Return of shaitaan - 8 in Gujarati Fiction Stories by Jenice Turner books and stories PDF | Return of shaitaan part 8

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

Return of shaitaan part 8

કોહલર એ જોરથી બૂમ પાડી ને લોરા ને કહ્યું કે તું આ શું કરી રહી છે?

બને તેમની સામે જોવા લાગ્યા.કોહલર કાંપતા અવાજ માં બોલ્યા,"લોરા તું કેનિસ્ટર ને ત્યાંથી ના હટાવી શકે મહાવિનાશ થઇ જશે."

"રિલેક્સ ડાઈરેક્ટર અરે એકદમ સેફ છે.સંપૂર્ણ સલામત છે હું તેને અલગ પણ કરી દઈશ તો પણ કોઈ પ્રોબ્લેમ નહિ આવે.

કોહલર ને હજુ પણ ભરોષો આવતો ના હતો.

"તેમાં એક બેક અપ બેટરી છે જો તેને ચાર્જિંગ માં થી કાઢી પણ લઈએ તો પણ એન્ટી મેટર ને કઈ નહિ થાય.કેનિસ્ટર ને ચાર્જિંગ માં થી નીકાળીએ પછી ૨૪ કલાક રહેશે આપડી પાસે તેને પાછું લાવી ને ચાર્જ કરવા માટે." આટલું બોલી ને તે રાજ તરફ ફરી અને બોલી,"એન્ટી મેટર ના લક્ષણો બહુ અલગ હોય છે.- એક મિલીગ્રામ ના સૅમ્પલ માં પણ એવું કહેવાય છે કે બસો મેટ્રિક ટન રોકેટ fuel જેટલી એનર્જી હોય છે."

રાજ નું માથું ફરવા લાગ્યું હતું તેણે સપના માં પણ નહતું વિચાર્યું કે આટલી પ્રચંડ શક્તિ ધરાવતું હશે એન્ટી મેટર. હવે તે શ્યોર થઇ ગયો હતો કે હો ના હો લિઓનાર્દો ના મર્ડર ને આ શોધ સાથે કોઈ સંબંધ તો છે જ .પણ શું?

" આ આવતીકાલ નો ઉર્જાસ્ત્રોત છે મતલબ કે ભવિષ્યનો ઉર્જાસ્ત્રોત છે.ન્યુક્લિએર એનર્જી કરતા એક હાજર ગણો બધું તાકાતવર.૧૦૦ ટાકા કાર્યક્ષમ. બસ થોડા ગ્રામ એન્ટી મેટર થી મોટી સીટી ને એક વિક સુધી પાવર આપી શકાશે."લોરા એ કહ્યું.

"ગ્રામ?" રાજ ચાર્જિંગ પોડિયમ થી પાછળ પગે દૂર જવા લાગ્યો હતો. તેણે હવે બીક લાગવા લાગી હતી.

લોરા એ આ જોયું અને તે બોલી,"ડોન'ટ વરી મી.રાજ આ સેમ્પલ્સ બહુ નાના સ્કેલ પર છે ગ્રામ નો સૌથી નાનો યુનિટ જેને મિલીઓનથ કહેવાય ."પછી તે ચાર્જિંગ માં થી કેનિસ્ટર નીકળવા લાગી.

કોહલર ને બીક લાગી રહી હતી પણ તેઓ કશું ના બોલ્યા.તેમને ભરોષો હતો લોરા ઉપર.

લોરા એ કેનિસ્ટર ને એક ટવિસ્ટ કરી ને નીકળી લીધું. જેવું એ નીકળ્યું એની સાથે એની બેસ ના ડિસ્પ્લેય પર એલ ઈ ડી ડીપ્લેય જેવું કૈક ચાલુ થયું. રેડ કલર ના ડીપ્લેય પર આવું કૈક લખેલું દેખાતું હતું અને નમ્બર્સ બહુ ઝડપ થી ચેન્જ થતા હતા.

૨૪:૦૦:00

૨૪:૫૯:૫૯

૨૪:૫૯:૫૮

૨૪:૫૯:૫૭....

રાજે આ જોયું અને તેણે લાગ્યું કે તે કોઈ ટાઇમ બૉમ્બ તરફ જોઈ રહ્યો છે.

"આમ બેટરી લાગેલી છે જે ૨૪ કલાક નો સમય દર્શાવે છે.આ ડિસ્પ્લેય પર સમય છે જે આપડાને કહે છે કે કેટલો સમય બાકી રહ્યો છે કેનિસ્ટર ને ચાર્જિંગ પોડિયમ પર પાછો મુકવામાં. સેફ્ટી માટે તેને આવું ડિઝાઇન કર્યું છે અને તે ટ્રાન્સપોર્ટ માં પણ ઇઝી રહે." લોરા એ કહ્યું.

"ટ્રાન્સપોર્ટ? શું તમે સ્પેસિમેન ને CERN ની બહાર પણ લઇ ગયા હતા?" વીજળી ની ઝડપથી કોહલર બોલ્યા હતા.

"ઓફ કોર્સ નોટ ડાઈરેક્ટર પણ મોબિલિટી થી આપડે તેને વધુ સારી રીતે સ્ટડી કરી શકીએ."લોરા એ જવાબ આપ્યો.

આટલું બોલી ને લોરા કોહલર અને રાજ ને એક રૂમ જેવું હતું ત્યાં લઇ ગઈ.પછી તેને એક પડદા જેવું હટાવ્યું.ત્યાં સામે એક કાચની કેબીન હતી.જેની પેલે પાર બહુ મોટો એક રૂમ હતો અને જે સ્ટીલ થી કવર કરેલો હતો."આને એનાહીલેશન ટેન્ક કહેવાય." લોરા બોલી.

"શું અહીંયા જોવા મળશે?" કોહલર એ પૂછ્યું.

"હા મારા પિતાજી બિગ બેંગ થી ખુબ જ પ્રભાવિત હતા. જે વિસ્ફોટ માં ખુબ પ્રમાણ માં ઉર્જા ઉત્પન્ન થઇ હતી.બસ મારા પિતાજી એ પણ આવોજ એક પ્રયોગ કર્યો હતો પણ બહુ જ નાના સ્કેલ ઉપર."આટલું બોલી ને તેણે એક ડ્રોવર જેવું ખાનું ઓપન કર્યું અને તેની અંદર કેનિસ્ટર ને મૂક્યું.પછી તેણે બંધ કરી ને એક લીવર જેવું ખેંચ્યું અને ફરીથી ચેક કર્યું બધું બરાબર છે કે નહિ.જેવું તેણે લીવર ખેંચ્યું એવું કેનિસ્ટર કાચની વિન્ડો ની સામે ની સાઈડ પર જતું રહ્યું. પછી થોડું ગોળ ફરીને તે કાચની કેબીન ની મધ્ય માં આવી ગયું.

લોરા બોલી,"તમે લોકો બહુ જ જલ્દી તમારા પહેલા મેટર એન્ટી મેટર એનાહીલેશન ના સાક્ષી બનવાના છો. ગ્રામ નો સૌથી નેનો એકમ મિલીઓનથ બહુ જ નાના એકમ પર આ પ્રયોગ થશે."

રાજે એ કેનિસ્ટર તરફ નજર નાખી અને જોયું કે રૂમ ની મધ્ય માં છે.કોહલર પણ વ્હીલ ચેર ખસાવી ને એકદમ કાચની વિન્ડો ની આગળ આવી ગયા હતા.

"નોર્મલી આપડે ૨૪ કલાક રાહ જોવી પડે આ પ્રયોગ કરવા માટે જ્યાં સુધી કેનિસ્ટર ની બેટરી ખતમ ના થઇ જાય ત્યાં સુધી પણ આ ચેમ્બર ની નીચે મેગ્નેટ છે જે આ કેનિસ્ટર ને ઓપન કરી દેશે અને એન્ટી મેટર બહાર આવી જશે અને એન્ટી મેટર અને મેટર એકબીજાને સ્પર્શ કરશે ત્યારે___________" લોરા ની વાત પુરી પણ ના થઇ હતી અને કોહલર એ જવાબ આપ્યો," વિનાશ."

"હા અને હજુ એક વાત છે. એન્ટી મેટર એ પ્યોર એનર્જી છે એન્ટી મેટર એ શુદ્ધ ઉર્જા ને રિલીઝ કરશે જે માસ ને ડાયરેક્ટ ફોટોન્સ માં કન્વર્ટ કરશે. એટલા માટે આપણાથી નરી આંખે આ નજારો નહિ જોવાય હું તમને સ્પેશ્યલ ગ્લાસીસ આપું છે જે આંખો પર પહેરી ને તમે આ નજારો જોઈ શકો છો."લોરા આટલું બોલતા ગ્લાસીસ પોતે પણ પહેર્યા અને રાજ તથા કોહલર ને પણ આપ્યા.

રાજ સાવચેત હતો પણ અત્યારે તેને એવું લાગી રહ્યું હતું કે લોરા ઓવર રિએક્ટ કરી રહી છે.ડાઇરેક્ટ ના જોવું મતલબ? એક તો ચેમ્બર ૩૦ યાર્ડ જેટલી દૂર છે અને એકદમ શોક પ્રુફ છે.ઉપરાંત કેનિસ્ટર ની અંદર કઈ બહુ મોટું એન્ટી મેટર નથી બસ મિલીઓનથ જેટલું એન્ટી મેટર છે એ વળી કેટલી ઉર્જા ઉત્પન્ન કરશે. એક તણખા જેવું થશે એની માટે મારે આંખો પર ચશ્મા પહેરવાના? આટલું વિચારી ને રાજે ચશ્મા કાઢી નાખ્યા . લોરા રાજ ની આગળ હતી અને તેનું સંપૂર્ણ ધ્યાન કેનિસ્ટર તરફ હતું એટલે તેને ખબર જ ના હતી કે રાજે ચશ્મા કાઢી નાખ્યા છે.તેણે એકદમ જ બટન દબાવ્યું અને બીજી જ સેકન્ડે પ્રચંડ ધડાકો થયો.અને એની સાથે જ રાજ ની આંખો માં અંધારું છવાઈ ગયું. કોહલર હજુ જોઈ જ રહ્યા હતા એક પ્રચંડ વિસ્ફોટ સાથે જ એન્ટી મેટર બહાર આવ્યું અને પછી જાણે હજારો વીજળીઓ એક સાથે ચમકી રહી હોય તેવો નજારો હતો. કદાચ દસ કે બાર સેકન્ડ માટે આ નજારો હતો અને પછી કઈ જ નહિ. શુન્યાવકાશ. કશું જ ના હતું એ ચેમ્બર માં કેનિસ્ટર પણ નહિ કોઈ ટ્રેસ જ નહિ.

"A HUNDRED PERCENT CONVERSION OF MASS TO PHOTON "

રાજ ધીરે ધીરે આંખો મસળવા લાગ્યો. અચાનક લોરા ની નજર તેના તરફ ગઈ. તે દોડતી તેની તરફ આવી અને બોલી,"મી.રાજ શું થયું તમને મેં ગ્લાસીસ આપ્યા હતા એ ક્યાં ગયા? ઓહ માય ગોડ તમે નીકાળી દીધા હતા? એક મિનિટ" આટલું બોલી તે જઈ ને ફ્રીઝ માંથી આઈ ડ્રોપ લઇ ને આવી અને રાજ ની આંખો માં નાખી આપ્યા. રાજ ને થોડી વાર માં સારું લાગ્યું. હજુ પણ તેની વિઝન કલીયેર નહતું થોડું ધૂંધળું દેખાતું હતું તેને. પરંતુયુ જે કઈ જોયું એના પછી તેના મુખ માં થી એક જ શબ્દ નીકળ્યો," ગગગગગ ......ગોડ."

"એક્ઝેટલી મારા પિતા ના મુખમાં થી પણ આજ શબ્દો નીકળ્યા હતા."લોરા બોલી.

કોહલર હજુ પણ કઈ બોલી ના રહ્યા હતા. તેમને જોઈ ને જ લાગતું હતું કે તે હજુ પણ આષ્ચર્ય માંથી બહાર આવ્યા નથી. રાજ પણ તેમની બાજુ માં જ આવ્યો હતો તે પણ હજુ જડ ની જ જેમ જ ઉભો હતો. કોઈ કશુજ બોલતું નહતું. થોડી વાર પછી લોરા બોલી," મારે મારા પિતાજી ને જોવા છે.મેં તમને લેબ બતાવી મારા પિતાજી ના બધાજ એક્સપેરિમેન્ટ બતાવી દીધા શું હવે હું મારા પિતાજી ને જોઈ શકું છુ?"લોરા એ કોહલર સામે જોઈ ને પૂછ્યું.

કોહલર તેમની વ્હીલ ચેર ફેરવી ને લોરા પાસે આવી ને ઉભા રહ્યા અને બોલ્યા," લોરા કેમ આટલી બધી વાર લગાવી દીધી તારે આ ડિસ્ક્વરી વિષે મને કહેવું જોઈતું હતું." જાણે લોરા ની વાત ને સાંભળી જ ના હોય તેમ કોહલર એ આ પ્રશ્ન કર્યો.

કોહલર એ પોતાની વાત સાંભળી નથી એ જાણી ને બહુ ગુસ્સો આવ્યો તે ગુસ્સામાં બોલી,"ડાઈરેક્ટર હજુ તમને કેટલા કારણ જોઈએ છે એક છોકરી ને તેના પિતા નું છેલ્લું મુખ પણ ના જોવા દેવા માટે. આઈ બેગ ઓફ યુ.હું મારા પિતા ને છેલ્લી વાર જોવા માંગુ છુ પ્લીસ ડાઈરેક્ટર "આટલું બોલતા બોલતા તો તેની આંખો માં પાણી આવી ગયું.

કોહલર પર કોઈ જ અસર ના થઇ પરંતુ રાજ નું તો જાણે દિલ વલોવાઈ ગયું લોરા ની આંખો માં આંસુ જોઈ ને તેને લાગ્યું કે હમણાં જ તેની પાસે દોડી જાય અને તેને ગળે લગાડી ને કહે ,"ઈટ'સ ઓકે લોરા બધું ઓલરાઈટ થઇ જશે." પણ કેવી રીતે એક અજનબી છોકરી સાથે આવું કરી શકે તે હજુ તો તેને મળ્યા ને એક કલાક પણ નહતો થયો પણ રાજ ને એવું લાગી રહ્યું હતું કે જાણે તેનો અને લોરા નો જાણે જન્મ જન્મ નો નાતો છે.ઇશ્ક ચીજ જ એવી બનાવી છે ઉપરવાળા એ જો કોઈ દિલ ને ગમી જાય તો એવું લાગે કે જાણે જન્મ જન્મ નો નાતો છે અને કોઈક વાર એવું પણ બને કે આખી જિંદગી ગુજરી જાય પણ જોડે રહેતું માણસ અજનબી જ લાગે . રાજ બરાબર નો ઇશ્ક ની જાળ માં ફસાઈ રહ્યો હતો. કોહલર ના શબ્દો એ તેનું ધ્યાન ખેંચ્યું.

કોહલર એ પૂછ્યું,"શું તને ખબર છે આ ટેક્નોલોજી શું સૂચવે છે?"

"હા CERN ની સૌથી મોટી આવક બિલિયનસ ડોલર થી વધારે આવક કરાવી આપતી ટેક્નોલોજી થશે આ. હવે હું મારા પિતાજી___________" લોરા ની વાત ફરીથી અધૂરી રહી ગઈ અને કોહલર બોલ્યા,'એટલા માટે આ પ્રોજેક્ટ સિક્રેટ રાખ્યો હતો? તમને બીક હતી કે હું ડિસ્કવરી ને લીગલ લાયસેંસ નહિ આપું?"

"ના જરા પણ નહિ. એન્ટી મેટર આ બહુ જ અગત્યની પણ સાથે સાથે ખતરનાક ટેક્નોલોજી છે. અને હું અને મારા પિતા હજુ વધારે એક્સપેરિમેન્ટ કરવા માંગતા હતા.જેથી આ ટેક્નોલોજી ને સેફ બનાવી શકાય.."લોરા એ જવાબ આપ્યો.

"બીજા શબ્દો માં એવું કહેવાય કે તમને બોર્ડ ઓફ ડાઈરેક્ટર પર ભરોશો નહતો."કોહલર બોલ્યા.

લોરા હવે હદ થી વધારે ગુસ્સે થઇ રહી હતી. તેને કોહલર ના બોલવાનો ટન જરા પણ પસંદ આવી રહ્યો ના હતો.તેને આર્ગ્યુમેન્ટ કરવી ના હતી પરંતુ કોહલર જાણે વધારે ને વધારે માહિતી તેની પાસેથી જબરજસ્તી નીકળવા માંગતા હોય એવું તેને લાગ્યું.

તે બોલી,"મારા પિતા ને થોડો ટાઈમ જોઈતો હતો તેમને આ ડિસ્કવરી ને ધર્મ અને વિજ્ઞાન બને નું જોડાણ કરી ને પછી દુનિયા ની આગળ લાવવી હતી."

"અને તને?"કોહલર એ પૂછ્યું.

"મારો ઇન્ટરેસ્ટ બીજો કઈ હતો." લોરા એ જવાબ આપ્યો.

લોરા નો મતલબ કઈ બીજો હતો. તેને આ ટેક્નોલોજી એટલે પસંદ હતી કે આ ટેક્નોલોજી એ એકદમ શુદ્ધ ઉર્જા હતી. કોઈ પણ પ્રકાર ની રેડિએશન નહિ, કોઈ પ્રદુષણ નહિ, કોઈ ટ્રેસ નહિ. જો આ ટેક્નોલોજી પાસ થઇ જાય તો લોરા ના મતે પૃથ્વી પરનું ૯૦ ટકા પોલ્યુશન ખતમ થઇ જાય અને મધર અર્થ પહેલા જેવી થઇ જાય.

"the environment . " કોહલર એ જવાબ આપ્યો.

"હા લિમિટ વગર ની અપાર શકતી અને કોઈ પ્રદુષણ નાહોઇ કોઈ રેડિએશન નહિ. આ ટેક્નોલોજી આપણા ગ્રહ ને બચાવી શકે છે." લોરા એ જવાબ આપ્યો.

"અથવા મારી શકે છે?"કોહલર બોલ્યા.

"એ તો ડેપેન્ડ કરે છે કોણ એનો કેવો ઉપયોગ કરે છે."લોરા બોલી.

આ બધી વાતો ચાલતી હતી ત્યારે રાજ શાંતિ થી ત્યાં ઉભો હતો તે હજુ નક્કી નહોતો કરી શકતો કે બંને માંથી કોણ સાચું. પણ તેની નજર તો લોરા તરફ જ મંડાયેલી હતી. લોરા જયારે બોલતી હતી ત્યારે તેના વાળ ની એક લટ તેના ચેહરા પર આવી જતી હતી જેને તે હાથથી લઇ ને કાન ની પાછળ મુકવાની નાકામ કોશિશ કરતી. કેમ કે જીદી લટ પાછી તેના ગાલ પાસે આવી જતી હતી. તેની આંખો માં અજીબ પ્રકાર નું ખેંચાણ રાજ અનુભવી રહ્યો હતો. લોરા એ વાત કરતા કરતા જયારે રાજ ની સામે જોયું ત્યારે રાજે તેની નજર હટાવી લીધી.

"હજુ આ ટેક્નોલોજી વિષે કોણ જાણતુ હતું?"કોહલર એ પૂછ્યું.

"ડાઈરેકટર કેટલી વાર એક નો એક સવાલ કરશો તમે? મારો જવાબ નહિ બદલાય . કેટલી વાર કહ્યું કે હું અને મારા પિતાજી સિવાય કોઈ જ નથી જાણતુ આ વિષે. અમે બાયબલ પર હાથ મૂકી ને કસમ લીધી હતી. અને મારા પિતાજી પ્રિસ્ટ હતા તમને લાગે છે કે એ પોતાની કસમ તોડે?"લોરા બોલી.

"હા તો પછી તે કહ્યું કોઈક ને તો. શું તારો કોઈ બોય ફ્રેન્ડ છે?" કોહલર ગુસ્સામાં શું પૂછું રહ્યા હતા એ તેમને જ નહતી ખબર.

"enough is enough ડાઈરેક્ટર તમને મારી પર્સનલ લાઈફ પર કોમેન્ટ કરવાનો કોઈ જ અધિકાર નથી."લોરા ચિલ્લાતા બોલી. રાજ દોડી ને લોરા પાસે આવી ગયો તેને ખુબ જ ગુસ્સો આવ્યો કોહલર પર પણ તે સમસમી ને લોરા ની બાજુ માં આવી ને ઉભો રહી ગયો.

થોડી વાર સુધી શાંતિ રહી અને પાછી કોહલર નો ગુસ્સો શાંત થયો. તેમને જોયું કે લોરા એક ખૂણા માં બેસી ને રડી રહી હતી. તે વ્હીલ ચેર લઇ ને તેની તરફ ગયા. તે બોલ્યા," લોરા આઈ એમ વેરી સોરી પરંતુ તને ખબર છે કે મને આટલો ગુસ્સો કેમ આવે છે?સાંભળ દીકરી."

"દીકરી આ શબ્દ પહેલી વાર લોરા એ કોહલર ના મુખે થી સાંભળ્યો.

તેણે રડતી આંખે કોહલર ની સામે જોયું.

"લોરા બેટા તારા પિતાજી અને મારી ૨૦ વર્ષ ઉપર ની દોસ્તી હતી. એ મારા નજીક ના મિત્ર હતા. કદાચ મારી જિંદગી ના બધા જ રાઝ તેમને ખબર હતા. મારી પાસે બહુ ઓછા મિત્રો છે જેમના એક તારા પિતા હતા દીકરી.તેમનું ખૂન કોણે કર્યું છે એ જાણ્યા વગર હું બેસી રહેવાનો નથી.જેણે પણ આ કર્યું છે તેણે તો મારે આવી સજા કરવી છે કે તે જિંદગીભર યાદ રાખે. ડો. લિઓનાર્દો મારા મિત્ર જ નહિ પરંતુ ભાઈ સમાન હતા."આટલું બોલતા બોલતા તો તેમની આંખો માં પણ પાણી આવી ગયું.

રાજે તો કોહલરનું આવું રૂપ આટલી વાર માં પહેલી વાર જોયું હતું.તેની આંખો પણ ભીની થઇ ગઈ તે લિઓનાર્દો ને ઓળખતો ના હતો પણ તે લોરા ને જોઈ ને વધુ દુઃખી થયો.

લગભગ ૫ ૭ મિનિટ સુધી લોરા ને કોહલર લિઓનાર્દો ને યાદ કરી ને રડ્યાં પાછી શાંત થઇ ને કોહલર બોલ્યા,"લોરા આજે મેં મારા જીનિયસ ભાઈ ને ગુમાવ્યો છે દીકરી હું શું કરું? જે જીનિયસ માણસે આટલી અદભુત ખોજ કરી છે એ આજે આપડી વચ્ચે નથી હજુ મારુ મન એ સ્વીકારવા તૈયાર નથી.મને માફ કરી દે લોરા હું તને ગમે તેમ બોલી ગયો."

"ઈટ'સ ઓકે ડાઈરેક્ટર મને પણ આટલી જ તકલીફ અને દુઃખ છે પણ હું શું કરું મજબુર છુ જો એક વાર ખૂની મારા હાથ માં આવી જાય ને પાછી જુઓ હું તેની શું હાલત કરું છુ."લોરા બોલી.

"ઓકે લોરા એમ માની લે કે કોઈ ને આ વિષે ખબર પડી જાય અને તે ગમે તે રીતે આ લેબ માં આવી જાય તો તે શું ચોરી કરે? કોઈ ડોક્યુમેન્ટ્સ હતા જેમાં તારા પિતાજી એ આ ટેક્નોલોજી વિષે કોઈ ઉલ્લેખ કર્યો હોય?કોઈ નોટસ?" કોહલર એ પૂછ્યું.

"ના ડાઈરેક્ટર એવું તો કઈ પિતાજી આ લેબ માં રાખતા નહતા. નોટસ બધી એમની ઉપરના લેવલ પર આવેલા એક સિક્રેટ લોકર માં હતી.અહીંયા ઉપર તો કશું ના હતું."લોરા એ જવાબ આપ્યો.

હવે કોહલર થોડા સરપ્રાઈઝડ લગતા હતા.તેમને પૂછ્યું," આ લેબ મતલબ હજુ કેટલી લેબ યુઝ કરતા હતા તારા પિતાજી?"

"સર લોઅર લેવલ પર ની લેબ પણ યુઝ કરતા હતા."લોરા એ જવાબ આપ્યો.

"એ કેમ?"કોહલર એ પૂછ્યું.

"સર સ્ટોરેજ માટે."

"શું સ્ટોર કરવાનું?

"હઝાર્ડસ (જોખમી) કેમિકલ સ્ટોર કરવા માટે."

"હેઝ મેટ ચેમ્બર યુઝ કરતા હતા?"

"હા"

"શું હજુ કોઈ સ્પેસિમેન ના નમૂના છે?"

"હા હજુ પણ છે."

"ચાલો જલ્દી એ તરફ આપડે જોવા પડશે?" કોહલર ખાંસી ખાતા બોલ્યા.

"એક જ છે સર."

"તો એ કેમ અહીંયા ઉપર નથી?" કોહલર એ પૂછ્યું.

"મારા પિતા ને નીચે ની ચેમ્બર હેઝ મેટ સેફ લાગી હતી અને બીજી વાત કે આ સ્પેસિમેન બીજા કરતા મોટું છે."લોરા એ જવાબ આપ્યો .

કોહલર અને રાજ એકબીજા ની સામે જોવા લાગ્યા.

કોહલર એ ગભરાહટ માં પૂછ્યું કે," સ્પેસિમેન ની એમાઉંન્ટ કેટલી છે?"

લોરા ને ખબર હતી કે જે અમોઉન્ટ તે કહેવા જઈ રહી છે તે સાંભળી ને કોહલર ને એક જોરદાર ઝાટકો લાગશે.

ક્રમશ:

થૅન્ક યુ દોસ્તો તમે મારી સ્ટોરી વાંચી રહ્યા છો અને રેટિંગ આપી રહ્યા છો એની માટે. આગળ બહુ બધા ખતરનાક મોડ લેશે આ કહાની. શું રાજ અને લોરા નો પ્રેમ સંબંધ આગળ વધશે? કોહલર ખરેખર સાચું બોલી રહ્યા હતા કે એ લિઓનાર્દો ના મિત્ર હતા? કોણ છે લિઓનાર્દો ની હત્યા ની પાછળ? એક પછી એક રાઝ ખુલતા જશે આગળ તો મિત્રો વાંચતા રહો રીટર્ન ઓફ શેતાન દર ગુરુવારે.