ બેલાને પહોંચતી કરવાની હતી.
પણ એમના દુર્ભાગ્યે પહેલા દિવસેએ શ્રીવલ્લીના પિતાના હાથમાં આવી ગઈ.
સમાજમાં આબરૂ જવાના ડરે એ નિષ્ઠુર બાપે પુત્રીનું ગળું ઘોંટી દીધું.

નવાબ
ના માતા-પિતાને મૂઢ માર મારવામાં આવ્યો. 
શ્રીવલ્લીના પિતા રાજકારણના અઠંગ ખેલૈયા હતા.
પરદા પાછળ રહીને ગણતરીની પળોમાં ગમે તેનું ખૂન કરાવી દેવામાં તેમનો જોટો ન જડે.
કોઈને કશી શંકા ન જાય એ માટે એમણે શ્રીવલ્લીની લાશને સ્મશાનમાં જલાવવાને બદલે નવાબના ગામમાં એના જ મકબરામાં દફનાવી દીધી.
ગામમાં જૂજ મુસ્લિમો હોવાથી રાજકારણના રૉફ સામે કોઈ ઉફ કરી શક્યું નહીં.
કબ્રસ્તાનમાં રહેતા ઘોરખોદિ એ બેલાને સમાચાર આપ્યા.
બેલાએ આઘાતજનક વાત ફોન દ્વારા એને જણાવી દીધી.
તરત જ નોકરીથી રાજીનામું આપી એ પોતાને ગામ આવ્યો.
રાતના અંધકારમાં ટોર્ચલાઇટ લઈ એ કબ્રસ્તાનમાં પહોંચી ગયો.
ઘોરખોદી ત્યાં ઓરડીમાં ઊંઘતો હતો.
ત્યાં જ પડેલી પાવડી ઉઠાવી એને નવી સવી કબર શોધી કાઢી.
અને માટી બાજુ પર હટાવવાનું શરુ કરી દીધું.
બે-અઢી કલાકની મહેનત પછી એને કબર ખુલ્લી કરી.
ઉપરથી લાકડાના પાટિયા હટાવી લીધા. મોઢા પરથી કફન હટાવી લીધું બેટરીનું અજવાળું ઉપર નાખી એનો ચહેરો મન ભરીને જોયો.. એ ચહેરા પર નૂર હતુ. સંતોષનુ સ્મિત હતુ.. કોઈ વસવસો નહી.
મન ભરી એને જોયા પછી એને પાછું પાટિયું ફીટ કરી અને કબર પર માટી નાખી દીધી.
છેલ્લીવાર ધૂળને હડસેલતી વેળાએ એના હૈયામાં સણકો ઉપડ્યો.
હૃદય પર જોરદાર દુખાવો થયો.
અને એ છાતી દબાવી ત્યાં જ ફસડાઈ પડ્યો.
પીડા ભયાનક હતી.
પણ એના ચહેરા પર અજબ તેજ હતું.
કદાચ એ તેજ પોતાની પ્રિયતમા સાથે દફનાઈ જવાની સાક્ષી પૂરતું હતું .
પવન થંભી ગયો.
જાણે હવાઓ પણ કોઈએ ખેંચી લીધીન હોય..!!"
અને એ પવિત્ર રુહોનુ મિલન સદાકાળને માટે સૃષ્ટિમાં વિલિન થઈ ગયુ.!!"
આપના પ્રભિભાવો આવકાર્ય...
-સાબીરખાન