Hereditary love in Gujarati Love Stories by આર્યન પરમાર books and stories PDF | વારસાગત પ્રેમ

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

વારસાગત પ્રેમ

       હાસ ! આજે શાંતિ થઈ, " હે ભગવાન હવે બહુ થયું હો , " થોડા સમય માટે શાંતિ જ રાખજે. આટલું કહીને રોહન પોતાની રૂમમાં વેરવિખેર થયેલા બેડ પર બુટના જોડા કાઢ્યા વગર જ સુવા માટે પડ્યો , જોઈને અંદાજ લગાવી શકાય કે હમણાં જ રોહન ક્યાંકથી આવ્યો હશે. જી હાં, રોહનની ઉંમર વર્ષ 23 ગ્રેજ્યુએશન પુરુ થયું અને પોસ્ટ ગ્રેજ્યુએશન અર્થે બી.કોમનો અભ્યાસ ગોધરાની કોલેજમાં કરી રહ્યો હતો.પરિવાર સામાન્ય મધ્યમ હતો, આમ તો એ મૂળ નજીકના ગામના પણ રોહનના પિતા વ્યવસાય માટે ગોધરા શિફ્ટ થઈ ગયા હતા થોડા વર્ષો પહેલા,
જ્યાં તેમનો ધંધો ઠીકઠાક ચાલતો હતો.પોતાનું ઘર હતું ઘરમાં એક સ્વીફ્ટ મોટરકાર હતી અને બાઇક તથા એક એકટીવા હતું. આ પરથી અંદાજ લગાવી શકાય કે ધંધો સારા પ્રમાણમાં ચાલતો હશે.ઠીક જાણ્યા અનુસાર તો એમ જ હતું બધા કહેતા કે કિશનભાઈ જે રોહનના પિતા હતા તેમણે ખૂબ ઓછા સમયગાળામાં ખૂબ પ્રમાણમાં મેહનત કરીને આ બધું હાંસલ કર્યું હતું. શરીરે ઘઉં વર્ણ બાંધો ખૂબ મજબૂત ધરાવતા માથામાં સહેજ ટાલ ભરાવદાર દાઢી રાખવાના શોખીન કિશનભાઈ ઊંચાઈ સહિત તો એક કોમન માણસ લાગી  આવે પણ તેમનું નેચર કોમન ન હતું. તેમનું કહેવું એમ છે કે, " બેટા રોહન હું ભણ્યો નહિ નહિંતર જીવનમાં આના કરતાં વધારે સફળતા મેળવી હોત " , વાક્ય સાચું જ હતું તેમના માં એ કાબિલીયત હતી કે તે ખૂબ આગળ વધી શકતા હતા, પણ કુદરત આગળ માણસ ભૂંડો છે ને ! 
તો એવું શું હશે જે કિશનભાઈને આટલા કાબીલ હોવા છતાં મનનું ધાર્યું ના મેળવી શક્યા ? 
આ માટે ચાલો આપણે જઈએ તેમના ભૂતકાળની સફર પર, આ સફરનું નામ છે , " વારસાગત પ્રેમ " 

      ઘરમાં ખૂબ જ અવાજ આવી રહયો હતો આ અવાજ ઘોંઘાટીયો એટલે કે કોઈના અકડાવાનો હતો. તને સમજણ નથી પડતી, અમે તારા માટે આટઆટલી વેઠો કરીએ છીએ દિવસ - રાત, ખેતરમાં  મજૂરી કરીને માંડ ઘરમાં બે ટંકનું જમવાનું મળે છે એમાંય તારી માની તબિયત સારી રહેતી નથી અને તું...! 
એક એ છોકરી માટે અમને છોડી દેવા માંગે છે ?,
" હે ભગવાન ઈવા તો કિયા પાપોના દુઃખો અમુની આજે તું આપી રયો સે..", 
આટલું કહેતા જ પરમભાઈની આંખોમાંથી આંસુ સરકવા લાગ્યા, સાથે ઉભેલી એક સ્ત્રી જે કૈક સસ્તી દુકાનનું ભૂખરા રંગનું ટપકાંવાળું ગાઉન પહેરીને પરમભાઈની ઠીક બાજુમાં ઉભી રહીને બોલી રહી હતી કે, 
" તમે સોડો ને આપના સંસ્કારોમાં જ ચોક ખોટ રઇ ગઈ લાગે આવો નરાધમ પેદા થઇ પડ્યો." આંખમાં માતૃત્વનું હેત તો હતું જ સાથે સાથે દુઃખ પણ હતું છતાંય આંખો ન ભરાવા દેવાનું એક કારણ હોઈ શકે કે પરમભાઈ પોતે રડી રહ્યા હતા, એક બાપ જ્યારે રડે છે ત્યારે સ્ત્રી નબળી પડી જ જતી હોય છે એ સ્વાભાવિક છે પણ આખરે સ્ત્રી વિશે અલેખાયેલું ખોટું નથી,
" અજીબ છે તારી હસ્તી ઓ નારી,
રડતા તને આવડે અમસ્થા, અબળા તું કહેવાય દુનિયામાં  પણ જ્યારે જરૂર પડે ત્યારે તું જ રાણી લક્ષ્મીબાઈ બની છું અને તું જ મહાકાલી "

 મારી દ્રષ્ટિ એ સ્ત્રી મહાન છે, પરિસ્થિતિ પ્રમાણે સાનુકૂળતા પ્રાપ્ત કરી લે અમુક સમસ્યાઓનો રડતા મોઢે સ્વીકાર કરી લે તો ક્યારેક ઘરના વાતાવરણમાં સમાધાન કરી લે, એટલે જ નારીને સહનશીલતા અને વિરતાની મુરત કહેવાય છે.
ઘરના આવા માહોલ વચ્ચે ઉભેલો કિશન કે જેની ઉંમર આશરે 18 વર્ષની તો ખરી જ અને તેણે હાલમાં જ પોતાના ધોરણમાં ભણતી એક યુવતીના સાથેના પ્રેમ સબંધની વાત જણાવી હતી તેથી જ ઘરમાં માતા પિતાનો આ હાલ હતો. એ તો સહજ જ છે કે ગામડામાં જ્યાં એક યુવક છોકરીની સામે પોતાનો પ્રેમનો એકરાર ના કરી શકે, મરજી મુજબ લગ્ન ન કરી શકે ત્યાં સામાજિક પરિસ્થિતિઓને અનુરૂપ બંધાયેલા અને સમાજના ડરથી જીવી રહેલા માતા પિતા ક્યારેય આ માન્ય ગણવાના જ નહતા, છતાં કિશનને વિશ્વાસ હતો કે તેના પિતા તેની વાતને જરૂર સમજશે તેનો આ અતૂટ વિશ્વાસ એટલે બન્નેના સબંધો ! એક પિતા પુત્રથી વધારે ભાઈબંધના..
   કિશન બચપણથી પોતાના પિતાને બધું જ જણાવતો, આમ તો કહેવાય છે કે માતાને પુત્ર પ્રત્યે અને પિતાને પુત્રી પ્રત્યેનો લગાવ વધારે હોય પણ અહીં ઉલટું હતું.પિતા - પુત્રના સબંધો વધારે નજીકના, પણ આજના એ વાતાવરણમાં હસી મજાક ઉલ્લાસ તો શૂન્ય હતા જે રોજ જોવા મળતા, કિશન પિતાથી રિસાયેલો ક્રોધમાં હતો.જ્યારે માતા ખુબ જ ચિંતામાં હતી. હવે શું થશે ? એ ચિંતા એ કિશન ઘરની બહાર નીકળી ગયો તેના મનમાં એક જ વિચાર જન્મી રહ્યો હતો હવે મારુ અને મારી રેખાનું ભવિષ્ય શુ ?  તેના વગરની મારી જિંદગી નકામી છે. મારા પપ્પા ક્યારેય માનશે નહિ ! શુ હું મારા જીવનનો અંત આણી દઉં ? ના ના હું એટલી હદ સુધી ના જઇ શકું. આવા વિચારોમાં મગ્ન કિશનના પીઠ પર એક જોરથી ફટકો પડયો અને સફાળો જાગૃત થયેલો કિશન બોલી ઉઠ્યો, " કોણ છે બે ? " ,
ફરીને પાછળ જોતા જ બીજા શબ્દ અટકાઈ ગયા.
આ હાથ જે હમણાં કિશનની પીઠ પર પડ્યો હતો તે એના મિત્ર જાગ્ગુનો હતો.
સાચું નામ જગદીશ પણ ગામમાં તો એ પરંપરા જ હોય છે ઓરીજીનલ નામનું શોર્ટલિસ્ટ કરી દેવું,
તેવા જ શોર્ટ લિસ્ટેડનો માણસ એટલે જગ્ગુ,
દેખાવે આકર્ષક મનમોજીલો અને આંખોમાં તેજ, એક જ નજરમાં જોઈએ તો દુઃખ દૂર થઈ જાય કારણ એનું હાસ્ય, તેના અટ્ટહાસ્યમાં જ મરેલા માણસને જીવતો કરી દેવાની તાકાત હતી.
અલ્યા, શુ થયું ? જગ્ગુ બોલ્યો, પણ કિશન તો જાણે અસ્વસ્થ અવસ્થામાં હોય એમ જવાબ ન આપ્યો, જગ્ગુએ ફરી પૂછ્યું, અલ્યા બોલને ભય શુ થયું ? થોડી મિનિટ પછી એક ધીરો અવાજ આવ્યો, "કાઈ નહિ" સમજી ગયેલો જગ્ગુ બોલ્યો, દેખ ભાઈ તારી તબિયત સારી નથી મને કે શું થયું બીમાર છું ? યાર !  મને તો જણાવ ? હું મિત્ર નથી તારો ? 
જગ્ગુના આવા ઇમોશનલ અવાજથી પૂછયેલા પ્રશ્નને પારખી લેતા કિશને રડવાનું ચાલુ કર્યું. આ પહેલા ક્યારેય બન્ને ભાઈબંધોમાં આવુ વાતાવરણ સર્જાયું નોહતું, બન્ને સ્વભાવે થોડા અલગ હતા પણ જ્યાં પગ મૂકે ત્યાં ક્લાઈમેટ ચેન્જ કરી નાખે એવી અદભુત શક્તિ. આજે ગ્રહો અને તેની દશાઓ બદલાઈ હતી.
કિશનને રડતો જોઈ જગ્ગુ થોડો ડઘાઈ ગયો પણ તેના નેચર પ્રમાણે તેણે ચિંતા કરવાનું ભૂલીને તેની આંખો માંથી આંસુ લૂછયા અને બહોપાશમાં લઇ લીધો એટલો પ્રેમ બે ભાઈબન્ધનો ક્યાંય ન જોવા મળે અને આજના જમાનામાં તો ન જ જોવા મળે, આ તો નેવુંના દશકાની વાત છે જ્યારે અમિતાભ અને ધર્મેશની ફિલ્મ શોલે જેવો પ્રેમ દરેક મિત્રતામાં છલકાતો. ફરીથી જગ્ગુએ કહ્યું, બોલ મારા ભાઈ શુ થયું ? આ વખતના જગ્ગુ દ્વારા પૂછયેલા પ્રશ્નનો કિશન એ જવાબ આપ્યો,
ભાઈ આજે ઘરમાં મેં રેખા અને મારા સબન્ધ ની વાત કરી પણ........
પપ્પા માનતા નથી, યાર ! એમને મુસીબત શુ છે ? મારી આટલી વાતને પણ સમજતા નથી, રેખાના ઘરવાળા સમજી ગયા પણ મારા ઘરવાળા ?? 
મને તો મરી જવાના વિચાર આવે છે શું કરું ? 
અલ્યા ડોબા..., ચાલ ક્યાંક લઇ જવ મરવાનું પછી રાખીએ, ચોઘડિયું જોઈને...હસતા હસતા જગ્ગુએ કિશનનો હાથ પકડ્યો અને એની સુચવેલી જગ્યા પર જવા માટે ડગલાં મંડ્યા.

   અદભુત શક્તિ ધરાવતો આ જગ્ગુ એવું તો શું કરવા કિશનને લઇ ગયો હશે ? શુ બન્ને કઈક અવળા રસ્તા પર તો નથી જઇ રહ્યા ને ? શુ હશે આગળના ભાગમાં ? 
જાણવા વાંચતા રહો,
વારસાગત પ્રેમ 

તમારા પ્રતિભાવ આવકાર્ય છે.
9904351765 (Whatsapp)