Albert Einstein in Gujarati Biography by Patel Vinaykumar I books and stories PDF | આલ્બર્ટ આઈનસ્ટાઈન

Featured Books
Categories
Share

આલ્બર્ટ આઈનસ્ટાઈન

            મહાન વ્યક્તિઓના જીવનચરિત્ર આપણને ઘણા બધા પ્રકારની પ્રેરણા પૂરી પાડે છે. વિશ્વમાં ઘણી બધી શોધો થઈ જેના લીધે માનવજીવન એકદમ આસાન થયું છે છે.જેટલી પણ શોધો વિશ્વમાં થઈ છે તેની પાછળ વૈજ્ઞાનિકોનો અથાગ પ્રયત્ન આપણને જોવા મળે છે. એવા જ એક વૈજ્ઞાનિક એટલે આલ્બર્ટ આઈન્સ્ટાઈન કે જેમણે દુનિયાને સાપેક્ષવાદનો સિધ્ધાંત શોધ્યો.
             આલ્બર્ટ આઈન્સ્ટાઈનો જન્મ ૧૪ મી માાર્ચ ઈ.સ.૧૮૭૯માં દક્ષિણ જમૅનીના મ્યુનિચની પાાસે આવેલા ઉલ્મ શહેરમાં થયો હતો. તેમના પિતાનું નામ હરમન આઈન્સ્ટાઈન અને માતાનુું નામ પૌલિન હતું. નાનપણમાં આઈન્સ્ટાઈન બોલવાનું જલ્દી શીખી શક્યા નહીં તેથી તે કુતુહલપૂવૅક વિશ્વનું નિરીક્ષણ કર્યા કરતા. તેે હંમેશા કહેતાા કે, મન  સૃષ્ટિના પાછળ ભગવાનનો ક્યો વિચાર છે તે જાણવો જરૂરી છે, બાકી બધું સજૅનનું વિસ્તૃત વિવરણ છે. આ રીતે તેમના મનમાં જ પ્રયોગશાળા ચાલતી રહેતી આ કુતુહલના બીજ બાળપણથી જ વવાયા હતાં. એકવાર તેમના પિતાજી એક રમકડું ( હોકાયંંત - દિશા બતાવતું યંત્ર) લઈને આવ્યા. આ યંત્રને કોઈપણ દિશામાં રાખીએ તો તેની સોય ઉત્તર દિશામાં જ રહેતી. આ વાતને લઈને આઈન્સ્ટાઈનના મનમાં વારંંવાર પ્રશ્ન થતો કે આવું કેમ થાય છે? તેમના પિતાજીએ કહ્યું, " ચુંબકીય સોય છે, તેથી ફરીથી પ્રશ્ન કરતા ચુંબક એટલે શું? તેમના પિતાજી કંટાળીને કહેતા કે આનો જવાબ તારા જેબક કાકા જે એન્જીનીયર છેે તે આપશે. આલ્બર્ટ આઈન્સ્ટાઈનને ગણિત વિષયમાં રૂચિ જાગૃત કરવા પાાછળ તેમના કાકા અને પુસ્તક" popular books on physical science " નું મોટું યોગદાન હતું. નવરાશ પળોમાં તે સંગીતની આરાાધન પણ કરતા.
                 વિદ્યાભ્યાસ દરમિયાન આલ્બર્ટ આઈનસ્ટાઈનને પ્રોફેસર બનવાની ઈચ્છા હતી, પરંતુ નબળા દેખાવને કારણે તેમને પ્રોફેસરની નોકરી મળી નહોતી. મિત્રોની સહાયતાથી તેમને પેટન્ટ ઓફિસમાં નોકરી મળી
તે સમયે પ્રાયોગિક પરીક્ષામાં પસાર થયેલા વિચારોને રજૂ કરવા માટે 'એનાલ્સ ફિઝિક્સ' નામના સામયિકમાં એક લેખ લખ્યો. યુરોપના જાણીતા વૈજ્ઞાનિકોએ તે લેખ વાંચ્યો. આ સિધ્ધાંતો વાંચીને તેઓ પ્રભાવિત થયા. એ વખતે યુરોપમાં વૈજ્ઞાનિકોની એક પરિષદ ઓસ્ટિયામાં આયોજીત થઈ. જેમાં આઈનસ્ટાઈનને પણ ઉપસ્થિત થવાનું નિમંત્રણ આપ્યું, સાદગીપૂણૅ પોષાકમાં આવેલા આઈનસ્ટાઈને બુધ્ધિચાતુૅય અને વિશિષ્ટ પ્રકારના સંશોધનને લીધે લોકો તેમનાથી પ્રભાવિત થયા. અનેક યુનિવર્સિટીમાંથી આઈનસ્ટાઈનને પ્રાધ્યાપક તરીકે નિયુક્ત થવાનું નિમંત્રણ મળવા લાગ્યું. જર્મનીના બર્લિન બર્લિનમાંથી તેમને અધ્યાપક તરીકે જોડાવા નિમંત્રણ મળ્યું. ત્યાં તેમને સંશોધન માટે આવશ્યક સમય મળતો રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી. પોતાના નવા વિચારને આઈનસ્ટાઈને 'રીલેટિવટી' એટલે કે સાપેક્ષવાદ નામ આપ્યું. તેના સમર્થનમાં પ્રયોગ કરી સિધ્ધ કર્યું કે, યુરેનિયમના એક અણુંનું વિભાજન કરવાથી તેના બંને હિસ્સાનું કુલ વજન અણુંના વજનથી થોડું ઓછું હોય છે. વિભાજનની આ પ્રક્રિયા દરમિયાન શક્તિ છુટી પડી છે. શક્તિના ઉદભવ માટે પણ આઈનસ્ટાઈને સંશોધન કર્યું. પદાર્થ દ્વારા જે ભાગ અલગ થયો હતો. તેમાંથી શક્તિ નિર્માણ થાય છે, એટલે કે પદાર્થથી અલગ થયેલા ભાગને પ્રકાશની ગતિના વગૅથી ગુણાકાર કરીને ઉત્પન્ન થયેલી શક્તિનો અંદાજ લગાવી શકાય છે. આ સિધ્ધાંનતે ગણિતસૂત્રના આધારે સમજાવ્યું કે, E = Mc^2. તેમના જ સૂત્ર E = Mc^2 ના આધાર પર ન્યુક્લિયર બોમ્બની શોધ અને તેના પરિણામોથી ચિંતિત થઈ આઈનસ્ટાઈને પોતાનું બાકીનું જીવન વિશ્વમાં શાંતિ સ્થપાય તે માટે અવિરત પ્રયત્ન કર્યો. આઈનસ્ટાઈને પોતાના મૃત્યુના એક અઠવાડિયા પહેલાં બટાૅન્ડ રસેલને લખેલા પત્રમાં સૂચિત કર્યુ કે, તેમનું નામ એવા મેનિફેસ્ટોમાં લખાવું જોઈએ કે, જે બધાં રાષ્ટ્રોને ન્યુક્લિયર હથિયાર છોડવાનો આગ્રહ કરતા હોય. આઈનસ્ટાઈનને એક મૂંઝવણ હતી કે, વિજ્ઞાાનની અનેક સિધ્ધિઓ હોવા છતાં માનવજાતિ સુખી કેમ નથી? 
                 આઈનસ્ટાઈનનો એક ગુણ હતો કે, તે જે કામ હાથમાં લેતાં તેમાં ખોવાઈ જતા હતા. એકવાર તેમને બહારગામ ભાષણ આપવા જવાનું હતું. તેમની બેગમાં એક ધોયેલો સૂટ મૂક્યો હતો. તે જ્યારે ભાષણ આપીને પાછા આવ્યા ત્યારે જોયું કે, સૂટ જેવો નો તેવો જ હતો. તેનું તેમને કારણ પૂછ્યું તો આઈનસ્ટાઈને જવાબ આપ્યો કે, " ત્યાં આવેલા મારું ભાષણ સંભાળવા આવ્યા હતા. મારા કપડા જોવા નહીં. તેથી સૂટ નહીં પહેરવાનો મને જરાપણ અફસોસ નથી. " મહાન લોકોના જીવનમાં કોણે કેટલું મહત્વ આપવું તે બાબતે નિશ્ચિતતા હોય છે. અમેરિકાના ન્યુયોર્કમાં 'સ્વિર સાઈડ' નામનું એક પ્રસિદ્ધ ચર્ચ છે, જેની દિવાલો ઉપર ૬૦૦ વિભૂતિઓના નામ લખ્યા છે, તેમાં ૧૪ નામ વૈજ્ઞાનિકોના છે. જેમાં આઈનસ્ટાઈનના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઈ. સ. ૧૯૨૧ માં આઈનસ્ટાઈનને વિજ્ઞાનના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ સંશોધન કરવા બદલ તેમને નોબલ પુરસ્કાર મળ્યો હતો.