Double Murder - 5 in Gujarati Crime Stories by Dhruv vyas books and stories PDF | ડબલ મર્ડર - 5

Featured Books
  • మనసిచ్చి చూడు - 5

                                    మనసిచ్చి చూడు - 05గౌతమ్ సడన్...

  • నిరుపమ - 5

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • ధర్మ- వీర - 6

    వీర :- "నీకు ఏప్పట్నుంచి తెల్సు?"ధర్మ :- "నాకు మొదటినుంచి తె...

  • అరె ఏమైందీ? - 18

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • మనసిచ్చి చూడు - 4

    మనసిచ్చి చూడు - 04హలో ఎవరు.... ️ అవతల మాట్లాడకపోయే సరికి ఎవర...

Categories
Share

ડબલ મર્ડર - 5

ત્યાર બાદ વેદે ઉર્જિત ને બોલાવી આગળ ની પુછ પરછ કરતા તેને થોડા સવાલ પૂછ્યા.

“તમારા સ્ટાફ મા રહેલ બધા કર્મચારી વિષે તમે શું કહો છો?” વેદ 


“સાહેબ આમ તો સ્ટાફ મા બધા માણસો વ્યવસ્થિત છે. પરંતુ નમન એ લાલચુ અને તે શોરૂમ સિવાય પણ બહારો બહાર અમુક સામાન  વેચી નાખે છે. આ બાબતે મેં અને સંકેત  સાહેબે તેને એક વખત રંગે હાથ પકડી અને નોકરી માંથી કાઢી મુકેલ પણ પછી તેણે ફરી આવી ભૂલ ક્યારેય નહિ થાય એવી બાહેંધરી આપી તેથી તેણે ફરીથી કામ પર રાખ્યો.” ઊર્જિત

“તમારા શેઠ વિશે તમારું સુ કહેવું છે.” વેદ 

“ તે સ્વભાવે તો સારા માણસ હતા પરંતુ તે ગુસ્સે જલ્દી થઇ જતા” ઊર્જિત

“કાવ્યા વિષે તમારું શું કહેવું છે? તેના અને સંકેત ના સંબંધો કેવા હતા?” વેદ

“કાવ્યા આમ તો સંકેત સાહેબ ની સેક્રેટરી હતી પણ એ બંને ના સંબંધો એથી વિશેષ હતા.સાહેબ તેનું ખુબજ ધ્યાન રાખતા. ધ્યાન સ્ટાફ માંથી મયુર કાવ્યા ને પ્રેમ કરતો પણ કાવ્યા ક્યારે પણ તેની તરફ ધ્યાન આપતી નહતી.” ઊર્જિત

“ઠીક છે તમે જઈ શકો છો પણ જરૂર પડ્યે તમને ફરીથી બોલાવશુ” વેદ

“આભાર સાહેબ” ઊર્જિત

કાવ્યા અને ઊર્જિત સાથે વાત કર્યા પછી તેણે બીજા તમામ કર્મચારી ની વાર ફરતી પૂછપરછ કરી પણ ત્યાંથી તેને  કઈ વધુ કામની માહિતી ન મળી. ત્યાંથી નીકળી. ફરીથી બધા વેદ ના બંગલામાં ગયા. ફરીથી તેના બેડરૂમ ની તપાસ શરુ કરી. તપાસ કરતા આ વખતે પણ કઈ ખાસ મળ્યું નહિ.બધા ત્યાંથી નીકળતા હતાજ ત્યાં મોહિત ની નજર એક કાગળ પર પડી એણે એ કાગળ ઉપાડી અને જોયું તો એ શહેર ની પ્રસિદ્ધ હોટેલ ડ્રીમ ગાર્ડન નું બીલ હતું.મોહિતે એ બીલ વેદ ને આપતા કહ્યું કે “સર આ બીલ અહીંથી મળ્યું છે.” 

વેદે એ બીલ જોઇ મોહિત તથા નીરજ ને હોટેલ ડ્રીમ ગાર્ડન જઈ અને તપાસ કરવાનું કહ્યું.

હોટેલ ડ્રીમ ગાર્ડન એ શહેર નું ખુબજ પ્રસિદ્ધ અને વિશાળ રેસ્ટોરન્ટ હતું.તેમાં પ્રવેશતાની સાથે સામેની બાજુએ રિસેપ્શન કાઉંટર અને તેની પાછળ ની બાજુએથી રેસ્ટોરન્ટ મા પ્રવેશવા માટેનો દરવાજો હતો.રેસ્ટોરન્ટને અંદર થી આધુનિક રીતે શુશોભિત કરેલ હતું. તેમજ સિક્યુરીટી માટે ગાર્ડ તેમજ કેમેરા ની વ્યવસ્થા હતી.ઉપર ના માળે ગાર્ડન રેસ્ટોરન્ટ પણ હતી.  

મોહિત અને નીરજ જયારે હોટેલ પર પહોચ્યા ત્યારે રિસેપ્શન કાઉંટર પર એક સુંદર છોકરી બેઠી હતી તેણે બંને ને જોઈ એ સસ્મિત પૂછ્યું “વેલકમ ટુ હોટેલ ડ્રીમ ગાર્ડન હું નેહા આપની શું સેવા કરી શકું?” 

મોહિત અને નીરજ સિવિલ ડ્રેસ મા હોવાથી નેહા તેમને ઓળખી શકી નહિ.મોહિતે પોતાનું આઈ.ડી. બતાવી અને પોતાનો તેમજ નીરજ નો પરિચય આપ્યો. પછી સંકેત ના બેડરૂમ માંથી મળેલ હોટેલ નું બીલ બતાવી અને કહ્યું “મારે આ બીલ ની માહિતી જોઈએ છે.” 

બીલ જોઇને નેહા એ કહ્યું કે “ સર આ બીલ તો અમારી રેસ્ટોરન્ટ નું જ છે.હું અમારા મેનેજર મી. અલોક ને બોલાવી આપું છું જે આપની મદદ કરી શકશે.” નેહા કોલ કરી અને અલોક ને મોહિત તથા નીરજ વિશે જણાવે છે અને ત્યાર બાદ એક વેઈટર ને બોલાવી અને મોહિત અને નીરજ ને અલોક ની કેબીન સુધી મૂકી આવવા નું જણાવે છે.

હિત અને નીરજ ને કેબીનમાં પ્રવેશતા જોઈ અલોક પોતાની જગ્યા પરથી ઉભો થયો અને બંને નું અભીવાદન કર્યું. આલોક એ માધ્યમ કદ નો દેખાવડો યુવાન હતો તેની ઉંમર લગભગ અઠયાવીસ વર્ષ જેટલી હતી.તેણે કાળા કલર નું સુટ પહેરેલ હતું. તેણે વેઈટર ને ત્રણ કપ કોફી લાવવા કહ્યું અને મોહિત ને પૂછ્યું “હું અપની શું મદદ કરી શકું?”

મોહિતે બીલ આલોકને આપી અને પૂછ્યું કે “મારે આ બીલ વિશે માહિતી જોઈએ છે.”

આલોકે બીલ જોઈને કહ્યું કે “કહો આ બીલ વિષે તમે શું જાણવા માંગો છો?” 

“તમારી પાસે જે કઈ પણ માહિતી હોય એ જણાવો” મોહિત  

આલોકે બીલ કોમ્પ્યુટર મા ચેક કરી અને કહ્યું કે “આ બીલ સંકેત વર્માના નામે છે. એ મા કેટલા લોકો હતા એ કહેવું થોડું મુસ્કેલ છે. પરંતુ એ દિવસ ના C.C.T.V. રેકોર્ડીંગ પરથી આપ જોઈ શકશો.”

“તો આપ અમને એ દિવસ ની રેકોર્ડીંગ ની એક કોપી આપો.”મોહિત 

ત્યાં પેલો વેઈટર કોફી લઈને આવ્યો.આલોકે તેને સિક્યુરીટી રૂમ માંથી રેકોર્ડીંગ કોપી લાવવા કહ્યું ત્યાં સુધી મા ત્રણેય કોફી ને ન્યાય આપ્યો.પછી અલોક નો અભાર માની અને તે રેકોર્ડીંગ ની કોપી લઇ મોહિત તથા નીરજ ફરીથી સ્ટેશન આવ્યા. અને હોટેલ પરની બધી વાતો વેદ ને જણાવી.

“એ રેકોર્ડીંગ ચેક કરી અને કશું કામની વસ્તુ મળે છે કે નહિ એ જો.” વેદ

ક્રમશ....

આપનો રિવ્યૂ જરૂર થી જણાવજો.