my School and 10 th stander in Gujarati Moral Stories by Hetarth Somani books and stories PDF | મારી સ્કૂલ અને 10 મુ ધોરણ

Featured Books
Categories
Share

મારી સ્કૂલ અને 10 મુ ધોરણ

મારી સ્કૂલ અને 10 મુ ધોરણ.....


જીવનનું તો ખરું સ્કૂલનું પણ સૌથી મહત્વનું વર્ષ એટલે 10 મુ ધોરણ એચ.બી કાપડિયા ન્યુ હાઈ સ્કૂલ ના દસમા ધોરણના 10 બીના ક્લાસ ની વાત કર ઈએ આપણે.

આમ તો દસમાં ધોરણમાં વિત આવવાના હોય તો પોતાના ફ્રેન્ડ સ સાથે ફક્ત સાત મહિના વધીને આઠ મહિના અને આ સાત મહિનામાં ઘણી એવી વસ્તુઓ થઈ કે જે ક્યારેય નહીં ભૂલી શકાયકદાચ 10મુ ધોરણ હંમેશા મને યાદ રહેશે એ સરો અમારા ટીચર્સ અને પહેલી ચાર બેંચ.
   
પહેલી ચાર બેન્ચ છએટલે કે એવી બેન્ચ કે એટલે એવી બેન્ચ  કે જ્યાં તમને બધું જ મળી રહે તમને ત્યાં હોશિયાર છોકરાઓ પણ મળી રહે અને શિક્ષકોની પણ ઠેકડી ઉડાડે એવા છોકરાઓ પણ મળી જાય. જોકે 10b નો ક્લાસ  હોશિયાર જ હોય.આમ તો સ્ટાફ રૂમમાં અમારા ક્લાસ ની વાતો તો બહુ થતી હોશિયાર છે બધી રીતે સારો છે પણ આ ક્લાસ ખરેખર અંદરથી ખૂબ જ સારો હતો.

 અમને બે મહિના તો બધાને જાણતા થયા અને અમારી એકઝામ દિવાળીનું વેકેશન અને પડેલી રજાઓ આ બધું થઈને બસ ખાલી પાંચ મહિના વધ્યા હતા અને એ પાંચ મહિના જીવનના સૌથી સારા પાંચ મહિના હતા કદાચ એ નહીં ભૂલી શકાય
 
     કોણે કીધું કે સવિનય કાનૂન ભંગ ખાલી ગાંધીજીએ જ કર્યો હતો સવિનય કાનૂન ભંગ તો અમે પણ કર્યો હતો અમારા અંગ્રેજીના શિક્ષક પાંડે સાહેબ ઉપર સવિનય કાનૂન ભંગ સાથે અમે એમનું બોરિંગ લેસન નહીં નહિ કરી સવિનય કાનૂન ભંગ કર્યો હતો. 
   .  
     અને અમે બધા ધોરણ 10માં એટલે.... we  all are mature અને બસ પછી શું હતું જો કોઈ બે છોકરા છોકરીઓ જોડે ઊભેલા પણ દેખાઈ જાય એટલે એ બંને વચ્ચે કંઈક તો અમે જોડી જ દેતા હતા અને એ મજા જ કંઈક અલગ હતી.

     દરેક વર્ગની કંઈક અલગ ખાસિયત તો હોય જ અમારી પણ હતી અચાનક આખો ક્લાસ શાંત હોય  અને  કોઈના પણ માટે તાળીઓનો ગડગડાટ ચાલુ થઇ જાય અને એ તાળીઓનો ગડગડાટ કેમ લાગ્યો છે એ તો ના અમને ખબર હોય કે ના   જેના માટે તાળીઓ વાગે છે એને.

   રક્ષાબંધન માં ઘણી બહેનોએ રાખડી પણ બાંધી ઘણા ફ્રેન્ડશીપ બેલ્ટ તૂટ્યા ઘણા ફ્રેન્ડશીપ બેલ્ટ બંધાયા ઘણું  થયું.

 જે રોકડા 30 માર્ક સ્કૂલ અમને આપવાની હતી એના માટે મથામણ કરતા કરતા ધીરે ધીરે પ્રિલીમ પરીક્ષા પતી  ગઈ પછી બોર્ડની risept આવી ગઈ.

    બોર્ડની એક્ઝામ આવી ગઈ એટલે તમારા આખા વર્ષની કરેલી મહેનત ની કસોટી 15 દિવસમાં પૂરી થઈ ગઈ. છેલ્લું સંસ્કૃતનું પેપર પતી ભાઈબંધો સાથે ઘણું રખડ યા આમ આમ છેલ્લો દિવસ પણ પૂરો થયો બસ હવે તો શું હતું whatsapp ના ગ્રુપ ઇન્ સ્ટા માં જ વાતો થાય છે .
   
હવે  કોક કોમર્સ કોક સાયન્સ નીકળી પડ્યું છે.હવે યાદ તો બધાની ઘણી આવશે પણ શું કરે કોને ખબર આવી ફરી ક્યારે મળીશું બસ આજ હતી મારી સ્કુલ અને મારા દસમા ધોરણની યાદો 
 
       બસ આમ નામ હવે જિંદગી પણ નીકળી જશે અને ધોરણ10 પણ હવે નીકળી ગયું બહુ યાદ આવે છે આ ફ્રેન્ડો આ મસ્તી આ ધમાલ ઓછા માર્ક આવે ત્યારે એકબીજાને આપેલું આશ્વાસન..... ક્યારેય નહીં  ભુલાય.બસ ખાત્રી તો છે કે આ ફ્રેન્ડ તો મને નહીં ભૂલે અને હું પણ એમને નહીં ભૂલું પણ સમય કદાચ એવા સંજોગો ઊભા ના કરે કેમ એકબીજાને ભૂલી જઈએ.

Dedicated for may all friends....jay., priyansh, harshil, het ,sahil , and also ... For krimal , vishwa, nency ,dhruvi, afshin,and pranjal 
    
By.hetarth somani