ઇસ્લામ ધર્મનો પવિત્ર માસ ચાલી રહ્યો છે. કેહવાય છે કે આ મહિનામાં જેટલું પણ પુણ્ય કરો એનું સિત્તેર ઘણું ખુદા તમને આપે છે. આ પવિત્ર માસમાં ઇસ્લામ નું જરૂરી એવું પહેલું હું અહીં વર્ણવવા જઈ રહ્યો છું.
ઇસ્લામ ધર્મના પાંચ સ્તંભ છે. શ્રદ્ધા (faith) , નમાજ (Salat) , ઉપવાસ (specially fast in ramazan), હજ (Hajj) અને ઝકાત (Zakat).
ઝકાત શું છે?
ઝકાત એ તમારી બચત માંથી ગરીબોને, જરૂરિયાત મંદ ને આપવાની રકમ. ઝકાત આપવી ઇસ્લામમાં ફર્ઝ છે. જો તમે એ ના આપો તો તમારો પૈસો નાપાક ગણાય. જેમ સરકાર ને ટેક્સ ના ભરી કાળા નાણાં હોય એ જ રીતે.
ઝકાત કોણ આપી શકે?
જે વ્યક્તિ પાસે બચત ની મુળી હોય. જેમાં ઘરના ખર્ચ અને બીજા ખર્ચાઓ બાદ કરતા જે રકમ રહે એ રકમ પર ઝકાત ગણાય.
ઝકાત કેવી રીતે ગણવી?
તમારી પાસે કેસ પૈસા , બેંકમાં પૈસા સેવિંગ માં પડ્યા હોય, શેર, પેન્શન, સોનુ, ચાંદી પર ઝકાત ગણાય છે. તમારો પર્સનલ સામાન જેવા કે ઘર, ગાડી, ફર્નિચર , કપડાં, ખોરાક પર ઝકાતમાં ગણવામાં આવતા નથી.
ઝકાત માટે પેયેબલ છો કે નહી એ જાણવાની બે પદ્ધતિઓ છે.
૧. જો તમારી પાસે ૩ ઉંન્સ સોનુ (૮૭.૪૮ ગ્રામ) કે એના જેટલી જ રકમ હોય તો તમે ઝકાત આપવાને પાત્ર બનો છો.
૨. જો તમારી પાસે ૨૧ ઉંન્સ(૬૧૨.૩૬ ગ્રામ) ચાંદી કે એના જેટલી જ રકમ હોય તો તમે ઝકાત આપવાને પાત્ર બનો છો.
ઝકાત ની રકમ માટે તમારે સોના નો આજનો જે ભાવ હોય કે ચાંદીનો આજનો જે ભાવ હોય એ મુજબ એનું કેલક્યુલેશન કરી સાથે તમારી જમા રાશિનો પણ સરવાળો કરી ને જે રકમ થાય બચત ની એના ૨.૫% રકમ તમારે ઝકાતના સ્વરૂપે આપવી જ પડે.
ઝકાત કેમ આપવી જોઈએ?
ઇસ્લામ ના અનુસાર તમારી પાસે જે કઇ પણ છે એ ખુદાનું છે. તમે ફક્તને ફક્ત એના નિમિત છો. દુનિયા માંથી જશો ત્યારે બધું અહીં જ મૂકીને જશો. તમને એ એહસાસ હોવો જોઈએ કે આ બધું જ ખુદાનું છે. દુનિયામાં એવા પણ લોકો છે જેની પાસે જરૂરિયાતો પુરી કરવા કપડાં, મકાન કે રોટી નથી. તો તમારી પાસે રહેલી આ મુળી જે ખુદાની જ છે એ જરૂરતમંદો ને આપવી અનિવાર્ય છે.
ઝકાત ક્યારે આપી શકો?
ઇસ્લામ અનુશાર તમારી પાસે જયારે પણ આગળ જણાવ્યા માપદંડ અનુસાર પૈસા થાય ત્યારે વાર્ષિક એકવાર ઝકાત આપવી અનિવાર્ય છે. મોટા ભાગે લોકો રમઝાન માસમાં ઝકાત આપે છે. જેથી આ પવિત્ર માસમાં જેટલું દાન થાય એટલું પુણ્ય પણ મળે. પણ યાદ રાખજો ઝકાત દાન નથી. તમારી ફરજ છે. ગરીબો તમારી પાસે ઝકાત લેવા આવે એ પહેલા જરૂરતમંદ કે ગરીબ ના ઘરે જઈને એને ખાનગીમાં ઝકાત આપવી ઘણા પુણ્યનું કામ છે.
ઝકાત કોણ લઇ શકે?
ઝકાત ઇસ્લામ મુજબ સાત પ્રકારના વ્યક્તિઓ લઇ શકે.
૧. ગરીબ
૨. જરૂરિયાતમંદ
૩. ઝકાત લેતી સંસ્થા જે ગરીબ કે અનાથ બાળકોનો ખર્ચ ઉપડતી હોય કે પછી જે લોકો પાસે થી ઝકાત એકથી કરીને ગરીબો સુધી પહોંચાડતી હોય.
૪. કેદી કે કોઈ મજબુર વ્યક્તિ જે આ પૈસા આપીને ગુલામી માંથી આઝાદ થઇ શકે.
૫. કોઈ મુસાફરીમાં છે જેના પૈસા ચોરાઈ ગયા છે કે પુરા થઇ ગયા છે અને કોઈ સ્ત્રોત નથી કે એને ઉછીના કે બીજી કોઈ રીતે પૈસા મળી શકે. એ સમયે ઝકાત લઇ શકે.
૬. દેવેદાર
૭. જે લોકો અલ્લાહ ની રાહમાં ઘરથી દૂર છે. જે બસ લોકો ને નમાજ પઢવા ઇસ્લામનું જ્ઞાન આપવા પ્રેરે છે. એવા લોકો આ ઝકાતના હકદાર છે.
--
વાત ધાર્મિક છે. પણ જાણવું જરૂરી છે. ઘણા લોકો પૈસા હોવા છતાં ઝકાત નથી આપતા જે ગરીબોનો હક છે. તમારે સરકાર ને ગમે તે ભોગે GST , IGST , SGST , Income Tax આપવો પડે છે. જે ગરીબોના હાથમાં પણ નથી આવતો. તો આ ગરીબોનો હક જે ઇસ્લામમાં વર્ષો ના વર્ષોથી છે એને તમારે આપવો જ જોઈએ.
--
✍ આપનો પ્રિય
ઈરફાન જુણેજા