mahekti suvas bhag 8 in Gujarati Love Stories by Dr Riddhi Mehta books and stories PDF | મહેકતી સુવાસ ભાગ 8

Featured Books
Categories
Share

મહેકતી સુવાસ ભાગ 8

આજે પહેલી વાર સામેથી ઈશિતા આકાશ ને હગ કરીને આઈ લવ યુ.... કહે છે એટલે આકાશ બહુ જ ખુશ થઇ જાય છે કારણ કે આજે લગ્ન ના ત્રણ મહીના પુરા પુરા થવા આવ્યા છે ત્યારે ઈશિતા એ આકાશ ના પ્રેમ ને સ્વીકાર્યો છે. આજે તેના ઈતજાર નો ફાઈનલી અંત આવ્યો છે. એટલે તે બહુ ખુશ થઈ ને ઈશિતા ને ઉચકી લે છે.

ખરેખર આજે  ત્રણ મહિના પુરા થવા આવ્યા ત્યારે આજે ચાદ ની શીતળતા માં બે હૈયાઓ સુહાગરાત માણી રહ્યા છે . આજે પહેલી વાર એકબીજાનો સાથ માણી રહ્યા છે.

       
                   *      *      *       *       *

આજે પુર્ણ સ્વરૂપ માં ઈશિતા આકાશ ની પત્ની બની ગઈ છે. તે આકાશ સાથે ખુશ છે. આકાશ પણ તેનુ એટલું જ ધ્યાન રાખે છે. ક્યારેક હજુ પણ ઈશિતા એકાત માં હજુ તેને આદિની યાદ આવી જાય છે. પણ તે પોતાના ભવિષ્ય નુ અને આકાશ ના પ્રેમાળ અને નિર્દોષ ચહેરાને જોઈ તે આદિત્ય ની યાદોને તેના દિલના એક ખુણામાં સમાવી લીધી છે.

હવે ધીમે ધીમે ઈશિતા આકાશ ની ઓફીસ પણ જવા લાગી છે. રોજ બંને સાથે જાય , બપોરે સાથે લન્ચ કરે અને સાથે જ ઘરે આવે. ઈશિતા ના ઘરમાં પગલાં સારા કહી શકાય કે તેનો બિઝનેસ પણ બહુ સારો ડેવલપ થઈ રહ્યો છે. ફોરેનમાં પણ હવે તેમનો બિઝનેસ ડેવલપ થઈ રહ્યો છે.

                 *      *       *        *        *

આજે આકાશ અને ઈશિતાની ફસ્ટ મેરેજ એનિવર્સરી છે. મોટી પાર્ટી રાખેલી છે. ત્યારે પાર્ટી માં આજે આકાશ પાર્ટીમાં બધાની વચ્ચે ઈશિતા ને પ્રપોઝ કરે છે અને પછી એ ઈશિતા ના જીવનમાં આવ્યા પછી એની લાઈફ માં અને બિઝનેસ માં કેટલી પ્રગતિ થઈ છે તેની વાત કરે છે .પછી કેક કટ કરે છે અને બધા ડીનર કરે છે.

બીજા દિવસે ઈશિતા ના સાસુ તેને કહે છે  દીકરા ,હવે તમે બંને તમારી લાઈફ માં સેટલ થઈ ગયા છો. હવે અમને પણ આ ઘરમાં એકલતા લાગે છે. ઘરમાં એક ખોળાનુ ખુદનાર હોય તો ઘરની રોનક વધી જાય એટલે ઈશિતા સમજી જાય છે અને માત્ર હસીને હા કહે છે...

                  *       *       *        *        *

એક દિવસ ઈશિતા ઓફીસ ગઈ હોય છે ત્યાં અચાનક ચક્કર ખાઈને પડી જાય છે. એટલે આકાશ આવી ને તેને હોસ્પિટલ લઈ જાય છે. અને ડૉક્ટર  કહે છે કે તે પ્રેગનેન્ટ છે એટલે ઘરમાં અને આકાશ અને ઈશિતા ના જીવનમાં ખુશી છવાઈ જાય છે.

નવ મહિના પછી ઈશિતા એક તંદુરસ્ત ,  સુંદર દીકરા ને જન્મ આપે છે. અને તેનું નામ આલોક પાડે છે. તે ધીમે ધીમે મોટો થાય છે. અને ત્રણ વર્ષ પછી તે બીજી એક દિકરી ને જન્મ આપે છે તેનું નામ ઈરા પાડે છે. આમ બંને બાળકો મોટા થાય છે અને ઈશિતા અને આકાશ ની જિંદગી પણ  ખુશી ખુશી આગળ વધી રહી છે

                   *      *       *       *       *

ફોન માં રીગ વાગે છે અને ઈશિતા એકાએક ઝબકીને ઉભી થાય છે. તેની આંખો માં આસું હોય છે. મોબાઈલ માં જુએ છે તો આકાશ નુ નામ હોય છે. તે ઝડપથી જુએ છે કે સાજના છ વાગી ગયા છે. તે ફટાફટ ફોન ઉપાડે છે અને આકાશ તેને અને ઈરાને પાર્ટી માટે તૈયાર રહેવાનું કહે છે.

આજે તેમની એક મોટી બિઝનેસ પાર્ટી રાખી છે આકાશે  તેમાં એક ખાસ ગેસ્ટ આવવાના છે એવું પણ કહ્યુ છે. એ આકાશ નો કોલ આવે છે ત્યારે તેને યાદ આવે છે.

ઈશિતા ભુતકાળ ની યાદોમાં એવી સરી ગઈ હતી કે આજે તેને સમય નુ પણ ધ્યાન ના રહ્યું. જાણે થોડા જ સમયમાં તેણે હજુ સુધીની આખી જિંદગી ફરી જીવી લીધી હતી.

આકાશ નો ફોન આવતા તે ફ્રેશ થઈને રેડી થાય છે. તે હવે તૈયાર થઈ ને અરીસા સામે ઉભી છે. આજે તે કાજીવરમની સિલ્ક ની સાડી મા બહુ જ સરસ લાગી રહી હતી. ત્યાં પાછળ અરીસામાં એક જાણે તેની પ્રતિકૃતિ દેખાઈ તો જોયુ તે હતી ઈરા...તેની દીકરી તે હવે મોટી થઈ ને જાણે બીજી ઈશિતા લાગી રહી હતી.

એટલામાં આકાશ આવે છે અને તે ઈશિતા ને જોઈને તેને જોતો જ રહી જાય છે.

પાર્ટીમાં કોણ હશે??  શુ થશે ત્યાં??

જાણવા માટે વાચતા રહો...મહેકતી સુવાસ ભાગ -9