(પહેલા ભાગ માં જોયું કે આકાશ અને પાયલ બન્ને હવે અલગ થઈ ગયા છે..પાયલ એની જિંદગી માં આગળ વધી ગઈ છે અને બહુ બદલાય ગઈ છે..હવે આગળ..)
પાયલ હવે ખાલી એના કેરિયર પર જ ફોકસ કરે છે..અને કૉલેજ માં દર વખતે નવા નવા ઇનામો અને બધી જ પરીક્ષા માં distinction લાવે છે..હવે એના બધા ખૂબ જ સરસ ફ્ ફ્રેન્ડ્સ બની ગયા છે..બસ હવે એ પોતાની જિંદગી એન્જોય કરવામાં જ માને છે.. જે આકાશ પર એને આટલો બધો ભરોસો કર્યો હતો..એ આકાશ જ એને જિંદગી નું બધા થી મોટું પ્રકરણ શીખવી ગયો..એટલે હવે એને છોકરાઓ માં કે પ્રેમ અને લગન માં કોઈ જ ઇન્ટ્રેસ્ટ હોતો નથી.. એના માટે સમાજ માંથી લગભગ 50 છોકરાઓ ના માંગા આવે છે પણ એ જોયા વગર જ બધા ને ના જ પાડી દે છે.. બસ એને એક જ જીદ પકડી હોય છે..પેહલા કેરિયર પછી બીજું બધું..
ઘણા બધા મહિના વીતી જાય છે.. પાયલ ના ભાઈ વિશાલ ના પણ લગન ફીક્સ થઈ જાય છે.. અને એના જેની સાથે લગન થવાના હતા એ ભાભી ના બેન જોડે જ પાયલ ની જ્યાં સગાઈ તૂટી હતી એના જોડે સગાઈ થઈ જાય છે.. પાયલ ને આં વાત થોડી ગમતી નથી.. કેમ કે એના ભાભી ના બેન જોડે જ મૌલિક ની સગાઈ થશે તો ઘરે અવર જવર તો રેહશે જ..પણ પાયલ પોતાના ભાઈ ની ખુશી માટે કઈ પણ જતાવતી નથી.. એની ભાભી એને થોડી થોડી વાતો પર સંભળાવવાનું હમણાં થી જ ચાલુ કરી દે છે..એ એવું સાબિત કરવા માંગે છે કે પાયલ નું કોઈના જોડે ચાલતું હતું એટલે એણે પેહલા સગાઈ તોડી હતી.. પણ પાયલ પણ કઈ ભાવ નથી આપતી..એમ તો એની ભાભી નો પણ કોઈ વાંક નથી..એની ભાભી તો પાયલ કરતા પોતાની બહેન નું જ વધારે માને એટલે એવું હોય શકે..પણ પાયલ ખુશી ખુશી આં બધી વસ્તુ ઈગનોર કરીને આગળ વધે છે..હવે થોડા જ દિવસો માં વિશાલ ના લગન છે..
વિશાલ ના લગન માં આકાશ પણ આવશે અને મૌલિક પણ..પાયલ ખબર નહિ આં બન્ને નો સામનો કેવી રીતે કરશે..પણ પાયલ ધારી લે છે કે કંઈ પણ થાય ભાઈ ના લગન નહિ બગડીશ..
હવે શુરૂ થશે પાયલ ની જીંદગી નો બીજો ભાગ..
પાયલ ના મમ્મી પપ્પા ગામ જવા માટે જલ્દી નિકળી જાય છે..પાયલ ને કૉલેજ માં થોડું કામ હોવાથી એ થોડા દિવસ પેહલા આવી જશે એમ કરીને ઘરે જ રોકાઈ જાય છે.. આમ તો એ એકલી નહોતી એના ઘર ના ઉપર સબંધીઓ જ રેહતા હતા તો એ જમવા અને સુવા એમના ઘરે જ જતી.. હવે લગ્ન માં 3 4 દિવસ જ બાકી હોવાથી પાયલ સવારે જલ્દી ટ્રાવેલ્સ માં નિકળી જાય છે.. પેહલા થી જ સીટ બુક કરાવેલી હોવાથી પાયલ ને જગ્યા મળી જાય છે...
પાયલ ને બે ની સીટ માં જગ્યા મળી હોય છે.. અને કન્ડક્ટર ને પૂછતા માલૂમ પડે છે કે સુરત થી એક રિઝર્વેશન છે એની બાજુ માં.. માટે સુરત થી એક અજાણ્યો માણસ એની બાજુ માં આવીને બેસે છે..પાયલ ને એના ચાલ ઢાલ પરથી તો સારા ઘરનો છે એવું લાગે છે..પણ પાયલ એના પર કંઈ વધારે ધ્યાન નથી આપતી અને કાન માં earphones નાખીને પોતાની મુસાફરી એન્જોય કરે છે.. પેલો છોકરો પણ કાન માં boat na headphones નાખીને સૂઈ ગયો હોય છે.. એ થોડી થોડી વારે પાયલ ને ત્રાસી નજરે જોવે છે.. એને પાયલ સાથે વાત કરવાનું પણ મન થાય છે પણ પોતે એક અજાણ વ્યક્તિ હોવાથી પેહલા વાત સ્ટાર્ટ કરશે તો એને flirt કરીએ છે એવું લાગશે..એટલે વાત કરવાનું ટાળે છે..
ભરૂચ થી પાયલ ની પાછળ કોઈ અજાણ વ્યક્તિ આવીને બેસે છે અને પાયલ ને થોડી થોડી વારે ઘુરે જાય છે એટલે પાયલ ને થોડું અજીબ ફીલ થાય છે.. પણ પછી પાયલ એ તો એવા કેટલાય જોયા છે એમ કરીને ઈગ્નોર કરે છે વચ્ચે હોટેલ આવે છે બધા ફ્રેશ થવા માટે નીચે ઉતરે છે.. પાયલ ની બોટલ નીચે પડે છે એ ઉચકવા જાય છે અને એની બાજુ માં બેસેલો છોકરો પણ ઉચકવા જાય છે એટલે બન્ને ને માથા પર વાગે છે.. બન્ને એકબીજા ને એકસાથે જ સોરી કહે છે અને હસે છે.. પછી બન્ને નીચે ઉતરીને ફ્રેશ થઈ જાય છે.. પાયલ ની પાછળ બેસેલો માણસ હજુ પણ એના તરફ જ જોઈ રહ્યો હોય છે અને મોબાઈલ નંબર આપવાના ઈશારા કરે છે.. આં બધું પાયલ ની બાજુ માં બેસેલો છોકરો જોઈ જાય છે.. પણ પોતે અજાણી વ્યક્તિના લફડા માં નહિ પડી શકે એમ કરીને માંડી વાડે છે.. બસ હવે પાછી શુરૂ થતાં બધા બસ માં આવીને બેસી જાય છે.. થોડીક વાર પછી પાયલ ને એની સીટ પર કોઈ હાથ મૂકી રહ્યું હોય એવું લાગે છે એટલે એ પાછળ જોવે છે તો એજ માણસ એક તો પોતે uncle જેવો દેખાતો હોવા છતાં આવા ધંધા કરે છે.. એ માણસ પાયલ ની સીટ પર હાથ મૂકીને પાયલ ને કમરથી પકડવા જતો હોય છે કે પાયલ તરત જ ઉભી થઇ જાય છે .. એ ખૂબ જ ગુસ્સા માં હોય છે... એ બહાર નીકળીને પેલા uncle ને કૉલર થી પકડીને બહાર કાઢે છે અને તરત જ કંઈ બોલ્યા વગર એક લાફો મારે છે.. અને પાયલ બોલવાનું શુરૂ કરે છે..
" બે સાલા.. આધેડ ઉંમર નો થઈ ગયો છે મારા જેટલી તો તારી છોકરી હશે ને તું આવું કામ કરે છે.. લાગે છે તારી મા એ તને આવું જ શીખવાડ્યું હશે.. એવું ના સમજતો કે એક છોકરી એકલી મુસાફરી કરતી હોય તો તું આવા કામ કરીશ તો ડરીને ચૂપ રેહશેે .. "
બધા પાયલ નો અવાજ સાંભળીને ઉભા થઇ જાય છે.. અને કન્ડક્ટર પણ આવી જાય છે..અને પાયલ ને પૂછે છે કે" શું થયું બેન?" પાયલ બધું કહે છે.. પેલો માણસ પણ પોતાની આવી રીતે બેઇજતી થઈ હોવાથી ખૂબ ગુસ્સા માં હોય છે.. બધા બસ માં રહેલા પેસેન્જર ઊભા થઈને પાયલ ની મદદ કરવા આવે છે.. અને પાયલ ની બાજુ માં બેસેલો છોકરો પણ પાયલ નું આવું રૂપ જોઈને ચોંકી જાય છે અને પેલા માણસ ને કૉલર થી પકડીને બહાર કાઢે છે અને મારે છે.. એટલા માં જ પોલીસ ની જીપ આવતા પાયલ એમની જોડે જાય છે અને બધું કહે છે.. પોલીસ એ માણસ ને પકડીને લઈ જાય છે. એ માણસ જતા જતા પણ કહે છે.." તને ખબર નથી તે કોની જોડે પંગો લીધો છે.. તને હું છોડીશ નહિ.." પાયલ પણ નીડરતા થી જવાબ આપે છે.. " જા જા બે..બહુ જોયા તારા જેવા.. નીકળ અહીંયા થી.."
બધા પાયલ ની આવી બહાદુરીને તાળીઓ થી આવકારે છે અને ફરીથી બસ માં બેસી જાય છે..હવે તો પાયલ ના બાજુ માં બેસેલા છોકરા ને હજુ ઉત્સાહ જાગે છે પાયલ સાથે વાત કરવાનો ..એટલે એ ના છૂટકે પાયલ જોડે વાત કરવાનું શુરૂ કરે છે..
"હેલ્લો ..દબંગ લેડી.. I am અંશ..અંશ મેહતા..."
" ઓહ..hey.. I am પાયલ.."
"તમે તો બહુ ડેન્જર છો ને યાર.. તમારાં જગ્યા એ બીજી કોઈ હોત તો મને કહી દેત નહિ તો સીટ એક્સચેન્જ કરી દે..પણ તમે તો વગર દરે કોઈને કહેવા વગર જ એને જ બરાબર કરી દીધો..મને તો એમ લાગે છે કે હવે એ આવું કોઈ પણ છોકરી જોડ કરતા પેહલા તમને યાદ કરશે.." આંખ મારીને અંશ કહે છે
" obviously..આવી રીતે ડરીને બેસ્યા તો જીવી રહ્યા... "
પાયલ
" હમમ..બરાબર છે.. સો ક્યાં ઉતરવાનું છે તમારે? "
"મેહસાણા..અને તમારે?"
" same here.. actually હું કેનેડા રહું છું.. પણ મારા ફ્રેન્ડ ના લગ્ન છે તો આવવું પડ્યું..અને મમ્મી પણ ક્યારની બોલાવતી હતી એટલે.. what about u?"
" મારે પણ ભાઈ ના લગ્ન છે એટલે.."
" અચ્છા ઓકે.. તમારું રેહવાનુ ક્યાં? "
" વાપી "
" અચ્છા.. દમણ ની બાજુ માં એમ ને..વાપી માં પણ મારા ઘણા relatives રહે છે..હું ઘણી વાર આવ્યો છું ત્યાં નાનો હતો ત્યારે.."
" ઓહ..that's good.."
" so.. study or job?"
" I m in last year BSC microbiology .. what about u? "
" actually.. હું business કરું છું.. હમણાં 2 year પેહલા જ study complete કરી.. કેનેડા માં જ અને હવે pharmaceutical industry ચાલુ કરી છે.. "
" ઓહ.. good.. 2 year માં જ આટલો મોટો સાહસ.
સારું કેહવાય.. તારા મમ્મી પપ્પા ને તો તારા પર બહુ જ proud હશે નહિ.."
" હા.. એ તો છે જ.."
પછી થોડી ઘણી વાતો કરીને મેહસાણા આવી જાય છે એટલે બન્ને ઉતરી જાય છે..અને એકબીજા ને bye કહીને પોત પોતાના ઘર તરફ નીકળી જાય છે..
શું અંશ અને પાયલ પાછા મળશે? શું અંશ જ પાયલ ની જીંદગી માં અજવાળું લઈને આવશે? જોવા માટે વાચતા રહો પેહલા પેહલા પ્યાર હે!!!❤ ..
અભિપ્રાય જરૂર આપશો..ધન્યવાદ?
ક્રમશઃ