chis-16 in Gujarati Horror Stories by SABIRKHAN books and stories PDF | ચીસ..16

Featured Books
Categories
Share

ચીસ..16

મધરાતે ફાઇવ સ્ટાર હોટલના રીસેપ્શન પર નિશા બેઠી હતી. 
એના ગોરા ચહેરા ઉપર ગજબનુ તેજ હતુ.
તેનું ખાસ કારણ પણ હતું.
ગળામાં સોનાના દોરામાં  દિલવાળુ પેંડલ લટકતું હતું. નિશાના  મુલાયમ હાથની બધી જ આંગળીઓમાં ગોલ્ડની રીંગો હતી.
હાથમાં મોંઘોદાટ આઈ ફોન હતો. આઈ ફોનના સ્ક્રીન પર વિડીયો કોલ ધ્વારા રિસેપ્શન કાઉન્ટરનો સિન મૌજુદ હતો. બધી જ વસ્તુઓને ગિફ્ટ રૂપે  આપનાર કુલદીપસિંગ આંખોમાં અદભુત તેજ ભરી એને ટગર ટગર જોઈ રહ્યો હતો.
" આમ શું જુવો છો..? મને પહેલા નથી જોઈ..?"
કુલદીપ સિંગે રોમેન્ટિક લહેજા સાથે જવાબ આપે છે.
"જોયા છે પણ મન ધરાતું નથી. આખો દિવસ એમજ થયા કરે છે.. બસ તમને આવી જ રીતે જોતો રહું..! નજર સામેથી એક પળ માટે પણ અળગા થવા ના દઉ..!"
ત્યારે ઝરણાના  કલકલ નિનાદની જેમ ખડખડાટ હસતી નિશાએ ખોટું ખોટું મોં મચકોડ્યું.
"મારી માને મળીને મારો હાથ માંગી લઈ મારી સાથે લગ્ન કરવાની વાત કરી એના માથા પરથી બધો બોજ ઉતારી નાખ્યો તમે..! હા પણ શરત આકરી મૂકી છે..! ક્યારેક ક્યારેક રિસેપ્શન પર તમારી સાથે મારે ડ્યુટી કરવાની.. લગ્ન પછી તમારી સાથે જ અર્ધાંગિની બની રહેવાની છું એ વાત કેમ ભૂલી જાવ છો..?"
"હવે બીક લાગે છે મને..?
કુલદીપસિંગે પોતાના મનનો ડર વ્યક્ત કર્યો.
હવે તમને ખોવા માગતો નથી..! ઘણીવાર મારી સાથે એવું બન્યું છે કે એકવાર હસુ છું તો દસ વાર મને કુદરત રડાવે છે. એટલે હવે મને મારી કિસ્મત પર પણ ભરોસો રહ્યો નથી. તમને નજર સામે જોઈ જીવવાની કેટલી મજા છે એ બસ હું જ જાણું છું..!"
"ઓકે બાબા તમને મૂકીને હું ક્યાંય જવાની નથી સમજ્યા..!"
"એકાદ વાર ઓફીસમાં આવી જજે.. તારા અધરોનુ રસામૃત પીવુ છે..!"
"હવે હટો..!, નિશાએ ફોનના સ્ક્રીન પર દેખાતા ચહેરાને ઠેંગો બતાવ્યો.
પછી અચાનક નિશાએ ફોન બાજુ પર મુકી દીધો. એવું કયા કારણસર થયું કુલદીપસિંગ સમજી શકતો નહોતો. કોલ કનેક્ટેડ હતો
"હલો..! કહાં જાના હૈ આપકો..? કિસ સે મિલના હૈ..?"
લક્ઝરિયસ હોટલના રિસેપ્શન કાઉન્ટર પર નિશાથીનો ગભરાહટ ભર્યો અવાજ કાને પડ્યો.
અત્યારે હોટલમાં પ્રવેશેલો એ વ્યક્તિ એના મૂળ રૂપમાં નહોતો. એની આંખોના ડોળા બિલકુલ વાઈટ લાગતા હતા. 
ચહેરો તરડાઈ ગયો હતો. 
રીસેપ્શનીસ્ટે ટકોર કરી એટલે એ પોતાની જગ્યા પર ઊભો રહી ગયો.
"કૌન હો ભૈયા..? કિસ સે મિલના હૈ..?"
નિશાએ ફરી પોતાનો સવાલ દોહરાવ્યો.
આગંતુકના ચહેરા પર રહસ્યમયી મુસ્કાન હતી. 
ડગમગાતી ચાલે રિસેપ્શન કાઉન્ટર તરફ આવી રહેલા સંદીગ્ધ વ્યક્તિને જોઇ એ ધ્રૂજી ઉઠી.
આગંતુક પોતાના સવાલનો જવાબ આપ્યા વિના નજીક આવી ગયો.
 સમસ્ત હોટલના પ્રત્યેક સ્યુટને  ઓનલાઈન એલીડી સ્ક્રીન પર નિહાળી રહેલી યુવતી ભોંઠી પડી.
"કોણ છે નિશા..? કાઉન્ટર પર કોણ આવ્યુ છે..?" કુલદીપસિંગ ઉંચો અવાજ નિશાના કાઉન્ટર પર મૂકેલા ઇન્સ્ટ્રુમેન્ટ માંથી સંભળાઈ રહ્યો હતો. પરંતુ નિશાને જાણે કુલદીપસિંગનો અવાજ બિલકુલ સંભળાઈ રહ્યો નહોતો. આગંતુકનો દેખાવ જોઈ નિશા એકદમ ગભરાઈ ગઈ હતી
એની નજીક આવી આગંતુકે પોતાનો એક હાથ તેની તરફ ઊંચો કરી ચહેરાનુ માપ લેતો હોય એમ પંજામાં એણે આખો ચહેરો ભીંસ્યો. 
નિશાનુ શરીર લકવાગ્રસ્ત બની ગયુ હોય એમ એ બેસુધ બની ટગર ટગર જોતી રહી
પલક માત્રમાં રિસેપ્શન કાઉન્ટર પર બેસેલી નિશાની ગરદન અકડાઈ ગઈ. માથું એવી રીતે દિવાલ સાથે જકડાઈ ગયું જાણે કે જોઈન્ટ માટે રામબાણ ઇલાજ એવા કોઈ કેમિકલથી એને ચિપકાવી દીધું ન હોય..!
એલઇડી સ્ક્રીન પરના દ્રશ્યો ઓટોમેટિકલી ગાયબ થઇ ગયાં. 
દિવાલ સાથે સજ્જડ ચોંટી ગયેલી નિશા ન બોલી શકવા સક્ષમ હતી કે , ન પોતાની સીટ પરથી ઉભી થઇ ભાગી શકવા..!
આગંતુકનુ જાણે કે અંધારી રાત પર પ્રભુત્વ હતુ. 
ડરામણી આંખોને ચકળ-વકળ ફેરવતો એ આગળ વધ્યો. ત્યારે રિસેપ્શન કાઉન્ટર પર નો ફોન રણકી ઉઠ્યો.
ફાઇવસ્ટાર હોટલનો મેનેજર કુલદીપસિંગ ને વિડીયોકોલ દ્વારા રિસેપ્શન પર બેસેલી નિશાના સાથે ગોષ્ઠી દરમ્યાન સંભળાયેલા અવાજો પરથી કંઈક અનિચ્છનીય બન્યું છે એવું સમજી ગયો હતો.
નિશા સાથે લાગણીના સંબંધનો તાંતણો  મજબૂતીથી બંધાઈ ગયો હતો.
નજીકના ભવિષ્યમાં બંને લગ્નગ્રંથિથી જોડાઇ જવા માગતાં હતાં. 
નિશાના પરિવારમાં ફક્ત એની માં હતી અને એ પણ કુલદીપસિંગ સાથેના પુત્રીના રિલેશનથી ખુશ હતી. એટલે એને કુલદીપસિંગ સાથે નાઈટ ડ્યુટી કરવામાં પણ પોતાની દીકરીને ક્યારેય રોકટોક કરી નહોતી.
નિત્યની જેમ આજે પણ સતત વિડીઓ કોલ દ્વારા કુલદીપસિંહ નિશા સાથે ઇશારાઓની મસ્તી કરી રહ્યો હતો ત્યારે અચાનક નિશાનો ઉંચો અવાજ સંભળાયો.
"હલો કહા જાના હૈ આપકો? કિસકા કામ હૈ..?"
પછી કાઉન્ટર પર માર્યો સન્નાટો વ્યાપી વળ્યો હોય એવું એને લાગ્યું.
નિશાને કુલદીપસિંગ સારી રીતે સમજતો હતો આવી પરિસ્થિતિમાં એ જલ્દી ગભરાઈ જતી હતી. 
"કોન હો ભૈયા..?  કિસસે મિલના હૈ..?"
કુલદીપસિંહ પોતાની ઓફિસમાંથી બહાર નીકળી રહ્યો હતો ત્યારે નિશાનો પોતાના  ઈસ્ટુમેન્ટમાંથી  છેલ્લીવાર  અવાજ એના કાને પડ્યો. 
વિડીયોકોલ દ્વારા કુલદીપસિંગ નિશાના ફોન સાથે કનેક્ટ હોવા છતાં એક્ઝેટ કશું સમજી શકાતો નહોતો.
કુલદીપસિંગની ઓફીસ હોટલના છેલ્લા ફ્લોર પર હતી.
ઓફિસનું ઓટોમેટીક ડોર લોક થઈ ગયું. તરત જ કુલદીપસિંગ લિફ્ટમાં પ્રવેશ્યો.
મન અધીરું બન્યું હતું. પલક-ઝપકમાંજ એ
નિશા જોડે પહોંચી જવા માગતો હતો.
 લિફ્ટમાં વીતી રહેલી એક એક ક્ષણ એના માટે ભારેખમ બની ગઈ.
"કોણ આવ્યું હતું..? નિશા શા માટે આટલી બધી ગભરાઈ ગઈ હતી..? 
કુલદીપસિંગનુ મન અનેક આશંકાઓથી ધેરાઈ વળી હતુ. 
પણ જે બની ગયું હતું અને જે બનવાનું હતું એનાથી કુલદીપસિંગ સાવ અજાણ હતો.
બીજી બાજુ પોતાનુ કરતબ દેખાડી પીટરના શરીરમાં રહેલી શૈતાની શક્તિ પવનવેગે દાદરેથી સેકન્ડ ફ્લોર પર રહેલા સ્યુટ નંબર 305 પર પહોંચી ગઈ.


      ( ક્રમશ:)