Limelight - 16 in Gujarati Fiction Stories by Rakesh Thakkar books and stories PDF | લાઇમ લાઇટ - ૧૬

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

લાઇમ લાઇટ - ૧૬

લાઇમ લાઇટ

-રાકેશ ઠક્કર

પ્રકરણ- ૧૬

રસીલીએ સાકીરને પોતાના ફ્લેટ પર બોલાવ્યો અને લુચ્ચું હસીને મોબાઇલમાંથી પ્રકાશચંદ્રનો નંબર ડાયલ કર્યો. આજે સાકીરને શિકાર બનાવવાનો હોવાથી રસીલીએ બહાનું બનાવી પ્રકાશચંદ્રને આવવાની ના પાડી દીધી. સાકીર સાથે વાત કરી એના પરથી રસીલીને ખ્યાલ આવી ગયો કે તેની ખ્વાહીશ શું છે. રસીલી હીરોઇન બનવાનું સપનું લઇને આવી હતી. તે કોઇપણ સમાધાન કરીને ફિલ્મોમાં પોતાનું સ્થાન બનાવવા સાથે સારી એવી દોલત ભેગી કરવા માગતી હતી. તે ફરી ભૂતકાળમાં સરી રહી હતી. ધન- દોલત ના હોય તો વ્યક્તિ કેવી નિ:સહાય બની જાય છે અને કેવા કામ કરવા પડે છે એનો કડવો અનુભવ તે લઇ ચૂકી હતી. તેણે પેટ ભરવા માટે શરીર વેચવાની નોબત આવી હતી. કોઇને પોતાના શરીરનો સ્પર્શ કરવા ના દેનાર રસીલીએ સામે ચાલીને મંડીમાં જઇ કપડાં ઉતારવાની નોબત આવી હતી. પતિ અને પિતા બંને તરફથી તેને કોઇ સહારો ન હતો. બલ્કે એણે તેમનો સહારો બનવાનું હતું. પિતા દારૂના રવાડે ચઢીને પોતાની શારીરિક તબિયત બગાડી રહ્યા હતા અને પતિ શેરબજારમાં બરબાદ થઇ માનસિક તબિયત બગાડી ચૂક્યા હતા. તેમની સારવારનો ખર્ચ કાઢવાનો હતો. રસીલીએ વેશ્યાનું કામ કરવાનું સ્વીકારવા સિવાય કોઇ આરો ન હતો. તેના માટે ભારતીબેન સહારો બને એવા હતા. તે ભારતીબેન પાસે ગઇ અને તેમને ત્યાં કામ કરવા તૈયારી બતાવી ત્યારે ભારતીબેને તેની મજબૂરી જાણી કામ પર લેવા સંમતિ આપી. પણ રસીલીએ જ્યારે પહેલા ગ્રાહકના વધુ રૂપિયા મળવા જોઇએ એમ કહ્યું ત્યારે ભારતીબેનને નવાઇ લાગી. તેમણે રસીલીની વાતને હસી નાખવાનો પ્રયત્ન કર્યો. તેમના અડ્ડા પર પરિણીત અને અપરિણીત બંને યુવતીઓ આવતી હતી. પરિણીત યુવતીઓ કરતાં અપરિણીતને પસંદ કરનારા વધુ હતા. રસીલી પરિણીત હતી અને તે પહેલા ગ્રાહકની કિંમત વધુ માગી રહી હતી. રસીલી ગંભીર હતી. એટલે ભારતીબેન વિચારમાં પડી ગયા હતા.

"તો શું તારા પતિ સાથે હજુ એકપણ વખત સંબંધ બંધાયો નથી?" ભારતીબેન નવાઇથી પૂછી રહ્યા.

"ના, હજુ બે અઠવાડિયા પહેલાં અમારાં લગ્નને થયા છે. તેમણે મારા શરીરને હાથ પણ લગાવ્યો નથી. હું વર્જીન છું..."

ભારતીબેનને તેના અંગત જીવન સાથે કોઇ લેવાદેવા ન હતી. તેમણે કહ્યું:"ઠીક છે. હું ગ્રાહકને કહીશ. જો તેને લાગશે કે તું ખરેખર વર્જીન હતી તો જ તને વધુ પૈસા મળશે."

રસીલીએ એ વાત સ્વીકારી લીધી. તે જાણતી હતી કે અખંડ સૌભાગ્યવતી બન્યા પછી તેનું કૌમાર્ય અખંડ જ હતું. તે આ ધંધાથી અને પુરુષોની લોલુપ નજરોથી બચતી રહી હતી. તે મજબૂરીમાં અહીં આવી હતી. તેને પતિ અને પિતાની સારવાર કરાવવાની હતી તો પોતાનું હીરોઇન બનવાનું સપનું પૂરું કરવાનું હતું. શરીર જ્યારે વેચી જ રહી હતી તો તેની પૂરી કિંમત કેમ વસૂલ ના કરવી એવી ગણતરી સાથે તેણે પહેલા ગ્રાહક પાસેથી કિંમત વધુ મેળવી લીધી.

ભારતીબેનને ત્યાં રસીલી કામે લાગી અને થોડા દિવસોમાં તે એમને ત્યાં આવતા પુરુષોની માનીતી બની ગઇ. તેની કામણગારી કાયાને લીધે તેને ગ્રાહકો વધુ મળવા લાગ્યા. ભારતીબેનને ત્યાં કામે આવતી બીજી પરિણીત સ્ત્રીઓ કરતાં અપરિણીત યુવતીઓને તેની ઇર્ષા વધુ થતી હતી. ભારતીબેન બીજી યુવતીઓને સમજાવતી હતી કે રસીલી પાસે જેવું ઘાટીલું શરીર છે એવું તમારી પાસે નથી. ભારતીબેન એને રસીલીને બદલે "ઘાટીલી" તરીકે જ ઓળખાવતા હતા. તે કહેતાં એના શરીરના દરેક વળાંક પર પુરુષ મરે છે. એનો પતિ એના રૂપ પાછળ ગાંડો થવાને બદલે ખરેખર ગાંડો થઇ હોસ્પિટલમાં કેમ છે એ જ સમજાતું નથી. કેટલાક પુરુષો તો રસીલી પાસે નિયમિત આવતા હતા. બે પુરુષોએ તો તેની સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી દીધી હતી. ત્યારે ભારતીબેને કહ્યું હતું કે એ તો મારા માટે સોનાની મરઘી છે. રસીલીએ થોડા સમયમાં સારા એવા પૈસા કમાઇ લીધા હતા. પતિ અને પિતા પર તે હવે સરખી રીતે ખર્ચ કરી શકતી હતી. પતિની માનસિક સ્થિતિ સુધરવાનું નામ લેતી ન હતી.

એક દિવસ ભારતીબેને તેને કહ્યું કે કાલે બધી જ અપરિણીત યુવતીઓએ સવારે સાથે આવવાનું છે. એક ફિલ્મના શુટિંગ માટે ટીમ આવવાની છે. જ્યારે રસીલીને આ વાતની ખબર પડી ત્યારે તેણે પણ હાજર રહેવાની જીદ કરી. ભારતીબેનની તે ખાસ માનીતી હતી એટલે તેને હાજર રહેવા હા પાડી.

બીજા દિવસે કેમેરામેન અને કલાકારો સાથે ફિલ્મનું યુનિટ આવી ગયું. ફિલ્મમાં વેશ્યા બજાર જતા એક પરિણીત યુવાનની વાત હતી. યુવાન વેશ્યા બજારમાં આવે ત્યારે એક છોકરીને પસંદ કરે એ દ્રશ્યમાં બીજી કેટલીક છોકરીઓને ઊભી રાખવાની હતી. આ એક આર્ટ ફિલ્મ હતી એટલે નિર્દેશકે વાસ્તવિક જગ્યાએ શુટિંગ કરવાની ફિલ્મના આ બીજા યુનિટને સૂચના આપી હતી.

ફિલ્મના દ્રશ્યનું શુટિંગ શરૂ થયું. સહાયક નિર્દેશકે કેમેરો ચાલુ કર્યો. હીરો યુવાન ત્યાં ઊભેલી આઠ-દસ યુવતીઓમાંથી જે ખરેખર હીરોઇન હતી એ ગોરી યુવતીને પસંદ કરીને વાત કરવા લાગ્યો. ભારતીબેનની છોકરીઓ ચારેબાજુ ઊભી રહીને હસવા લાગી. એમાં રસીલી પણ હતી. તે અન્ય યુવતીઓથી અલગ તરી આવતી હતી. અન્ય યુવતીઓથી તે થોડી વધુ સુંદર પણ ઘાટીલી હતી. અચાનક સહાયક નિર્દેશકની નજર તેના પર પડી અને તેણે "કટ" કહી દીધું. બધાને નવાઇ લાગી. તેણે રસીલી તરફ આંગળી ચીંધી પૂછ્યું:"આ બાઇ કોણ છે?"

ભારતીબેને આગળ આવી કહ્યું:"એ અમારે ત્યાં જ કામ કરે છે.."

"પણ મેં તમને કહ્યું તો હતું કે મારે આ દ્રશ્ય માટે પાતળી અને અપરિણીત યુવતીઓ જોઇએ છે...." સહાયક નિર્દેશકના અવાજમાં નારાજગી હતી.

"આજે છોકરીઓ ઓછી હતી એટલે મેં એને ઊભી રહેવા કહ્યું હતું...." ભારતીબેને રસીલી માટે જૂઠું કહ્યું.

"ના...ના. ઓછી છોકરીઓ ચાલશે. એને દૂર રહેવા કહો..."

સહાયક નિર્દેશકની વાતથી રસીલી છોભીલી પડી ગઇ. બીજી યુવતીઓ ખુશ થઇ ગઇ. "પોતાને બહુ સેક્સી અને ઘાટીલી માનતી હતી ને? ખબર પડીને કે ફિલ્મોમાં ચાલે એવી નથી?" એવો ભાવ તેમના ચહેરા પર હતો.

ભારતીબેને તેને દૂરથી શુટિંગ જોવા કહ્યું. પણ તે રીસાઇને બીજી રૂમમાં જતી રહી. રસીલીને લાગ્યું કે તેનું સપનું તૂટી રહ્યું છે. તે ફિલ્મમાં કામ કરવાને લાયક નથી. તે પોતાને ભલે બહુ સુંદર અને સેક્સી માનતી હોય, પુરુષો તેના શરીર પર મરતા હોય પણ હીરોઇન બનવાને લાયક નથી. તે વેશ્યા જ બનીને રહી શકે છે. ફિલ્મોના દરવાજા તેના માટે ખૂલતા પહેલાં જ બંધ થઇ ગયા છે. સહાયક નિર્દેશકને તેનામાં હીરોઇનનું મટીરીયલ હોય એવું લાગતું નથી. તે નિરાશ થઇ ગઇ. એક અઠવાડિયા સુધી તે પોતાની જાતને કોસતી રહી.

એક દિવસ તે ભારતીબેનને ત્યાં ગઇ ત્યારે તેની રાહ જોતાં હોય એમ બોલી ઊઠ્યા:"અહીં આવ, હું તારી જ રાહ જોતી હતી. આ રૂપિયા લે. તારો હિસાબ કરી દીધો છે..."

રસીલી ચોંકીને ભારતીબેનને જોવા લાગી. તેને ખ્યાલ આવી ગયો કે તેની નોકરી પૂરી થઇ ગઇ છે. ફિલ્મના શુટિંગ પછી તેનું મહત્વ ઘટી ગયું હતું. તેને થયું કે પોતે વેશ્યાને પણ લાયક રહી નથી. ફરી એક વખત તેના જીવનમાં સંઘર્ષ વધી જશે. તેણે ગભરાઇને પૂછ્યું:"કેમ હિસાબ કરી દીધો? મારા માટે કામ નથી?"

"ના, હવે તારી જરૂર નથી. તને આ કામમાંથી મુક્ત કરવામાં આવે છે..."

ભારતીબેનનો જવાબ સાંભળી હવે શું કરીશ? એવો ડર રસીલીના ચહેરા પર ફેલાયો. હીરોઇન બનવાનું સપનું તો તૂટી જ ગયું હતું. હવે બેકાર પણ બની ગઇ હતી. ભારતીબેનને ત્યાં કામ મળ્યા પછી થોડીઘણી રકમ એકઠી કરી લીધી હતી. તે કોઇ સારા વિસ્તારમાં મકાન ભાડે રાખીને રહી શકે એમ હતી. છતાં તેણે ચાલીવાળી ભાડાની રૂમમાં જ રહેવાનું ચાલુ રાખ્યું હતું. તે જે કામ કરી રહી હતી એ આ વિસ્તારમાં રહીને જ કરી શકતી હતી. અને અહીં ઓછા ખર્ચમાં જીવનનિર્વાહ થઇ જતો હતો. પૈસાની વધુ બચત થતી હતી. હવે ભારતીબેન તેને ના પાડી રહ્યા હતા. તેની આવક બંધ થઇ જવાની હતી. ઘણા તેના કાયમી ગ્રાહકો બની ગયા હતા. ભારતીબેનને લાભ જ હતો. એટલે રસીલીને સમજાતું ન હતું કે અચાનક એવું શું થઇ ગયું કે ભારતીબેનને તેની જરૂર નથી. શું બીજી છોકરીઓએ વિરોધ કરી મને કાઢી મૂકવા દબાણ કર્યું હશે? કે મારાથી વધુ સારી બીજી છોકરી આવી ગઇ હશે? રસીલીને થયું કે હીરોઇન બનવાનું સપનું ફરી રોળાઇ રહ્યું છે.

*

અજ્ઞયકુમારે રસીલી સાથે ફિલ્મ સાઇન કરવાની જીદ કર્યા પછી તેના સેક્રેટરી રાજનું આશ્ચર્ય શમ્યું ન હતું. તે એમ જ વિચારતો હતો કે રસીલીની કાતિલ અદાઓથી અજ્ઞયકુમાર પણ ઘાયલ થઇ ગયો છે. સી ગ્રેડની હીરોઇન જેવું અંગપ્રદર્શન કરી રહેલી રસીલીની એક ફિલ્મ "લાઇમ લાઇટ" નું હજુ તો ટ્રેલર જ રજૂ થયું છે ત્યારે એ ગ્રેડના હીરો તેની આસપાસ ફેરફુદરડી ફરવા લાગ્યા છે એ નવાઇ પમાડે એવું છે. રસીલી દેખાવમાં મહાસેક્સી છે. તેના અંગેઅંગમાંથી માદકતા છલકે છે, પણ આ રીતે આંધળો દાવ લગાવવો ધંધાની રીતે યોગ્ય નથી એ આ હીરોલોગ કેમ સમજતા નથી. "પતિ, પત્ની ઔર મોબાઇલ" ફિલ્મ માટે પોતાની પત્નીને પણ અજ્ઞયકુમાર યોગ્ય સમજતા નથી. રાજ વિચારો કરીને પરેશાન થઇ રહ્યો હતો ત્યારે અજ્ઞયકુમાર પોતાની યોજના પર ખુશ થઇ રહ્યો હતો.

રાજના ચહેરા પરની મૂંઝવણ કળી ગયેલા અજ્ઞયકુમારે તેને કહ્યું:"રાજ, રસીલીને સાઇન કરવામાં રાજકારણ છે. રાજકારણ આપણે ત્યાં પણ રમાય છે એની તને ખબર છે. યાદ કર, સાકીર ખાને એવી ઘણી હીરોઇનો સાથે ફિલ્મ કરી છે જેની સાથે હું ફિલ્મ કરતો હતો. અને એ ફિલ્મની રજૂઆત પણ મારી ફિલ્મની સાથે જ કરવાનું તે રાખતો હતો. ઘણી વખત મેં તેને વિનંતી કરી હતી કે તારી ફિલ્મની રજૂઆત એક–બે સપ્તાહ આગળ-પાછળ કરી દે. પણ તે પોતાને સુપરસ્ટાર સમજતો હતો. આજે તેની હાલત ખરાબ છે. તેની એક પછી એક ફિલ્મો પીટાઇ રહી છે. તેને ફિલ્મો જ મળતી નથી. રસીલીને લઇને જાતે ફિલ્મ બનાવવી પડી રહી છે. જ્યારે મારી દરેક ફિલ્મ હિટ થઇ રહી છે. તેની ફિલ્મ રુપિયા પચાસ કરોડ નથી કમાતી ત્યાં મારી દોઢસો કરોડ રુપિયા કમાઇ રહી છે. મારા નામના બોક્સ ઓફિસ પર સિક્કા પડે છે. એટલે હું રસીલી સાથે ફિલ્મ બનાવીને તેની રસીલી સાથેની ફિલ્મ સાથે રજૂ કરી તેની કારકિર્દીને ખતમ કરી દેવા માગું છું."

રાજને થયું કે અજ્ઞયકુમાર તો મોટી રમત રમી રહ્યા છે. પણ ત્યારે રાજને કે અજ્ઞયકુમારને એ વાતની ખબર ન હતી કે તેમની આ રમત સફળ થવાની નથી.

વધુ આવતા સપ્તાહે....

***

મિત્રો, ૧૧૦૦૦ થી વધુ ડાઉનલોડ થઇ ચૂકેલી "લાઇમ લાઇટ" ના આ પ્રકરણમાં એવું તે શું બન્યું કે ભારતીબેનને રસીલીની જરૂર ના રહી? અને અજ્ઞયકુમાર રસીલી સાથે ફિલ્મ કરીને સાકીરને નુકસાન કરાવી શકશે? એ ઉપરાંત અગાઉના પ્રકરણોમાં ધારાએ તેની પોર્ન સીડી બનાવનાર સાકીર ખાન માટે શું વિચાર્યું હશે? પ્રકાશચંદ્રની ફિલ્મ હિટ રહેશે કે નહીં? શું કામિનીનો ફાઇનાન્સર રાજીવ માટેનો ડર સાચો સાબિત થશે? પહેલી વખત પ્રકાશચંદ્ર સુંવાળો સાથ માણીને ગયા પછી રસીલીએ તરત કોને અને શું મેસેજ કર્યો હશે? જેવા ઘણા બધાં પ્રશ્નો અને રહસ્યો ઊભા છે, જે તમને આગળના પ્રકરણોમાં ચોંકાવી દેશે. આપનું રેટીંગ જરૂરથી આપશો.

*

મિત્રો, મારી પહેલી નવલકથા "રેડલાઇટ બંગલો"ના માતૃભારતી પરના ૧.૧૬ લાખથી વધુ ડાઉનલોડ અને ૧૯૬૦૦ રેટીંગ્સ તેની લોકપ્રિયતાનો પુરાવો છે. પહેલું પ્રકરણ તો ૩૬૦૦ થી વધુ વાચકો ડાઉનલોડ કરી ચૂક્યા છે. આ નવલકથા તમને અંત સુધી જકડી રાખશે. કોલેજમાં ભણવા ગયેલી એક અતિ સ્વરૂપવાન અને યુવાનીથી છલકતી માદક છોકરી અર્પિતા કેવી રીતે એક ટ્રસ્ટી રાજીબહેનની જાળમાં ફસાઇને વેશ્યા બને છે અને પછી એ કેવી રીતે તેનો બદલો લે છે તેની રહસ્ય, રોમાંચ, ઉત્તેજના સાથેની દિલચશ્પ અને દિલધડક પ્રસંગોથી ભરપૂર વાર્તા ૪૮ પ્રકરણ સુધી તમને ચોક્કસ જકડી રાખશે.

આ ઉપરાંત મારી અન્ય શ્રેણીઓ પણ આપને વાંચવી ગમશે.

લઘુ નવલ "આંધળો પ્રેમ"

પ્રેરણાત્મક વાર્તાઓ "જીવન ખજાનો"

ચિંતનાત્મક વાતો "વિચારમાળાના મોતી"

અને રોમેન્ટિક તથા સામાજિક વાર્તાઓ તો ખરી જ.

મારી તમામ બુક્સના વ્યુઝ ૧.૯૨ લાખ થઇ ગયા છે એ માટે આભારી છું.