" અડાબીડ અંધકાર "
આપણે વાત કરવી છે. એવા પ્રેમ ની કે જે જીવન માં યાદગાર રહસ્ય બની જાય છે. પોતાના દર્દ આપે એવું ત્યારે પારકાં આપણાં થાય છે.વાત છે. આ પ્રેમની લાગણી એવી હોય છે જે રાહ ભટકાઈ જાય છે. માણસ ને જીવન જીવવાનું કારણ બની જાય છે ને એ પહેલાં આદત લગાવે છે.પોતાની અને પછી જાત બતાવે છે.આ બનાવ બને છે. લગ્ન પછી ના જેમાં આ યુવતી ની હાલત દયનીય બની જાય છે. તેનાં મમ્મી પપ્પા પણ એનાં નથી રહેતાં.જીંદગી તેની અંધકારમય બની જાય છે. લગ્નપછી સુઃખ શાંતિ છીનવાઈ જાય છે.તે બિચારી એકલી બનીને રહી જાય છે.આ લોકો એક બીજા ને કેવા ટપોરી બનાવે છે.તમે આ વાર્તા માં આગળ જોઈ શકશો.
આપણે વાત કરીએ ખુશ મિજાજી આનંદ માં રહેનારી હિનલની તે સૌંદર્ય ની સાથે ભગવાને તેને સમજણ પણ એટલી જ આપી હોય છે.
તે યુવાની ના ઉંબરે પહોંચી ગયેલી હોય છે. ત્યારે એનાં મમ્મી પપ્પા ને તેનાં લગ્ન ની ચિંતા સતાવે છે.તે છોકરી સંસ્કારી સુશીલ અને ભણવા માં પણ હોશિયાર છે.મહા મુસીબતે હિનલને તેના યોગ્ય પાત્ર મળે છે તેનું નામ તપન હોય છે.તેની
સાથે હિનલ ની સગાઈ પણ કરી દેવામાં આવે છે. સગાઈ થી લગ્ન સુધી નો બહું ગોલ્ડન ટાઈમ ગણાય છે.ત્યારે વાતો ની મજા એકબીજા ને યાદ કરીને એકાંત માં હસવું તે બધું મજાનું લાગે છે.એકબીજા ની યાદો માં ખોવાઈ જવું આ તો બધું સામાન્ય બાબત છે. સગાઈ થઈ ગયા ની સાંજે ની સાંજે હિનલ તેને ફોન કરે છે.
તપનઃ હાય
હિનલઃ અરે હાય
તપનઃ શું કરે છે?
હિનલઃ તમને યાદ બીજું શું?
તપનઃ જા જુઠ્ઠી
હિનલઃહા,ખરેખર
તપનઃ હમ્મ
હિનલ:તો કોઈ શક મારા શ્વાસ તમે છો મારાં સપનાં ના રાજકુમાર છો તમે,મારી સુની જીંદગી માં શ્વાસ ભરશો તમે મારા વાલમ,મારી જીંદગી ના હમસફર બનશો તમે?મારા જીવનભર નાં મિત્ર બનશો?કહો ને મારા પ્રાણનાથ?
તપન:ચાલ આપણે જીવન ને યાદગાર બનાવીએ,જીવનરુપી કાગળો માં રંગ ભરીએ,તું મને આપીશ સહકાર બોલ ને મારા સપનાં ની રાણી ?જીવન ના દરેક પડાવ સામે સાથે મળીને લડીશું.બોલ ને તું સહકાર આપીશ બોલ ને પ્રિયે.
હિનલ:આ જીવન માં સાથ તમારો હશે,તો હું ઝેર પણ હસતાં હસતાં પી જઇશ.
તપનઃ ન બોલાય આવું આપણાં થી
હિનલઃ તમને મારું બધું માની ચુકી છું.મારું દિલ પણ તમને સોપું છું જીવન પણ,મારા શ્વાસ પણ.
તપનઃહું પણ,
હિનલ: મારે બધું છોડી તમારી પાસે આવવું છે. ક્યારે આપણે એક થશું વાલમ તમારા વગર એક એક રાત ઝેર સમી લાગે છે. કોને હું શું કરું.મને નથી સમજાતું તમારી યાદ માં હું છાનું છાનું રડી લઉં છું.
તપનઃ મારા પણ એજ હાલ છે.ક્યારે તું આવે ને મારી સુની જીંદગી ને તું તારા પ્રેમથી ભરી નાંખે.
હિનલઃ હવે રાત બહું થઈ છે.
તપનઃ બોલ ને મારા હાર્ટ,
હિનલઃઊંઘ આવે છે.તમને બહુ યાદ કરું છું.
તપનઃ ઓકે આઈ લવ યું હાર્ટ.
હિનલઃ આઈ લવ યું ટું માય જાન.
કાર્ડ પણ વહેંચાઈ જાય છે. લગ્ન નાં હિનલ નાં સપનાં ખીલે છે,તપન સાથે જીંદગી સજાવવા નાં પછી પાણી ફરી જાય છે.જોતજોતાં માં ક્યારે લગ્ન ની તારીખ આવી જાય છે. ખબર જ નથી રહેતી.બંને યુવાન હૈયાં એકબીજા ને પામવા તરસતાં હોય છે.અને હિનલ ની જિંદગી ની ખુશી ઓનો સુરજ અસ્ત થવાનું આ પહેલું પગથિયું છે. તેની જીંદગી ની આ પહેલી અને છેલ્લી હસી હોય છે. ચહેરા ની તેનાં લગ્ન ધામધુમથી થાય છે.તેનાં મમ્મી પપ્પા હવે નિરાંત શ્વાસ લે છે. બંને પ્રેમી જન્મો જન્મ ના તરસ્યાં નો વિરહ દુર થાય છે. ને બંને એકબીજા માં લીન થઈ જાય છે.પહેલી રાત્રે બંને પોતાના દિલ માં દબાયેલો પ્રેમ ઠારવે છે.
તપનઃગાંડી,મને તને જીવભરી ને જોવી છે.જાણે ચાંદ જમીન પર ઉતર્યો હોય એવું તારું રુપ.તારા રુપે એ તો મારા જેવાં કેટલાંય ને ઘાયલ કરી નાખ્યાં હશે.આશિકો ની સંખ્યા તો તમે આમ જ વધારી હશે.
હિનલઃ શું તમે પણ સ્વામી મને શર્માવી નાંખશો કે શું? બોલો ને સ્વામી તમારા મોઢા ના એક એક શબ્દો મને મધુ સમા લાગે છે.એ મારા વ્હાલાં જીવ તો એવો કરેછે કે તમને સાંભળતી રહું.એ તમે બોલો છો,મને બહુ જ ગમે છે.તમને સાંભળવાં મને ખુબ ગમે છે.તમારો અવાજ બહુ મધુર છે.
તપનઃતને જોતાં જ તારો પાગલ દિવાનો બની ગયો હતો.આ ઘાયલ ને તું નહીં સંભાળે.તારા પ્રેમ માટે તો હું ખુબ તર્સ્યો છું.
હિનલઃ મારા પણ એજ હાલ છે.હું પણ તમને ઝંખતી હતી.મારા વ્હાલાં,
નવાં નવાં લગ્ન હોય છે.ત્યારે બધું સારું જ લાગે છે.પ્રેમ નો નશો હોય છે. યુવાની ની ગરમી હોય છે ત્યાં સુધી તો બરાબર હોય છે. જોશ હોય છે. જરુર હોય છે. ત્યારે બધું જ બોલાય છે.ધીરેધીરે જીંદગી શરુ થાય છે. હિનલ તપન નું ઘર સંભાળે છે.તેનાં મમ્મી પપ્પા ની સેવા કરે છે અને તે કોલેજ માં પ્રોફેસર પણ હોય છે.તપન એ બિઝનેસ શરૂ કરી દે છે.
થોડો સમય સારું ચાલે છે. આ વાત ને એક વર્ષ વીતી જાય છે.આ લગ્ન જીવન ની નગ્ન હકીકત હોય છે.તે લગ્નો ખાલી કાચા પાયા વાળી ઇમારતો જેવા બનીને રહી જાય છે.હિનલ સાથે પણ આવી જ રમત થાય છે,વચનો ના નામે,પછી રડયાં સિવાય કંઈ નહીં આવતું.
પછી સમય પોતાનું પૈડું ફેરવે ત્યારે ભલભલી હકીકત બહાર આવી જાય છે.પછી એજ પ્રિય માણસ તમને દુ:ખી કરી જાય છે હસતાં હસતાં પછી એજ પ્રિય વ્યક્તિ તમને રડાવી જાય છે.એજ તમારા આસું ઓનું કારણ બની જાય છે જોત જોતાં ,તમને ખબર નથી હોતી કે જીંદગી કયા મોડ પર તમને રાખી દે છે, આ વાર્તા માં પણ આ જ બને છે.
તપન બિઝનેસ માં એટલો વ્યસ્ત થઇ જાય છે. કે તે હિનલ ને ટાઇમ આપી શકતો નથી.હિનલ બિચારી તેનાં પતિ નાં પ્રેમ માટે તરસે છે.તેને તે પ્રેમ મળતો નથી.હિનલ તેનાં પતિ જોડે પ્રેમ ભરી વાત કરવા જાય તો પેલો સુઈ જાય.તેને ટાળવા લાગ્યો.એને તલાશ હોય છે,એવા વ્યક્તિ ની જે તેને પ્રેમ કરે,તેની જોડે વાતો કરે, તેની કાળજી લે નાના બેબી ની જેમ.પણ આ સપનું તેનું ટુંક જ સમય માં પુરું થાય છે,અને ત્યારે તેની જીંદગી માં એક એવું પાત્ર આવે છે. તેની જીંદગી જ બદલાઈ જાય છે.તેનું નામ રોનક હોય છે. તે યંગ હેન્ડસમ તેનાં નામ પ્રમાણે ખુશખુશાલ યંગ પ્રોફેસર જે નવો આવ્યો હતો.હિનલ થી ખુબ જ ઇમ્પ્રેશ થયો હતો.હિનલ તેને પહેલાં તો કોઇ ભાવ ન આપતી પછી તે પણ તેની જોડે મજાક કરતી મસ્તી કરતી.એમ કરતાં કરતાં બે મિત્રો બન્યાં.ફોન નંબર ની આપ લે થઇ, પછી વાતો ચાલું થઇ હાય હેલ્લો ની મુસાફરી ક્યારે પ્રેમ નાં સ્ટેશન એ આવી પહોંચી ખબર જ ન રહી.
એક વાર હિનલ રાત્રે બેઠી હતી રોનક નો ફોન આવ્યો.હિનલે પણ ખુબજ આનંદ થી ઉપાડયો.
રોનકઃ હાય!
હિનલઃ હાય!
રોનકઃ શું કરે મારી ડિયર ?
હિનલઃ કંઈ નહીં સુતી છું.
રોનકઃ મને તારી બહુ યાદ આવે છે. દિકું
હિનલઃ મને પણ
રોનકઃ ચાલ ને મળીએ
હિનલઃ ક્યાં?
રોનકઃ કેફે માં
હિનલઃ ઓકે
રોનકઃ બાય લવ યું , ટેક કેર ગુડ નાઈટ
હિનલઃ સેમ ટુ યુ બેબી, ગુડ નાઈટ
ફોન મુકી ને સુઈ જાય છે.
તપન બિઝનેસ માટે બહાર ગયો હોય છે. ત્યારે રોનક અને હિનલ મળે છે.ત્યારે બંને પ્રેમી ઓ એવા વાતો માં ખોવાઈ જાય છે. તેમને ભાન પણ રહેતું નથી.તે આ પ્રેમ સંબંધ મર્યાદા ઓળંગી જાય છે અને એક દોર ટુટી જાય છે.તે ભુલી જાય છે કે તે કોઇ ની પત્ની હોય છે.બંને એકબીજા ને પોતાની જાત રોનક ને સોંપી દે છે,બંને પ્રેમી ઓ એકબીજા માં ખોવાઈ જાય છે,રોનક તેને લગ્ન નું વચન આપે છે.
બદનસીબે તપન ના બિઝનેસ નું ટ્રાન્સફર તે જ્યાં હિનલ રહેતી હોય છે. અમદાવાદ માં ત્યાં થાય છે.હિનલ અને રોનક ને મળવાનો ક્રમ હવે રોજ નો થઇ જાય છે.એક વાર તપન તે ગેસ્ટહાઉસ ની મુલાકાતે આવે છે. ત્યારે તે રોનક અને હિનલ ને ખરાબ હાલત માં જોઇ જાય છે ત્યારે પગ નીચે થી જમીન સરકી જાય છે. તેને ભાન નથી રહેતું કે શું કરવું,તપન ગુસ્સે થઇ ને હિનલ ને મારતો મારતો ઘરે લઈ જાય છે
ત્યારે ડર થી રોનક નાસી જાય છે.તપન ના મમ્મી પપ્પા પણ હિનલ ને અસંસ્કારી વહુ નું લેબલ લગાવી દે છે.તપન તેને છુટાછેડા આપી દે છે.તેના ભાઈ બહેન હજી નાના હોય છે.તેને પરિવાર ની બદનામી નો ડર સતાવે છે.માટે પોતાના પિયર જતી નથી,તે એકલી રહે છે, રો હાઉસ માં,ત્યાં રોનક આવે છે, તેને મળવા માટે.
રોનકઃ"હિનલ તું ચિંતા ના કર હું તારી જોડે લગ્ન કરીશ હું છું ને તારી જોડે રડીશ નહીં"
હિનલઃ તું હજું નાનું છે.કુણું બેબી છે,તારી ઉંમર નાની છે.તું ડિવોસી ને ચલાવીશ,તો બધાં થુંકશે તારા ઉપર,તારી તો હજી ઉંમર કંઈ નથી,તને તો તારા જેવી મસ્ત નાની બેબી મળી રહેશે.
રોનકઃ દુનિયા ભલે ગમે તે બોલે હું તો તારો જ છું ને તારો જ રહે,
હિનલઃ સોરી રોનક પણ હું તારી જીંદગી ન બગાડી શકું.
રોનકઃ પ્લીઝ,ડિયર હિનલ તું બની જા ને મારી વાઈફ
હિનલઃ નો રોનક તારા જેવા કુમણા છોકરાની જીંદગી મારાથી ન બગાડાય.
રોનકઃ હવે જા હું તને ફોર્સ નહીં કરું
હિનલઃ એકલી રહી જાય છે.તેને એકાંત માં જીંદગી જીવવી ગમે છે.
રોનક ના લગ્ન એક યુવાન છોકરી સાથે થઇ જાય છે અને હિનલ એકાંત માં જીવન ગુજારે છે.
તેનાં મમ્મી પપ્પા પણ તેને બોલાવવા તૈયાર નથી.
તે માને છે કે આ હિનલે તેમનું નામ ડુબાવ્યું, આ છોકરી એ સંસ્કાર આપેલા લજવ્યા,માટે આ છોકરી નથી આપણી હવે,
જેમ સમય જતો જાય છે. તેમ આપણ ને તેજ વ્યક્તિ માં કમીઓ અને ભુલો દેખાવવા માંડે છે.અને તેજ વ્યક્તિ આપણ ને કાંટા ની માફક ખુંચવા લાગે છે.તેજ સંબંધ આપણ ને બોઝ લાગે છે. જેને આપણે પ્રેમ કરીએ તેને આપણી કદર નથી હોતી ને જે આપણા નથી હોતા તે આપણા માટે મરી જાય છે. આ હકીકત છે.
દિલ માંથી નીકળેલો "લબ્સ "
શૈમી ઓઝા