Mind Heart in Gujarati Moral Stories by Vins L B books and stories PDF | મન દિલ - મન અને દિલ ની વાતો

Featured Books
Categories
Share

મન દિલ - મન અને દિલ ની વાતો

"આવો જરા મન ને દિલ ની વાત બને એક બીજા ને કહે છે. એ વાત ને આપડે જાણીએ... કોણ કોને શુ કહે છે. ભેદ -  ભાવ ના ડખા ની વાણી કોની સારી ને કોની ખરાબ છે. એ જાણી ને થોડુ વિચારીએ ને જિંદગી ની આપડે નવી શરૂઆત કરીએ 
           કે આપડું મન શુ કહે....?
            ને આપડું દિલ શુ કહે.....?
   
 1...               *મન*
"ઝપટો કરી લે આજે દુનિયા નો,
                મન ની વાત માની ને.
આપડે આપડું કરી જ લેવાનું,
       થોડી આદત ખોટી રાખી ને......."

            *દિલ*
"પ્રેમ પ્રગટ કરી લે ઉર ઉમંગ તણો,
                દિલ ની વાત માની લે.
સુર નાદ ત્યાં ગાજી ઉઠે ઓહડ-સોહડ નું,
              લેહરકો ઉઠે ત્યાં નિઃસ્વાર્થ રંગી નો...."

2...       *મન*
"મુંજાય શા...માટે તું હે..મન,
         હું..હું..કેરી જરા છાતી ફુલાવ.
દુનિયા દારી રીત ખોટી તું પાડ,
         દિલ નું કરેલું તું ના મન...."

           *દિલ*
"મુંજાય શા...માટે તું હે..મન,
         પ્રભુ છે પ્રેમ તણો બિરાજમાન.
નામ રૂપી આ કાયા છે,
         વિખરાશે ક્ષણ વારમાં આજ...."

3....      *મન*
"જગ નું અવલોકન જો તું કરીશ,
           કાયા આ થોડી વારમાં વિખરાશે.
ભટક્યા ના કર તું સત્યના પંથે,
           મારી જશે તું હે..મન ત્યાં નો ત્યાં......"
  
           *દિલ*
"જગ કેડી ભલે રહી ખોટી,
         વલખા ના માર તું એ કેડી એ ભાઈ.
સાગર પાર કરતા ભલે વાર લાગે,
        પ્રૅમ-પ્રભુજી મળશે સાગર ને પાર...."

4....      *મન*
"હું-મને-મારુજ છે આ બધું,
        નથી કોઈનું અહીંયા આજ.
વસ્તુ બધી ભવિસ્ય ની મારી,
        દિલ તારું નથી અહીંયા કાય....."

          *દિલ*
"પડી જશે એ દેહ..એલા મન,
         થશે રાખ ભઠ્ઠી માં આજ.
જળ સંગ વહી જશે રાખ,
          તો..તારું શુ તારી સાથે આવ્યું આજ...."

5.....    *મન*
"રૂપિયા થકી બધી બાજી હું જીતુ,
             મન વિચાર થી મેળવું આજ.
સત્ય ની રીત ના અમે નહીં પ્રવાસી,
             પ્રવાસ કરું દૌલત થી.. મન છુ હું રે ભાઈ...."

           *દિલ*
"શ્વાસ-ઉશ્વાસ ની કેડી છે મારી,
           એ પ્રવાસ કરું રામ નામ નો ભાઈ.
દિલ છુ હું ને દિલ થી વિચારું,
           એ પ્રવાસ થી મળે મને આત્મ સાથ....."

6......      *મન*
"મન નો રાવણ હું છું,
       લંકા આ છે મારી ભાઈ.
આંબો રોપયો હતો  બ્રામાંડ માં આહમનો,
       તો બ્રામાંડ માં આહમનો ભગવાન છુ આજ......"

             *દિલ*
"ઘમંડ નથી મારુ ને-દુનિયા પણ નથી મારી,
           પંચભૂતિયું મારૂં દેહ છે અરે મન ભાઈ.
વિખરાય જઈશ હું મારી જીવન કાયા માં.
         જેટલો શ્વાસ છે તો હું રાટુ પ્રેમ થી 'સખી' નું નામ....."
                                       એ પ્રેમ તાણુ 'સખી' નું નામ....."


એક કવિતા ના રૂપ થી આજની વાર્તા દર્શાવી છે. થોડા ઘોડા આગળ વધતા જઈએ તો ખબર પડે કે શું આવું હશે ખરું ?
      મન ન વેહ્મના કેટ કેટલા છે. પણ જ્યારે એક પુકાર દિલ માંથી આવે ને ત્યારે માની લેવું કે બસ કઇ પણ નથી હોવી કરવું મારુ દિલ જે કહે ને એજ કરવું છે.
        મન & દિલ માં એવું છે. મારા ખ્યાલ મુજબ કે મન ને આપડી કામ કાજ ની પ્રવૃત્તિ માં વાપરવું જોઈએ અને જેથી કરી ને કોઈ પણ કામ કાજ માં સદાય એક સારો વિચાર રહે અને કોઈ પણ કામ માં સદાય ટકી રહીએ. ને અગત્ય ની વાત એ છે. કે દિલ ને સદાય સારો ફેંસલોઃ જ નહીં પરંતુ કોઈ સારો ફેંસલોઃ હોઈ કે ખરાબ હોય જયારે એક દિલ માંથી આને મન નો અવાજ જે નીકળે તયારે દિલ નુજ સાંભળવું જોઈએ...


આ રચના માં લગભગ ભૂલ બહુ બધી છે. પરંતુ આ એક મારા દિલ ની યાદી ને કંડારી લેવા માટે બનાવી છે. કેમ કે કયારેક હું વિચારો ની માયાજાળ માં ધુચવાય કાવ તયારે તયારે આ રચના ને યાદ કરી ને એક સારો વિચાર કરી ને હું મને જ અંદર ને અંદર જાખી ને વિચારું.....


બસ મારી કલમ વધારે ધડાય એ માટે તમે સંદેશો મોકલો ને મારી કલમ ને વધારે મજબૂત બનાવવા મને આપ બધા પ્રોત્સાહન આપો.....