Niyati - 15 in Gujarati Fiction Stories by Niyati Kapadia books and stories PDF | નિયતિ - ૧૫

Featured Books
  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

  • હું અને મારા અહસાસ - 108

    બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્...

Categories
Share

નિયતિ - ૧૫

       “ ચાલો પપ્પા આપણે નીકળીએ. ”
              
વાસુદેવભઇને એમની દીકરીનું મોઢું ઉતરેલું લાગ્યું.એ કાંઈ બોલ્યા વગર આગળ થયા. ક્રિષ્ના એમની પાછળ ચાલી.
ઘરે જઈને એની નાનકડી બેગ જે એ સાથે લાવી હતી એ લઈને પહેર્યા કપડેજ નીકળી ગઈ. વાસુદેવભઇ એ પૂછ્યું પણ ખરું કે સાડીમા ફાવસે ? એણે જરીક હસી દીધું જવાબમાં અને દીવાલ પરની ઘડીયાળ તરફ આંખથી ઈશારો કર્યો. સમય થઈ ગયો હતો એ ક્યાં રોકાઈ છે કોઇના માટે, કદી?
                  
એરપોર્ટે પર આવીને બધી વિધિ પતાવ્યા બાદ અડધો કલાક બેસી રહેવાનું હતું. એણે એ સમય એના પપ્પા સાથે ગાળવાનું વિચાર્યું. એ પાછી નીચે આવી અને એના પપ્પા સાથે એક ખૂણામાં ખાલી જગામા ગોઠવાઈ.
         
 “ શું વાત છે, તું ઉદાસ લાગે છે ? ”
           
“ ના, ખાસ કંઇ નથી. ” ક્રિષ્નાએ જરાક હસીને કહ્યું.
            
“ પાર્થ સાથે બધું બરાબર છે ? જો જરિકે હા ના થતું હોય મનમાં તો સાફ સાફ કહી દેજે. તારી ખુશીથી વધારે મારે માટે કંઈ નથી.”
         
 ક્રિષ્ના હસી પડી. એના પાપાજ દુનિયાની એકમાત્ર એવી વ્યક્તિ હતી જે એના મોં સામે જોઇને એનું મન જાણી લેતા!

 “ મને હું પૂછું એનો જવાબ આપશો ? ”

         
“ લે એમાં પૂછવાનું હોય ! ” પપ્પાએ દીકરીના ખભે હાથ મૂક્યો.
          
“ તમને કેવી રીતે ખબર પડેલી કે તમે મમ્મીને પ્રેમ કરો છો ?”
          
“ સાચું કહું તો હજી આજેય મને ખબર નથી ! ” વાસુદેવભઇ હસી પડ્યા પછી એમની લાડકવાયી ને કહ્યું, “ મને જિંદગી એ એવો કોઈ મોકો જ નહતો આપ્યો. પહેલાં ભણ્યો ત્યારે બધું જ ધ્યાન ફક્ત ભણવા ઉપર હતું. પછી બાપુજીની નોકરી છૂટી ગઇ. ઘરમાં સૌથી મોટો હું , એટલે કમાવાની જરૂર પડી. સરકારી નોકરી માટે ખૂબ પ્રયત્નો કર્યા. એમાં સફળ થયો ત્યારે પેલીજ વાત તારી મમ્મીની આવેલી, લગ્ન માટે. અમે લોકો પાંચેક મીનીટ માટે મળ્યા હોઈશું અને ઘરે જઈને મારે જવાબ આપવાનો હતો. તારી મમ્મી મને સીધી સાધી લાગેલી જરાય ભભકા વગર એ જેવી હતી એમને એમ મને મળેલી. મને એની સાદગી પસંદ આવેલી. અને અમે પરણી ગયા. ક્યારેક લડતા, ઝઘડતા, એકબીજાને મનાવતા, હસી મજાક કરતાં અને સૌથી વધારે એકસાથે અમારું ઘર સંભાળતા, મને અને એને એકબીજાની આદત પડી ગઈ. પછી વારસો બાદ એક ચમત્કાર સર્જાયો. મારા હાથમાં દવાખાનાવાલી બેને હાલ જન્મેલી એવી એક નાનકડી બાળકી મૂકી હતી. એ બાળકીએ મારી સામે નજર મેળવી ને સુંદર હસી. એના એક ગાલ પર ખાડો પડતો હતો. હું બસ એને જોઈજ રહ્યો. સમય, સ્થળ, ભાન બધું ભૂલીને ! મે એને હળવેથી એક ચૂમી ભરેલી એના નાજુક ગાલ પર, એનુંયે ચકામુ ઉપસી આવ્યું. પછી મને ખબર છે પડી કે એ બાળકી કેટલી નાજુક છે. મે એને મારી છાતીએ વળગાડી બસ, ત્યારે મને સમજાયું કે આજ પ્રેમ છે. એ બાળકીને કોઈ અપેક્ષા વગર બસ ખુશ રાખવી એજ મારા જીવનનું એક માત્ર લક્ષ અને એજ
મારી ખુશી ! ”
           
 “ જ્યારે તમે કોઈને ખરેખર ચાહોછો ત્યારે એ વ્યક્તિની હાજરી કે એનો ખ્યાલ માત્ર તમારા દિલને ખુશ કરી જાય અને એવી ખુશી આપોઆપ જ આવી મળે, એના માટે પ્રયત્ન ના કરાય.” વાસુદેવભાઇ ક્રિષ્નાને માથે ફેરવતા બોલ્યા,
           
“ હું તો સાવ સીધો સાદો માણસ છું, જે રીતે મે પ્રેમને જોયો એ મે તને કહ્યું. હોય શકે તારા માટે નિયતિ એ કંઇક અલગ વિચાર્યું હોય. છતાં, હું ભગવાનને પ્રાર્થના કરીસ કે મારી દીકરીને એના જીવનમાં સાચા પ્રેમનો અનુભવ જરૂર કરાવે. ”
            
પાર્થ કન્યાવિદાયની વિધિ જોઈને મનોમન એના અને ક્રિષ્નાના લગ્ન થતા જોઈ રહ્યો હતો. મુરલી આજે સાંજે ક્રિષ્નાને એના ઘરે બોલાવી એના મનની તમામ વાત કરવાનો હતો. અને દૂર નિયતિ આ બધાને જોઈને જાણે કહી રહી હતી કે, સપના જરૂર જુઓ પણ, એ બધા પૂરા થશે એવી આશા ના રાખો.......

   

ક્રિષ્નાને અત્યારે ઊંઘવાની જરાય ઈચ્છા ન થઈ. વિમાનનો ધીરો પણ એકધારો ગુંજતો અવાજ એના મગજમાં, એની હર એક નસમાં પેસીને જાણે તાંડવ કરી રહ્યો હતો ! એને માથું દુખતું હોય એમ લાગ્યું. એક અજીબ બેચેની અને સહેજ ઊલટી થશે એમ લાગતા એને નાસ્તો લેવાનું ટાળ્યું. એરહોસ્ટેસ છોકરીએ આવીને એને એની તબિયતના બારામા પૂછ્યું પણ ખરું ! ક્રિષ્નાએ બે હાથે કાન દાબીને એને અવાજથી પરેશાની થાય છે એમ જણાવતાં એને થૂંક ગળતા રહેવાની સલાહ મળી.....

થુંક ગળવાથી એને કાન અને માથાના દુખાવામાં થોડી રાહત જણાઇ. પણ મગજમાં તો તાંડવ ચાલુ જ રહ્યું ! એણે એક નિર્ણય લઈ લેવાનું નક્કી કર્યું. મુરલી કે પાર્થ ?

હા એ સાચું છે કે, એ મુરલી માટે કંઇક અચોક્કસ લાગણી અનુભવે છે. એ જ્યારે જ્યારે એની પાસે હોય ત્યારે એનો એના ખુદ ઉપર કાબૂ નથી રહેતો ! એનું દિલ એનું દિમાગ બેય જાણે શુષપ્તાવસ્થામા ચાલ્યા જાય છે....અત્યારેય એના વિચારમાત્રથી એનું દિલ જોરથી ધબકવા લાગ્યું, એના હાથ થોડા ધ્રુજવા લાગ્યા....

એણે પાર્થ વિશે વિચારવાનું ચાલુ કર્યું. એ એનો દોસ્ત છે, વરસોથી. કેટલો દેખાવડો, સારા સ્વભાવનો, એનેે હંમેશા મારી મદદ કરી છે ! મારા સિવાય આજદિન શુંધી કોઈ બીજી છોકરી સાથે કોઈ સંબંધ પણ નથી રાખ્યો. આજેય મેં એની ગાડી ઠોકી તોયે એક અક્ષરય બોલ્યા વિના એણે ઊલટાની મને બચાવી. 

બધી છોકરીઓ એના જીવનસાથીમા શું જોતી હોય ? દેખાવ, એની કમાણી, એનું ઘર કુટુંબ ! એ બધામાં પાર્થ જ બાજી મારી જાય છે, એજ બેસ્ટ ચોઇસ છે. ક્રિષ્નાએ આંખો મીચીને મન શાંત કરવાનો પ્રયાસ કર્યો. એણે લીધેલા નિર્ણયથી એ ખુશ હતી. એ મુરલીને સાફ સાફ કહી દેશે, આઇ એમ નોટ ઇંટરેસ્તેડ ઇન યું !

બેંગલોર એરપોર્ટે પર એ ઉતારીને બહાર નીકળવાનું વિચારતી હતી ત્યારે એની નજર મુરલીને શોધતી હતી. એણે કહેલું કે, એ  અહીંજ એની રાહ જોતો હસે, તો એ હોવો તો જોઈએ. ક્રિષ્નાનું મન કહી રહ્યું. આવે કે ના આવે મારે કેટલા ટકા ? દિમાગ કહી રહ્યું. લગભગ પાંચેક મિનિટ થઈ હસે એટલામાં તો બધા લોકો પોતાના રસ્તે પડ્યા. ક્રિષ્નાને ટેક્સી કરવાની હતી. અજાણી જગાએ કોઈ ભરોસો પડે એવો ડરાઈવર ક્યાં શોધવો ? એ જે જગાએ ઉભી હતી ત્યાં ચા નાસ્તાના સ્ટોલ હતા અને ત્યાં થોડાક માણસો પણ હતા. એ ત્યાંથી ચાલીને બહાર રસ્તા ઉપર જવાનું કરતી હતી કે એની નજર એક યુવક પર પડી.
સફેદ ટીશર્ટ અને બ્લું જિન્સ પહેરેલો, ઊંચો, પાતળો એ યુવક કોઈને શોધી રહ્યો હતો. અંદરથી બહાર આવતા એક પેસેંજરને ઊભો રાખી એને કંઇક પૂછ્યું પણ ખરું!

ક્રિષ્નાને એને જોઈને મજા પડી રહી હતી. એ, એ યુવકની પાછળ જઈને ચૂપચાપ ઊભી રહી ગઈ.
 
એ મુરલી હતો. એણે ક્રિષ્નાને જોઈ ન હતી. બધા સાથે ભીડમાં બહાર નીકળેલ ક્રિષ્ના અત્યારે સાડીમાં સજ્જ હતી. મુરલીને એમ કે, ક્રિષ્ના હંમેશા ડ્રેસમાં કે જિન્સ જોવા મળે. એટલે સાડીવાળી છોકરી તરફ એણે નજર જ નહતી નાખી. ક્રિષ્નાને હસવું આવી રહ્યું હતું. થોડીવાર પહેલાં જ એને એક નિર્ણય લીધો હતો મુરલીને છોડીને પાર્થને હંમેશા માટે અપનાવવાનો અને અત્યારે એજ એનો નિર્ણય ભૂલીને મુરલીની પાછળ ઊભી હસી રહી હતી ! અચાનક કંઇક ભ્રમ થતા એ પાછળ ફર્યો હતો અને આનંદ સાથે આશ્ચર્યમાં ગરકાવ થઈને એ બે પળ થંભી ગયો અને પછી તરત જાણે કંઈ યાદ આવી ગયું હોય એમ ગજવામાંથી ફોન નીકાળી ક્રિષ્નાના ફોટો લેવા લાગ્યો....

“અરે ! આ શું કરે છે ? ” 

“ તને ખબરજ નથી તું કેટલી ગજબ લાગી રહી છે ! આજે તને સાડીમાં જોઈશ એવી તો મને કલ્પના જ ન હતી. ” મુરલીએ આટલું બોલતા બોલતા તો બે ચાર ફોટા જુદા જુદા એંગલેથી લઇ લીધા.“ ચાલ એક સેલ્ફી થઈ જાય." મુરલીએ ક્રિષ્નાની બાજુમાં ઊભા રહી, પોતાનું શરીર ક્રિષ્નાના શરીરની પાછળ રાખી, બંનેના ચહેરા પાસે પાસે આવે એમ એક હાથ લાંબો કરી, એના મોબાઈલ વડે ફોટો લીધો.

અજાણેે જ પણ મુરલી ક્રિષ્નાની નજીક હતો, ખાસો નજીક ! પેલી જાદુઈ અસર જેનાથી ક્રિષ્ના દૂર રહેવા ઈચ્છતી હતી એ ચાલુ થઈ ગઈ.....હવે એને પોતાનો થોડી વાર પહેલાં જ લીધેલો નિર્ણય યાદ આવ્યો. કાશ, એ મુરલીને અહી, એને શોધતો મૂકીને નીકળી ગઈ હોત ! ક્રિષ્નાના મોં પરનું સ્મિત ગાયબ થઈ ગયું.

“ શું થયું ? ” મુરલીએ એને ગંભીર થતી જોઈને પૂછ્યું.

“ કંઈ નહી. હું નીકળું મારે રૂમ પર પહોંચતા અંધારું થઈ જશે. ”

“ તને લેવા તો હું આવ્યો છું. આજે સાંજે તારે મારા ઘરે જમવાનું છે ભૂલી ગઈ ? ” મુરલી ક્રિષ્નાનો હાથ પકડી ચાલવા લાગ્યો.

ક્રિષ્ના બે કદમ એની સાથે ઢસડાઈ પછી ઊભી રહી ગઈ. મુરલીએ પાછળ ફરી એની સામે જોયું. ક્રિષ્નાએ એનો હાથ ખેંચી લીધો.

“ તું કંઈ સમજતો નથી કે સમજવા માંગતો નથી ? કેટલીવાર કહું કે, મે મારો જીવનસાથી પસંદ કરી લીધો છે, તું પરાણે મારે ગળે પડીને સાબિત શું કરવા માંગે છે ? ” ક્યારનોય મનમાં ભરી રાખેલો ઉચાટ બહાર આવી ગયો. “ મને મારા હાલ પર છોડી દે પ્લીજ ! ”

“ આજે મારો બર્થડે છે ! વરસોથી હું નહતો મનાવતો, આજે ઈચ્છા થઈ ગઈ કે તારી સાથે સેલિબ્રેટ કરું. ” એ હસ્યો, ઉદાશિભર્યું. “ કંઈ વાંધો નહી ચલ, તને તારા રૂમ પર છોડી દવ આમેય આપણે એક જ જગાએ જવાનું છે." એ આગળ ચાલતો થયો.

ક્રિષ્નાને એની આ હરકત સહેજે પસંદ ન હતી. એ પોતેજ નિર્ણય લઈ લેતો અને ક્રિષ્નાને એની વાત માનવા માટે છોડીને ચાલવા લાગતો. હજી એની સાથે જવું કે ના જવું એ પોતે વિચારતી હતી ને એ આગળ ચાલવા લાગ્યો. ક્રિષ્ના એની પાછળ ચાલી. 

“ અહીં જ ઊભી રહેજે હું બાઇક લઇ આવું. ” ક્રિષ્નાની હા, ના, સાંભળ્યા વગર જ એ ચાલી ગયો.

ક્રિષ્ના ઊભી રહી. અત્યારે કોઈ અજાણ્યા સાથે ટેકસીમાં જવા કરતાં મુરલી સાથે જવું સારું એને વિચાર્યું , મુરાલીના ચહેરા પરની ઉદાસી એને ના ગમી પણ એને અટકાવવો જરૂરી હતો.

મુરલી બાઇક લઇને આવી ગયો. ક્રિષ્ના એની પાછળ ગોઠવાઈ. બંને વચ્ચે થોડું અંતર રહે એમ એ એની નાનકડી બેગ ખોળામાં રાખીને બેઠી.એક હળવા ઝાટકા સાથે મુરલીએ બાઇક  આગળ વધારી. ક્રિષ્ના આગળ ધકેલાઈ ગઈ. એનો હાથ અનાયસજ મુરાલીના ખભે મુકાઈ ગયો.
આખા શરીરમાં એક ઝણઝણાટી ફેલાઈ ગઈ. મુરલીના શરીરમાંથી આવતી એક અજીબ મહેંક ક્રિષ્નાના મનને શાંત કરી એક નવીન દિશામાં વાળી રહી. એણે ફરીથી વિચારવાનું ચાલુ કર્યું.  મુરલી કંઈ ખરાબ છોકરો ન હતો. આજે એના જન્મદિને એને  ઉદાસ કર્યા વિના જો શાંતિથી એની સાથે વાત કરી હોય તો ! ગમેતે હોય, આખરે મુરલીએ એની મદદ  કરી છે !એની સાથે  આટલું ખરાબ વર્તન કરવું બરોબર નથી જ.

“ પોતાના બર્થડે પર કોઈ આમ ઉદાસ રહેતું હશે ? ” મુરલીની ચુપ્પી તોડવા ક્રિષ્ના બોલી, “ શું બનાવ્યું છે જમવામાં ?  તમારું સાઉથનું ખાવાનું ખાઈ ખાઈને હું કંટાળી ગઈ છું ! મને પસંદ પડે એવું કંઈ રાખ્યું હોય તો જ તારે ઘરે લઈ જજે ! ” ક્રિષ્ના મુરલીનો પ્રત્યુતર સાંભળવા થોડીવાર ચૂપ રહી.

“જો તને એમ લાગતું હોય કે તું રિસાઈ જઈશ અને હું તને મનાવીસ તો, એ કદી થવાનું નથી. ” હજી મુરલી ચૂપ જ રહ્યો. આગળ કોઈ વાહન અચાનક ઉભુ રહી જતાં મુરલીને  પણ થોભવું પડ્યું.

“ સોરી યાર ! હવે કેટલો ગુસ્સો કરીશ." ક્રિષ્નાએ એનું મોઢું મુરાલીના કાન પાસે લઈ જઈ ને કહ્યું. 

મુરલીએ એનો હાથ  ક્રિષ્નાના માથા પાછળ લઈ જઈ એના વાળમાં હાથ ફેરવતા કહ્યું, “ ગુસ્સે નથી પણ, બાઇક ચલાવતા હું વાતો નથી કરતો.”

એના એ સહજ સ્પર્શથી અને એક નાનકડા વાક્યથી ક્રિષ્નાનું મન પાછું પ્રાફુલ્લિત થઈ ગયું. બંને જણા મુરલીને ઘરે પહોંચ્યા ત્યારે રાત થઈ ગઈ હતી. મુરલીના ઘરમાં ક્રિષ્ના પહેલીવાર જતી હતી. નીચે મોટા હોલમાં સુંદર લેધરનો સોફા અને વચ્ચે ટીપોય મૂકેલા હતા. સફેદ દીવાલો પર વુડન કલરથી સજાવટ કરેલી હતી જે સાચેસાચ લાકડા જેવી અસર આપતી હતી. દીવાલ પર કુદરતી દૃશ્યોના મોટા ચિત્રો સુંદર ફ્રેમ્મા જડીને લગાવેલા હતા. દરેક ખૂણે મોટા પિત્તળના કુંડામાં છોડવા રોપેલા હતા. નીચે કિચન અને હોલ સિવાય એક સીડી હતી જે લાકડામાંથી કોતરીને બનાવી હતી. ગોળ ચકરાવો લઈ ઉપર જતી એ સીડી ખૂબ આકર્ષક લાગતી હતી.

“ તું ઉપર જઈને હાથ મો ધોઈ ફ્રેશ થઈ જા, પછી આપણે પાછળ બગીચામા જઈ એ. જમવાનું ત્યાંજ રાખ્યું છે. ” 

મુરલીએ ક્રિષ્નાને કહ્યું અને સીડી તરફ હાથ કર્ય.

“ રોઝી....રોઝી....."

“ યસ સર !” એક છોકરીએ જાણે ભાગતા આવીને કહ્યું. બે પગથિયાં ચડેલા ક્રિષ્નાના પગ ત્યાં જ રોકાઈ ગયા અને નીચેથી આવેલા અવાજ તરફ એની નજર ખેંચાઈ. 
એ કોઈ અંગ્રેજ છોકરી હતી. ખાસી ઊંચી, પાતળી અને ધોળી ! એના આછા બદામી રંગના વાળ ખભા સુધી કાપેલા હતા જેમાં એણે સફેદ હેરબેન્ડ ભરાવેલો, સફેદ કલરનાં ઘૂંટણ સુધીના ઘેરદાર ફ્રોકમાં એ અંગ્રેજ છોકરી ખૂબ સુંદર લાગતી હતી. એણે જોઈને ક્રિષ્નાને હોલીવુડની હિરોઈન જુલિયા રોબર્ટસ યાદ આવી ગઈ. ક્રિષ્ના પોતાને જોઈ રહી છે એમ લાગતા એ છોકરી એ  સુંદર સ્મિત સાથે કહ્યું,  “ ગુદ એવાનિંગ મેમ ! ”

એના અંગ્રેજી ઉચ્ચાર થોડા અલગ હતા પણ એનો અવાજ સરસ હતો. અંગ્રેજી ભાષા એના મોઢામાં શોભતી હતી. સહેજ હસીને ક્રિષ્ના ઉપર ગઈ. એની પાછળ જ પેલી રોઝી પણ દોડતી પહોંચી.

“ દિસ વે મેમ ! ” એ ક્રિષ્નાને એક બેડરૂમ માં લઇ ગઈ અને બાથરૂમ બતાવ્યું. 

ક્રિષ્ના પાછળ બગીચામાં પહોંચી ત્યારે એક  ઉંમરલાયક માજી પારિજાતના ઝાડ નીચે ગોઠવેલા ટેબલ પર વાનગીઓ ગોઠવી રહ્યા હતા. મુરલી ક્યાંય દેખાતો ન હતો. રોઝી ઘરમાં પાછી જતી રહેલી. ક્રિષ્નાને થયું કે આ બેન મુરાલીના મમ્મી હસે. એણે એમની પાસે જઈ બે હાથ જોડી નમસ્તે કહ્યું.
પેલા માજી ખુશ થઈને કંઈ કહી રહ્યા હતા પણ ક્રિષ્નાને એમની ભાષા સમજમાં ન આવી. એ કનનડમા બોલતા હતા.

“ તારા માટે એક નાનકડી ગિફ્ટ !” એના કાન પાછળ આવીને કોઈ બોલ્યું. એ અવાજને ક્રિષ્ના ઓળખી ગઈ. મુરલીએ મોગરા અને પારિજાતના ફૂલોથી બનાવેલી વેણી એના ચોટલામા ખોસી. એની તીવ્ર સુગંધથી ક્રિષ્નાનું નાક ભરાઈ ગયું. એને એ સુગંધ ગમી.

મુરલીએ પેલા બંને જણાને કન્નડમા કંઇ કહ્યું. એ લોકો જતાં રહ્યા.

“ એ લોકો ક્યાં ગયા? આપણી સાથે એ નહિ જમે ?”

“ આજનું સ્પેશીયલ ડિનર ફક્ત તારા માટે. "  ત્યાં મુકેલી નાનકડી ચોકલેટ કેકનો એક નાનો ટુકડો કાપી ક્રિષ્ના તરફ હાથ લંબાવતા મુરલી બોલ્યો. ક્રિષ્નાએ એ ટુકડો હાથ વડે પકડી મોમા મૂક્યો ને બીજો ટુકડો કાપી મુરલી તરફ હાથ લંબાવ્યો. મુરલીએ એ ટુકડો સીધો એના મોમાં જ જવા દીધો. “ હેપ્પી બર્થ દે !” ક્રિષ્નાએ હસીને કહ્યું.

"આજનો આ દિવસ, આ રાત મને હંમેશાં યાદ રહેશે. ” મુરલી એક એક બાઉલ પરથી ઢાંકણ હટાવતા કહ્યું.
રીંગણનું ભરતું, બટેટાની શુકી ભાજી, મસાલા ખીચડી, કઢી અને મેથીના થેપલા......આવું મેનું અહી મળશે એવું તો ક્રિષ્નાએ ધાર્યું જ ન હતું. કેટલાયે દિવસોથી ગુજરાતી ખાવાનું ખાવા તરસતી ક્રિષ્નાને અમદાવાદમાં પણ આવું ખાવા નહતું મળ્યું. એ ખુશ થઈ ગઈ. ચારે બાજુથી આવતી ફૂલોની સરસ સુવાસ વાતાવરણને અનોખી દિવ્યતા બક્ષતી હતી. થોડે દૂર લટકતા બ્લબમાથી આછો પીળો પ્રકાશ રેલાઈ રહ્યો હતો. ક્રિષ્ના પેટ અને મન ભરીને જમી.