Vivah Ek abhishap - 3 in Gujarati Horror Stories by jadav hetal dahyalal books and stories PDF | વિવાહ એક અભિશાપ - ૩

Featured Books
Categories
Share

વિવાહ એક અભિશાપ - ૩

             આગળ અાપણે જોયુ કે અદિતિ કોલેજ માં જાય છે જ્યાં પુજા ,વિક્રમ ,પ્રત્યુષ અને મોન્ટી બધા ને મળે છે .વિક્રમ પુજા ને પ્રેમ કરે છે જ્યારે અદિતિ અને પ્રત્યુષ બંન્ને રિલેશન શીપમાં છે .જો કે હજુ સુધી અદિતિ ના ડરપોક પણા ને લીધે પ્રત્યુષ ના ચાહવા છતા અદિતિ સાથે સંબંધ બનાવી ના શક્યો.અદિતિ એના પપ્પા થી છુપીરીતે  એ ગ્રુપ માં છે કેમ કે અદિતિ નુ કોઇ છોકરા સાથે વાત કરવું પણ એના પપ્પા ને મંજુર નહોતુ.ફેરવેલ ની રાતે એના પપ્પા થી સંતાઇ ને અદિતિ કોલેજ જાય છે જ્યાં મોડી રાતે વિક્રમ ,પુજા ,અદિતિ  અને પ્રત્યુષ વિક્રમ ના ઘરે જાય છે અને મુડ ફ્રેશ કરવા ટ્રુથ એન્ડ ડેર ની ગેમ રમવા નું શરુ કરે છે.
                 પહેલી જ વાર માં બોટલ નું  મો પુજા તરફ રોકાયું અને સામે હું હતી એટલે સવાલ પુછવાનો વારો એનો હતો એણે મને પુછ્યુ ટ્રુથ ઓર ડેર .મે ટ્રુથ ને પસંદ કર્યું એટલે એણે પુછ્યુ,"તમને બંન્ને લગભગ અઢી વર્ષ જેટલું રિલેશન શીપ માં છો .પણ મને ખબર છે કે તે હજુ સુધી પ્રત્યુષ ને પાસે અાવવા દેવા નો તો   દુર એને કદાચ કિસ પણ નથી કરવા દીધી .વ્હાય ?શા માટે તારા પ્રેમ થી દુર ભાગીને  બિચારા પ્રત્યુષ ની પરિક્ષા કરે છે?"
                      અા સવાલ થી હું ચોંકી ગઇ મને થયુ અા કેવો બેહુદો સવાલ છે.મે ગુસ્સે થી પ્રત્યુષ સામે જોયુ ,પછી કહ્યું ,"આમ તો અા  અમારી વચ્ચે નો પર્સનલ મેટર છે એટલે જવાબ ના દઉં તો પણ ચાલે પરંતુ હવે પુછ્યું છે તો કહી દઉં છું કે હું નથી માનતી કે બે પ્રેમીઓ જ્યારે એકબીજા સાથે ફિઝિકલી અટેચ થાય તો જ એમનો સંબંધ સાચો કહેવાય .જ્યારે લગ્ન સુધી થતી તપસ્યા ની અગ્નિ માં તપી ને અમારો પ્રેમ મજબુત થશે.જો પ્રત્યુષ મને સાચો પ્રેમ કરતો હશે તો એને લગ્ન સુધી રાહ જોવામાં વાંધો નહિ જ અાવે.કેમ બરાબર ને પ્રત્યુષ ?"
                    "હા કેમ નહિ ?અામે ય અદિતિ માટે તો અઢી વર્ષ તો શુ જનમો જનમ પ્રતિક્ષા કરી શકાય."એણે હસીને જવાબ અાપ્યો .અને અમે ફરી થી બોટલ ને ઘુમાવી.બોટલ ઘુમીને વિક્રમ તરફ સ્થિર થઇ અને સામે હતો પ્રત્યુષ.એણે પ્રત્યુષ ને ને પુછ્યું ," ટ્રુથ ઓર ડેર ? "
                 પ્રત્યુષે વિચાર કર્યો અને પછી કહ્યું ,"છોકરી ઓ મોટાભાગે ટ્રુથ પસંદ કરે છે કેમ કે ડેર એ છોકરીઓ ના બસ ની વાત નથી .જ્યારે અમને છોકરાઓને  ડેર કરતા વધારે ડર સત્ય થી લાગતો હોય છે એટલે હું ડેર પસંદ કરીશ."
             "   ઓકે , તો પછી ડેર માં હું તારી સામે બે ટાસ્ક રાખીશ.તુ જે ઇચ્છે  એ એમાંથી ગમે તે એક પસંદ કરી શકે છે. ,કાલ થી કોલેજ પુરી થઈ અને એ સાથે અાપણા બધા ને મળતા રહેવા નું બહાનુ પણ બંધ થશે .અાપણે તો કદાચ મળી પણ શકીએ પણ અદિતિ ના પપ્પા કડક સ્વભાવ ના છે એટલે અદિતિ નહિ મળી શકે અને અાપણે બધા અદિતિને નહિ મળી શકીએ.કાલ ઉઠી ને કદાચ તરતો તરત એના લગ્ન નક્કી કરી ને એને પરણાવી પણ દે.તો પછી અાપણે ક્યારેય સાથે નહિ રહી શકીએ.હું તો મારા મમ્મી પપ્પા ને વાત કરી ને પુજા સાથે મારુ નક્કી કરાવી દઇશ.પણ તુ  શું કરીશ ?ક્યાંક અદિતિ કોઇ બીજાની ના થઇ જાય
.અને એવું થાય એ પહેલા તું તારા મમ્મી પપ્પા ને લઇ ને અથવા તો તુ જાતે જઇ ને અદિતિ ના પપ્પા સાથે મુલાકાત કરીશ અને અદિતિ સાથે વિવાહ નો પ્રસ્તાવ રાખીશ .અા મારુ તને પહેલુ ટાસ્ક છે ."
                        વિક્રમ ની વાત થી હું ય ગભરાઇ ગઇ પણ હું કંઇ બોલુ એ પહેલા જ પ્રત્યુષે કહ્યું ,"ના ના ,અદિતિ ના પપ્પા ને હું ઓળખુ છું બહુ જ કડક મિજાજ ના છે મને તો એ સામે અાવે તો ય મારા છક્કા છુટી જાય છે અને તું મેરેજ ના પ્રસ્તાવ ની વાત કરે છે .મારા થી એ ના થાય."
                  " ઠીક છે તો મારુ બીજુ ટાસ્ક સાંભળ.તારે અમાસ ની રાતે  બે વાગે  શહેર ના સૌથી મોટા કબ્રસ્તાન માં જઇ ને પાંચ વાગ્યા સુધી ત્યાં રોકાવા નું છે .બોલ અા કરી શકીશ."
                  "વિકી, અા તુ કેવા ભયંકર કામ બતાવે છે .ત્યાં એને કંઇ થઈ ગયુ તો.નાહક ની ઉપાધિ થઈ જશે.અને તું ય પાછળ થી પસ્તાઇશ."મે વિક્રમ ને કહ્યું .એટલે વિક્રમે મારી તરફ જોઇ ને કહ્યું ,"મે તો એને સરળ જ ટાસ્ક અાપ્યુ હતુ .પણ એણે ના પાડી એટલે બીજા ટાસ્ક ને મે ભયાનક બનાવી દીધું ."
                 પ્રત્યુષે કહ્યું ," કોઈ બીજુ ટાસ્ક અાપ ને .તને તો ખબર છે કે કબ્રસ્તાન માં થી  અાવતી ગંધ મારા થી સહન નથી થતી."
                    "સ્મેલ ની પ્રોબ્લેમ છે કે પછી તારી ફાટે છે."વિક્રમે કહ્યું .
                "એ જે સમજવુ  હોય એ પણ તારા બીજા ટાસ્ક પર પણ હું ચોકડી મારુ છું"
                "તો પછી તારે પહેલો ઓપ્શન પસંદ કરવો પડશે."
                 "ઓકે , તો પછી પરમ દિવસે  હું મારા મમ્મી પપ્પા ને લઇ ને અદિતિ ના ઘરે જઇશ.અને મારા મમ્મી પપ્પા એમને લગ્ન ની વાત કરશે.એ સાંભળી વિક્રમ અને પુજા બંન્ને ના મો પર અાનંદ છવાઇ ગયો.અને મારા મો પર ગભરાટ .વિક્રમે કહ્યું ,"ડોન્ટ વરી અદિ .તારા પપ્પા કડક છે કંઇ દુશ્મન નથી .તારી ખુશી માટે થઈ ને એ માની જશે.એટલે મે સ્માઇલ કર્યું .
             એ પછી થોડી વાર રમીને અમે બધા વિખરાયા .વિક્રમ એની કારમાં મને અને પુજા ને ઘરે ડ્રોપ કરી.હું ચોરી છુપી થી સુતેલા વોચમેન ની નજર ચુકાવી ઘરમાં ઘુસી અને ફ્રેશ થઇ ને બેડ પર લંબાવ્યુ.પણ ચિંતા ના લીધે ઉંઘ જ નહોતી અાવતી .છેવટે એમ વિચારીને કે જે થશે એ જોયુ જશે કદાચ વળી માની ય જાય .એમ વિચાર કરતા કરતા સવારે પાંચ વાગ્યે ઉંઘ અાવી .અને બીજા દિવસે સવ‍ારે દસ વાગ્યે ઉઠી .
                    પણ ત્યારે અમારા માં થી કોઈ ને જાણ નહોતી કે અા ટાસ્ક પણ કબ્રસ્તાન વાળા ટાસ્ક જેટલું કે એના થી પણ વધારે ભયાનક ટાસ્ક સાબિત થવાનું છે.અા ટાસ્ક ના લીધે એક રહસ્ય પર થી પડદો ઉપડશે.અને રહસ્ય ની પાછળ બીજા ય રહસ્યો ઉજાગર થશે.શું હશે એ રહસ્ય ?કેમ અદિતિ ના પપ્પા છોકરાઓ ના સંપર્ક થી અદિતિ ને દુર રાખે છે ?શું એ પ્રત્યુષ અને અદિતિ ના લગ્ન માટે માનશે કે નહિ જાણવા વાંચતા રહો વિવાહ એક અભિશાપ.