Padchhaya no padgham in Gujarati Women Focused by Shaimee oza Lafj books and stories PDF | પડછાયા નો પડઘમ

Featured Books
  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

  • ભાગવત રહસ્ય - 118

    ભાગવત રહસ્ય-૧૧૮   શિવજી સમાધિમાંથી જાગ્યા-પૂછે છે-દેવી,આજે બ...

Categories
Share

પડછાયા નો પડઘમ

                 " પડછાયા નો પડઘમ. "
            
     એક બાળક અસંખ્ય સંભાવનાઓ લઈ ને ધરતી પર આવે છે,તેની નાની નાની મુઠ્ઠી માં ઘણા સપનાં ઓ બંધ હોય છે, તે થોડો અવકાશ માંગે છે.તેને થોડી પાંખો આપવાની જરુર છે.તેને પ્રોત્સાહન આપવાની નહીં કે તેને દબાવવાની.

     આવી જ વાત છે કૂણી કુમણી એક બાળકી ની જેનું નામ છે તન્હા. જે જન્મી અનંત સપનાં ઓ લઈને,તે પરી મુક્ત મને હવા માં ઉડવા માંગે છે.કેટકેટલાં સપનાં ઓ તેની અંદર છે.તેને  શું કરવું છે?તેની ઈચ્છા શું છે?તે જાણવા ની તો વાત ક્યાં રહી તેની ઈચ્છા ઓને દબાવી નાંખવા માં આવે છે,તેની ઉપર પોતાના વિચારો ને જબરજસ્તી થી થોપવા માં આવે છે.તેનાં સપનાં ઓને દહન કરવામાં માટે કેટલી તો તેને યાતનાઓ અપાય છે.

     " મન ની વાત બહાર લાવ,
દિલ માં સપના દબાવી માં,
આજ ભલે તારા ભાઈ ની હોય,
આવતી કાલ તારી છે,
એ પરી ઉડી લે મુક્ત મને,

   સપનાં જીવંત રાખજે સદા,
આશા ની જ્યોત બુઝાઇશ માં,
પડકારો તો આવે ઘણાં, 
સંઘર્ષ ની હામ ભરી ચાલ સદાય ને.
જા તને ખુલ્લુ આકાશ ઈનામ છે,
આ લબ્સ તરફ થી,

   સપનાં જોવાના ઊંચા,
વિચાર ઉમદા રાખવા,
સારી નિતી થી જીવન જીવો,
જા તને સફળતા ઇનામ છે તને."

    તન્હા હવે યુવાની માં પ્રવેશ કરે છે.સાથે તેનાં સપનાં ઓ પણ,તેને કોઈ સમજવા વાળું નથી હોતું.તેને ભણવા કરતાં ઇતર પ્રવૃતિઓ માં રસ હોય છે.તેને તેના મમ્મી પપ્પા જબર જસ્તી થી સાયન્સ રખાવે છે.તેને પેઈન્ટીંગ,સંગીત,લેખન,અને સિલાઈકામ માં વધુ રસ હોય છે,પણ તેનાં મમ્મી પપ્પા કોઈ હિસાબે માને તેમ નથી.તે સાયન્સ માં માંડ માંડ 50ટકા સાથે પાસ થાય છે.તેને ના કહેવાના વેણ કહે છે."તું પેલી પાડોશી ની છોકરી કરતાં ઉતરતી છે.તું કંઈ કામ ની નથી. "આવું સાંભળવું તો તેનો નિત્યક્રમ બની ગયો.તેને શું કરવું છે, તે તો કોઈ પુછતુ જ નથી,આ વાત છે, એક ઉમ્મીદો સાથે ખીલતા ફૂલ ની જેને ખીલવા માટે કોઈ અવકાશ મળતો નથી,તે મુર્ઝાય ત્યાં સુધી  માનસિક અને શારિરીક યાતનાઓ આપવામાં આવે છે.તે તેના નામ પ્રમાણે તે એકલી પડી જાય છે,તેને કોઈ સાથ સહકાર આપવા વાળા કરતાં મફત ના સલાહકાર વધું મળે છે.તે એકલી અડગ રહીને તે બધી જ પરિસ્થિતિઓનો સામનો કરે છે.

       
     તેને બી.એસ.સી માં મુકવામાં આવે છે.તેનાં પર બધાં જ નિર્ણય થોપવા માં આવે છે.તે બી.એસ.સી માં ફેલ થાય છે. ત્યારે તેને તેની કુટુંબના ભાઈઓ બહેનો સાથે તેની સરખામણી કરી તેને યાતના અપાય છે,તે ફેશન ડિઝાઇનીંગ માં જવા માટે જીદ કરે છે,આખરે તેને લાગણી ને વશ થઈ ને મોકલે છે."તું બી.એસ.સી માં નાપાસ થઇ અમને ક્યાંય ના પણ ના રાખ્યાં તારા કારણે અમને શરમ આવે છે,તને પોતાની છોકરી કહેતાં,તને અમે ક્યાં ચોઘડિયાં માં લાવ્યાં, અમે આ દિવસ ને યાદ કરી રડીએ છીએ.તને લાગણી નામની વસ્તુ જ નથી,તું આવી કેમ છે? એ પોતાનો આ નિર્ણય બદલે તે માટે એની મમ્મી રડવા નો ખોટો ડ્રામા કરે છે. તેનાં પપ્પા ઢોર ની જેમ મારે છે,પણ તેને કોઇ અસર થતી નથી.તુ બી.એસ.સી માં નથી નીકળી શકી એટલે તારે હવે બી.એ.કરવું પડશે,તો જ તું આ કોર્ષ કરવા તને મુકીએ નહીં તો તને ઘર નું કામ કરાવશું,એ હોસ્ટેલ માં આવે છે,પછી તેની જીંદગી તેની કસોટી કરવાની શરુઆત કરે છે.તેનો પણ તે  હસતાં મુખે સામનો કરે છે.

      તેને હવે પરણવાલાયક થઈ છે.તેની પર હવે તેના મમ્મી પપ્પા પરણવા પર દબાણ કરે છે.

તન્હા: નથી કરવા મારે લગ્ન મમ્મી-પપ્પા કેટલી વાર કહું.

મમ્મી પપ્પા:તુ હવે મોટી થઇ ગઇ નાની તો નથી જ,અમે કંઇ ન જાણીયે,તારે જોવાનું જ છે.બસ નહીં તો ઘર ના દરવાજા કાયમ માટે બંધ,

તન્હા:મારે લગ્ન નથી હાલ નથી કરવા મારે ભણવું છે,નામ બનાવવું છે.મારે મારા સપનાંઓ પુરા કરવા માંગું છું હું તૈયાર નથી.

મમ્મી :બાવીસ વર્ષે તો તું પેટ રહી હતી મારે ને તુ કહે છે કે તુ નાની છો,લગ્ન પછી કરજે તારા ઘરે જઇને તારા સપનાં તને બતાવીએ જ છીએ.

પપ્પા: તુ કાંઇ હાય લેવલ નું નથી ભણતી,તે આટલાં નખરાં કરે છે, તારી મમ્મી કહે તેમ કર, તું છે શું તે તને આટલો ઘંમડ છે,તારા માં બુદ્ધિ જેવી વસ્તુ નથી તો તારું શું સાંભળીએ અમે ?તુ છે શું ? તારે જોવા નું જ છે,અમારે નક્કી કરવાનું છે એ બધું તારો વિષય નથી સમજી નહીં તો માર પડશે, તારું કામ છે માત્ર જોવાનું ને વાતચીત કરવાનું છે.

તન્હા: હવે મમ્મી પપ્પા ની માટે હવે પ્રદર્શન ની વસ્તુ બની ગઈ,તેનું જેમ બને તેમ ઠેકાણું પાળવું તેજ તેમની જીંદગી નો ઉદેશ છે.તો મારે જીવી ને શું કામ ? આવી જીંદગી કરતાં મોત ને વ્હાલુ કરુ છેવટે ડિપ્રેશન માં આવી તે ગોળીઓ ખાઇ જાય છે.તેને ચક્કર આવી જાય છે. હૃદય માં આંચકી આવે છે,જીવલેણ તેમ છતાં તે બચી જાય છે.

મમ્મી પપ્પા: છોકરા ની ના આવી અક્કલ વગર ની કેટલા અમને નીચા નમાવીશ તારા કારણે અમારે આ દિવસ જોવો પડે છે.તારા જેવાં ને મોત કેમ નથી આવતું સારા સારા મરી જાય છે તો,તારા ભાઈ નું મોત છે કે એને તને વેઠવી પડશે,બિચારા છોકરા પર દયા કર શું કામ નઠોર બનતી જાય છે.તારી તો બગાડે,સાથે ભાઈ ની જીંદગી પણ બગાડે.

તન્હા:એમાં હું શું કરું ભાઈ ના કારણે હું થોડી મરું
હું કોઈ પર બોઝ નહીં બનું જયાં સુધી મારું નામ નહીં બને ત્યાં સુધી હું લગ્ન નહીં કરું.આ મારો નિર્ણય છે.હું પણ કંટાળી છું તમારી કચકચ સાંભળી ને તમે જયારે જોઈએ ત્યારે મને જ કેમ ટાર્ગેટ કરો છો.હું આવું ત્યારે જ તમે આવા નાટકો કરે જાવો છો.

મમ્મી પપ્પાઃ આ ઘર માં અમારા જ નિયમો ચાલશે,તારે રહેવું હોય તો રહે,નહીં તો ભાગી જા જેવા તેવા છોકરા સાથે,હવે તું વિચાર અમારા કહ્યા માં રહેવું કે ભાગી જવું તે તારે નક્કી કરવાનું છે.તારે ઘરે નહીં આવવા નું હોસ્ટેલ માં પડ્યાં રહેવું તું જયારે આવે ત્યારે અમને દુઃખી કરીને જાય છે.

ભાઈઃઆવી બહેન મને ક્યાં ભટકાઈ,મને તો શરમ આવે છે, આને બહેન કહેતા આવી બહેન હોય તો શું ને ન હોય તોય શું?મારી ઈજજત જાય છે?આવી બહેન તું કેમ લાવી,હું આવું ત્યારે આને કાઢી મૂકવાની,ખોટું ઘર નું વાતાવરણ બગાડે છે,આવી આવી તમે આને ખોટી બોલાવી જ તમે આને આવે ત્યારે અશાંતી ઉભી કરીને જાય છે.

     "જતી એ નથી કયાંય,પાર આવે આના નામ નો મરી જા તું તો અમે છૂટીએ ને સામેવાળો પણ" તારા કારણે તો અમે ક્યાંય નથી જઇ શકતાં બધાં જ હસે છે અમારી પર" અને તેને ગંદી ગંદી પણ ગાળો બોલે છે.તેનો ભાઈ તેની બહેન ને સમજવા ની જગ્યાએ તેને આકરા વેણ કહે છે.આ એનો નાનો ભાઈ બોલે છે.

તન્હા: રડે છે,તે ભાઇ સાથે ઝગડી પડે છે.

મમ્મી: તને અમે આ માટે લાવ્યા હતાં, ભાઇ તારો દુશ્મન નથી,એતો કહેશે જ તારે રહેવું હોય તો રહે .એક તો તારા માં કંઇ ભલીવાર ન્ હોય તો બધા કહેશે,સહન કરવા ની ગણતરી ન હોય તો અહીંયા નથી આવવાનું તારે સામાન પકડ અને ઉપડ તારી હોસ્ટેલ.

   કોલેજ માં પણ તે એકલી પડી જાય છે.કોલેજ માં પણ બધાં એની મજાક ઉડાવે છે. ટીચરો પણ તેની સાથે બહુ ખરાબ રીતે વર્તે છે.તન્હા ની અંદર તનાવ,ચિંતા,હતાશા અને ફોબીયા,જેવી બિમારી ઘર કરી જાય છે.તે હોસ્ટેલ માં પણ સાવ એકલી પડી ગયેલી હોય છે,કહેવાય છે,ખરાબ સમય કુદરતે આપેલી ભેટ છે.તમને ઘણું બધું શીખવી જાય છે.તો પણ તે છોકરી બધા જ પડકારો નો સામનો એક યોદ્ધારુપે કરે છે.

     તેને હવે કવિતા અને શાયરી લખવા પણ મસ્ત લખે છે.આર્ટીકલ અને સ્ટોરી પણ બેસ્ટ લખે છે.તેનાં ટીચર ને ખબર પડે છે ત્યારે તે લોકો તો એને ગાઇડ કરે છે, તેને આમાં સહકાર પણઆપે છે,પરંતુ  ઘર માં વાતાવરણ એક ગુનેગાર સાથે ન હોય તેવું તેનાં માટે હોય છે,તેની કોઇ પણ આવડત ને એનાં મમ્મી પપ્પા સમાજ ની ઇજ્જત સાથે જોડી ને તેને બોલે છે. તેને હોસ્ટેલ માં છોકરીઓ પણ તેને બીન- મોટીવેટેડ કરે છે.તે જીંદગી થી હારી જાય છે,તેને બેસ્ટ લખતાં શીખવા ની ઉત્સુકતા તેને મુસીબત નાં દરવાજે પહોંચાડી દે છે,
તેને બધાં એવાં લોકો મળે છે કે જેને ગેરમાર્ગે દોરે છે.બધાં એની મજબુરી નો ફાયદો જ ઉઠાવે છે.

     કહેવાય છે,'હિંમતે મર્દા તો મદદે ખુદા'તમે જો નિસ્વાર્થ ભાવે મહેનત કરી હશે,તો તમને એક માણસ એવો મળશે,કે તમને તમારી મંજીલ સુધી લઈ જશે.

      તન્હા સાથે પણ આવું થાય છે.તે જીંદગી ના પડકારો સાથે લડતાં લડતાં તે હવે કઠણ કાળજા ની થઇ ગઇ છે,એક સાહિત્ય ના ગ્રુપ માં એડ થાય છે, ત્યાંથી જ એની જીંદગીના ટર્નીંગ પોઈન્ટ ની શરુઆત થાય છે. તેમાં નિરાશા માં એક આશા નું કિરણ મળે છે, તેનું જોશ હવે મજબુત થાય છે.તેને એક એવા વ્યક્તિ મળે છે,તેમને મળ્યા પછી આખી દુનિયા બદલાઇ જાય છે.
     
      તે આકર્ષક વ્યક્તિત્વ નું નામ વિશ્વા શાહ છે,તે દીદી સુંદર તો હોય છે, પણ સાથે સાથે સમજું પણ તેમનું દેખાવ જોઈ તેમની ઉંમર નો અંદાજ લગાવો મુશ્કેલ બની જાય છે,તે દીદી ના વિચારો આધુનિક,રહેણી કહેણી થી તે સાવ 24 વર્ષ ના લાગે,તે દીદી ને આ તન્હા મળે છે,ત્યારે રડી પડે છે. તે દીદી તેના વાળ સહેલાવે છે,એની હાલત સાંભળી તેમની પણ આંખો ભીની થઈ જાય છે.

   વિશ્વાદીદીઃ તન્હા શું વાત છે, તને હું જોવું છું તું કોલ પર વાત કરતાં રડી જાય છે.

   તન્હાઃ દી દરેક વ્યક્તિ મને એવા મળે છે, જે મને ગેરમાર્ગે દોરે છે, ને મારા થી પોતાનો મતલબ નિકાળે છે.હું શું કરું મને નથી સમજાતું.

વિશ્વા દીદીઃ દિકરા તું એવી દુનિયા માં આવી ગઈ છો જયાં ગળું દબાવવા ની શરુઆત પગ દબાવવા થી થાય છે, દુશ્મન બનાવવા ની શરુઆત મિત્ર બનાવવાથી થાય છે,તમને ડફોળ બનાવવા ની શરુઆત મદદ કરવાના જુઠ્ઠા આશ્વાસન થી થાય છે, છેતરાઇ જઈશ દિકરા.સંભાળી કદમ રાખજે.

તન્હાઃ તમે જ કંઈ રસ્તો બતાવો ને દીદી,હું શું કરુ?મને કંઈ ખબર નથી પડતી બધાં મને સારું સારું બોલી ને ડફોળ બનાવે છેઅને એન્ડ ટાઈમ પર ના પાડી દે છે.

વિશ્વાદીદીઃ તને આગળ લાવવા હું મદદ કરીશ,તને બધી મદદ હું કરીશ,તું દિકરા કોઈની પણ વાત માં આવી ને તારું નાના બચ્ચા જેવું વ્યક્તિત્વ ગંદું ન કરતી,બધાં તારી આ તક નો રાહ જોઈ બેઠાં છે, તું કોઈ ને મોકો આપીશ નહીં.

તન્હાઃ દીદી હું બેસ્ટ મહેનત કરે તો હું સફળ થઈશ તો ખરી ને?

વિશ્વા દીદીઃ કેમ નહીં?

તન્હાઃ પણ, દીદી મને તો લગ્ન માટે દબાણ કરવામાં આવે છે, આ કેવી રીતે શક્ય બનશે.

વિશ્વાદીદીઃ તમે બેસ્ટ મહેનત કરો છો,કોઈ વસ્તુ ને મેળવવા તો દુનિયાનો ખૂણો ખૂણો તમને તે વસ્તુ ને મળાવવા લાગી જાય છે,પણ તમારે દરેક પરિસ્થિતી માં ઊભા રહેવું પડે,કસોટી ઓમાં પાર ઉતરવું પડે.નિષ્ફળતા માં પણ સફળતા શોધતા આવડવી જોઈએ દિકરા.

તન્હાઃ હવે દી જોવો હું કેવી બેસ્ટ મહેનત કરીશ,કે ઉપરવાળાને જખ મારી ને આપવું પડશે,હું તેને કોઈ ફરિયાદ કરીશ નહીં,હું દરેક પરિસ્થિતિ માં ખુશ રહીશ.મારા કરતાં ઉપરવાળા પપ્પા ના પ્લાન ઘણાં ઊંચા હશે.

વિશ્વા દીદીઃ આ થઇ ને મારા ગુડ દિકરા વાળી વાત,બેસ્ટ ઓફ લક દિકરા તું તારું જોશ મરવા દઈશ નહીં,તારી દીદી તારી સાથે છે.

    તન્હાઃ ઓકે દી,

પછી તે સખત મહેનત કરી ને આજે તે લેવલે પહોંચી ગઈ છે.તેના દીદી નો પુરો સહકાર હતો.તે હાલ માં ખર્વપતી ઓના લિસ્ટ માં તેનું નામ છે,તે આંતરરાષ્ટ્રીય ડિઝાઈનર છે,ને સાથે સાથે સારી લેખિકા પણ છે.

    આજે તેની પાસે પૈસા ની સાથે સાથે પ્રસિદ્ધિ પણ એટલી જ છે.તે એક પાર્ટી માં વિશ્વા દીદી ને મળી હતી.દીદી બહુ ઉંમરલાયક છે,પણ તમનો લુક તો અત્યારે પણ એવો છે,25 વર્ષ ની યુવતી જેવો.વિશ્વા ની પ્રગતિ જોઇ દી પણ ખુશ છે.

   તન્હા પણ આજે ખુશ છે. તેમાં પતિ પણ સારા છે,તેનાં બાળકો છે,તેનું લગ્નજીવન સુખી છે.તેનાં મમ્મી પપ્પા આજે એજ દિકરી પર ગર્વ કરે છે જેને પહેલા ધિક્કારતા હતાં.

   મારે ટુંક માં એટલું જ કહેવું છે.જે દીકરી ઓ મહેનતું છે,તેને કોઈ અવકાશ મળતો નથી,મમ્મી પપ્પા એ બાળકો જોડે માલીકી નો નહીં પરંતુ મિત્રતા નો સબંધ રાખવાની જરુર છે.દિકરીઓ પ્રત્યે માં બાપે વલણ બદલવાની જરુર છે, તમે જ લોકો આવું કરશો તો તે પારકાં પર શો ભરોસો કરી શકશે.તમને તમારી જ દિકરી પર ભરોસો નથી તો વહૂ પર કેમ આવશે.

   બાળકો ને કહેવું "જા બેટા તું મહેનત કર તારી દરેક પરિસ્થિતિ માં અમે તારી સાથે જ છીએ તો એ બાળક ની પ્રગતિ કોઈ નહીં રોકી શકે."

     
"દિલની લાગણીઓની શાબ્દિક ગૂંથણી".....

શૈમી ઓઝા લબ્સ ની કલમે.........