Bhed - 9 in Gujarati Fiction Stories by Kanu Bhagdev books and stories PDF | ભેદ - - 9

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

Categories
Share

ભેદ - - 9

ભેદ

કનુ ભગદેવ

9 : અજ્ઞાત હુમલાખોર...!

અર્ધી રાત્રે દિલીપ જ્યારે પોતાના રૂમમાં પાછો આવ્યો ત્યારે દરિયાકિનારે અરૂણ દેશપાંડેના મૃતદેહના ગજવામાંથી કાઢેલી વસ્તુઓ કે જે એણે પોતાના ગજવામાં ટ્રાન્સફર કરી નાખી હતી, એ તેને યાદ આવી.
એ વસ્તુઓને તે અત્યાર સુધી સાવ ભૂલી ગયો હતો.
એણે અંધકારમાં જ એ બધી વસ્તુઓને પોતાના ગજવામાંથી બહાર કાઢી.
બાજુના રૂમમાં કાવેરી ગાઢ ઊંઘમાં સૂઇ ગઇ છે એની ખાતરી કર્યા પછી એણે દરવાજાની સ્ટોપર બંધ કરી.
ત્યારબાદ એણે ઝાંખા પ્રકાશવાળો ટેબલ-લેમ્પ ચાલુ કર્યો
ટેબલ-લેમ્પના અજવાળામાં એણે એ વસ્તુઓનું નિરીક્ષણ કર્યું
એ વસ્તુઓ ખાસ નહોતી.
એમાંથી એક ચાવી, સુપ્રિમ હોટલની એ રૂમની હતી કે જેમાં અરૂણ ઊતર્યો હતો.
એક નાનકડી છૂરી હતી જે કદાચ અરૂણ, પોતે જે લાંબી સિગારેટ પીતો હતો, એનો છેડો કાપવા માટે રાખી હશે એવું અનુમાન દિલીપે કર્યું.
આ ઉપરાંત બે ફાઉન્ટન પેનો હતી. થોડું પરચુરણ તથા નોટો હતી.
મોં બગાડીને દિલીપે એ બધી વસ્તુઓનું એક પેકેટ બનાવ્યું.
ત્યારબાદ એણે એ પેકેટને સાચવીને કબાટમાં મૂકી દીધું.
પછી બત્તી બૂઝાવીને તે સૂવા માટે પલંગ પર આડો પડ્યો.
પરંતુ એને કેમેય કરીને ઊંઘ નહોતી આવતી.
જાતજાતના વિચારો તેની ઘેરી વળ્યા હતા.
રૂબીના રૂમમાં ધુસીને અરૂણનું ખૂન કોણે કર્યું એ તેને નહોતું સમજાતુ..
રહી રહીને સ્ત્રીએ એની નજર સામે એક જ ચહેરો તરવરતો હતો.
એ ચહેરો હતો માઇકલનો...!
પરંતુ માઇકલ વળી અરૂણનું ખૂન શા માટે કરે, એ સવાલ તેને અકળાવતો હતો.
અલબત્ત, માઇકલનું વ્યક્તિત્વ તેન ખૂબ જ રહસ્યમય લાગ્યું હતું.
શાંતિનગરમાં જે કંઇ ગુનાઓ થાય છે. તેમાં માઇકલનો હાથ જરૂર છે. એવો પણ તેને ભાસ થતો હતો.
માઇકલ પર નજર રાખવી જરૂરી હતી.
સહસા એના દિમાંગમાં વીજળીના માફક એક વિચાર ચમકીને વિલીન થઇ ગયા.
વળતી જ પળે તે ઊભો થયો.
એણે કબાટ ઉઘાડીને પેલા પેકેટમાંથી બંને ચાવીઓ કાઢી લીધી.
ત્યારબાદ કાવેરીની તપાસ કરીને એ સાવચેતીથી રૂમની બહાર નીકળી ગયો.
ચાલવાનો અવાજ ન થાય એટલા ખાતર એણે પગમાં રબ્બરના બૂટ પહેર્યા હતા.
એ ધીમે ધીમે પગથિયાં ઊતરવા લાગ્યો.
નીચે રસોડામાંથી અવાજો આવતા હતા.
કદાચ રાત્રિ ફરજનો સ્ટાફ ચા પીને પોતાની ઊંઘ ઊડાડવાનો પ્રયાસ કરતો હતો.
રિસેપ્શન કાઉન્ટર પર એક આઘેડ વયનો માનવી ખુરશીને પાછળ ઘકેલીને મીઠાં ઝોંકા ખાતો હતો.
સીડી પર ઊભા ઊભા જ દિલીપે બેદરકારીપૂર્વક એક સિગારેટ સળગાવી.
પછી પોતાના લાઇટરનાં અવાજથી કાઉન્ટર પાછળ બેઠેલાં આધેડની ઊંઘ નથી ઊડી એની ખાતરી કર્યા બાદ તે આગળ વધ્યો.
હજુ તો એ દરવાજા સુધી પણ નહોતો પહોંચ્યો ત્યાં જ એના ખભા પર કોઇકનો હાથ પડ્યો.
એણે ચમકીને પીઠ ફેરવી.
સામે જ રૂબી ઊભી હતી.
‘ તું...? તું અહીં...? અત્યારે...?’ દિલીપે વ્યાકુળ અવાજે પૂછ્યું.
‘ હા...હુ...અહીં...અત્યારે...!’ રૂબી ધીમેથી બોલી, ‘ ઊંઘ નથી આવતી. મારા રૂમમાં કોણ જાણે કેમ મને ડર લાગે છે. મારી નજર સામે અરૂણનો મૃતદેહ જ તરવરી ઊઠે છે. જાણે કોઇક ચૂપચાપ મારા રૂમમાં પ્રવેશતું હોય એવું મને લાગે છે.’
રૂબીને જોઈને દિલીપ ગુસ્સે થઈ ગયો હતો.
‘જે કોઈ તારા રૂમમાં પ્રવેશ એની સથે લગ્ન કરી લેજે...!’ એ ધૂંધવાતા અવાજે બોલ્યો, ‘પછી તો એ કમબખ્ત એની મેળે જ મરી જશે.’
‘હું પરેશાન છું અને તમને મજાક સૂઝે છે?’
‘અત્યારે તો તું પોતે જ મારી સામ એક મજાક બનીને ઊભી છો.’ દિલીપ બોલ્યો, ‘જા... તારા રૂમમાં જઈ જઈને સૂઈ .... મારો કમ છે... હું ઊતાવળમાં છું...’
‘પરંતુ આટલી મોટી રાત્રે તમે ક્યાં જાઓ છો? આટલા મોડાં તમારું બહાર જવું....’
‘આ સવાલ પૂછવાવાળી તું કોણ છો....?’ દિલીપ વચ્ચેથી જ તેની વાતને કાપી નાખતં બોલ્યો, ‘મને પૂછવાનો અને અટકાવવાનો હક તો મેં શકીલપ્રસાદની માને આપ્યો છે અને એ મા બનવાથી દૂર જ ભાગે છે. સ્ટીમર આવવાની તૈયારી છે અને અત્યાર સુધીમાં તો મારે ત્યાં પહોંચી જવાનું હતું.’
‘કોઈ આવવાનું છે?’
‘હા...’
‘કોણ...?’
‘મારી માસીના પતિની પત્નીના ભાઈના સાળાની બહેન...!’
‘ઓહ... તો તમારા મામાના સાળાની બહેન આવવાની છે એમ ને?’
‘હા...’
‘શા માટે...?’
‘મેં જ એને પત્ર લખીને બોલાવી છે!’
‘કેમ....?’
‘એ કાવેરી સાથે મારા લગ્ન કરાવી આપે એટલા મટે...!’
પણ તું ગભરાઈશ નહીં. લગ્નાં લાડુ હું તને મારા હાથેથી જ ખવડાવીશ બસને? હવે મારો પીછો છોડ અને જઈને સૂઈ જા....!’
‘પ...પણ મને મારા રૂમમાં ભય અને ગભરાટના કારણે ઊંઘ નથી આવતી.’
‘તો મારા રૂમમાં ચાલી જા. આ લે આવી...! હું સવાર સુધીમાં તો તેની સાથે પાછો આવી જઈશ. ત્યાં સુધી તું આરામથી ઊંઘ કરી લેજે...!’ દિલીપ બોલ્યો, ‘અને જો મારી માસીના પતિની પત્નીના ભાઈના સાળાની બહેન નહીં આવે તો હું હમણાં જ પાછો આવી જઈશ એટલે પલંગ પર મારે સૂવા જેટલી જગ્યા રાખજે.’
‘અને તેમ છતાંય હું તમારી સાથે આવું તો...?’
‘તો શ્રીમન કૈલાસ મહેતાને એક વધુ ખૂન કરવું પડશે.’
‘કેમ....?’
‘એટલા માટે કે ચાંદની રાતના સન્નાટામાં તું વધરે ખૂબ સૂરત દેખાવા લાગીશ અને પછી લાચારીવશ મારે તારી સાથે લગ્ન કરવા પડશે તથા લગ્ન પછી તરત જ પત્નીનું ખૂન કરવાનો મને શોખ છે, એ તો તું જાણે જ છે.’ દિલીપ બોલ્યો, ‘હાલ તુરત હું લગ્ન કે ખૂન કરવાના મૂડમાં નથી એટલે અત્યારે તેને મારી સાથે નહીં લઈ જઉં. હા, મારા રૂમની ચાવી જોઈતી હોય તો લઈ લે....!’
ત્યારબાદ રૂબી કંઈ બોલે એ પહેલાં તે ઉતાવળા પગલે બહાર નીકળી ગયો.
ફાટકની બહાર જ તેને એક ખાલી ટેક્સી મળી ગઈ.
એણે ટેક્સીમાં બેસીને ડ્રાયવરને સુપ્રીમ હોટલ તરફ લઈ લેવાની સૂચના આપી.
ડ્રાયવરે ટેક્સી સ્ટાર્ટ કરીને દોડાવીમૂકી.
દિલીપ સીટ સાથે પીઠ અઢેલી આંખો બંધ કરીને વિચારમાં ડૂબી ગયો.
અહીં દરેક બનાવો એટલી ઝડપથી બનતા હતા અને એ બધા બનાવો એકબીજાથી એટલ જુદા હતા કે તે મુંઝાઈ ગયો હતો. અંધકાર દૂર થતો નહોતો અને તસવીર સ્પષ્ટ નહોતી થતી.
બધા ગુનેગારો તેની નજર સામે હતા.
કાવેરી, અરૂણ, રૂબી અને માઇકલ...!
આમાંથી બોમ્બ વિસ્ફોટના જવાબદાર અરૂણનું ખૂન થઈ ગયું હતું.
રૂબી તો ફક્ત પૈસાની લાલચના કારણે જ એ લોકોની સાથીદાર બની ગઈ હતી.
કાવેરીને પણ કદાચ પૂરી વાતની ખબર નહોતી રહેતી.
એને ટ્રાન્સમીટર પર જે કંઈ આદેશ મળે એનો જ તે અમલ કરતી હતી.
સાચો ગુનેગાર એટલે કે આ બધાનો બોસ હજુ પડદા પાછળ જ હતો.
અને આ બોસ કદાચ શાંતિનગરથી ઘણો દૂર રહેતો હતો એટલા માટે જ તે ટ્રાન્સમીટર પર આદેશ આપતો હતો.
એ જ રીતે માઈકલ પણ કાવેરી અને રૂબીની જેમ અજ્ઞાત બોસના ચક્કરમાં હતો.
પરંતુ એ બોસની અસલી રમત શું છે?
અને ખુદ માઈકલની રમત શું છે?
ઘણું વિચાર્યા પછી પણ દિલીપને આ બાબતમાં કશું ન સમજાયું.
કદાચ સુપ્રીમ હોટલના અરૂણ દેશપાંડેના રૂમમાંથી રહસ્યનો પડદો ઊંચકી શકાય તેવું કોઈક સૂત્ર મળી આવશે એવો વિચાર તેને અચાનક આવ્યો હતો.
પરિણામે એ તાબડતોબ સુપ્રીમ હોટલે જવા માટે રવના થઈ ગયો હતો.
ટેક્સી પૂરપાટ વેગે પોતાની મંઝિલ જવા માટે રવાના થઈ.
સપ્રીમ હોટલ, વાસ્તવમાં હોટલ કરતાં રેસ્ટોરેન્ટ વધારે હતું.
શાંતિનગરના વ્યસ્ત બંદરગાહની બરાબર સામે હોવાના કારણે ખલાસીઓ અને સ્ટીમરોન નાના-મોટા ઓફિસરો પાંચ-પાંચ, દસ-દસના ગ્રૂપમાં આવતા જ રહેતા હતા અને ત્યાં શરબ અને નાસ્તાની સાથે દેશ-વિદેશથી ચોરી-છૂપીથી લાવવામાં આવેલા માલના સોદાઓ પણ કરી લેતા હતા.
હોલનો માલિક ભૂતકાળમાં એક શીપિંગ એજન્ટ હતો અને તે સોદાની દલાલી કરતો હતો, કદાચ આ કારણસર જ અહીં દેશ-વિદેશનો પહેરવેશ, ખાદ્યપદાર્થ અને શરાબ વગેરે ચીજો સરળતાથી તથા છૂટથી મળી હતી.
આ હોટલનું પોતાનું જ એક રૂઆબદાર વ્યક્તિગત બની ચૂક્યું હતું.
ઉપરના ભાગમાં સુપ્રીમમાં મલિક મંચેરશાએ ચાર સ્યૂટ બનાવી રાખ્યા હતા. જેમાં ક્યારેક ક્યારેક કોઈ મુસાફર બે-ચાર દિવસ માટે આવીને ઊતરતો હતો અને બહેરામને આ મુસાફરો પાસેથી ભાડા ઉપરાંત દાણચોરીના માલ નિકાલ કરવામાં સારામાં સારું કમિશન પણ મળી જતું હતું.
રાતના બે વાગ્યે હોટલના દ્વારા સામે એક ટેક્સી આવીને ઊભી રહી.
પછી પાછળની સીટમાંથી એક યુવાન દરવાજો ઉઘાડીને નશની હાલતમાં લથડીયાં ખાતો ખાતો નીચે ઊતર્યો.
એને જોઈને મંચેરશની આંખોમાં ચમક પથરાઈ ગઈ.
એના ગ્રાહકો મોટે ભાગે તેને ત્યાં આવી જ હલતમાં આવતા હતા.
એણે એક જ નજરમાં આગંતુક યુવાનને પારખી લીધો અને મનોમન તેનો ભાવ પણ નક્કી કરી નાખ્યો.
એ યુવાન પોતાના ભારેખમ પાકિટમાંથી વીસ રૂપિયાવાળી નોટ કાઢીને ડ્રાયવરને આપતો હતો.
‘બાર રૂપિયા સાહેબ!’ મીટર જોઈને ટેક્સીચાલકે કહ્યું.
પછી આઠ રૂપિયા પાછા આપવા માટે એ પોતાના ગજવા ફંફોળવા લાગ્યો.
‘પાછા નથી જોઈતા....! સવારે પાછું જવું છે. તું આવીશ ને?’ એ યુવાન થોથવાતા અવાજ બોલ્યો, ‘સવારના પૈસા જુદા આપીશ.’
વાત પૂરી કરીને ડ્રાયવરના જવાબની રાહ જોયા વગર તે પગથિયાં ચડવા લાગ્યો.
એણે ચિક્કાકર શરાબ પીધો છે, એ તેના લથડતા પગપરથી સ્પષ્ટ રીતે દેકાઈ આવતું હતું.
‘ઓછામાં ઓછા પાંચસો....!’ મંચેરશા તેને જોઈને બબડ્યો. ત્યારબાદ એ પોતે આગળ વધી, ટેકો આપીને તેને કાઉન્ટર પર લઈ આવ્યો.
આટલા ભારે પાકિટવાળા ગ્રાહકને વેઈટરના હાથમાં સોંપતાં કદાચ તેનો જીવ નહોતો ચાલ્યો.
‘બેસો સાહેબ...!’ મંચેરશઆ તેને એક આરામદાયક સોફા જેવી ખુરશી પર બેસાડતાં બોલ્યો, ‘હું આપની શું સેવા કરું....!’
‘એક ગ્લાસ.... ઠંડું પાણી...!’ એ યુવાને એક હેડકી ખાતાં કહ્યું.
ત્યારબાદ એણે પોતાનું પાકિટ ટેબલ પર મૂકી દીધું. પછી બોલ્યો, ‘ત્યાં... સા...લોકો પાણી માગતાં વ્હીસ્કી લઈ આવે છે. મને ઠીક ન લાગ્યું એટલે અહીં ચાલ્યો આવ્યો. મેં કંઈ ભૂલ તો નથી કરી ને? એ લોકોને પૈસા જોઈતા હતા એટલે મેં તેમને ટૂકડો નખી દીધો...!’
‘ના, સાહેબ! આપે બિલકૂલ ભૂલ નથી કરી!’ મંચેરશાએ ઘંટડીનું બટન દબાવતાં કહ્યું, ‘આપ બરબર જગયાએ જ આવ્યા છો...! આનાથી ઉત્તમ સ્થળ આપને માટે શાંતિનગરમાં બીજું કોઈ છે જ નહીં એમ કહું તો પણ ચાલે! અહીં આપને ફ્રીઝનું ઠંડું પાણી પણ મળશે અને સાથે સાથે કંપનીનું સુખ પણ...!
‘ના, ભાઈ ના... કંપની બંપની નહીં....! સ્ત્રીઓ તો મૂર્ખીઓ આંખ લડાવવાનું ભાડું પણ વસૂલ કરે છે!’
એજ વખતે એક વેઈટર ત્યાં આવી પહોંચ્યો.
‘એક ગ્લાસ ઠંડું પાણી લઈને જુલીને મોકલ!’ મંચેરશાએ વેઈટરને કહ્યું. પછી પુનઃ આગંતુક યુવાનને ઉદ્દેશીન બોલ્યો, અમારે ત્યાં તો સ્ત્રીઓ સેવા કરે છે. પૈસા તો સાહેબ લોકો પોતાની મરજીથી ઈનામના રૂપમાં આપે છે. બાકી આ સેવા બદલ અમે કંઈ ચાર્જ નથી લેતા!’
‘ઓહ.... તો એવી ચાલાકી...’ આગંતુક યુવાનનો અવાજ ફરીથી લથડ્યો, ‘તમે માગશો તો દસ મળશે.... સો-બસો એ કંઈ મોટી વાત નથી... પણ... પણ... મેં પાણી મંગાવ્યું હતું ને....?’
મંચેરશા કીંક કહેવા જતો હતો ત્યાં જ દ્વાર તરફથી એક મધુર સ્ત્રીસ્વર ગુંજ્યો.
‘મેં આઈ કમ ઈન સર...?’
આગંતૂક એક એંગ્લો ઈન્ડિયન જેવી આશરે પચીસેક વર્ષની એક ખૂબસૂરત યુવતી હતી.
એના હાથમાં એક ટ્રે જકડાયેલી હતી.
‘હા...હા... અંદર આવી જા જુલી...!’ મંચેરશા બોલ્યો, ‘આ સાહેબને કોઈક છોકરોઓએ ખૂબ જ હેરાન કર્યા હોય એવું લાગે છે. હવે તેઓ આપણા મહેમાન છે એટલે તેમને પ્રસન્ન રાખવાની આપણી ફરજ છે! તેઓ પોતાની બધી પરેશાનીઓ ભૂલીને હલકા ફૂલ જેવા બની જાય જવાબદારી તારી છે.’
જુલી આગળ વધીને એ યુવાન પાસે પહોંચી
‘સર, પાણી...’ એણે તેના ખભા પર હાથ મૂકતાં ધીમેથી કહ્યું, પરંતુ એ મહેમાન તો જાણે કે ઊંઘી ગયો હતો.
જુલીના સ્પર્શથી એણે ઊંઘ ઊડી.
‘ પાણી...હેં...પાણી...હા, હા...લાવો...હું પી લઇશ... મને ઘણી તરસ લાગી છે ડીયર...!’ યુવાન ચમકીને જુલી સામે જોતાં બોલ્યો.
પછી એણે તેનો હાથ પકડીને ગ્લાસ મોંએ માંડ્યો.
‘ મારી પાસે ઘણું પાણી છે સર...! આપું ને...! મરજી પડે એટલું પીજો...!’ જુલી આંખો નચાવતાં બોલી.
‘ ખરેખર...? અ પીવડાવીશ પણ તારા હાથેથી જ ને...?’ પાણી પીધા પછી એ યુવાન કંઇક સ્વસ્થ થઇ ગયો હતો.
‘ જરૂર...આજની રાત જુલી આપની સાથે જ રહેશે...?’ મંચેરશા બોલ્યો.
‘ અને કાલે...?’
‘ કાલ તો કોણે જોઇ છે ?’
‘ ઓહ...ડીયર...યુ...તું કેટલી સમજદાર છો...’ યુવાન ખુશખુશાલ અવાજે બોલ્યો, ‘ હવે હું સૂઇ જવા માગું છું. પરંતુ સૂતાં પહેલાં જુલી મારા માથા પર બામ ઘસી આપે તો સારું...!’
‘ જરૂર ઘસી આપીશ સર...! હું આજની રાત આપની સાથે જ રહીશ !’
‘ તો પછી ચાલ...!’
‘ ચાલો...!’ જુલીએ તેને ટેકો આપીને ઊભો કર્યો.
પછી એણે પાકીટ ઊંચકીને પુન: તેના ગજવામાં મૂકી દીધું.
‘ જુલી...!’ યુવાન નશામાં નિરાશાથી બબડયો, ‘ હું ખૂબ દુ:ખી છુ. એટલે પીઉં છું...! મને કંઇ કહીશ નહીં...!’
‘ નહીં કહું ડીયર...! કોઇ કશું જ નહીં કહે...! તમે ચાલો તો ખરા...!’
યુવક લથડતા પગે આગળ વધ્યો.
પાંચ મિનિટ પછી તેઓ સુપ્રિમ હોટલના ખૂબસૂરત રૂમમાં મોઝુદ હતા.
‘ મેં ખરેખર ખૂબ શરાબ પીધો છે. જુલી...!’ એ યુવાને પલંગ પર પડતું મૂકતાં કહ્યું, ‘ પણ...પણ તારા હાથેથી પીધેલા પાણીનો જે નશો ચડ્યો છે, એવો નશો તેમાં નહોતો ચડ્યો.’
‘ તમે તો મારી બનાવટ કરો છો...!’ જુલી પોતાની પાતળી પાતળી આંગળીઓ તેના વાળમાં ફેરવતાં બોલી, ‘ જો બનાવટ કરવામાં તમને મજા આવતી હોય તો કરો...! અમે સ્ત્રીઓ છીએ...કોઇક જરા પણ વખાણ કરે કે તરત જ હસી પડીએ છીએ અને જો કોઇ ક્રોધે ભરાય તો રૂમાલથી ધસી ધસીને આંખો લાલ કરી મૂકે છે. અમારે તો દરેક સંજોગોમાં આપ જેવા સજ્જનને ખુશ કરવાના હોય છે. પછી હસીને કે રડીને...?’
‘ ના, જુલી ડીયર...! તું બહુ સારી છોકરી છે એ હું જાણું હું તો મારા દિલની વાત કહી બેઠો હતો. તને ખોટું લાગી ગયું...! તને મારા પર ભરોસો નથી જુલી...!’ યુવાન ભાવાવેશમાં એની આંખ ચુમતાં બોલ્યો.
મનનો ભાર રૂદન બનીને આંખમાંથી આંસુ રૂપે બહાર નીકળવા લાગ્યો.
એ કેટલીયે વાર સુધી ધ્રુંસકા ભરતી રહી.
યુવાને પણ તેને શાંત કરવાનો જરા પણ પ્રયાસ ન કર્યો.
થોડીવાર સુધી રડ્યા પછી જુલીએ પોતાનું માથું ઊંચું કરવાનો પ્રયાસ કર્યો પરંતુ યુવાને તેને એમ ન કરવા દીધું.
અચાનક જુલીએ એક આંચકા સાથે પોતાની જાતને તેના આલિંગનમાંથી છોડાવી લીધી.
‘ તમે...તમે કોણ છો...?’ એણે ધ્રુજતા અવાજે પૂછ્યું.

***