રહસ્યમય પુરાણી દેરી - 16
(આગળના ભાગમાં જોયું કે મુખી અને પ્રવીણભાઈ કરશન ભગતની આગળની વાતો યાદ કરે છે, અને વાલજી ની પત્ની કરશન ભગત ને સૈતાન જેવો કહે છે. હવે આગળ...)
મણી ડોશી એક હાથમાં બાળકી અને બીજા હાથમાં સસલાનાં કાન પકડી ગામનાં પાદરથી તળાવ તરફ વડ બાજુ જઇ રહી હતી. શાંત વાતાવરણમાં ચાંદનાં આછા પ્રકાશમાં બાજુના તળાવમાંથી દેડકા અને છછૂંદંરનાં અવાજો કહી રહ્યાં હતાં કે આ રાત બાળકીની જન્મ દિવસની રાત છે. અને બીજી તરફ અંધેરી રાતમાં તળાવથી દુર આવેલા વહેણમાંથી નાયળાનાં લારૂનાં અવાજો કહી રહ્યાં હતાં કે આ રાત રાજા નાં વંશનાં આખરી દિવસોની રાત લાવશે.
મણી ડોશીનાં પગ તો એક વડ તરફ જ ચાલ્યા રાખતાં હતાં. નીચે જમીન પર થોડા સમય પહેલા પડેલા વરસાદની થોડી ભીની હતી. આસપાસનાં ઝાડનાં પાન પરથી પાણીનાં થોડા બુંદો ટપક ટપક ટપકી રહી હતી અને થોડી બુંદો ચાંદનાં પ્રકાશમાં મોતીના દાણાની જેમ ચમકી રહી હતી. આકાશમાં હજુ કોઈ ખૂણે વીજળી ક્યારેક ચમકી રહી હતી. વીજળીનાં પ્રકાશમાં માર્ગમાં થોડી દુર નજર કરતા વિશાળકાય વડ જોવા મળતો હતો.
આટલું ભંયકર વાતાવરણમાંથી ગુજરી જવું એ ભલાભલાનાં હાંજા ગગડી જાય એમ હતુ. એ તો મણીડોશી હતી જે ધમ ધમ પગલાં ભરતી ચાલી જતી હતી. તેનાં મુખ પર કોઈ હાવભાવ નહતાં. નાં કોઈ ડર, નાં કોઈ ખુશી, નાં કોઈ ઉમ્મીદની લકીર, નાં કોઈ દુખ. બસ પગ ચાલ્યા રાખતાં હતાં.
થોડા જ સમયમાં વડ નજીક આવી ગયો. મણી ડોશી વડનાં થડ પાસે પહોચી ગયા. બાળકીને વડનાં છાંયે મુકી અને તેની ફરતે એક લકીર બનાવી. વડનાં છાયામાં વચ્ચે ક્યાંક ક્યાંક ચાંદનાં પ્રકાશની સીધી રેખા સ્પષ્ટ પણે જોઇ શકાય તેમ હતી. બાળકીની બાજુમાં પોતે બેસી ગયા અને સસલાને પોતાના ખોળામાં રાખી સહેલાવા લાગ્યા. શાંત વાતાવરણમાં ધીરુ ધીરુ ગીત ગાવાનું ચાલુ કર્યું. ત્યાં જ સસલાને જાણી સ્વર્ગ મળી ગયું હોઇ તેમ મણીડોશીનાં ખોળામાં જ સુઈ ગયુ હોઇ તેમ બેભાન થઈ ગયુ. ત્યાં જ નાયળાની લારીનો(રાડુ પાડવી) અવાજ બંધ થઈ જાય છે.
થોડી જ વારમાં એક નાયળૂ ત્યાં આવી પહોંચ્યું અને ચૂપચાપ ધીરે ધીરે મણીડોશીની પાછળ પહોચી ગયું. (વાસ્તવિકતામાં નાયળા ક્યારેય એકલા જોવા મળતાં નથી. તેં હંમેશા સાતનાં જૂથમાં જ હોઇ છે. તેને લગભગ 5 કિમી લગી ગર્ભ અવસ્થામાં રહેલ સ્ત્રીની સુગંધ મહેસુસ થાય છે.) મણીડોશી સસલાંને બાળકીની બાજુમાં રાખી ઉભા થયા અને વડનાં થડ તરફ ચાલ્યા. ત્યાં પહોચી થડની બાજુમાં પડેલ એક તીવ્ર ધાર વારો પથ્થર હાથમાં લીધો.
પથ્થરથી થડ પર થોડા ઉભા અને થોડા ક્રોસમાં લિટનો મારો ચલાવાં લાગ્યા. ત્યાં નાયળૂ ધીરે ધીરે કરીને સાવ બાળકીને પાસે પહોચી ગયું અને બાળકીને સુંઘતા સુંઘતા ચક્કર લગાવા લાગ્યું. બસ હવે મોકો જોઇ બાળકી પર તરાપ મારવાનો જ હતો કે મણીડોશી બાળકી તરફ નજર કરી બોલ્યાં " નહીં, નહીં, તને અહિયાં એટલાં માટે નથી બોલાવ્યુ. બેસી જા અહિયાં."
ત્યાં જ નાયળૂ બાળકીથી થોડે દુર જઇ મોઢું ખોલીને લાળ પાડતું બે પગ પર બેસી જાય છે. મણીડોશી થડથી બાળકી તરફ ચાલવા લાગે છે અને જોર જોર થી મંત્રોનાં ઉચ્ચારણ કરે છે.
આજે આખા ગામની શાંતીમાં મણીડોશીનાં આવજો ગુંજતા હતાં. ત્યાં જ અવાજ મુખીનાં કાને પડે છે. અને ચા નો પ્યાલો નીચે મુકી બારણાં તરફ દોડ લગાવે છે. ત્યાં જ પાછળથી પ્રવીણભાઈ તેનો એક હાથ પકડી રાખી કહે છે " મણી બહેને..."
મુખી પ્રવીણભાઈની અધુરી વાત કાપતા ભાન વગરનાં થઈ કહે છે "મારી દિકરી, પ્રવીણ મને મુક, મને મારી દિકરી પાસે જવા દે."
પ્રવીણભાઈ તેને કસથી પકડી કહે છે કે યાદ છે ને " મણી બહેને વચન આપ્યું હતુ કે તમારી કન્યાને સવારે પાછી જીવતી આપશે." પ્રવીણભાઈએ મુખીને હિંમત આપીને પાછા ખાટલા પર ગોઠવ્યા અને પુછ્યું કે શુ સૈતન જેવું કામ કર્યું હતુ કરશન ભગતે?
મુખીજી પાછા થોડા ભાનમાં આવ્યાં અને કહ્યુ "દરરોજ ની જેમ વાલજીની પત્નીનું ચાલી રહ્યુ હતુ. પરન્તુ એક દિવસ..."
પ્રવીણભાઈ આતુરતા પૂર્વક પૂછી બેઠા કે " શું એક દિવસ?"
મુખીજી કંઇક બોલવા જાય તે પહેલા તો મણી ડોશીનો અવાજ એકદમ શાંત થઈ ગયો. ફરીથી મુખીજી ચોંકી ગયા. પરન્તુ પ્રવીણભાઈ તો હજુ ઘનાભાઈનાં જ વિચારમાં હતાં.
મણીડોશી એ મંત્રોચ્ચાર બંધ કરી બાળકીની બાજુમાં બેસી ગયા કે તુરંત નાયળૉ ઉભો થઈ ગયો. મણીડોશીએ પથ્થરને પોતાની તર્જની પર રાખી થોડી ભીંસ દીધી કે તુરંત લોહી નીકળ્યું. તુરંત મણીડોશી એ હાથ બાળકી તરફ કરી પહેલું જ ટીપું તેનાં છાતી પર પાડ્યું.
પછી ઉંચી નજર કરી નાયળા સામે જોયું કે તુરંત નાયળૉ સામે આવી ગયો. મણીડોશીએ તેનાં માથા પર હાથ રાખ્યો કે નાયળાએ પોતાનું મોઢું ખોલ્યું અને સસલાંને ગળચે પકડી લીધુ.
દાંતને ધીરે ધીરે નાયળૂ ભીંસતુ ગયુ કે નાયળાનું મોઢું લોહી લોહી થવા લાગ્યું ત્યાં જ મણીડોશી એ લોહી વારી આંગળી કરી ફરીથી બાળકીનાં છાતી પર ટીપું નાખ્યું. અને પછી નાયળા એ પોતાની પુરી તાકાતથી ગળચી દબાવી દીધી કે મોઢામાંથી લોહીની ધાર થવા લાગી.
મણી ડોશીએ પોતાનાં હાથનો પંજો લોહીની ધાર નીચે રાખ્યો અને ઉભા થયા કે નાયળૂ ત્યાંથી દોડતુ ભાગ્યું. પોતાની લોહી વારી હથેળી લઈ મણી ડોશી ફરીથી મંત્રોચ્ચાર કરતા વડનાં થડ પાસે ગયા.
"મુખીજી, શું થયુ એક દિવસ ?" મુખી ઉપર એક હાથ રાખી પ્રવીણભાઈએ કહ્યુ.
ક્રમશ...
શુ હશે તેં દિવસે ?
કેમ મણી ડોશીએ જ કરશન ભગતનું માથું વાઢવું પડયું હતુ ?
રહસ્ય જાણવા માટે જોડાઇ રહો " રહસ્યમય પુરાણી દેરી" ની રોમાંચક સફર સાથે...?
મારી નવી રચના કાશ... આવી ગઇ છે જે તમારા દિલને પ્રેમરસમાં ઉતારી દેશે. તમારુ દિલ પ્રેમ કરવા તત્પર થઈ ઉઠશે. અને મારી રચના " ગ્રીન સિગ્નલ " સંપુર્ણ થઈ ચૂકી છે તે વાંચી તમારો અભિપ્રાય આપશો જી. આભાર...?