Pranay Saptarangi - 17 in Gujarati Fiction Stories by Dakshesh Inamdar books and stories PDF | પ્રણય સપ્તરંગી - પ્રકરણ-17 

Featured Books
Categories
Share

પ્રણય સપ્તરંગી - પ્રકરણ-17 

પ્રણય સપ્તરંગી 
પ્રકરણ - 17
સંયુક્તાએ રણજીતને કહ્યું ? અરે ભાઇ આ લોકોનું રીહર્સલ તો છેક સુધી પહોંચી ગયું છે. રણજીતે જરા સમજાયું ના હોય એમ પૂછ્યું રીહર્સલ છેક સુધી પહોંચી ગયું છે એટલે ? રીહર્સલ તો અંતિમ ચરન સુધી જ હોય તે એમાં છેક સુધી પહોંચી ગયું એમ. એટલે શું કહેવા માંગે ?
સંયુક્તાને થયું મૈં બોલવામાં બાફ્યું છે. એણે કહ્યું "અરે મારો મતલબ છે કે એ લોકેએ ગીત પણ સરસ રોમેન્ટીક પસંદ કર્યા છે અને સિરિયસલી રીહર્સ કરીને તૈયાર કર્યું છે. સાગર ખૂબ સરસ ગાય છે. રણજીતે કહ્યું "અરે એને તો હું જાણું છું પણ સીમા પણ ખૂબ સરસ ગાય છે તું તો કહેતી હતી. સંયુક્તાએ કહ્યું "તને કેવી રીતે ખબર મેં ક્યારે કીધું ? રણજીતે છોભીલા પડી કહ્યું "મને ખબર છે એ કોલેજમાં પણ ખૂબ જ સરસ ગાતી હતી અને તેંજ કીધેલું સીમા ખુબ સરસ ગાય છે. અને ખૂબ સુંદર દેખાય છે. 
સંયુક્તાને ભાઇની વાતોથી ઇર્ષ્યા આવી ગઇ. ભાઇ મેં તને ક્યારે કીધું આવું બધું ? રણજીતે કહ્યું" અરે હું તો બધુંજ જાણું છું, મારાં જાસુસો ચારો તરફ ફેલાયેલા છે. અને બહેન સીમા મને પણ ખૂબ ગમે છે એ નાની કરતાં વધુ ખાટી મીઠી છે અને એની ગાયકી તો વાહ ક્યા બાત હૈં. 
સંયુક્તાને અંદરખાને આનંદ થયો એને એક પિશાચી વિચાર જન્મી ગયો એને થયું ભાઇ સીમાને ફસાવી લે તો મારું કામ થઇ જાય અને સાગર પછી મારો જ થઇ જાય. એણે વાતને ટર્ન મારતાં કહ્યું" જો ભાઇ સાગર જ્યાં સુધી સીમાને ચાહે છે ત્યાં સુધી કોઇની મગદૂર નથી કે સીમાની સામે એક આંખે જોઇ શકે એનાં પર નજરે બગાડી શકે. 
રણજીતે કહ્યું "એય મારી બ્હેનાં... તને ખબર છે ને કે હું કોણ છું હું રાજકુવર છું પાછો હેન્ડસમ અને જોરાવર બધીજ રીતે પહોચેલો સાગર મારી સામે કઇ વાડીનો મૂળો મારાં એક ઇશારે એને હું વચમાંથી હટાવી દઇશ. 
સંયુક્તાએ કહ્યું "ખબરદાર મારાં સાગરને એક ખરોચ પણ આવી છે તો પછી એકદમ ચુપ થઇ ગઇ એને થયું હું આ શું બોલી ગઇ ? રણજીતે કહ્યું" ઓહો વાત આવી છે તો અંદર અંદરજ ખીચડી પકાવી દીધી છે ?
સંયુક્તા શરમથી લાલ થઇ ગઇ અને નીચું જોઇ ગઇ. રણજીતે એની સામે જોઇ કહ્યું" અરે ચીકુ.... રણજીત સંયુક્તાને જ્યારે ખૂબ લાડ પ્રેમથી બોલાવતો ત્યારે ચીકુ કહેતો. એણે સંયુક્તાને કહ્યું "અરે ચીકુ.. તેં બરોબર નિશાન તાક્યુ છે સારું છે પેલા લબાડને ભૂલીને તું આ વરણાગીયાને પસંદ કરવા લાગી છે. ખૂબ સારો શિકાર છે હવે મને થાય છે તું મારી બ્હેન સાચી જ. કંઇ નહીં એક જ જગ્યાએથી આપણને બંન્નેને આપણાં માટે પાત્રો મળી ગયાં અને હસલા લાગ્યો. 
સંયુક્તાએ કહ્યું "અરે ધીરો પડ મારાં વીરા આમ તું બોલે એટલું કંઇ સહેલુ નથી. સાગર અને સીમા બંન્ને જણાં એકબીજાનાં ખૂબ જ ગળાડૂબ પ્રેમમાં છે અને તેઓ કોલેજ સમયથી ખૂબ સારાં મિત્રો તો હતાંજ. વળી હવે તો સાગરની ફેમીલી પણ સીમાને પસંદ કરવા લાગી છે. આમ તું ધારે એટલી સરળતા નથી.  નથી મારાં માટે સરળતાં... હું સાગરને ખૂબ પસંદ કરું છું પણ સાગર તો સીમાને જ... સંયુક્તા આગળ કંઇ બોલે તે પહેલાં રણજીતે કહ્યું તું ચિંતાના કર ચીકુ મેં કાંઇ આમ કુવા રમીને મારી રીયાસત ઉભો નથી કરી. તું ધીરજ રાખી જોયા કર હું કેવા ખેલ પાડું છું તને તારો સાગર અને મને મારી સીમા મળી જશે. એક વાત વધુ જ કહું સીમા મારો આખરી શિકાર નથી પરંતુ જ્યારે કોઇ મને ભાવ ના આપે અને નખસીટી બને, મને લાગે આ મારાં માટે ચેલેજ છે ત્યારે હું બહાવરો બનીને એને જીતીને જ જંપુ છું પછી એને હું... ભોગવી લઉ પણ છોડી પણ દઊં મારાં માટે આ બધાં ડાબા હાથનાં ખેલ છે. 
સંયુક્તા રણજીતના વિચારો જાણીને થોડી ક્ષોભમાં મુકાઈ ગઇ એણે કહ્યું" રણજીત આ વિચારશરણી મને ના ગમી તું કોઇ છોકરીને આમ એની ઇઝ્જત સાથે રમીને પછી છોડી દે એનો જીવતા જીવત એની હત્યા છે હું આમાં સંમત નથી. તું આવું કરવાનો હોય તો હું તને કોઇ સહકાર નહીં જ આપું.
રણજીતે થોડાં શાંત થતાં કહ્યું" ચીકુ એમ હું જે છોકરી ગમે એ બધીને શું ઘરમાં બેસાડું ? આવી તો મારાં જીવનમાં કેટલીયે આવી અને કેટલી ગઇ. અને તું મને શીખામણ આપે છે ? પેલા ભૂપેન્દ્ર ઉર્ફે ભૂરા સાથે તે શું કર્યું એની સાથે બધાં જ ખેલ ખેલી લીધાં તારી જાતને એ લૂખાને સોંપી દીધી. રાજઘરાનાની રાજકુંવરી એક ગુંડા સાથે બધાંજ ભોગ ભોગવી લીધાં હવે એને છોડીને એક સારાં ઘરનાં સંસ્કારી સાગર પાછળ પાગલ થઇ છે અને એ પણ જે તારી ખાસ મિત્ર છે એનો પ્રેમી છે. તું એ લોકોની જોડી તોડવા કંઇ પણ કરવા તૈયાર છે અને જાને તું જ્ઞાન ગીતા સંભળાવે છે. જો ચીકુ આપણું ખાનદાન રાજવી ખાનદાન છે. બેસુમાર દોલત અને ધનપૈસો, આબરૂ નામ પેઢીઓથી છે. આપણે જે ધારીએ એ કરીએ આપણે રાજા છે આપણને આજ કલ્ચર અને સંસ્કાર મળ્યાં છે. આપણે જ્યાં સારાં કામ દર્શાવવાનાં હોય કરવાનાં હોય એ પણ કરીએ છીએ. કેટલાં અનાથઆશ્રમ અને ઘરડાંઘરોમાં આપણે ત્યાંથી નિયમિત રકમ જાય છે. ગરીબ વિદ્યાર્થીઓને ભણવાં માટે આગળ શિષ્યવૃત્તિ મળે છે બધુ જ કરીએ છીએ. આપણાં એન.જી.ઓ. ચાલે છે પરંતુ અણબતાં પૂર્વજોએ પ્રદેશો જીતી સત્તા ભોગવી અને સાથે સાથે બેસુમાર ઐયાશી પણ કરી છે. આપણને એ તો હક છે. 
સંયુક્તા સાંભળી રહી પછી કહ્યું "ચાલ ભાઇ ઠીક છે પણ મારો કહેવાનો અર્થ એ હતો કે આ બાબતમાં ખૂબ સાવધાની રાખજે સાગર એકલો નથી એનાં પિતા કમીશ્નર અને એ લોકોને બીજા બધાંનો અને ખાસ હવનયજ્ઞ ગ્રુપનો મોટો સપોર્ટ છે એ તું જાણતો જ હોઇશ.
રણજીતે કહ્યું "હું બહું ખંધો છું મને બધીજ જાણ છે તું બીજા લાંબા વિચાર કર્યા વિનાં નિશ્ચિત રહે હું સીમાને ઉડાવી ને લઇ આવીશ એટલે સાગર આપો આપ તારા ખોળામાં આવી પડશે પછી તારાં ઉપર આધાર છે અને મારાં માણસો મારાં માટે ઘણું કામ કરે છે જે એમનાં જ છે. સમજી ! સંયુક્તાએ કહ્યું "તું અક્ષયની વાત કરે છે ને ? તને ખબર છે એ અક્ષય સીમાની નાની બ્હેન અમી પાછળ લટ્ટુ છે. રણજીત કહે મને બધી ખબર છે પણ અમી એને ઘાસ નથી નાંખતી એટલે અકળાયેલો ફરે છે. બંન્ને બ્હેનો કાંઇક વધારે પડતી જ સંસ્કારી છે. એજ ગરબડ છે. કાંઇ નહીં ચાલ હું અત્યારે મારાં કામે જઊં મારે જરૃર પડશે તને જણાવીશ.
રણજીતનાં ગયા પછી સંયુક્તા વિચારમાં પડી ગઇ કે હું રણજીતની બધી વાતમાં હા એ હા કરું છું કોઇ મોટી મુશ્કેલીમાં તો નહીં પડી જાઉંને ? રણજીતનાં મલકાવા પાછળ મેં મારો સ્વાર્થ જોયો પણ કંઇ ઊધું તો નહીં વેતરાયને ?
સંયુક્તાનાં બીજાં મને કહ્યું" કેમ ચિંતા કરે છે ? રણજીત બધી રીતે પહોંચી વળે એવો છે. મારે તો સાગર મારો થઇ જાય એનાંથી વિશેષ બીજું શું જોઇએ ? એમ વિચારતાં એ સાગરનાં સ્વપ્નમાં ખોવાઇ ગઇ. 
**********
પાપાનાં ગયાં પછી સાગરે માં ને કહ્યું "માં તમે મને બોલવા ના દીધો અને તમે બોલ્યા ખરાં પણ વાત સાવ અધૂરી રહી. પાપાને કોઇ અગત્યનો ફોન આવ્યો અને વાત ના થઇ પુરી. કૌશલ્યા બ્હેને કહ્યું" વાત થઇ ગઇ છે એમણે કહ્યું પણ ખરું કે કરો કંકૂના..... કેમ ના સાંભળ્યું તેં ?
સાગરે કહ્યું "એમ નહીં માં પાપાને તો આમ કાયમ ઇમરજન્સી કોલ આવ્યા કરશે. આજે સાંજે તમે સમય લો એમને કહો આપણી સાથે બેસે આપણે શાંતિથી વાત કરી લઇએ. મેં સીમાને પણ કહ્યું છે કે એ એનાં ઘરે એનાં પેરેન્ટસને વાત કરે. માં સાચું કહું તો હવે લાંબુ ખેચવું નથી એનાં ઘરે પણ એનાં લગ્ન વિશે વિચારવા લાગ્યાં છે અને હું મારો પગ પર ઉભો છું અને હું માનું કે મારાં જીવનમાં દરેક નિર્ણયો સમયસર લેવાય.
કૌશલ્યાબ્હેને હસતાં હસતાં કહ્યું" અરે મારાં દીકરાં મને ખબર છે અને અમને તારાં માટે ગૌરવપણ છે અમને બધી જ ખબર છે ક્યારે શું કરવાનું. તારાં પાપાનાં ગયાં પછી પાછો એમનો ફોન આવી ગયેલો કે સાગરને કહેજે મને મંજૂર છે અને ટૂંકમાં જ આપણે આનો નિર્ણય કરીને સામાજીક જાહેરાત પણ કરી દઇશું. બસ હું એના પાપાને ફોન કરીને મીટીંગજ ગોટવી રહ્યો છું. 
સાગરે માં ને કહ્યું "સાચેજ તો તમે તો મને કંઇ કહેતા નથી. બહું જબરા છો તમે એમ કહીને સાગર માં ને વ્હાલથી ગળે વળગી ગયો. કૌશલ્યા બ્હેન સાગરનાં માંથે હાથ ફેરવી રહ્યાં......
*************
પ્રો.મધોક અને વિરાટ ચેમ્બરમાં બેસીને ચર્ચા કરી રહ્યાં હતાં. પ્રો.મધોકનાં ચહેરાં ઉપર ચિંતાની રેખાઓ પ્રસરી ગયેલી. વિરાટે કહ્યું સર મળેલી ખાતાની પ્રમાણે ભૂરો હવે પહેલાં કરતાં થોડો નરમ પડ્યો છે પરંતુ હજી એની નજર તો સંયુક્તા ઉપર જ છે. વળી ઇમરાનતો જેલની અંદરજ છે. પ્રો.મધોકે કહ્યું" મને ભૂરાની કે ઇમરાનની ચિંતા નથી. મને આપણાં ગ્રુપનાં સેંફ કરનારા રણજીતની ચિંતા છે એ આમ ગ્રુપમાં મેમ્બર બની બેઠો છે ભલે કાંઇ કામ નથી એનું પણ ઘણાં નાણાં એનાં પિતા તરફથી મળે છે વળી એ વિરભદ્રસિંહ મારાં મિત્ર પણ છે ભલે એમણે પણ એમની જવાનીમાં ઘણાં રંગ ખેલી લીધાં છે પણ બધાં રાજાઓ આવાજ હોય. અને એમનો આ વારસદાર તો એમનાથી ચાર ચંદરવા ચઢે એવો છે. કોઇ વાર એ એવો ફસાવાનો છે કે આપણે કે એનો બાપ પણ એને છોડાવી નહીં શકે. બીજું કે અક્ષય પર પુરી નજર છે ને ? હવે જો ફરીથી કોઇ ભૂલ કરે તો અક્ષયને આપણે બરતરફ કરી દઇશું. 
વિરાટે કહ્યું "સર પુરી બારી કાઇથી એનાં પર નજર છે જ. અને રણજીતનો એ ખાસ માણસ અને બાતમીદાર બની ગયો છે બીજી ખાસ વાત મારે કરવાની છે સર કે અક્ષ્યની નજર અમી પર પણ છે મને જોકે આ વ્હેમ છે પાંકુ નથી થયુ કારણ કે અક્ષ્યને અમી સાથે કામ પર મોકલ્યા પછી મેં માર્ક કર્યું છે કે અમી સાથે સંબંધ કામ વિનાનો પણ વધારવા પ્રયત્ન કરવા લાગ્યો છે અને હમણાં મેં એને એકલાને ભૂરા માટે કોઇ કામ માટે જવા કહ્યું ત્યારે એણે એવો પ્લાન બનાવી દીધો કે સાથે અમીને રાખવાનો અને સાથે કામ કરવા માટે મને સમજાવી દીધો. 
પ્રો.મધોક થોડાં વિચારમાં અને ચિંતામાં પડી ગયાં એમણે વિરાટને કહ્યું" જો તારી આ વાત સાચી હોય તો ખૂબ ચિંતા જનક છે આપણે ત્યાં પ્રતિજ્ઞા લેવરાવવામાં આવે છે કે આવી કોઇ વૃત્તિ પ્રવૃત્તિ સાંકળી ના શકાય નહીંતર ગ્રુપ છોડવું જ પડશે. એનાં કરતાં વધુ હું એનાં મામાને કે માતાપિતાને શું જવાબ આપીશ ? અમુલખે મારાં વિશ્વાસે એ છોકરીને ગ્રુપમાં દાખલ કરી છે ?
વિરાટે કહ્યું "સર તમે ચિંતા ના કરો મને જે થોડો ગણો વ્હેમ પડ્યો મેં તરત જાણ કરી. સાગર પણ હમણાં આવશે એને પણ વ્હેમ છે પણ મેં એની સાથે ચર્ચા કરી નથી હજી. સાગર અમીની બ્હેન સાથે લગ્ન કરવાનો છે અને એની સાથે મારે ફોન પર વાત થયા મુજબ એ બંન્ને ફેમીલીમાં વાત થવાની છે અને આગળ વિવાહ નક્કી કરશે. એ લોકો અંકલની જે પાર્ટી છે એની તૈયારી માં છે જેમાં આપણને પણ આમંત્રણ છે. એટલે સર મેં તમારાં કાને વાત નાંખી પણ તમે નિશ્ચિંત રહેજો. હું અને સાગર આ કેસ સારી રીતે મેનેજ કરી લઇશું. 
પ્રો.મધોકે કહ્યું "આ પાર્ટી ખૂબ મોટાં પાયે નથી પરંતુ સૂત્રોથી જાણ થઇ છે એ પ્રમાણે સંયુક્તા પાછળ ઘેલો થયેલોં ભૂરો કોઇ પ્રયત્ન જરૃર કરશે એ કોઇ ખોટું તોફાન કરીને પાર્ટી સ્પોઇલના કરે અને ફંકશન બગાડે નહીં એ ખાસ જોવું પડશે. બીજું ભૂરાને સંયુક્તાનો પ્રેમ કરતાં રણજીતથી બદલો લેવો છે એને પાકા પાયે ખબર પડી ગઇ છે કે એની જે દશા થઇ છે એની જીંદગી દોઝખ કરનાર બીજું કોઇ નહીં સંયુક્તાનો ભાઇ રણજીત છે અને હવે સંયુક્તા પણ ભૂરાનાં ફોન કોલ્સ કે મેસેજ નાં જવાબ નથી આપતી પેલો નવા નવા નંબરથી એનો કોન્ટેક્ટ કરવા પ્રયત્ન કરે છે પરંતુ સફળ નથી થતો. 
વિરાટે કહ્યું "કંઇ નહીં સર હું અને સાગર એ ફંકશન અંગે એનાં પાપા અને અમુલખ સર સાથે પણ વાત કરી લઇશું બાકીનાં બીજા કેસમાં નિશ્ચિંત રહેજો એમાં ખાસ અમી અને અક્ષય અંગે હું તમને જે હશે એની જાણ કરતો રહીશ. એમ કહીને વિરાટ પુરી અદબ સાથે ઊભો થઇને ચેમ્બરની બહાર આવ્યો. 
****************
સંયુક્તા ડાન્સની પ્રેક્ટીસ કરીને થાકી હતી હવે થોડીવાર આરામ કરવા એ ઝૂલતી ખુરશીમાં બેઠી અને મહારાજને જ્યુસ લાવવા ઓર્ડર કર્યો. આજે એ સાગરને મનમાં રાખીને ખૂબ નાચી. પ્રણયનાં રંગમાં એને ખ્યાલજ ના રહ્યો કે એ કેટલું નાચી બધાં ગીતોમાં એ સાગરને પરોવી રહી હતી. મનોમન એને પ્રણય કરી રહી હતી. અંતે થાકી અને બેઠી. એટલામાં એની નજર મોબાઇલ પર પડી. એણે ડાન્સ કરતાં પ્હેલાં મોબાઇલ મ્યુટ કરેલો હતો. એણે જોયું કે સ્ક્રીન પર કોઇ ફોન આવ્યાનું ફલેશ થયાં કરે છે એણે કૂતૂહલ વશ ફોન ઉપાડ્યો. સામે અવાજ સાંભળી એ ભડકી... એણે કહ્યું" હવે આપણી વચ્ચે કોઇ સંબંધ જ નથી તારે કોઇ ફોન નહીં કરવાનાં તેં તારી નીચ જાત બતાવી દીધી છે. દારૂ, ડ્રગ્સ બધામાં હાથ ઓછો પડેલો કે નાની છોકરીઓનાં શિયળ લૂંટે છે સાલા નરાધમ ! ખબરદાર મને ફોન કર્યો છે તો હું તારું મોં જોવા નથી માંગતી. હવે ફોન કર્યો છે તો હું પોલીસ કંપલેઇન કરીશ અને અત્યાર સુધીનાં તારાં બધાં જ નંબર હું પોલીસમાં આપીશ. મારે કોઇ સંબંધ નથી રાખવો. 
સામે છેડે ભૂરો આ બધાં આક્ષેપો સાંભળીને ગુસ્સાથી ધુંઆપુંઆ થઇ ગયો એણે કહ્યું " એમ તું મારી સાથે તો સંબંધના તોડી શકે. મેં કોઇ છોકરીઓનાં શિયાળ નથી લૂંટ્યા એટલો મને નીચ ના ચીતરીશ. તારાં ભાઇ જેવો હું નથી એતો રામનાં મહોરામાં સાક્ષાત રાવણ છે એણેજ બધા ખોટા કેસોમાં મને ફસાવ્યો છે. હું એવો માણસ ન્હોતો કે નથી. મેં તને સાચોજ પ્રેમ કર્યો છે સંયુક્તા અને દારૃની લત્તતો તેં લગાડી છે. મારો જ્યાં સુધી ભોગવટો કર્યો કરી લીધો હવે મને તું આમ ના છોડી શકે હું તને કદી નહીં છોડું તારે જ્યાં જે ફરિયાદ લખાવવી હોય લખાવી દે તારો ભૂરો કોઇનાથી ડરતો નથી. મારી પાસે પણ બધી માહિતી છે ભલે મારી પાસે તમારાં જેવું એમ્પાયર ના હોય પણ મારાં ખાસ માણસો બધી જ નજર રાખે છે. હું તને ઉપાડીને લઇ જઇશ યાદ રાખજે હું તારો જ ભૂરો છું. એમ કહીને એણે ફોન કાપી નાંખ્યો સંયુક્તાતો અવાચક બનીને સાંભળી રહી .
સંયુકતાને થયું આ તો મારાં અને સાગર વચ્ચે મોટી શીલા બનીને ઉભો રહેશે આનો કોઇ ચોક્કસ ઉપાય કરવો પડશે નહીંતર મારાં મનની મારાં મનમાં જ રહી જશે. 
**********
સીમા ઘરે આવી સાથે સાગર મોડું થયું એટલે મૂકવા આવેલો. પછી થોડી ઔપચારીક વાત કરીને સાગર ઘરે જતો રહેલો. સરલાબ્હેનએ માર્ક કર્યું કે આજે સીમા કંઇક બદલાયેલી લાગે છે. સાગરનાં ગયાં પછી સીમાં સીધી એનાં રૂમમાં જતી રહેલી પછી બાથ લઇ કપડાં ચેન્જ કરીને નીચે આવી ત્યારે પાપા પણ આવી ગયેલાં અને થોડીવારમાં પાછળને પાછળ અમી પણ આવી ગયેલી. 
સીમા નીચે આવીને સીધી કીચનમાં ગઇ જ્યાં સરલાબ્હેન રસોઇની તૈયારી જોઇ રહેલાં. સરલાબ્હેને સીમાની સામે જોઇને પૂછ્યું "સીમા શું વાત છે ? સીમાએ નીચી નજરે કહ્યું" મંમી મારે ખાસ વાત કરવી છે સરલાબ્હેને કહ્યું" કહેને સંકોચ શું કરે છે ? આપણે ત્યાં ક્યાં એવું વાતાવારણ છે કે તું સંકોચ કરે છે ? મારાં માટે મારી બંન્ને દિકરીઓ દિકરાઓ બરાબર છે. બોલને શું કહે છે ? સીમાએ કહ્યું" માં તુ પાપા સાથે વાત કરીલે ને મારે અને સાગરની મિત્રતા પ્રણયમાં પરીવર્તીત થઇ છે અને લગ્ન કરવા માંગીએ છીએ. એણે પણ એનાં ઘરે વાત કરી છે. આજે પાપા સાથે તું વાત કરી લે ને. 
સરલાબ્હેન કહે "તું ચિંતા ના કર તું ઘરે પહોંચે પહેલાંજ કૌશલ્યાબ્હેનનોં ફોન આવેલો મારાં ઉપર મળવા અંગે. હું આજે વાત કરવાનીજ છું. સીમાએ એકદમ જ સામે જોઇને હર્ષ કરતાં કહ્યું" સાચે જ મંમી? તમે તો કંઇ કહેતા જ નથી મારા મોઢે બધુ બોલાવો છો, બહુ લુચ્ચા છો. અને સાગર પણ કંઇ નથી કહેતો. 
સરલા બ્હેને હસતાં હસતાં કહ્યું "થોડીક તો સરપ્રાઇચ રાખવી પડેને હજી તારાં પાપા સાથે વાત કરવી બાકી છે પછી હું કહેવાની જ હતી ચાલ મહારાજને મદદ કર અને ડાઇનીંગ ટેબલ પર થાળીઓ મૂકાવ. ત્યાં સુધી અમી અને તારાં પાપા પણ ફ્રેશ થઇને આવી જશે. 
સીમા તો ખુશ થઇ ગઇ એણે ઉત્સાહમાં બધું કામકરવા માંડ્યું પણ મનમાં તો સાગર જ રમતો હતો એની સાથે વિતાવેલી બધી પળો જ મમળાવી રહી હતી અને આનંદ લેતી હતી.
ડાઇનીંગ ટેબલ ઉપર બધાં ગોઠવાઇ ગયાં હતાં. અમીતો કાનમાં ઇયરફોન નાંખીને મ્યુઝીક સાંભળી રહી હતી સાથે સાથે બધાની સામે જોઇ રહી હતી. સરલાબ્હેને બે વાર કહ્યું કે આ ભૂંગળા કાઢ કાનમાંથી પણ એણે સાંભળ્યું જ નહીં સરલાબ્હેન કહી રહ્યાં હતાં અને અમી એની મસ્તીમાં હતી એ જોઇને ભાવિનભાઇ અમી-સીમાનાં પિતા હસી રહ્યાં હતાં. સરલા બ્હેને કંટાળી અમી પાસે જઇને એમનાં હાથેજ ભૂંગળા કાઢ્યાં અને કહ્યું "જમવા ટાણે તો ભૂંગળા કાઢ આખો દિવસ આમાંને આમાં હોય છે કોઇ અગત્યની વાત હોય કંઇ પણ હોય તારું કશામાં ધ્યાન જ નથી હોતું. 
અમીએ ખોટાં ગુસ્સા સાથે કહ્યું "જુઓ પપ્પા મંમી કાયમ મારી સાથે આવું કરે આખો દિવસ ભણવામાં કે પછી ઓફીસમાં કામમાં જ હોઊં છું માંડ થોડો સમય ઘરે મળે મારે માટે મ્યુઝીક સાંભળું છું. અને માં એવું તો ક્યું આભ તૂટ્યું? શું કામ છે? કે તું મને એમાં ઇન્વોલ્વ કરે છે કહે તો. હું તો ઘણી નાની છું મારાંથી મોટી તો આ રહી એને કહેતું બધું એ ખૂબ સમજદાર છે એટલે તારું કહ્યું બધુંજ માનસે એમ કહીને સીમા તરફ ઇશારો કર્યો. 
સરલાબ્હેને કહ્યું એ મોટીની જ અગત્યની વાત છે એટલે તારાં ભૂંગળ્યા કાઢ્યા છે. એનાં માટેજ ખૂબ સમજદારીની વાત કરવાની છે સમજી ? ભાવિનભાઇએ આ સાંભળી કહ્યું" ઓહો એટલે કંદર્પરાયનો ફોન આવેલો મળવા માટે હવે બધી કડી મળી અને સમજ્યો.
સરલાબ્હેન કહ્યું "હા સીમાનાં પપ્પા એની મંમીનો પણ મારાં ઉપર ફોન આવેલો કે છોકરાઓએ અંદર અંદર પસંદગી કરી લીધી છે અને મને મારાં સાગરની પસંદગી ખૂબ ગમી છે તો આપણે મળવું જોઇએ એવું મને લાગે છે તમે લોકો પણ ઘરે ચર્ચા કરીને જણાવજો કે આપણે આગળ શું કરવું છે ? મને તો તમારી દિકરી સીમા ખૂબજ પસંદ છે હવે નિર્ણય તમારે જણાવવાનો છે. આ સાંભળી સીમા શરમાઇ ગઇ. અમીએ કહ્યું ઓહો આટલી વાતમાં તો દીદી મીઠું મીઠું થઇ ગઇ છે ને કાંઇ... માં કહી દો અમને સંબંધ મંજૂર છે. 
અમીની વડીલની જેમ બોલવાની સ્ટાઇલ જોઇને બધાંજ એક સાથે હસી પડ્યાં પછી સીમાનાં પિતા ભાવિનભાઇએ ગંભીરતાથી કહ્યું" સીમા તારી આ પસંદગી ફાઇનલ છે ને ? તે બધુ વિચારી લીધું છે ને ? એ લોકો બ્રાહ્મણ આપણે વાણીયા પણ મને કોઇ ફરક પડતો નથી કે વાંધો નથી મેં સાગરને જોયો છે મળ્યો છું છોકરો વિનયી અને સારો છે કુટુંબનું બેકગ્રાઉન્ડ સારું છે પિતા કમીશ્નર છે અને એકનો એક છે અમે લોકો એનાં પરેન્ટને મળીને નક્કી કરીશું અમને કોઇ વાંધો નથી તારી પસંદગી ખૂબ સારી જ છે. 
અમીએ જોર જોરથી તાળી પાડીને વાતને વધાવી લીધી અને બૂમ પાડીને મહારાજને કહ્યું "મહારાજ ફીઝમાંથી મીઠાઇનું બોક્ષ હાજર કરો. બધાનું મોં અત્યારેજ મીઠું કરવામાં આવશે. સીમાતો આવું સાંભળીને રાજી ની રેડ થઇ ગઇ અને બધાની વચ્ચે શરમાઇને તુરંતજ પોતાનાં રૂમમાં દોડી ગઇ. માં એ બૂમ પાડી કહ્યું "બેટા પ્હેલાં જમીલે પછી ફોન કરજે એવું બોલી હસી પડ્યાં પણ સીમા દોડીને સાગરને ફોન જોડીને આનંદનાં સમાચાર આપી જ દીધાં. સાગર પણ ખૂબ ખુશ થઇ ગયો. એણે કહ્યું અહીં પણ બધા તૈયાર છે અને એણે ફોનપરનાં સીમાનાં ફોનનો સ્ક્રીન પર ચૂમી લીધો અને ક્યું કોનગ્રેચ્યુલેશન" ડાર્લીગ. સીમાએ કહ્યું તને પણ. ચાલ હું નીચે જઉ આનંદનાં અતિરેકમાં ઉપર દોડી આવી બધા નીચે જમવા માટે રાહ જુએ છે. એમ કહી લવ યુ પછી રાત્રે ફોન કરું છું. કહી ફોન મૂકી નીચે આવી અમીએ વેલકમ કર્યું અને અમીએ સીમાનાં મોંઢામાં મીઠાઇ મૂકીને અભિનંદન આપ્યાં.
સીમાએ માં-પિતાને પગે લાગીને થેક્યુ કહ્યું અને બોલી સાગરનાં ઘરે પણ બધાની તૈયારી છે. બધાં ખુબ ખૂશ થયા અને હોંશે હોંશે જમવા બેઠાં. 
પ્રકરણ-17 સંપૂર્ણ
સંયુક્તા ભૂરા અને રણજીત બંન્નેનાં વિચારમાં પડી આ બંન્ને જણને મેનેજ કરીને મારે સાગરને કેવી રીતે પામવો એનો વિચાર કરવા લાગી.