Tu ane tari yaad - 1 in Gujarati Moral Stories by Parimal Parmar books and stories PDF | તુ અને તારી યાદ (ભાગ ૧)

Featured Books
Categories
Share

તુ અને તારી યાદ (ભાગ ૧)

''તુ અને તારી યાદ''     (ભાગ ૧)


સાંજનો સમય હતો આજે આકાશ મા પણ સંધ્યા ખીલી હતી  .નદી મા પાણી ખખળભખળ કરતુ વહી રહયુ હતુ. એકદમ શાંત વાતાવરણ હતુ. એકદમ નિરવ કોઇનો પણ કકળાટ સંભળાય નહી એવી જગ્યાએ  આકાશ એક પથ્થર પર બેઠો હતો. આકાશ નદીના પાણીમા પથ્થર ફેકતો અને એકીટસે વહેતા પાણીને જોઇ રહ્યો હતો.

આકાશ નુ મન ઊંડા વિચારો મા ખોવાયેલુ હતુ. આકાશ જયારે પણ ઉદાસ હોય પોતે એકલો છે એવુ અનુભવે એટલે આ જગ્યાએ આવીને બેસતો. અહીયા આકાશ ના મનને શાંતિ મળતી. 

આકાશ તન્વી ને યાદ કરી રહ્યો હતો અને એના વિચારો મા જ ઉંડો ખોવાય ગયેલો હતો. આકાશ એક કંપની મા જોબ કરતો અને જોબ ના લીધે એને અવાર નવાર ટ્રાવેલીંગ કરવાનુ  થતુ.
આકાશ ને પણ ટ્રાવેલીંગ કરવાનો ઘણો શોખ હતો અને એટલા માટે જ એણે અા જોબ પસંદ કરી હતી. જોબ કરવા માટે એ પોતાના શહેર થી ઘણે દુર આવી ગયો હતો અને પોતાના પરિવાર થી દુર એક નવી જિંદગી નુ શરુઆત કરી હતી. 

આકાશ નો સ્વભાવ ખુબ જ વિનમ્ર હતો એના લીધે જ એ કંપની મા બધાનો માનીતો થયો હતો.દરેક લોકોના મન આકાશ જીતી લેતો. ધંધાર્થે ખુબ જ મહેનતુ હતો. કંપની થી થોડે દુર અાવેલી સોસાયટી ના મકાન પોતે ભાડે રહેતો. શરુઆત મા તો આ નવુ શહેર નવા લોકો જોડે એ સેટ થયો નહોતો પણ કહેવાય છે ને સમય બધુ શીખવાડી દે છે સમય ની સાથે સાથે આકાશ પણ રહેતા શીખી ગયો.

દરરોજ નુ ટ્રાવેલીંગ એની જીંદગી બની ગયી હતી. સવારે નવ વાગ્યે રુમે થી નીકળતો અને સાંજે છ વાગ્યે પાછો ફરતો કોઇવાર આવવા મા મોડુ પણ થઇ જાય. ખબર નહોતી પડતી  આકાશ જીવન જીવવા માટે કમાય છે કે કમાવા માટે જીવે છે. 

અચાનક એક  મોટી ઉંમર ના વ્યકતી આકાશ ના ખભે હાથ મુકે છે અને કહે છે બેટા સાંજ પડી ગયી ઘરે નથી જવાનુ ? આકાશ એકાએક વિચારો મા થી બહાર આવે છે અને દાદા ને કહે છે હા જાઇ રહયો છુ ને ખબર જ ના રહી કયારે વિચારો મા ને વિચારો મા સાંજ પડી ગયી. આકાશ બાઇક લઇને પોતાની રુમ તરફ જવા નીકળે છે.

હજુ ય આકાશ તન્વી ને જ યાદ કરી રહ્યો હોય છે. જે એક્સપેસ ટ્રેન ની જેમ એની લાઇફ મા આવી અને એટલી ઝડપે નીકળી પણ ગયી. પણ આકાશ ના હદય મા હંમેશ ને માટે યાદો મુકતી ગયી.

આકાશ રાબેતા મુજબ પોતાની જોબ પર જતો અને સાંજે ઘરે પરત ફરતો. આજે પણ એમ જ થયુ. સાંજે આકાશ પોતાની રુમે પરત આવીને  નીચે પથારી કરીને સુતો હતો. મોબાઇલ મા વોટ્સએપમા આવેલા દોસ્તો ના મેસેજ વાંચતો હતો. 

વોટ્સએપ ના મેસેજ વાચીને આકાશ ફેસબુક મા લોગઇન થાય છે. પણ આજે આકાશ ને ફેસબુકમા કોઇક નવી રિક્વેસ્ટ આવેલી દેખાય છે. આકાશ ફેસબુક મા થયેલી પોતાના  બધા દોસ્તો ની પોસ્ટ પર લાઇક કોમેન્ટ કરે છે અને છેવટે આવેલી નવી રિક્વેસ્ટ જોવે છે. રિક્વેસ્ટ પર નામ તન્વી મહેતા લખેલુ હતુ. આ નામ એના માટે કાઇ નવુ નહોતુ. ફેસબુક ના ગ્રુપ મા થતી પોસ્ટો મા ઘણીવાર તેઓ ભેગા થતા.
પણ કયારેય આકાશ ને સામેથી રિક્વેસ્ટ મોકલવાની હિંમત થયી નહોતી. આજે તન્વી એ સામેથી રિક્વેસ્ટ મોકલી હતી. આકાશ અશમંજસ મા હતો રિક્વેસ્ટ સ્વીકારુ કે નહી.છેવટે આકાશે રિક્વેસ્ટ ને કનફર્મ કરી.

અાકાશ રુમે એકલો રહેતો હતો એટલે સાંજ નુ જમવા માટે તે કોઇવાર જાતે બનાવી લેતો તો કોઇવાર બહાર જઇને જમી આવતો. આજે અાકાશ ને બહાર જઇને જમવાની ઈચ્છા થાય છે. મોબાઇલ ને ચાર્જીંગ મા મુકીને આકાશ જમવા માટે બહાર નીકળે છે

રસ્તા મા આકાશ વિચારતો  હોય છે કે કોણ હશે આ તન્વી. મને ઓળખતી હશે. ગ્રુપ મા તો અવારનવાર પોસ્ટો કરતી હોય છે પણ કયારેય વાત થઇ નહોતી. એકબીજા ની પોસ્ટ પર ખાલી લાઇક કોમેન્ટ કરતા. અાકાશ ના મન મા તન્વી માટે ઘણા બધા વિચારો આવે છે કોણ હશે ? કેવી હશે ? શા માટે મને રિક્વેસ્ટ મોકલી હશે ? શુ એ મને ઓળખતી હશે ? 
આવા ને અાવા વિચારો મા આકાશ કયારે હોટેલ પાસે પહોચી જાય છે એની પણ ખબર રહેતી નથી.

આકાશ જમવા માટે ઓર્ડર કરે છે પણ હજુ એનુ મન તન્વી ના વીચારો મા જ ખોવાયેલુ હતુ. વેઇટર આકાશ ના ઓર્ડર મુજબ પાઉભાજી લાવે છે આકાશ શાંતિપૂર્વક જમે છે અને બીલ ચુકવીને પાછો ફરે છે. હજુ આકાશ તન્વી ના ખયાલો મા જ ખોવાયેલો હતો.

રુમે પહોચીને આકાશ સૌપ્રથમ તન્વી ની પ્રોફાઇલ ખોલે છે. પણ એમાથી આકાશ ને કાઇ જાણવા મળતુ નથી. થોડા નાની છોકરીઓના અલગ અલગ ડીપી જોવા મળે છે. મ્યુચ્યુઅલ ફ્રેન્ડ્સ મા પણ કોઇ દોસ્તો ના નામ નથી હોતા. આકાશ ને ખાલી એટલુ જાણવા મળે છે કે આ અમદાવાદ ની વ્યકતિ છે.

અાકાશના મનમા ગડમથલ ચાલી રહી હોય છે આ તન્વી કોણ હશે એ બાબત પર. આકાશ મુંઝવણમા મુકાય છે અને છેવટે  નાછુટકે મેસેન્જર મા  મેસેજ કરે છે એ આશ મા કે સવારે કોઇ રિપ્લાય આવશે. તન્વી ના વિચારો મા ને વિચારો મા જ આકાશ સુઇ જાય છે.

વહેલી સવારે આકાશ જાગે છે અને સૌપ્રથમ મોબાઇલ ચેક કરે છે તન્વી નો મેસેજ આવ્યો કે નહી પણ કોઈ મેસેજ આવેલો હોતો નથી. પોતે જાગીને તૈયાર થાય છે અને પાછો જોબ માટે નીકળી પડે છે. આકાશ મનમા વિચારતો હોય છે કેમ મારુ મન અાટલુ બધુ વિચારો મા ખોવાયેલુ રહે છે તન્વી માટે, જેને હુ ઓળખતો પણ નથી. કોઇ ઓળખીતી વ્યકતિ તો નહી હોય ને ? કેમ મારુ મન એના મેસેજ ની રાહ જોવે છે આવા વિચારો કરતો કરતો આકાશ કંપની મા પહોચે  છે.

આકાશ પોતાના કંપની ના કામમા વ્યસ્ત હોય છે એટલા મા જ આકાશ નો ફોન રણકે છે ફોન મા કોઇનો મેસેજ આવ્યો હોય છે પણ આકાશ કામ મા વ્યસ્ત હોવાથી મેસેજ ને ધ્યાન મા લેતો નથી.બપોરે જ્યારે આકાશ જમવા માટે કેન્ટીન મા બેસે છે. જયારે તે પોતાનો ફોન ખોલે છે તો તેમા તન્વીના મેસેજ આવેલા હોય છે. 

તન્વી એ લખેલુ હતુ hii, sorry  કાલે કામમા વ્યસ્ત હતી તો મેસેજ ના કરી શકી  ગુડ મોર્નિંગ 

આકાશ ના ચહેરા પર મીઠી સ્માઇલ આવી જાય છે તે પણ રિપ્લાય મા કહે છે  it's ok ??. અત્યારે હુ કંપની મા છુ સાંજે વાત કરુ .

to be continued.......(આગળ તન્વી અને આકાશ વચ્ચે શુ થાય છે જાણવા માટે જુઓ)
????

 (ભાગ ૨)