મોહિત અને નીરજ એ રેકોર્ડીંગ ચેક કરે હોય છે ત્યારે એ લોકોને સંકેત સાથે એક સ્ત્રી પણ નજર પડે છે પરંતુ એ પીલોર ની આડશ મા બેઠી હોવાથી તેનો ચહેરો સ્પષ્ટ જોઈ શકતો નથી.માત્ર તેના હાથ પર એક વીંટી અને એક ટેટુ દેખાય છે.મોહિત વેદ ને બોલાવી અને તે ફરીથી આ રેકોર્ડીંગ બતાવે છે.આ વીંટી વેદ ને પરિચિત લાગે છે પણ તે અત્યારે કઈ પણ યાદ નથી આવતું.તે મોહિત ને થોડા નામ જણાવે છે અને તેના કોલ લોકેશન તથા કોલ રેકોર્ડ કઢાવવા સુચના આપે છે.
મોહિત એ બધી સુચના સાંભળી અને આગળ ની માહિતી એકઠી કરવા સાયબર સેલ મા જવા નીકળે છે.અને વેદ પોતાની કેબીન મા આગળની અત્યાર સુધી ની તમામ કાર્યવાહી તેમજ આગળની કાર્યવાહી વિશે મનોમંથન કરે છે.ત્યાં સુધી મા મોહિત બધી માહિતી એકઠી કરી વેદ પાસે આવે છે.વેદ એ તમામ માહિતી જોવે છે.આ બધી માહિતી જોતા તેને થોડી શાંતિ તો થાય છે.પણ હજી એક સવાલ તેને અકળાવતો હોય છે.એના નિવારણ માટે એ ફરીથી રમેશ ને પુછપરછ માટે સ્ટેશન પર બોલાવે છે.
થોડી વાર પછી રમેશ પોલીસ સ્ટેશન આવ્યો અને વેદ ને મળ્યો. “રમેશ જે દિવસે સંકેત નું ખૂન થયું તે દિવસે તેણે કોઈ મળવા માટે આવેલું?” વેદે રમેશને પૂછ્યું.
“ ના સાહેબ” રમેશ
“સરખી રીતે યાદ કરીને જવાબ આપ એ દિવસે કોઈ સંકેત ને મળવા આવ્યું હોય.”વેદ
“ના સાહેબ. એ દીવસે કોઈ પણ તેણે મળવા આવ્યું ન હતું. પણ એક એ.સી. રીપેરીંગ કરવા માટે એક મિકેનિક આવ્યો હતો” રમેશ
“તે આની પહેલા પણ ક્યારેય એ.સી. રીપેરીંગ માટે આવ્યો હતો. વેદ
“ના સાહેબ એ નવો માણસ હતો.આથી મેં તેને પૂછ્યું કે આ વખતે કે તમે આવ્યા કપિલભાઈ કેમ ન આવ્યા? તો તેણે મને જણાવ્યું કે તે આજે બીજે કામ પર ગયા છે એથી મને મોકલ્યો છે.” રમેશ
“પછી ?” વેદ
“થોડી વાર બાદ તે એ.સી. નું રીપેરીંગ કરી અને ચાલ્યો ગયો.હજી એ ગયો એને લગભગ વીસ મિનીટ જેવું જ થયું હશે ત્યાં પેલા કપિલભાઈ કે જે દર વખતે એ.સી. રીપેરીંગ માટે આવે છે તે આવ્યા. તેણે આવતા વેત જ કહ્યું કે સોરી આજે થોડું મોડું થયું કેમકે આજે મારી બાઈક મા પંચર હતું.” રમેશ
“પણ એ.સી. તો રિપેર થઇ ગયું છે.હમણાં તમારી કંપનીનો બીજો માણસ આવી અને એ.સી. રિપેર કરી ગયો છે.” રમેશ
“શું! આ કંપની મા તો હું એકજ છુ. આખા શહેર મા બીજું કોઈ નથી.” કપિલ
“તો કોણ આવ્યું હશે? તમે એક વાર ચેક કરી લો કે એને કઈ છેડછાડ તો નથી કરીને.”રમેશ “થોડીવાર પછી કપિલભાઈ એ કહ્યું કે બધું બરોબર છે આમા કઈ પણ છેડછાડ કરેલ નથી બધું બરોબર છે.”
“આ વાત તે સંકેત ને જણાવી હતી?”વેદ
“ના,સાહેબ સાથે વાત કરવાની તક જ મળી નથી.”રમેશ
“કેમ રાત્રે ઘરે જમતા સમયે તે ન જણાવ્યું” વેદ
“ના,એ દિવસે સાહેબ ઘરે નહોતા જમ્યા તે બહાર થી જમીને રાત્રે મોડા ઘરે આવેલા અને આવી અને પોતાના બેડરૂમ માં જઈ અને સુઈ ગયા અને સવારે તો તેમની લાશ જોઈ” રમેશ
“બંગલા માં C.C.T.V. કેમેરા લાગેલ છે એ ચાલુ તો છે ને?”વેદ
“તો બંગલા ના C.C.T.V. માં પેલા એ.સી. વાળા નું રેકોર્ડીંગ જરૂર થયું હશે ને?”વેદ
“હા સાહેબ” રમેશ
વેદે મોહિત ને રમેશ સાથે જઈ ને તે રેકોર્ડીંગ લઇ આવવા કહ્યું.મોહિત થોડીવાર પછી એ રેકોર્ડીંગ લઇ અને આવ્યો અને તેણે વેદ ને બોલાવી અને રેકોર્ડીંગ શરુ કર્યું.રેકોર્ડીંગ મા જે ચેહરો જોયો એ જોઈ ને વેદ પણ શોક થઇ ગયો.તેણે મોહિતને થોડી સુચના આપી અને ત્યાંથી થોડી માહિતી એકઠી કરવા રવાના કર્યો.અને નીરજ ને કહી અને સંકેત ના પરિવાર તેમજ તેના શો રૂમ ના બધા કર્મચારી ને કાલે બપોરે સ્ટેશને બોલાવવા કહ્યું.અને ત્યાર બાદ તે ઘરે જવા રવાના થયો કારણ કે કાલ નો આખો દિવસ એના માટે વ્યસ્તતા ભર્યો રહેવાનો હતો.
ક્રમશ......
આપનો રિવ્યૂ જરૂર થી જણાવજો