Android sistam vishe janva jevu in Gujarati Magazine by Khajano Magazine books and stories PDF | એન્ડ્રોઇડ સિસ્ટમ વિશે જાણવા જેવું

Featured Books
Categories
Share

એન્ડ્રોઇડ સિસ્ટમ વિશે જાણવા જેવું

શું તમે જાણો છો તમારો સ્માર્ટફોન કયા એન્ડ્રોઇડ વર્ઝન પર કાર્ય કરે છે? જો હા, તો તમે સ્માર્ટફોન ના સ્માર્ટ ઉપયોગ કરતા છો અને જો તમને નથી ખબર તો ચિંતા ના કરતા

આજે 'ટેક્નો- નોલેજ'માં તમે એન્ડ્રોઇડ ની યશગાથા નિહાળવા જઈ રહ્યા છો. અત્યારે દરેક વ્યક્તિ પછી એ કોઈ ગૃહસ્થ આશ્રમ વાળા હોય કે પછી મોટી ઉંમર ના હોય અથવા તો મારા અને તમારા જેવા ટણપા/ટણપી હોય દરેક ના હાથ માં એન્ડ્રોઇડ મોબાઇલ જોવા મળશે. અને વળી આ મોબાઇલને કહેશે સ્માર્ટફોન. અહીં એ જાણવાનું છે કે આપણા મોબાઇલ સ્માર્ટ નથી થયા પરંતુ તેની અંદર રહેલો એન્ડ્રોઇડ સ્માર્ટ થતો જાય છે.

તો આજે બધાને ઘેલું લગાડેલ એન્ડ્રોઇડના ઇતિહાસ ની જાણકારી મેળવીશું.

એન્ડ્રોઇડ એ મોબાઇલ ચાલક પદ્ધતિ (Operating System) છે, જે વિશ્વની સર્વશ્રેષ્ઠ કંપની ગુગલ દ્વારા સંચાલિત છે. એન્ડ્રોઇડ ની શોધ Android Inc. દ્વારા કરવામાં આવી હતી પણ તેઓ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન ના આપી શક્યા જેથી તેઓ થોડા નિષ્ફળ નીવડ્યા. પરંતુ તેમણે ગૂગલ સાથે કરાર કર્યા અને આજે એ જ પદ્ધતિ વિશ્વની સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ચાલક પદ્ધતિ બની ચુકી છે. આ પદ્ધતિ Andy Rubin, Rich Miner નામના બે વૈજ્ઞાનિકો દ્વારા ૨૦૦૩ માં શોધાયેલી છે. એમનો મુખ્ય ધ્યેય એ હતો કે “આવા ઉપકરણ પાસે તેના માલિક ની બધી માહિતી હોવી જોઈએ” અને એમણે એ સાબિત પણ કર્યું છે પરંતુ જણાવતા દુઃખ થાય છે કે આપણા પાસે એ એન્ડ્રોઇડ ની પુરી માહિતી નથી. તમે ચિંતા ન કરો આ લેખ વાંચ્યા બાદ તમને એ મુંઝવણ નહીં રહે. તો થઈ જાઓ તૈયાર એન્ડ્રોઇડ ને જાણવા માટે.

પ્રથમ વાત એ કે આ એન્ડ્રોઇડ ની શરૂઆત મોબાઇલ માટે નહિ પરંતુ ડિજિટલ કેમેરા માટે કરવામાં આવી હતી. અને એમણે પ્રથમ એન્ડ્રોઇડ ને કેમેરામા જ લોન્ચ કર્યો હતો. પણ કેમેરા માર્કેટ માં ધારેલી સફળતા ન મેળવી શક્યા તેથી તેમણે આ કામ થોડા સમય માટે માંડી વાળ્યું.

આ ઘટના ના પાંચ મહિના પછી એમણે નક્કી કર્યું કે તેઓ મોબાઇલ ફોન માર્કેટ માં આ નવી પદ્ધતિ લાવશે પણ તેમની પાસે કોઈ એવું પ્લેટફોર્મ તૈયાર નહોતું કે જેની મદદથી તેઓ Symbian અને Windows ફોન ને ટક્કર આપી શકે તે માટે તેઓ શોધખોળ કરી રહ્યા હતા. જોકે તે જ સમયે ગૂગલ પણ મોબાઇલ ફોન માર્કેટમા પગ પસારવાનું વિચારી રહી હતી. તે સમયે એવું થયું કે “કાગ નું બેસવું અને ડાળ નું પડવું” તેથી ગૂગલે એન્ડ્રોઇડ કંપની ને અધિકૃત કરી લીધી અને ગૂગલ સાથે એન્ડ્રોઇડ જોડાઈ ગયું. અને વર્ષ ૨૦૦૫ માં ગૂગલ એ એવું જાહેર કર્યું કે એ મોબાઇલ ફોનની નવી પેઢી વિકસિત કરશે.

તમે જાણીતા એન્ડ્રોઇડ ના અપડેટ કિટકેટ, લોલીપોપ, માર્શમેલૉ, નોગટ અને ઓરીઓ હશે. અને જે થોડા ઘણા આ વસ્તુ થી જાણીતા હશે તેઓ એવું પણ કહેતા હોય છે કે એન્ડ્રોઇડ અપડેટ ના નામ ગૂગલ ના G પર થી શરૂ કરવામાં આવ્યું છે. અને G બાદ થઈ અંગ્રેજી મૂળાક્ષરોની સમાનતા એ આ આગળ વધતી જાય છે.પણ અહીં જણાવવાનું કે એન્ડ્રોઇડ અપડેટના નામ અંગ્રેજી ભાષાના મૂળાક્ષરો માફક ક્રમમાં આવે છે સૌપ્રથમ ના ૨ નામ કોઈ ખાસ જાણીતા નથી. કારણકે એ સમયે આ સિસ્ટમ ટચસ્ક્રીન મોબાઇલ માં નહોતી આવી. મુખ્ય અપડેટ એન્ડ્રોઇડ 3.0 થઈ અને ત્યારથી એન્ડ્રોઇડ જાણીતા થયા છે. અને હા આ સિસ્ટમમાં સમયાંતરે નાના નાના અપડેટ એટલે કે સુધારા વધારા આવતા જ રહેછે જેની સંખ્યા તો ગણી પણ ના શકાય આંકડો એટલો મોટો છે.

એન્ડ્રોઇડ ના આ નાના અપડેટ ને દર્શાવવા માટે ની એક અલગ પદ્ધતિ છે. જો એન્ડ્રોઇડ 7.0.0 ની વાત કરીએ ઉદાહરણ તરીકે તો જો આ વર્ઝન ની અંદર કોઈ ખામી સુધારવા માં આવી હોય તો અપડેટ ને દર્શાવવામાં આવે 7.0.1

જો એ કોઈ નવા જુદા મોબાઈલ ફોન માટે અપડેટ હોય તો એને દર્શાવવામાં આવે 7.1.0. હવે ઘણા અપડેટ એવા પણ હોય છે કે જેમાં તમારા ચોક્કસ મોબાઈલ માટે તો અપડેટ છે પરંતુ એ અપડેટ માં ખામી પણ સુધારેલી છે તો ત્યારે એને 7.1.1 દર્શાવવામાં આવે છે.

ગૂગલ એન્ડ્રોઇડ નું નામ કરણ હંમેશા મીઠાશ વાળી વસ્તુ પર થી રાખવામાં આવેછે. કારણકે દરેક એન્ડ્રોઇડનું નવું વર્ઝન કંઇક નવું લઈ ને આવેછે તથા આપના જીવનમાં ઉપયોગી બની આપના જીવન માં મીઠાશ વધારે છે. હર વર્ષે કોઈક અલગ દેશ માંથી ત્યાંની વિશિષ્ટ મીઠાઈના નામ પરથી એન્ડ્રોઇડ નું નામ રાખવા માં આવે છે. અંગ્રેજી મૂળાક્ષર ના પ્રથમ બે અક્ષરો એટલે કે A અને B વાળા નામ જાણીતા નથી પરંતુ C થી જાણીતા થયાછે જે નીચે મુજબ છે.

૧. Cupcake

૨. Donut

૩. Eclair

૪. Froyo

૫. Gingerbread

૬. Honeycomb

૭. Ice Cream Sandwich

૮. Jelly Bean

૯. KitKat

૧૦. Lollipop

૧૧. Marshmallow

૧૨. Nougat

૧૩. Oreo

અને હાલમાં સમાચાર મળ્યા છે કે ટૂંક સમયમાં એન્ડ્રોઇડ 9.0 બાર પડવાનું છે, અને હવે ABCD મુજબ “P” અક્ષર પરથી નામ રાખવાનું છે. આ ક્ષેત્રના તજજ્ઞો ના કહેવા પ્રમાણે એન્ડ્રોઇડ 9.0.0 નું નામ 'Pistachio Ice Cream' રાખવાની વિચારણા થઇ રહીછે. આ આઈટમ સિરિયા ની પ્રખ્યાત મીઠી વાનગી છે. આ વાનગી મધ્ય અને મધ્ય-પૂર્વ એશિયામાં પણ ખૂબ લોકપ્રિય છે. આમ ગૂગલ દ્વારા નામ આપી દેવાથી એન્ડ્રોઇડ ને એક નામ મળે અને તે મીઠાઈ વિશ્વવિખ્યાત બની જાય છે.

પ્રથમ એન્ડ્રોઇડ પ્રસિદ્ધિ પામેલો મોબાઇલ સપ્ટેમ્બર ૨૦૦૮ માં દુનિયા સમક્ષ મુકવામાં આવ્યો હતો જે મોડલનું નામ hTC Dream હતું જે Prototype Mobile હતું Proto મતલબ શરૂઆતી તબક્કા નું એ મોડેલમાં ડિસ્પ્લે ટચસ્ક્રીન અને કીબોર્ડ ભૌતિક હતું. અને Apple iPhone ને ટક્કર દેવા માટે ગૂગલે મોબાઇલ ફોન ની નવી પેઢી એટલે કે ટચસ્ક્રીન મોબાઇલ શરૂ કર્યા.

એન્ડ્રોઇડ ને જેટલો અપડેટ રાખશો એટલો તમારા મોબાઇલ માટે સારું રહેશે, ગૂગલ દ્વારા આપવામાં આવતી નવી સુવિધાઓનો ભરપુરુ ઉપયોગ કરી શકશો. એન્ડ્રોઇડ ના મોટા અપડેટ માટે એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે મોટા અપડેટ થી કદાચ તમારા મોબાઇલ નો કિંમતી ડેટા નીકળી જાય તો એ વાત નું ધ્યાન રાખવું કે બધી વસ્તુઓ નો બેકઅપ રાખેલું હોય.

હાલના આંકડા મુજબ કહું તો નવામાં નવો અપડેટ જે 8.0 ઓરીઓ છે તે વિશ્વના માત્ર ૦.૫% માણસો જ ઉપયોગ કરેછે. ત્યારબાદ એન્ડ્રોઇડ 7.1.0 જે ૨૩.૩% માણસો વપરાશ કરેછે અને એન્ડ્રોઇડ 6.1.0 જે ૨૯.૭% જેટલો વપરાયછે. અને બાકીનો વધતો ભાગ એના કરતા પણ જુના વર્ઝન નો વપરાશ કરેછે.

આમ, ગૂગલ એનડ્રોઇડને અપડેટ કરી વધુ ને વધુ સ્માર્ટ બનાવી રહ્યુંછે અને તેના સ્માર્ટ ઉપયોગ કર્તાઓ માટે વધારે ને વધારે સુવિધા ઉપલબ્ધ કરાવે છે. એન્ડ્રોઇડ સિસ્ટમ એ દુનિયાની ખ્યાતનામ સિસ્ટમ બની ચુકી છે જેનો આખી દુનિયા એ સ્વીકાર કર્યો છે.

તો તમે પોતાના મોબાઇલ ના એન્ડ્રોઇડને અડપેટ કરતા રહો સગવડતાઓ નો સારા કામોમાં ઉપયોગ કરતા રહો તથા “ખજાનો” વાંચી તમને ખુદને અપડેટ કરતા રહો.

-ઉદય ભાનુશાલી

આ લેખને કલરફૂલ પાનાં સાથે સચિત્ર માણવા આજે જ મુલાકાત લો: www.khajanogujratimagazine.wordpress.com