Vishnu avtaar - Kavya sangrah in Gujarati Poems by Kaushik Dave books and stories PDF | વિષ્ણુ અવતાર કાવ્ય સંગ્રહ

Featured Books
Categories
Share

વિષ્ણુ અવતાર કાવ્ય સંગ્રહ

  "વિષ્ણુ અવતાર". કાવ્ય સંગ્રહ                                                 "જેને કોઈ ન રાખે"(૧)
જેને કોઈ ન રાખે ,એને મારો પ્રભુ રાખે રે,
ધ્રુવ ના તપોબળથી,મારો પ્રભુ રાજી રે,
અચલ પદ તમને,મારો પ્રભુ આપે  રે,
જેને કોઈ ન રાખે, એને મારો પ્રભુ રાખે રે,
પ્રહલાદ ની ભક્તિ થી, મારો પ્રભુ રાજી રે,
નરસિંહ બની ને તમે, રક્ષા કરી છે રે,
જેને કોઈ ન રાખે, એને મારો પ્રભુ રાખે રે,
શબરી ના બોર ખાઈને,મારો રામ રાજી રે,
ધૈર્ય ભક્તિ ના ઞુણ ગાઇ ને, ઉદ્ધાર કર્યા રે,
જેને કોઈ ન રાખે,એને મારો પ્રભુ રાખે રે,
પાંડવ એવા સાચા કે,મારો પ્રભુ રાજી રે,
સંઘ શક્તિ ની ભક્તિ ના, તમે સારથિ છો રે,
જેને કોઈ ન રાખે,એને મારો પ્રભુ રાખે રે,
માનવ એવો બનશે કે,મારો પ્રભુ રાજી રે,
વૈદિક ધર્મ ની સ્થાપના,એ પુનઃ કરશે રે,
જેને કોઇ ન રાખે, એને મારો પ્રભુ રાખે રે,          કૌશિક દવે
"ભવિષ્ય ના ભાગ્ય વિધાતા" (૨)
સંભલ ગામ ના રહેવાસી,
સાંભળો મારી વાત,
એક હાથ માં તલવાર,
બીજા હાથ માં ઢાલ,
કૃષ્ણ ના અનુગામી,
સાંભળો મારી વાત,
કરજો એવા કર્મ,
સમજાવો જીવન નો મર્મ,
સુમતિ ના લાડકા,
સાંભળો મારી વાત,
કરજો એવો ધર્મ,
માનવ બને પરમ્ ,
યશ ના તમે પ્યારા,
સાંભળો મારી વાત,
બહુ હણાયો કંસ,
દુષ્ટતા નો કરજો ધ્વંસ,
પરશુ ના પરમ શિષ્ય,
સાંભળો મારી વાત,
ધરમ ની કરજો રક્ષા,
નિર્બળ ના તારણહાર,
પદમા ના પતિ,
સાંભળો મારી વાત,
માનવ બને નેક,
એક ધર્મ એક દેશ.........                                               .-કૌશિક દવે
"સત્ય ની પરીક્ષા"(૩)
સૃષ્ટિ નું સુખ છીનવાઈ ગયું છે,
ક્યારે આવશે વરાહ,
દુઃખ થી પીડાતા આ પ્રહલાદ ને,
ક્યારે બચાવશે નરસિંહ,
તારા નામ હજાર છે પ્રભુ,
હવે કામ કરજો એક,
ભક્તો ની ન લો પરીક્ષા હવે,
પરચો બતાવો છેક,
આપે આપેલું વચન ને,
પાળજો તમે નેક,
સત્ય ને થતી હાની ને,
રોકવા લો તમે ટેક.
નિષ્કલંકી" (૪)
કાલ ની કોને ખબર,
જે સંત જાણે એ ભક્ત જાણે,
હવે જાણશે માનવ,
શંકા વ્યક્ત થઈ છે,
ઈશ્વર હવે ક્યાં છે,
દુનિયા બદલાઈ ગઈ છે,
ધન છવાઈ ગયું છે,
કાલ ની કોને ખબર.............
નવો યુગ આવવા વાળો છે,
માનવ બનવા વાળો છે,
નર ને મળવા વાળા છે,
નારાયણ આવવા વાળા છે,
કાલ ની કોને ખબર.......
સત્ય માં છે એ શક્તિ,
સંઘભાવના ની છે શક્તિ,
કલંક ને ધોવા વાળા છે,
નારાયણ આવવા વાળા છે,
કાલ ની કોને ખબર........
જૂઠાં કરશે સમિક્ષા,
સત્ય ની લેશે પરિક્ષા,
માનવ બનવા નો નેક,
એક ધર્મ એક દેશ,
કાલ ની કોને ખબર.......
નવું કરશે નિર્માણ,
કૃત યુગ નું નિર્માણ,
કર્મ થી બનશે એ 'કલ્કિ',
સત્ય છે 'નિષ્કલંકી',
કાલ ની કોને ખબર,
જે સંત જાણે એ ભક્ત જાણે,
હવે જાણશે માનવ.
नया विश्वास" (૫)
कलंक,आतंक,और अपमान,
हर युग की है पहचान,
कंस,रावण, और हिरण्य,
आतंक के है पुराने हथियार,
जब आये विष्णु अवतार,
तब आता नया विश्वास........
"કલ્કિ" (૬)
એક બે ત્રણ,
શંભલ ના વાસી,
આવો તમે અહીં,
પરશુ ના શિષ્ય,
વેદ નું જ્ઞાન એવું કે,
તમે આપો વેદ નો સાર,
એક બે ત્રણ.............
કોક વિ કોક ને માર્યા તા,
લોકશાહી ને તાર્યા તા,
પદમા ને તમે મલ્યા તા,
શાપ થી મુક્તિ આપતા તા,
એક એક બુદ્ધ ને ,
તમે કળ થી હાર આપી,
એક બે ત્રણ..........
મ્લેચ્છો ને તમે હરાવ તા તા,
બધા નું મન જીતતા તા,
નવું નિર્માણ કરતા તા,
સતયુગ ને તમે લાવતા તા,
ભારત ની ભૂમિ એવી કે,
તમે કરો એને પ્રણામ,
એક બે ત્રણ,શંભલ ના વાસી,
આવો તમે અહીં,પરશુ ના શિષ્ય........
એવું કહેવાય છે કે કલયુગ ના અંત ની શરૂઆત છે.શાસ્ર માં જણાવ્યા મુજબ નારાયણ ના અવતાર કલયુગ નો અંત લાવશે.
કોક વિ કોક એટલે દુષ્ટ લોકો,
મ્લેચ્છો એટલે જેના ઈરાદા મલીન છે,
અને નિર્દોષ ને હેરાન કરનાર,
એક બુદ્ધ એટલે કહેવાતા બુદ્ધિજીવીઓ,
જેમની સોચ નકારાત્મક છે.
"नया निर्माण" (૭)
कल की किसको खबर,
जो मैं जानु,वो तुम जानो,
अब जानेगा ज़माना,
सन्देह उठ रहा है,
ईश्वर अब कहां है,
दुनिया बदल गई है,
दौलत छा गई है,
कल की किसको खबर ..........
नया युग आनेवाला है,
कल्कि छाने वाला है,
नर को मिलने वाले हैं,
नारायण आने वाले हैं,
कल की किसको खबर...........
सत्य में है यह शक्ति,
संघभावना की है शक्ति,
कलंक को धोने वाले हैं,
नारायण आने वाले हैं,
कल की किसको खबर ..........
झूठे करते समीक्षा,
सत्य की लेते परीक्षा,
मानव बनेगा नेक,
एक धर्म एक देश,
कल की किसको खबर .........
नया होगा निर्माण,
कृतयुग का निर्माण,
कर्म से बनेगा कल्कि,
सत्य है निष्कलंकी,
कल की किसको खबर,
जो मैं जानु,वो तुम जानो,
अब जानेगा ज़माना ।
"युग प्रवर्तक" (૮)
ऊंची ऊंची दिवारे ,ज्ञान की तलवारें,
आया है घोड़े पे, विचारों का वेग लेके ।
वेदों का ज्ञान लेके, शास्त्रों का साथ लेके,
असहायों का रक्षक, दुष्टों का है दुश्मन ।।
वाणी उसकी शुद्ध होगी,
कार्य सुन्दर होगा,
पदमा का साथ होगा,
शंकर का वरदान होगा,
धर्म में मानने वाले,
कर्मों का सहारा लेंगे,
सृष्टि के विनाश का ,
भयानक तांडव होगा,
जन सुधार से ले के,
दुष्टता का संहार होगा,
कादव में कमल जैसा,
वह भारत में होगा,
सच्चाई के पथ पर,
नये युग का निर्माण होगा,
नया सर्जन हारा वह,
आखरी अवतार होगा,
विष्णु का अवतार होगा,
निष्कलंकी नारायण होगा,................
ૐ નમો નારાયણ (૯)
ભારત વર્ષમાં પ્રભુ આવીયા રે લોલ,
ધ્રુવ પ્રભુ નો લાડલો,
બોલે સ્વસ્તિક વચન,
ઓમ્ નમો નારાયણ..........(૪)
પ્રહલાદ ની ભક્તિ,
ડોલે દુનિયા સારી,
ઓમ્ નમો નારાયણ.........(૪)
લવ કુશ ની શક્તિ,
રામ ને પામવા સારી,
ઓમ્ નમો નારાયણ........(૪)
ગર્ભ માં અભિમન્યુ,
સાંભળે કોઠા યુદ્ધ,
ઓમ્ નમો નારાયણ.......(૪)
શુક્રવાર દેવ ની વાણી,
ભાગવત સુણવા સારી,
ઓમ્ નમો નારાયણ.......(૪)
જ્ઞાનેશ્વર ની ભક્તિ,
પાડા ની વેદ વાણી,
ઓમ્ નમો નારાયણ,
કવિ- કૌશિક દવે