હેલો મિત્રો આજના આધુનિક યુગ માં શિક્ષણ એ ઘણી વિકટ પરિસ્થિતિ ઉભી કરી દીધી છે . અને તેના લીધે આજના વિદ્યાર્થીઓ ભણે તો છે પણ સાચા પાયા નું જ્ઞાન પ્રાપ્ત નથી કરતા અને એક જ વાત નું રટણ કર્યા કરે છે અને એ છે મને આ ના ફાવે , મને બહુ અગરુ લાગે છે, જો હું નાપાસ થઈશ તો, જો હું સારા માર્ક્સ ના લાવી શક્યો તો ,હું શું કરીશ જીવન માં, આ બધા સવાલો નો એક જ જવાબ છે અને એ છે એક અસરકારક ટાઈમટેબલ. જે ના માટે હું કેટલીક ટ્રીક પ્રસ્તુત કરું છું જે મને મારા જીવન માં અને અભ્યાસ માં પણ કામ આવી અને તે તમને પણ કામ આવશે.
પ્રશ્ન : ટાઈમટેબલ કઈ રીતે બનાવવું.
જવાબ : સૌ પ્રથમ એક પેન અને કાગળ લો અને તેમાં તમારા વિષયો ના નામ લખો પછી એ વિષયો ના ચેપ્ટર લખો અને સમયગાળો લખો શરૂઆત થી તે પરીક્ષા સુધી અને ત્યારબાદ તેના ભાગ પાડો અને એને અઠવાડિયા ના પાંચ દિવસ માટે ફાળવો પછી સહુથી ગમતો વિષય છેલ્લો લેવો અને ના ગમતો હોય તે પેહલો રાખવાનો અને તમે કહેશો કે શામાટે હું ઉલટું બોલું છું પણ મિત્રો આજ હકીકત છે હું જયારે ધોરણ ૧૦ માં હતો ત્યારે મારા વર્ગશિક્ષક એ એક દિવસ એક નાની કસોટી લીધી જેમાં વર્ગ ના વિદ્યાર્થીઓ ને બે ભાગ માં વહેંચ્યા એક ગ્રુપ ને એમનો ગમતો વિષય આપ્યો અને એક ગ્રુપ ને ના ગમતો વિષય જેમાં ગમતા વિષય તરીકે વિદ્યાર્થીઓ એ ગુજરાતી પસંદ કર્યો અને ના ગમતા વિષય માં ગણિત ત્યારબાદ તેમને કહું કે કોઈ પણ એક ચેપ્ટર પસંદ કરી લો અને વર્ગશિક્ષક એ સૂચના આપી કે તમારી પાસે કલાક નો સમય છે અને તમારે આને સમજવાનું છે અને સમગ્ર ક્લાસ ના વિદ્યાર્થીઓ ની સામે રજુ કરવાનું છે તો એક કલાક નો સમય શરુ થયો બધા વિદ્યાર્થીઓ એ વાંચવા નું શરુ કરી દીધું અને આમાં એક વળાંક આવ્યો અને એ હતું કે ગણિત ના વિદ્યાર્થીઓ એકાગ્રતાથી સમજવા ની કોશિશ કરતા હતા જયારે ગુજરાતી ના વિદ્યાર્થીઓ વાતો અને ડાફોળીયા મારતા હતા તે એમ સમજતા હતા કે તેમને તો આવડે જ છે એમાં શું જોવાનું પણ જયારે એક કલાક પૂરો થયો અને શિક્ષક આવ્યા અને પેહલો તક ગુજરાતી ના વિદ્યાર્થીઓ ને આપ્યો જેમાં તે બોલતા પણ ખચકાતા હતા અને સરખું બોલી પણ ના શક્યા આનું એક જ કારણ હતું કે મન નો વહેમ અને અહમ કેમ કે તે વાતો કરવામાં મશગુલ થયા અને સમજ્યા પણ નહિ. બીજી બાજુ ગણિત ના વિદ્યાર્થીઓ ની મહેનત દેખાતી હતી કેમ કે તેમને તેને સમજવા માં ટાઈમ આપ્યો ત્યારબાદ ફરી એક કલાક વિદ્યાર્થીઓ ને આપ્યો પણ તેમાં પહેલાના ગણિત ના વિદ્યાર્થીઓ ને ગુજરાતી આપ્યો અને પહેલાના ગુજરાતી વિદ્યાર્થીઓ ને ગણિત અને તેમાં ગણિત ભણી ગયેલા ગુજરાતી માત્ર અડધા કલાક માં પૂર્ણ કરી દીધો જયારે અગાઉના ગુજરાતીવાળા વિદ્યાર્થીઓ વિચારમાં જ ખોવાઈ ગયા તો આમ એક ગ્રુપ ના વિદ્યાર્થીઓ બને વિષય માં સફળ રહ્યા જયારે બીજું ગ્રુપ યાદ તો કરી શક્યું પણ સમજી ના શક્યું આમ વિદ્યાર્થીઓ એ એક વાત હંમેશા યાદ રાખવી કે આવડે એ પેહલા લો તો એ તમારા માટે સરળ થઈ જશે એ વાત મારા માટે ખોટી છે પણ જો નથી આવડતું એ પેહલા લેશો તો એક ફાયદો થશે અને એ છે કે કઠીનતા ને સમજી ને સરળતા સમજવી ખુબજ સહેલી લાગશે અને તમે રોજ એની ટેવ પાડશો તો ગણો ફાયદો આપશે તમને અભ્યાસમાં. અને આને સમજવા તમે જ જાતે વિષય અને ચેપ્ટર પસંદ કરો અને અજમાવો.
પ્રશ્ન: શા માટે અઠવાડિયાના પાંચ દિવસ?
જવાબ: વિષય પાંચ હોય કે પચાસ પણ અઠવાડિયા ના પાંચ દિવસ ને અભ્યાસ માટે ફાળવો એનું કારણ એ છે કે અસરકારક દવા છે એ જે મે એન્જિનિરીંગ ના અભ્યાસ માં વાપરી હતી મારા પ્રથમ સત્ર નું રિઝલ્ટ બહુ જ ખરાબ હતું કેમ કે હું ૬ માં થી ૪ વિષય માં નાપાસ થયો હતો અને એ તકનીક મને મારા નાનપણ ના મિત્ર એ શીખવાડી હતી કેમ કે એ ભણવામાં બહુજ હોશિયાર હતો એ ને મને ભગવાન શંકર અને માં પાર્વતી તથા નંદી અને ભગવાન ના આદેશ ની વાત કરી જેમાં નંદી એ બોલવા નું હતું ૩ વાર નાવા નું અને એક વાર ખાવાનું પણ બોલાઈ ગયુ ઊંધું ૩ વાર ખાવાનું અને એક વાર નાવાનું. મે એને પૂછું ભાઈ સીધું બોલ તો એ કે છે કે પાંચ દિવસ વાંચવા નું અને ૨ દિવસ માં થી એક દિવસ પાંચ દિવસ નું રિવિઝન કરવાનું ને એક દિવસ આરામ કરવાનો અને સમય ગમતા કાર્ય પર ફાળવવાનો. આમ કરવાથી રિવિઝન પણ થશે અને યાદ પણ રહશે.
પ્રશ્ન: શા માટે રોજ નું કામ રોજ કરવું
જવાબ: રોજ નું કામ રોજ કરવાથી છેલ્લે પરીક્ષા ના દિવસે તકલીફ નહિ પડે અને ઊંઘ સારી આવશે તેમજ તમારું પરીક્ષા નું પર્ફોમન્સ પણ સારું થશે અને જો છેલ્લા દિવસે ગોખવાનું કે રટો મારવા નું ચાલુ કરયુ તો સમજી લેવું કે પરીક્ષાના દિવસે ભમેડો અને એનું કારણ એ છે કે એ તમારો સેલ્ફ કોન્ફિડેન્સ તોડી નાખશે અને નેગેટિવ વિચાર ઉભા કરશે અને જોઇએ એ એવું પરિણામ નહિ મળે અને એ તકનીક તો આપડા ગુજરાતી વિદ્યાર્થી ઓ વચ્ચે ખુબજ પોપ્યુલર છે જે શૉર્ટકટ તો છે પણ અસરકારક નથી તો એક આગ્રહ રાખવો કે રોજ નું રોજ કરવું અને કાલ પર છોડવું નહિ.
ઉપાય ૧: રોજ ની ૨૫ મિનિટ ફાળવવી
ઉપયોગ : ઉદાહરણ તરીકે જો તમારે ૫ વિષય છે તો એક દિવસ તમે ૫ ચેપ્ટર કર્યા તો અને બીજા દિવસે ૨૫ મિનિટ માં જો એ લો એ ને સમજી લેશો કે તમે અગાઉ શુ વાંચું હતું અને ત્યાર બાદ નવા દિવસ નું વાંચો. અને અને ફરી એક વાર રાતે પણ જો એ લો આમ દિવસ માં ૨ વાર રિવિઝન થઇ જશે અને તમને યાદ પણ રહેશે. અને આખા દિવસ ની માત્ર ૫૦ મિનિટ વપરાશે તો ઓછા સમય માં વધારે ફળ મળશે.
ઉપાય ૨: WRR મેથોડ: આ મેથોડ મે જાતે શોધી છે મારા માટે અને આનું નામ છે WRITE READ REPEAT આ મેથોડ માં હું એક THEORY લઉં છું ત્યારબાદ હું એક પેપર પર તેને પોઇન્ટ રૂપે લખું છું અને તે રોજ એક વાર જોઉ છું જેમ કે ઉદાહરણ રૂપે
મહાત્મા ગાંધી લઈએ તો મહાત્મા ગાંધી નો જન્મ ૨ ઓક્ટોબર ૧૮૬૯ ના રોજ થયો હતો પોરબંદરના વૈષ્ણવ વણિક પરિવારમાં માતા નું નામ હતું પુતળીબાઈ અને પિતા નું નામ હતું કરમચંદ ગાંધી તેમજ પત્ની નું નામે હતું કસ્તુરબા તેમને ૪ પુત્રો હતા અને ગાંધીજી નું મૃત્તયુ ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ ના રોજ નવી દિલ્હી માં થયુ હતું.
હવે અને WRR માં લખીએ તો ,
નામ: મોહનદાસ કરમચંદ GANDHI
માતા: પુતળીબાઈ કરમચંદ ગાંધી
પિતા:કરમચંદ ઉત્તમચંદ ગાંધી
પત્ની: કસ્તુરબા ગાંધી
જન્મ સ્થળ:પોરબંદર
જન્મ તારીખ:૨ ઓક્ટોબર 1869
મરણ તારીખ :૩૦ જાન્યુઆરી 1948
મરણ સ્થળ : નવી દિલ્હી
હવે ૨ ને સામસામે રાખી ને જુઓ થેયોરી કેટલી સરળ થઇ ગયી. એ રીતે કરવા થી ઓછા સમય માં વધારે કામ થશે અને યાદ પણ રહેશે.અને રસ પણ પડશે ભણવામાં. અને બનાવેલા નોટસ ને પરીક્ષા સુધી સાચવો અને જુઓ જેથી છેલ્લા દિવસે ફાંફા ના મારવા પડે અને કો એ ની પાસે નોટ માંગવા કે શીખવા ના જવું પડે અને આ ટેક્નિક ને મને બહુ જ બેનિફિટ્સ આપ્યા છે તમે પણ વારી જુઓ.
ઉપાય ૩: TDPS : TIME DIVISON PER SUBJECT
ઉપયોગ : TDPS ને વાપરવી બહુજ સરળ છે જેમ કે મે અગાઉ વાત કરી એમ અઠવાડિયા ના પાંચ દિવસ વાંચવાનું અને એ કઈ રીતે એ સમજી લઈએ પેન અને પેપર લો સોમ થી શુક્ર લખો અને વિષય લખો અને ટોટલ ચેપ્ટર લખો ત્યારબાદ જો ૫ વિષય હોય તો ૧ કલાક રોજ વિષય દીઠ ફાળવો જેમાં ૪૫ મિનિટ વાંચવું અને ૧૦ મિનિટ પુનરાવર્તન કરવું અને ૫ મિનિટ માં તેને પોઇન્ટ રૂપે નોટે માં જાતે જોયા વગર લખવું ત્યારબાદ તમારું લખેલું જોવું અને જે લખવા નું રહી ગયુ હોય તેને લખી લો પોઇન્ટ રૂપે આમ એક દિવસ ૨ દિવસ ૩ દિવસ અને પછી તમે નિષ્ણાત થઇ જાસો અને પછી ૫ કલાક ૬ કલાક ૧૦ કલાક પણ થઇ શકે જો ફાવી જાય તો અને પરિણામ પણ સારું આવે. હવે વાત આવી ૭ દિવસ માં થી ૨ દિવસ જેમાં કોઈ પણ એલ દિવસ બનાવેલ નોટસ જ જોવાના અને સમજવાના અને સમજવાના. અને બચેલા એક દિવસ માં જે કરવું હોય તે પણ ભણવા સિવાય. એ તકનીક ભણવા માટે પ્રોત્સાહન આપશે અને સારું પરિણામ પણ આપશે.