Pruthvi ek prem katha bhag 30 in Gujarati Fiction Stories by DrKaushal Nayak books and stories PDF | પૃથ્વી:એક પ્રેમ કથા ભાગ - 30

Featured Books
  • चाळीतले दिवस - भाग 6

    चाळीतले दिवस भाग 6   पुण्यात शिकायला येण्यापूर्वी गावाकडून म...

  • रहस्य - 2

    सकाळ होताच हरी त्याच्या सासू च्या घरी निघून गेला सोनू कडे, न...

  • नियती - भाग 27

    भाग 27️मोहित म्हणाला..."पण मालक....."त्याला बोलण्याच्या अगोद...

  • बॅडकमांड

    बॅड कमाण्ड

    कमांड-डॉसमध्ये काम करताना गोपूची नजर फिरून फिरून...

  • मुक्त व्हायचंय मला - भाग ११

    मुक्त व्हायचंय मला भाग ११वामागील भागावरून पुढे…मालतीचं बोलणं...

Categories
Share

પૃથ્વી:એક પ્રેમ કથા ભાગ - 30

અજ્ઞાતનાથ ની ઘર પાછળ ટેકરી પર સમય નો loop hole ખૂલ્યો ,સમયયંત્ર બહાર આવીને નીચે પટકાયું ,જોરદાર વિસ્ફોટ જેવો અવાજ આવ્યો ,તરત જ અરુણરૂપા ,વીરસિંઘ અને અજ્ઞાતનાથ બહાર દોડીને આવી ગયા.

અરુણરૂપા : આવો ભયંકર અવાજ શેનો આવ્યો ?

અજ્ઞાતનાથ : સમયયંત્ર પાછું આવી ગયું છે.

એ સાંભળી બધા એ દિશા માં ગયા. સમયયંત્ર ના ફુરચા બોલી ગયા હતા.પણ આ વખતે બધા સુરક્ષિત હતા.

યંત્ર ના ટુકડા પાછળ થી બધા એકસાથે નીકળ્યા.

વીરસિંઘ ની નજર વિશ્વા પર પડી.એ પોતાની લાગણી પર કાબૂ રાખી શકયા નહીં.અને વાયુવેગે ભાગીને વિશ્વા ને ગળે લગાડી દીધી.

બધા ના પાછળ થી અવિનાશ નીકળ્યો.એ જોઈને અરુણરૂપા ને પોતાની આંખો પર વિશ્વાસ નહતો થતો,એમના આંખો માથી હરખ ના ચોધાર આંસુ નીકળવા લાગ્યા.લાગણીઓ ના ઉભરા વચ્ચે એ પોતાની જગ્યા એ થી હાલી શક્યા નહીં.અવિનાશ પોતાને ખૂબ જ કઠોર હદય નો માનતો હતો ,પણ એની માતા ને જોતાં જ એની આંખો જાતે જ વહેવા લાગી.એ એની માતા ની પાસે જઈને બસ ઊભો રહી ગયો.બંને માથી કોઈ એક શબ્દ બોલી શકતા નહતા.હતા તો ફક્ત અશ્રુઓ,સ્વરલેખા પણ એમની પાસે આવ્યા અને અરુણરૂપા ને કહ્યું.

સ્વરલેખા :જુઓ મા .....આપનો અવિનાશ આપની સામે ઊભો છે.

અરુણરૂપા એ એમનો હાથ અવિનાશ પર મૂક્યો,માતા નો સ્પર્શ થતાં જ અવિનાશ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો.આ વખતે માતા પુત્ર ગળે લાગ્યા.અરુણરૂપા મન ભરીને અવિનાશ પર વહાલ વરસાવ્યો.

અહી વીરસિંઘ પણ વિશ્વા ને જોઈને ખૂબ જ ખુશ હતા.

એક કરૂણ મિલન પછી,બધા અજ્ઞાતનાથ નાથ ના ઘર માં પ્રવેશ્યા.

વીરસિંઘ : તમે લોકો એ અદ્ભુત કાર્ય કર્યું છે.પણ અવિનાશ ત્યાં ? અને આ નાની છોકરી કોણ છે ?

નંદની : હું તમને સંપૂર્ણ કથાનક સમજાવું.

નંદની એ સર્વ વૃતાંત વીરસિંઘ ને જણાવ્યો.

આખી વાત સાંભળીને બધા અચરજ પામી ગયા.

અજ્ઞાતનાથ : આ તો ચમત્કાર થઈ ગયો.......મારો પ્રયોગ સફળ પણ થયો અને તમારું કામ થઈ ગયું.

સ્વરલેખા : પ્રયોગ ...એટ્લે તમે કહવા શું માંગો છો ?

અજ્ઞાતનાથ : હકીકત એમ છે કે ...મે આજ સુધી કોઈ દિવસ આ મશીન નો કોઈ પણ જીવ કે વસ્તુ પર પ્રયોગ નહતો કર્યો ,મને તો એ પણ જાણ નહતી કે આ મશીન કામ કરે છે કે નહીં.

બધા આ સાંભળી ને હબક થઈ ગયા.

પૃથ્વી : મતલબ તમે જાણી જોઇને અમને લોકો ને આ પ્રયોગ નો ભાગ બનાવ્યા.

અજ્ઞાતનાથ : હા .....તમને શું લાગે છે ,મને લોકો એમ જ પાગલ કહે છે .... અને એમ પણ તમારી પાસે બીજો કોઈ વિકલ્પ પણ નહતો.અને હવે તો બધુ બરાબર જ રહ્યું .

સ્વરલેખા : આ ડોસો સાચે પાગલ છે.

અજ્ઞાતનાથ : હા એ તો હું છું જ ...બસ મને એ જણાવો કે આ યંત્ર ની ક્ષમતા તો ચાર લોકો ની હતી ,તો તમે સાત લોકો કઈ રીતે આવ્યા.

અંગદ એ સંપૂર્ણ વાત જણાવી કે કઈ રીતે અવિનાશ ની બુધ્ધિ અને મનસા ની શક્તિ થી તેઓ અહી પહોચ્યા.

અજ્ઞાતનાથ : અદ્ભુત ..... તમે તો મારૂ કામ સરળ કરી દીધું.

તમારો આભાર...

અવિનાશ : આભાર તો અમારે તમારો માનવો જોઈએ..ભલે પ્રયોગ ના ભાગરૂપે જ પણ તમે આ લોકો ને સમય યાત્રા ના કરાવી હોત તો કદાચ આજે અમે અહી ના હોત.

પૃથ્વી : અવિનાશ સત્ય કહે છે.તમે મુસીબત ના સમય માં અમારો સાથ આપ્યો ,એ બદલ આભાર ....હવે અમે આજ્ઞા ઈચ્છીએ છીએ.

અજ્ઞાતનાથ : આટલું પ્રેમ થી મારી સાથે કોઈ દિવસ કોઈ એ વર્તન કર્યું નથી,પણ તમે લોકો ... બીજા બધા કરતાં અલગ છો .મને આનંદ છે કે મારી શોધ તમને કામ લાગી.ભવિષ્ય માં જ્યારે પણ તમને મારી જરૂર પડે ત્યારે વિચાર કર્યા વિના આવી જજો.

અરુણરૂપા : અવશ્ય... અને આભાર રૂપે હું તમને વચન આપું છું ,કે માયા પૂર માં તમને પુનઃ સન્માન અને સ્થાન અપાવીશ.

અજ્ઞાતનાથ : ધન્યવાદ પણ ...મારા સંશોધનો પ્રજા ને નુકશાન પહોચાડી શકે એમ છે ,અને એમ પણ મને દુનિયા થી દૂર રહેવું પસંદ છે ,એટ્લે આ જગ્યા જ મારા માટે ઉચિત છે.

અરુણરૂપા : ઠીક છે ...જેવી આપની ઈચ્છા.

બધા એ અજ્ઞાતનાથ પાસે થી વિદાય લીધી.

બધા માયાપૂર પહોચ્યા.

અરુણરૂપા : મને એવું લાગે છે કે તમારે લોકો એ અહી માયપુર જ રોકાઈ જવું જોઈએ.

પૃથ્વી : અવશ્ય રોકાઈ જાત ...પરંતુ ...નઝરગઢ ..અમારો જીવ છે.

વિશ્વા : અમે લોકો એ જગ્યા સાથે બંધાયેલા છીએ, એમ થાય છે જાણે કેટલા વર્ષો થી હું નજરગઢ થી દૂર રહી છું.

નંદની : અમારું ત્યાં રહેવું જ ઉચિત છે.

વીરસિંઘ : તો ઠીક છે ....અમે આપની વિદાય લઈ એ.જ્યારે અમને તમારી સ્વરલેખાજી કે અવિનાશ ની યાદ આવશે તો તુરંત માયાપુર આવી જઈશું.

અવિનાશ : એક ક્ષણ .....અહી થોડી સમસ્યા છે.તમને એવું કોને કહ્યું કે હું અહી જ રોકાઇશ.હું પણ તો નઝરગઢ જ આવીશ...જ્યાં પણ વિશ્વા.....

અવિનાશ બોલતા અટકી ગયો.

“મતલબ કે મનસા હશે હું પણ ત્યાં જ રહીશ,હું મનસા ને મૂકીને ક્યાય જવાનો નથી”.

પૃથ્વી એ ત્રાંસી આંખે વિશ્વા ની સામે જોયું પણ વિશ્વા એ નજર ફેરવી લીધી.

મનસા : હા અવિનાશ વગર હું ક્યાય નહીં જાવ.

સ્વરલેખા : હા ....મને પણ લાગે છે આપણે નઝરગઢ જ જવું જોઈએ.નઝરગઢ માં આપની ઘણી યાદો છે.અને આપણે એટ્લે જ એ જગ્યા છોડીને આવ્યા હતા કારણ કે ...અવિનાશ ની યાદ આપણ ને ત્યાં સતાવતી હતી.

અરુણરૂપા : ઠીક છે ....હવે તમે બધા ત્યાં રહેવા માંગો છો.તો હું એકલી અહી રહીને શું કરીશ ?

અંગદ : હા ...બધા નું સાથે રહેવું વધારે ઉચિત છે.

પૃથ્વી : તો ચાલો ....નઝરગઢ બધા એકસાથે.

બધા નજરગઢ જવા તૈયાર થયા.સ્વરલેખા અને અરુણરૂપા એ જરૂરી સામાન લઈ લીધો.

બધા ગુપ્ત દ્વાર પાસે પહોચ્યા.સ્વરલેખા એ મંત્ર ઉચ્ચાર્યો.

અવકાશ માથી દિવ્ય પ્રકાશ એમની ઉપર પડ્યો અને બધા એક સાથે પલભર માં આવી પહોચ્યા

“નઝરગઢ”

બેન્ચ પાસે નઝરગઢ નો દ્વાર ખૂલ્યો.

નઝરગઢ ને જોતાં જ વિશ્વા ની ખુશી નો પાર ના રહ્યો,મનસા પણ નઝરગઢ ના બરફ આચ્છાદિત જંગલો અને ઘટાદાર વૃક્ષો ,અને હિમવર્ષા વચ્ચે જંગલ ની સુંદરતા જોઈ રાજી થઈ ગઈ.

વીરસિંઘ : ચાલો હવે ઘર તરફ જઈએ.

બધા ઘર તરફ ચાલતા થયા.

નંદની એ ચુપકે થી પૃથ્વી નો હાથ ખેંચી લીધો અને એને મૌન રહેવા ઈશારો કર્યો.પૃથ્વી એ એમ જ કર્યું ,બધા નીકળી ગયા.

પૃથ્વી : શું થયું નંદની ? તે મને અહી કેમ રોકી લીધો ?

નંદની એ મંદ મુસ્કાન આપી અને પૃથ્વી ને બેન્ચ તરફ ઈશારો કર્યો.

પૃથ્વી સમજી ગયો, એને પ્રેમ થી નંદિની નો હાથ પકડ્યો અને બંને બેન્ચ પર બેઠા.

નંદની એ પોતાનો હાથ પૃથ્વી ના હાથ પર મૂક્યો અને શીર્ષ પૃથ્વી ના ખભા પર.

ધીમી ધારે બરફ ની બારીશ થઈ રહી હતી.

નંદની : એક લાંબો સમય થઈ ગયો ને પૃથ્વી ? કે આપણે અહી એકસાથે બેન્ચ પર બેઠા છીએ ,શાંતિ થી ,કોઈ પણ ચિંતા કે દૂ:ખ વગર . શું હવે આપણી આ યાત્રા નો અંત છે ?

પૃથ્વી : યાત્રા તો આપણાં અંતિમ શ્વાસ સુધી રહેશે નંદની.

નંદની : પરંતુ આ યાત્રા માં આપણે ખૂબ જ દૂ:ખ અને સંકટો નો સામનો કર્યો છે.પ્રથમ આપણે મનુષ્ય માથી દાનવ રૂપી vampire માં પરિણમ્યા,ત્યારબાદ મારૂ શુદ્ધ ખૂન ગ્રહણ કરવું ,આપણાં બંને તો લાંબો વિયોગ ,વિશ્વા નું ધરાતલ માં કેદ થવું, આપણું પુનઃ મિલન ,ત્યારબાદ એક ભયંકર યુધ્ધ , તદપશ્ચાત વિશ્વા નું આપણ ને છોડીને જાવું, એનો વિયોગ.પુનઃ મિલન.

કેટલા ઉતાર ચઢાવ છે ...આપની આખી જિંદગી માં ?

પૃથ્વી : હા ...એ તો છે ...પરંતુ ઉતાર ચઢાવ કોની જિંદગી માં નથી હોતા , પરંતુ આટલી ઘટના પશ્ચાત પણ સૌથી સરસ વાત શું છે જાણે છે ?...

આજે મૃત્યુ પશ્ચાત પણ આપણે સાથે છીએ .... એકબીજા સાથે અહી બેઠા છીએ.અને આજે ફરીથી આપણો પરિવાર સંપૂર્ણ થયો છે.

આજે એક પૂર્ણવિરામ તો નહીં પણ અલ્પવિરામ અવશ્ય લાગે છે.

બંને થોડીક વાર શાંતિ થી બેઠા .....મંદ મંદ વહેતી હવા વચ્ચે એમની પ્રેમ ની સુગંધ ભળીને ,આજે નઝરગઢ ની સુંદરતામાં અનેક ગણો વધારો થયો હતો.

થોડીક વાર બાદ પૃથ્વી ફરીથી બોલ્યો

પૃથ્વી : નંદની ....

નંદની : હમ્મ ....

પૃથ્વી : તને શું લાગે છે ? વિશ્વા અને અવિનાશ વચ્ચે કોઈ લાગણી હશે ? મતલબ કે .....

નંદની : તું કહેવા શું માંગે છે ? કે વિશ્વા અને અવિનાશ એકબીજાને ...

પૃથ્વી : હા ....કદાચ મને એવું લાગે છે.

નંદની : હોય શકે ...અને હોય તો એમાં કઈ ખોટું નથી. બંને ને કોઈ સાથી ની જરૂર છે,કેટલાય વર્ષો થી મે વિશ્વા ના અંદર એકલતા જોઈ છે ,આવા કપરા સમય માં પણ અવિનાશ જ એની સાથે ત્યાં હતો ,એને પણ જિંદગી જીવવાનો અધિકાર છે.

પૃથ્વી : ના એમ નહીં....મને એના થી કઈ વાંધો નથી.પણ અવિનાશ ભૂતકાળ માં એવા કામ કરી ચૂક્યો છે કે એને વિશ્વા સાથે જોતાં મને થોડું ....

નંદની : તારી ચિંતા હું સમજુ છું .....તું એનો ભાઈ છે ,વિશ્વા તારા હદય નો ભાગ છે ..પણ તું જેની ચિંતા કરે છે એનું નામ વિશ્વા છે .......વિશ્વા ....જે કોઈના થી છેતરાય એમ નથી કે કોઈ એને હરાવી શકે એમ નથી.હજુ એક સમય તું ક્યાક નબળો પડી શકે પણ વિશ્વા નહીં ,અને મને હવે અવિનાશ પર વિશ્વાસ છે ,કે એ વિશ્વા ને કોઈ દિવસ દગો નહીં આપે.અને આ બધી તો પછીની વાતો છે જ્યારે આ વાત સાબિત થાય કે એ બંને વચ્ચે કોઈક લાગણી છે.

પૃથ્વી : હા એ તો છે.

નંદની : હમ્મ ....તો હવે એ બધી ચિંતા છોડ અને શાંતિ થી આ પળો ને જીવી લે ....કોણ જાણે ...આવી સુખ ની પળો ફરીથી મળશે કે કેમ ?

પૃથ્વી : એવું કેમ કહ્યું ?

નંદની : શું કરું ? આપની કિસ્મત એવી છે ? વિચાર્યું ન હોય એવા સંકટો આવી જાય છે.

પૃથ્વી : હવે એવું કહી નહીં થાય .....

પૃથ્વી અને નંદની બંને લાંબા સમય સુધી એ બેન્ચ પર બેઠા રહ્યા.

અહી આ બાજુ બધા ઘર માં આવી ગયા.

બધા પોત પોતાના કક્ષ માં આરામ કરી રહ્યા હતા, વિશ્વા ના કક્ષ માં મનસા વિશ્રામ કરી રહી હતી,એને ખલેલ ના પહોચે એ રીતે એ ઘર ની છત પર આવીને ઊભી રહી.

પૃથ્વી નું ઘર જંગલ ના વચોવચ અને એટલું વિશાળ હતું કે જંગલ નો ઘણો ખરો ભાગ આરામ થી જોઈ શકાય.વિશ્વા ધીમી હિમવર્ષા અને વહેતી શીતળ હવા નો આનંદ લઈ રહી હતી અને પ્રેમ થી જંગલ ની નિહાળી રહી હતી.એના ખુલ્લા લાંબા ઘૂંઘરાળા વાળ હવા ની સાથે હીચકોલા લઈ રહ્યા હતા.

પાછળ થી કોઈક ના આવવા નો અવાજ આવ્યો.

વિશ્વા એ પાછળ વાળીને જોયું.વહેતા પવન ના કારણે એના ચહરા પર ઢંકાયેલા એના વાળ દૂર કરી નજર કરી તો અંગદ એની સામે ઊભો હતો.એના હાથ માં બે મોટા કપ હતા.

વિશ્વા : અંગદ ....તું છે , મને એમ લાગ્યું કે ......

અંગદ : અવિનાશ છે .....

એ સ્વરલેખાજી પાસે બેઠો છે ,ઘણા સમય બાદ બંને ભાઈ બહેન ભેગા થયા છે એટ્લે ...

આ તારા માટે એક કપ ...

વિશ્વા : એમાં શું છે ?

અંગદ : રક્ત છે ,મનુષ્ય નું નથી ........અને કોઈ ની હત્યા કર્યા વગર જ લાવ્યો છું ...મને લાગ્યું કદાચ તમને આની જરૂર હશે .

વિશ્વા એ અંગદ ના હાથ માથી કપ લીધો.

અંગદ પણ વિશ્વા ની સાથે છત ના કિનારે ઊભો રહી ને જંગલ ને જોઈ રહ્યો હતો.

અંગદ : નવાઈ ની વાત છે ને ..... થોડા દિવસ પેહલા વિચાર્યું હતું કે આ રીતે બધા એકસાથે હોઈશું.

વિશ્વા : ના .....વિચાર્યું તો ન હતું.પણ આશા હતી કે આ દિવસ એક સમયે અવશ્ય આવશે.

અંગદ : મને પણ વિશ્વાસ નહતો કે આપણે કોઈ દિવસ એક બીજા સમક્ષ હોઈશું.

વિશ્વા : મતલબ ......?

અંગદ : મ...મતલબ કે ..... તારા વિષે ગણું સંભાળ્યું હતું ,અને યુધ્ધ વખતે તારું પરાક્રમ જોયું હતું.ત્યાર થી ઈચ્છા હતી કે એક વાર તો તારી સાથે મુલાકાત કરવી પડશે.અને આજે એ સપનું પૂર્ણ થઈ ગયું.

વિશ્વા હસવા લાગી ...

વિશ્વા : મને ખબર નહતી કે મારો ચાહક વર્ગ આટલો મોટો છે.

એ સાંભળી અંગદ પણ હસવા લાગ્યો.

એ બંને ની વાતો આગળ વધી અને હસી મજાક ચાલી રહ્યો હતો.સૂર્ય અસ્ત થવા લાગ્યો.ઘર ની પાસે થોડેક દૂર એક વૃક્ષ પાછળ કોઈ અજાણ્યું વ્યક્તિ ,આ બંને ની હિલચાલ પર નજર રાખી હતું.......

ક્રમશ ..........