a rainbow girl - 7 in Gujarati Fiction Stories by Gopi Kukadiya books and stories PDF | અ રેઇનબો ગર્લ - 7

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

અ રેઇનબો ગર્લ - 7

અ રેઇનબો ગર્લ -7

           બધાનો સામાન ડીકીમાં ગોઠવાઈ ગયો હતો, અમે લોકોએ નીકળવાની તૈયારી કરી લીધી હતી, અમે લાસ્ટ એક ગ્રુપ સેલ્ફી લીધી અને ગાડીમાં ગોઠવાયા, ગાડી સ્ટાર્ટ થઈ અને ચાલવા લાગી, અમે થોડું અંતર જ કાપ્યું હતું ત્યાં જ ગાડી એક બે ધક્કા સાથે બંધ થઈ ગઈ.
ક્રિશે એક બે વાર ગાડીને રીસ્ટાર્ટ કરવાની ટ્રાઈ કરી પણ ના થઇ, ક્રિશ ગાડીની બહાર નીકળ્યો અને બોનેટ ખોલીને ચેક કરવા લાગ્યો.
"સમજ નથી પડતી આમા શું પ્રોબ્લેમ થયો?" થોડીવાર ચેક કર્યા બાદ ક્રિશે જોરથી બોનેટ બંધ કરીને તેના પર મુક્કો માર્યો, આ દરમિયાન અમે બધા પણ બહાર આવી ગયા હતા.
"શુ થયું? કઈ પ્રોબ્લેમ છે?" મેં ક્રિશને મૂંઝવણમાં ઉભેલો જોઈને પૂછ્યું.
"લાગે છે મિકેનિકને બતાવવી પડશે"
"તો અહીંયાથી પાછળ જ તો હમણાં એક મિકેનિક શોપ ગઈ, આપણે એને બોલાવી લઈએ" મેં રસ્તામાં જ એક મિકેનિક શોપ જોઈ હતી.
નમન અને કૃપાલી ત્યાં મિકેનિકને બોલાવવા ગયા અને અમે ત્યાં જ ઉભા રહ્યા, થોડીવારમાં જ બન્ને એક મિકેનિકને સાથે લઈને ત્યાં આવી ગયા, મિકેનિકે આવીને ગાડી ચેક કરી.
"સર, એન્જીનમાં પ્રોબ્લેમ લાગે છે તમારે ગાડીને ગેરેજમાં મુકવી પડશે." મિકેનિકે અમને પ્રોબ્લેમ જણાવ્યો.
"કેટલો ટાઈમ લાગશે?" 
"સાંજ સુધીમા થઈ જશે"
"સાંજ?" બધાના મ્હોમાંથી એકસાથે આ સવાલ નીકળ્યો, "પણ અમારે સુરત જવા નીકળવાનું છે."
"સોરી સર, સાંજ તો થઈ જ જશે"
"સારું તમે લઈ જાવ અને રીપેર કરો"
"હવે આપણે અહીં શુ કરશું" નિધીએ પૂછ્યું.
"આપણે નાઈટમાં નથી નીકળવું" હસ્તીએ કહ્યું.
"તો પછી એક જ રસ્તો છે આજે અહીં જ રોકાઈ જઈએ અને કાલે સવારે નીકળી જશું" મેં સુજાવ આપ્યો.
"હા, હાર્વિ સાચું કહે છે એમ જ કરીએ, પાછા હોટેલ જતા રહીએ, હજુ હમણાં જ ચેક આઉટ કર્યું છે એટલે એના એ જ રૂમ આપણને મળી પણ રહેશે."નમનને પણ મારો સુજાવ યોગ્ય લાગ્યો.
અમે બધા ફરી હોટેલ પર આવ્યા અને સાંજ સુધી કઈ કામ ના હોવાથી બધા પોતાના રૂમમાં જતા રહ્યા.
સાંજે જમ્યા બાદ ક્રિશ મારા રૂમમાં આવ્યો, હું મારું બેગ ખોલીને બેઠી હતી કારણકે મને મારો નાઈટ સૂટ નહોતો મળતો.
“હાર્વિ ચાલને વોક પર જઈએ” સામેથી ક્રિશે મને કહ્યું.
“મને પહેલા આ સામાન પેક કરવામાં હેલ્પ કર, પછી જઈએ”મેં કહ્યુ.
"પણ તું આ આખું પેક કરેલું બેગ કેમ ખોલીને બેઠી છે?"
"મને મારી વસ્તુ નોહતી મળતી તો એ શોધતી હતી, ઇડિયટ"
"ઓકે ઓકે ચાલ હેલ્પ કરું" ક્રિશે સ્માઈલ સાથે કહ્યું.
      ક્રિશ મને સામાન પેક કરવામાં હેલ્પ કરતો હતો,વચ્ચે વચ્ચે એ મારી સાથે આંખો મેળવીને સ્માઈલ આપતો હતો.હું પણ જવાબમાં તેને સ્માઈલ આપતી રહી. રૂમમાં અમારી વચ્ચે કોઈ વાતચીત ના થઇ પણ હું તેની આંખો વાંચી શકતી હતી. તેની આંખોમાં મારા માટે પ્રેમ સાફ સાફ દેખાઈ આવતો હતો. હવે એ પ્રેમનો ઈઝહાર કરે તેની રાહ જોઇને હું ઉતાવળથી પેકિંગ કરતી હતી.
         મારી સ્લીવ બહાર જ પડી હતી.અમારી બંનેની નજર એનાં પર પડી.ક્રિશે ધીમેથી નજર ચુરાવી લીધી.
“હું બહાર વેઇટ કરું છું,જલ્દી આવજે”કહી ક્રિશ બહાર ચાલ્યો ગયો.
‘હું ક્રિશ વિશે ખોટું વિચારતી હતી.જો મારી સ્લીવ જોઈને બહાર ચાલ્યો જતો હોય તો મારી કેટલી રિસ્પેક્ટ કરતો હશે’મનમાં વિચારીને હું ખુશ થતી હતી.એ સ્લીવ ઉઠાવી મેં બેગમાં રાખી, બૅગ ફફડાટ બંધ કરી હું ચેન્જ કરી બહાર આવી ગઈ.
“ચાલો મેડમ જઈએ”બંને હાથ એક દિશામાં કરી,ફિલ્મી અંદાજે ક્રિશે કહ્યું.
“ચાલો ચાલો”હું પણ હસીને ચાલવા લાગી. અમે બહાર લોનમાં આવ્યા.
“તો ક્યાંથી શરૂઆત કરીએ?”સાથે ચાલતા ક્રિશે પૂછ્યું.
“શેની શરૂઆત?”
“આજે અહીં આપણો છેલ્લો દિવસ છે.પાંચ વર્ષ પછી તું યાદ કરીશ કે આપણે અહીંયા ફરવા આવ્યા હતા.તો એવી કોઈ યાદગાર વાતો થવી જોઈએને જે યાદ કરીને તારા ચહેરા પર સ્માઈલ આવે”ક્રિશે ડાયલોગ માર્યો.
“અચ્છા?”હું પણ મસ્તીના મૂડમાં હતી, “તો વિચાર આ રાત કેવી રીતે યાદગાર બનાવીશ”
“હું તને એટલી હસાવીશ કે તું જ્યારે સેડ થઈશ કે તારો મૂડ ઑફ હશે ત્યારે તું આ રાત યાદ કરીને હસવા લાગીશ”
‘જે કહેવાનું હોય એ કહે બકા વાતને ગોળગોળ શા માટે ઘુમાવે છે’મનમાં બોલીને હું હસી.
“પણ હું ક્યારેય સેડ થતી જ નહીં અને મારો મૂડ ઑલવેઝ ઓન જ હોય છે”મેં ક્રિશની મસ્તી કરતાં કહ્યું.
“ઓહ,ઑલવેઝ ઑન હોય છે!!!” ક્રિશે આંખ મારીને કહ્યું, “તું તો મને ક્યૂટ છોકરી લાગી હતી,પણ તારા મગજમાં તો..હાહાહા”
“ઑય, મારા મગજમાં એવા કોઈ વિચાર નથી ચાલતાં હો.મારો મૂડ ઑન હોય મતલબ હું હંમેશા હસતી હોવ છું”મોટી સ્માઈલ આપી મેં કહ્યું.
“હંમેશા આમ હસતી જ રહેજે”ક્રિશે મસ્કો માર્યો, “યું નૉ,તારી વાત નહિ કરતો પણ સામે વાળાનો હસતો ચહેરો જોઈને આપણા ચહેરા પર આપોઆપ સ્મિત આવી જાય છે.તારી જેમ મારો મૂડ હંમેશા ઑન નથી રહેતો.અત્યારે મારો મૂડ ઑફ જ હતો પણ તારી સ્માઈલ જોઈને મને સારું ફિલ થાય છે”
“અચ્છા,મારી સ્માઇલમાં એવો તો શું જાદુ છે?”ક્રિશ મારા વખાણ કરતો હતો એ મને ગમતું હતું.તેની પાસેથી હું વધુ બોલાવવા માંગતી હતી.
“તારી સ્માઈલ લાઈક પેઇન કિલર છે.કોઈ પણ ઉદાસ હોય અથવા ગુસ્સે હોય,તારી સ્માઈલ જોઈ જાય એટલે બધી જ ઉદાસી છુમંતર થઈ જાય અને બધો જ ગુસ્સો પીઘળી જાય”
“બીજું શું શું છુપાયેલું છે મારી સ્માઇલમાં?”મારી ગરદન પર રહેલું ગોલ્ડીનું ટેટુ ક્રિશ જોઈ શકે એ રીતે મેં ખુલ્લા વાળને એક સાઈડ કરી દીધા.
“તને ખબર છે આપણે કેમ્પિંગ કર્યું પછી બધા ગરમ પાણીમાં પગ રાખીને બેઠાં હતાં.તારી સ્માઇલમાં એ ગરમ પાણી જેવી અસર છે.તારી એક સ્માઈલ પૂરાં દિવસનો થાક ઉતારવા કાફી છે.”ક્રિશે ફ્લર્ટ કરતા કહ્યું, “હું તો કહું છું તારે સેમિનાર કરવો જોઈએ. થાકેલા માણસો તારી સ્માઈલ જોઈને તરોતાજા થઈ જશે”
“ચલ હટ્ટ,આવ્યો સેમિનારવાળો.આ સ્માઈલ બધા માટે કંઈ અવેઇલેબલ નથી”મેં પણ ફ્લર્ટ કરવાનું શરૂ કરી દીધું, “સમવન સ્પેશિયલ માટે જ આવી સ્માઈલ આપી શકું હું”
 ક્રિશ ઉભો રહી ગયો, “ઓહ તો હું સમવન સ્પેશયલ છું”
હું પણ ઉભી રહી ગઈ.પાછળ ફરી, “હું તો મારા હસબન્ડની વાત કરતી હતી.તને તો હું ઘાસ પણ ના આપું”કહી મેં ક્રિશને ચીડવ્યો અને જીભ બતાવી દોડવા લાગી.
“ઉભી રહે તો શું કહ્યું તે?”જોરથી બૂમ પાડી ક્રિશ મારી પાછળ દોડવા લાગ્યો.હું આગળ અને એ પાછળ.અમે બંને હસી રહ્યા રહ્યા હતા.ક્રિશ મને પકડવાની કોશિશ કરતો હતો પણ હું ઝુકીને સાઈડમાં ચાલી જતી.એ વધુ ચિડાઈને મારી પાછળ દોડતો હતો.
“હાર્વિ…..”જોરથી રાડ પાડી ક્રિશ નીચે બેસી ગયો.હું ઉભી રહી ગઈ.મેં પાછળ ફરી જોયું તો પગની આંગળીઓ પકડી ક્રિશ કણસતો હતો.હું દોડીને તેની પાસે પહોંચી.
“શું થયું ક્રિશ?”ગભરાઈને મેં પૂછ્યું અને તેના પગની પાની પકડી સહેજ દબાવી.
“આઉચ..”ક્રિશે સિસકારો કર્યું, “મોચ આવી ગઈ લાગે છે”
“હજી દોડ તું”ખિજાઈને મેં કહ્યું, “શું કરશું, રૂમ પણ દૂર છે.
“બે મિનિટ બેસ,કળ વળી જશે એટલે હું ચાલી શકીશ”ક્રિશે હાથ પકડીને ઉભા થવાની કોશિશ કરી,ફરી સિસકારો કર્યો અને પગ પકડી બેસી ગયો.
“હું હસ્તીને કૉલ કરું છું,તું બેસી રહે એમ જ”મેં પોકેટમાંથી મોબાઈલ કાઢતાં કહ્યું.
“એને ક્યાં હેરાન કરે છે?”ક્રિશે મારો હાથ પકડી લીધો, “તું બેસ અહીં”
        મેં તેની બાજુમાં ગોઠણ વાળ્યા.
“હું તને હમણાં શું કહેતો હતો યાદ છે ને? તારી સ્માઈલ જ પેઇન કિલર જેવી છે.તે જે  હસબન્ડ માટે સ્પેશયલ સ્માઈલ સાચવીને રાખી છે ને એ આપી દે.મને સારું થઈ જશે”
“ક્રિશ….”હું અકળાઈને બોલી, “અત્યારે પણ તને ફ્લર્ટ સુજે છે?”
“એમાં એવું છે”ક્રિશ મારી નજીક આવ્યો, “મને કંઈ થયું જ નથી”મારા ગાલ પર કિસ કરીને ઉભો થઇ એ દોડવા લાગ્યો.
“યુ…ચિટર”હું પણ ઉભી થઇ તેની પાછળ દોડવા લાગી.
“આજે તો હું તને નહિ છોડું ક્રિશ”જોરથી બૂમ પાડતી હું તેની પાછળ દોડતી હતી.આગળ જઈ એ અટક્યો.હું તેની પાસે પહોંચી.તેને મારવા મેં હાથ ઊંચો કર્યો.તેણે મારો હાથ પકડી લીધો.
“હાર્વિ…”ક્રિશ વહાલથી બોલ્યો,ત્યારે તેના ચહેરા પર ગજબની સ્માઈલ હતી.એણે જે મારી સ્માઈલ વિશે વખાણ કર્યા હતા એ બધું જ અત્યારે મને તેની સ્માઇલમાં મહેસુસ થતું હતું.મારો ગુસ્સો પણ તેની સ્માઈલ જોઈ પળભરમાં પીઘલી ગયો.
“આઈ લવ યુ…આઈ લવ યુ સો મચ યાર”કહેતાં એ મને ગળે વળગી ગયો.હું કોઈ પ્રતિભાવ આપું એ પહેલાં તેણે મારો ચહેરો બે હાથ વચ્ચે લીધો અને મારા અધર પર ચુંબન કરી લીધું.
“સૉરી યાર મારાથી રહેવાયું નહિ,બાકી ઘાસ તો હું તને પણ નોહતો જ આપવાનો”કહી એ તો હસીને દોડવા લાગ્યો પણ હું ત્યાં જ થંભી ગઈ હતી. તેણે કરેલા ચુંબનને કારણે મારા શરીરમાં ધ્રુજારી પેસી ગઈ હતી.હા એ મારું પહેલું ચુંબન હતું.અણધાર્યું પણ સ્પેશયલ.મને ભાન આવી ત્યાં સુધીમાં ક્રિશ આગળ નીકળી ગયો હતો.
“રૂક ઓય કમીને”કહી હું ફરી તેની પાછળ દોડી.થોડી આગળ ચાલી ત્યાં મારો પગ એક પથ્થર સાથે અથડાયો.હું ફંગોળાઈને નીચે પડી ગઈ.
“ક્રિશ….”મેં જોરથી રાડ પાડી.મને જોઈને એ ઉભો રહ્યો.થોડું પાછળ ચાલીને મારાથી થોડાં અંતરની દુરી પર એ ઉભો રહ્યો.
“બકુ,મેં હમણાં જ આ નાટક કર્યું છે સો તું ના કર.ચાલ ઉભી થઇ જા”
      તેની વાતોમાં મારુ ધ્યાન નોહતું.મને ખરેખર મોચ આવી હતી. મારી આંખોમાં આંસુ આવી.
“શું થયું ઑય?”મારી આંખોમાં આંસુ જોઈ ક્રિશ દોડતો મારી પાસે આવ્યો.મને રડતી જોઈ તેની આંખમાં પણ આંસુ આવી ગયા.
“મોચ જ છે બકા”રડતી આંખીએ હસીને મેં કહ્યું, “ચલ સ્માઈલ આપી દે હવે”
“ચૂપ,એકદમ ચૂપ”ક્રિશે ખિજાઈને કહ્યું.
“આંખો બંધ કર”ક્રિશે કહ્યું,મેં કસીને આંખો મીંચી લીધી.તેણે મારો પગ હાથમાં લીધો અને એક ઝટકો માર્યો.
“આ.આઉચ…”મેં રાડ પાડી.
“બસ..બસ..બસ…થઈ ગયું”મારાં પગને સહેલાવતા ક્રિશે કહ્યું.મને હજી પગ દુઃખતો હતો પણ પહેલાં કરતાં થોડી રાહત હતી.ક્રિશે મને ઉભી કરીને ઉઠાવી લીધી.મેં તેના શોલ્ડર પર માથું રાખી દીધું.
“ઓહ તો મિસ્ટર હાર્ડવેદ પણ છે એમને?”ધીમેથી મેં હસીને કહ્યું.
“તમારા માટે તો કંઈ પણ”મારા મસ્તક પર ચુંબન કરીને ક્રિશ ચાલવા લાગ્યો.અમે બંને રૂમ પર પહોંચ્યા ત્યાં સુધીમાં બધા સુઈ ગયા હતા.ક્રિશ મને તેના રૂમમાં લઈ ગયો.તેનો દોસ્ત એ રૂમમાં નોહતો.
“ક્રિશ મારો રૂમ ત્યાં છે”મેં કહ્યું.
“મને ખબર છે પણ તારા પગે મોચ આવી છે એટલે રાત્રે તને પેઇન ના થાય એની ધ્યાન રાખવા હું તને અહીં લઈ આવ્યો છું.હવે અત્યારે હસ્તીને જગાડીશું તો નાની વાતમાં ચિંતા કરશે.”ક્રિશે કહ્યું.
“તને અનકમ્ફર્ટેબલ ફિલ થતું હોય તો હું બાલ્કનીમાં સૂતો છું,વધુ પેઇન થાય તો અવાજ આપજે અને હું તને પેઇન કિલર આપું એ લઈ લેજે”નજર ચુરાવી ક્રિશ પોતાની બૅગ ખોળવા લાગ્યો.
“ક્રિશ….”મેં ક્રિશનો હાથ પકડી લીધો, “મારે એ પેઇન કિલર નહિ એ પેઇન કિલરની જરૂર છે”તેના ચહેરા તરફ ઈશારો કરી મેં સ્માઈલ કરવા કહ્યું.તેણે બેગમાંથી ટેબ્લેટ કાઢી અને પાણી બોટલ મારા તરફ ધરી.હું ટેબ્લેટ પેટમાં ઉતારી ગઈ.
“હું બાલ્કનીમાં સૂતો છું”મારી વાત તેણે સાંભળી જ ના હોય એવી રીતે ક્રિશ વર્તતો હતો.
“ક્રિશ…”મેં કહ્યું, “તારે ક્યાંય જવાની જરૂર નથી.હું અહી કમ્ફર્ટેબલ છું”
        મારી સામે જોઈ તેણે સ્મિત કર્યું.મેં બંને હાથ લંબાવ્યા.ક્રિશે નજીક આવી મને બાહુપાશમાં જકડી લીધી.મને શું થતું હતું ખબર નહિ પણ મેં તેના બંને ગાલ પર હાથ રાખ્યા અને પુરી તાકાતથી તેને ચૂમવા લાગી.એક તો પહેલીવારનું ચુંબન અને ઉપરથી ક્રિશ જેવો છોકરો.
       ક્રિશ ધીમે ધીમે આગળ વધતો જતો હતો. અધર, ગાલ, ગરદન.....  એક ઝાટકે તેણે મારું ટોપ ઉતારી દીધું, હું તેની આ હરકતોને સાથ આપતી હતી. મારી સિસકારીઓ તેને વધુ માદક બનાવી રહી હતી. 
        તેનો હાથ મારી પીઠ પર પહોંચ્યો.આહીસ્તાથી તેણે મારી સ્લીવ ઉતારી દીધી.હું તેની સામે અર્ધ નગ્ન હાલતમાં હતી પણ મારામાં શરમ નામની વસ્તુ નોહતી રહી.શેની અસર હતી એ મને નોહતી ખબર પણ ક્રિશ સાથે સહેવાસ કરવા હું તલપાપડ થઈ રહી હતી.
     તેણે મારી નાભિ પર એક ચુંબન કર્યું અને હું છળી પડી. મારા સબરનો બંધ હવે મને જવાબ આપી રહ્યો હતો. મારા પગનો દર્દ જાણે છુમંતર થઈ ગયો હતો.  અમે એકમેકમાં સમાવા આતુર હતા.
આખા રૂમમાં અમારી સિસકારીઓનો અવાજ જ આવતો રહ્યો હું ખુશ હતી.મેં તેના હોઠ પર એક ચુંબન કર્યું.થોડીવાર અમે એમ જ સુતા રહ્યા.મારી આંખો ઘેરાતી હતી.હું સુવા નોહતી માંગતી પણ મને નીંદર આવી રહી હતી.....

(ક્રમશઃ)

જો આ સ્ટોરી તમને પસંદ આવી હોય તો રેટીંગ અને કમેન્ટ અવશ્ય કરજો..
આપના પ્રતિભાવ મારા માટે અમૂલ્ય છે.

Thenk you,
                  -Gopi Kukadiya & Mer Mehul.