રેલવે સ્ટેશન ની મોટી જગ્યા... મોટી જગ્યા માં અલગ ડીપાર્ટમેન્ટ... આવતી - જતી ટ્રેન ના એનાઉન્સમેન્ટ... એ એનાઉન્સમેન્ટ વચ્ચે લોકો ની અવરજવર... રાજકોટ માં એમ તો બહું ક્રાઉડ નથી હોતો... પણ આજે કંઈક અલગ જ બધું હતું... પોતાની જીંદગી ની અલગ જ મજા લઇ રહ્યા હોય કે પછી પોતાની જીંદગી ને કોસતા લોકો એક જ જગ્યા પર... અલગ - અલગ જીંદગી પણ આજ ની સફર ની એક જ જગ્યા કહો કે એક જ મંજિલ...
એટલા ક્રાઉડ વચ્ચે એક છોકરી જાણે કંઈક વિચારો માં ખોવાયેલી હોય એ રીતે... ટ્રેન ની રાહ જોતી બધાં સામે જુએ છે... જે લાંબી સફર પોતે એકલા જ ગાળવા માંગતી હોય... એક નાનકડું બેગ લઇ ને નીકળી છે... આજુબાજુ કોઈ જાણીતું કે કોઈ ને પોતાનું કહી શકે તેવું નથી... સાંજ ના છ વાગ્યે આખી સાંજ અને રાત નો ગાળો એકલા જ વિતાવવા માંગતી હોય એ રીતે... પોતાના જ વિચારો માં ખોવાયેલી છે...
ટ્રેન આવે છે... રાજકોટ થી સુરત સુધી ની સફર માં... પહેલી વાર કોઈ જગ્યા એ એકલી જઈ રહી છે... ઘણા કૂલીઓ સામાન ઉચકવા માટે...
"લાવો બહેન હું સામાન ઉંચકાવી દઉં..."
"ના... ભાઈ હું જાતે જ ઉંચકી લઈશ..."
ટ્રેન માં રિઝર્વેશન તો હોતું નથી... અચાનક થી લીધેલો નિર્ણય... જનરલ ડબ્બા માં જ... સફર શરુ થાય છે...
એક સાઈડ "ખુશી"... પોતાના વિચારો માં જાણે કોઈ ને મળવા તલપાપડ થતી હોય એ રીતે... ટિકિટ ચેક કરે છે... અને સફર ની શરૂઆત માં તો કોઈ સાથે બોલતી કે કોઈ ની સામે જોઈ રહી હોતી નથી... બારી ની બહાર... સફર ની મજા લઇ રહેલી ખુશી...
"(મન માં) આજે હું બહું જ ખુશ છું... હું એ વ્યક્તિ ને મળીશ જેમને હું જીવ થી વધુ પ્રેમ કરું છું... જેમની સાથે ની જીંદગી મને સૌથી વધુ ખુશી આપનારી હશે... જે કઇ પણ આજ સુધી માં નથી મળ્યું કે નથી મેળવ્યું ને જે મેં જીવ્યું નથી... એ બધાં જ પળ હું એમની સાથે વીતાવીશ... આજ ના આ સફર પછી હું આઝાદ પંછી ની જેમ ઉડીશ... બધાં જ સપના મેં જોયેલા છે તે પૂરા કરીશ... એ વ્યક્તિ સાથે જેમણે મને સાચી જિંદગી જીવતા શીખવ્યું... જેની યાદ માં હું ક્યાય રહી સકતી નથી..."
બારી ની બહાર નો નજારો જાણે તેને પોતાની સૌંદર્યતા નો અનુભવ કરાવતો હોય ને પોતાની પ્રત્યે આકર્ષણ કરાવતો હોય... થોડી વાર રહી ને સામે બેસેલા સુંદર કપલ તરફ ધ્યાન જાય છે... અંદર અંદર કંઈક વાતો કરી રહ્યા હોય છે... ખુશી તે ધીમે રહી ને સાંભળવા ની ટ્રાઈ કરે છે... છોકરી પ્રશ્નો પૂછતી હોય ને જાણે છોકરા ને પોતાના પ્રત્યે આકર્ષતી હોય તે રીતે...
"હું તમને કેટલી ગમું છું?"
"ખૂબ જ... આવો પ્રશ્ન કોણ પૂછે...? એ પણ જયારે મને આટલો લવ છે ત્યારે ખબર હોવા છતાં..."
"બસ... મને જાણવું હોય તો...?"
"હા, મારી ડાર્લિંગ જાણી શકે છે બધું..."
"હા, તો હવે જવાબ આપો..."
"તમે ખુશ તો છો ને મારી સાથે?"
"અરે!! આ વસ્તુ કઇ પૂછવા ની છે? તું આજે કેમ આવા કવેશ્ચન પૂછી રહી છે?"
"કઇ નહીં એમ જ... તમને હેરાન કરવા નું મન થાય છે..."
"ઠીક છે... કરી લે હેરાન... હક છે તારો..."
તેમની પ્રેમ ભરી વાતો સાંભળતા સાંભળતા ફરી પાછી ખુશી પોતાના વિચારો માં...
"(મન માં)હું પણ આ જ રીતે વાત કરીશ એ વ્યક્તિ સાથે જેને આજે હું મળવા જઈ રહી છું... તેની સાથે આ જ રીતે મારી જીંદગી ની હર એક પળ વીતાવીશ... જે હું કહી નથી શકી બધું જ કહી દઈશ... આજ ની આ સફર જીંદગી ની યાદગાર સફર હશે... અને પછી નવી જીંદગી અને તેમાં મારાં પ્રેમ મારો જીવનસાથી નો સાથ..."
ફરી પાછી વિચારો માં થી બહાર આવે છે... અને તે કપલ ની વાતો સાંભળવા નો પ્રયત્ન કરે છે...
"અચ્છા! તો તમને યાદ છે આપણે પહેલી વાર કઇ જગ્યા એ મળ્યા હતાં?"
"હા, કેમ નહીં... પહેલી વાર આપણે તારી દીદી ના મૅરેજ માં મળ્યા હતાં... તારી દીદી ના હસબન્ડ મારાં ભાઈ ના ખાસ્સા ફ્રેન્ડ... બાકી તો તું મને મળત જ નહીં ગાંડી... ખુશ છું તારા સાથે... હવે આવા પ્રશ્ન પૂછવા નું બંધ કર... અને આ સફર ને એન્જોય કર..."
"હા, મારાં ડાર્લિંગ... પણ તમને હેરાન કરવા ની બહું મજા આવે... જયારે તમારા સાથે હોય ત્યારે જાણે એક અલગ આનંદ એક અલગ શાંતિ ની અનુભૂતિ થાય છે..."
ખુશી બધું શાંતિ થી સાંભળી રહી હોય છે... જાણે પોતે પોતાની યાદો ને યાદ કરી રહી હોય તે રીતે...
"(મન માં) હું પણ બહું ખુશ હતી તારા સાથે... પણ તું ક્યાં જતો રહ્યો નીલ!!! જેની મને કલ્પના પણ નહતી કે, તું જતો રહીશ... બંને કૉલેજ કરતા પહેલા વર્ષ માં અલવેય્ઝ સાથે હતાં... તારી યાદો ને હું મિટાવી નથી સકતી...ત્રણ વર્ષ પહેલા જયારે મે તારા સાથે કૉલેજ સ્ટાર્ટ કરી ત્યારે..."
ત્રણ વર્ષ પહેલા...
(વધૂ આવતા અંકે)