Ruh sathe ishq return - 24 in Gujarati Horror Stories by Disha books and stories PDF | રૂહ સાથે ઈશ્ક રિટર્ન 24

The Author
Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

રૂહ સાથે ઈશ્ક રિટર્ન 24

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 24

કબીરનાં મગજમાં અત્યારે જેનો ચહેરો આવ્યો એ બીજું કોઈ નહીં પણ જીવાકાકા ની પુત્રવધુ અને બંસીની પત્ની કંચન હતી..કબીર જ્યારે ઠાકુર પ્રતાપસિંહ ની કોઠી પર ગયો હતો ત્યારે કંચન એની તરફ દયાભરી નજરે જોઈ રહી હતી..કંચન ગર્ભવતી હોવાની વાત યાદ આવતાં કબીરનાં મગજમાં એક ઝબકારો થયો કે ક્યાંક કંચન તો ઠાકુર પ્રતાપસિંહ ની અંધશ્રદ્ધા નો નવો શિકાર નહોતી ને.

પોતે હવે કોઈ માસુમ યુવતીને આ હેવાનોની નાપાક રીવાજ ની પ્રણાલી નો ભોગ નહીં બનવા દે એવાં મક્કમ ઈરાદા સાથે કબીર બોલ્યો.

"મારે હવે ગમે તે કરીને કંચનની જાન બચાવવી જ પડશે..કેમકે નક્કી નહીં એ ક્યારે એ ઠાકુર ની અંધશ્રદ્ધા નો ભોગ બની જશે..?"

એટલામાં અઢી વાગ્યાનાં ટકોરાં પડ્યાં અને એ સાથે જ રાધા નાં આગમનની એંધાણી એવી પાયલનો રણકાર શાંત વાતાવરણમાં ગુંજી ઉઠ્યો..અવાજ સાંભળી કબીરનાં ચહેરા પર સ્મિત ફરી વળી અને એ ઉભો થઈને બારીની તરફ આગળ વધ્યો..બારી ખોલી કબીરે નીચે નજર કરી તો ત્યાં રાધા મોજુદ હતી..રાધાની નજર કબીર પર પડતાં જ કબીરે હાથનાં ઈશારાથી રાધાને વુડહાઉસમાં પ્રવેશવા માટે કહ્યું..કબીરનો સંકેત સમજી રાધા વુડહાઉસનાં રસોડાની જોડે મોજુદ દરવાજા તરફ આગળ વધી એ સાથે જ કબીર દોડીને પોતાનાં રૂમમાંથી બહાર નીકળ્યો અને નીચે ઉતરી રસોડાની જોડેનો દરવાજો ખોલ્યો.

કબીરની પાછળ પાછળ રાધા પણ વુડહાઉસમાં પ્રવેશી.રાધા નાં ચહેરા નાં ભાવ એ જણાવવા કાફી હતાં કે એને ઘણાં બધાં સવાલો કબીરને પૂછવા હતાં.એને કબીરનાં રૂમમાં પહોંચતાં જ પહેલાં તો કસીને કબીરને ગળે લગાવી દીધો અને પછી કહ્યું.

"આજે શું કર્યું આખો દિવસ મારાં મોહન..?

રાધાનાં પુછાયેલાં સવાલનાં જવાબમાં કબીરે એનો હાથ પકડીને એને પલંગમાં બેસાડી આખો દિવસ પોતે શું કર્યું એનો વૃતાંત કહી સંભળાવ્યો..કે કઈ રીતે રમણભાઈ અને રિપોર્ટ્સ બધું હોસ્પિટલમાંથી બારોબાર કોઈ પોતાનાં ત્યાં પહોંચ્યા પહેલાં જ કોઈ લઈ ગયું હતું.આ ઉપરાંત રમણભાઈનાં સત્ય વાત ઉપરથી ફરી જવું અને પોતાની જશોદાબેન અને હરગોવનભાઈ સાથેની મુલાકાત વિશે પણ મુદ્દાસર જણાવ્યું.

કબીરની દરેક વાત ને શાંતિથી સાંભળી લીધાં બાદ રાધા બોલી.

"તો જશોદા બા હજુ જીવે છે અને તને મળ્યાં પણ..આ તો ઘણી સારી વાત કહેવાય.."

"હા માં હજુ જીવે છે અને આ બધું પૂરું થયાં બાદ એમને હું મારી સાથે પણ લેતો આવીશ."કબીરે રાધાની વાત સાંભળી કહ્યું.

"પણ કબીર, રમણભાઈ ની જેમ જ આ ગામનાં અન્ય લોકો પણ ઠાકુર પ્રતાપસિંહ કે ડોકટર ગીરીશભાઈ ની સામે પોતાનો અવાજ ઊંચો નહીં કરે..માટે એ બંને નો ખાત્મો કરવા માટે તારે કંઈક નક્કર આયોજન કરવું પડશે.એક વસ્તુ તે સારી કરી કે તે હરગોવન મહારાજ ને બધું જણાવી દીધું..ગામમાં એ એકલા જ વ્યક્તિ છે જે આવાં સમયે આપણો સાથ આપશે.."રાધા બોલી.

"રાધા હું તને એક વસ્તુ પુછવા માંગુ છું જો તને યાદ હોય તો તું જણાવી શકે છે..?"કબીરે પૂછ્યું.

"હા બોલ ને તું શું પુછવા માંગે છે..?"રાધા એ કહ્યું.

"રાધા જ્યારે આપણાં લગ્ન થવાનાં હતાં એ દિવસની તિથિ તને યાદ છે..?"કબીરે સવાલ કર્યો.

કબીરનો સવાલ સાંભળી રાધા થોડોક સમય સુધી કંઈક વિચારતી રહી અને પછી અચાનક કશુંક યાદ આવતાં બોલી.

"હા કબીર એ હતી પોષ સુદ પૂનમ.."

કબીર ની વાત સાંભળતાં જ કબીર ધીરેથી બબડયો.

"મતલબ કે ગીતાની બલી આપવામાં આવી એ દિવસ હતો પોષ સુદ ચૌદશ.."

"હા બરાબર"રાધા ટૂંકમાં બોલી.

"રાધા ગીતાની બલી આપવામાં આવી એ પછી બીજી જેટલી પણ ગર્ભવતી સ્ત્રીઓની બલી આપવામાં આવી એ પણ પોષ સુદ ચૌદશની જ રાત હશે ને..?"

"કબીર,મને એટલું ચોક્કસ તો યાદ નથી પણ એ બધી વખતે પણ શિયાળા ની મૌસમ હતી અને ચાંદની હતી..એટલે લગભગ તું જે કહી રહ્યો છે એ વાત સાચી હોઇ શકે છે.."કબીરનો પ્રશ્ન સાંભળી થોડું વિચાર્યા બાદ રાધા બોલી.

"રાધા ઠાકુર પ્રતાપસિંહ એક ચોક્કસ દિવસે જ બલી આપે છે એવું મને લાગે છે..કાલે નટુ ને મળ્યાં બાદ હું મારાં આ તર્ક ને સાચો સાબિત કરી જ દઈશ.આજે પોષ સુદ આઠમ થઈ અને છ દિવસ બાદ પોષ સુદ ચૌદશ છે એટલે ઠાકુર નક્કી કોઈક માસુમ ની બલી આપશે..અને હું જાણું છું ઠાકુર આ વખતે કોની બલી આપવાનો છે.."કબીર બોલ્યો.

"શું તને ખબર છે કે ઠાકુર કોની બલી આપવાનો છે..?"વિસ્મય સાથે રાધાએ પૂછ્યું.

"હા,ઠાકુર પ્રતાપસિંહ ની અંધશ્રદ્ધા નો હવે જે ભોગ બનશે એનું નામ છે કંચન..જીવાકાકા નાં દીકરા બંસી ની પત્ની કંચન.."રાધાનાં સવાલનાં જવાબમાં કબીરે કહ્યું.

"પણ તું આ બાબતે આટલાં વિશ્વાસથી કઈ રીતે કહી શકે છે કે હવે ઠાકુર પ્રતાપસિંહ કંચનની બલી આપવાનો છે .?"રાધા નવાં સવાલ સાથે મોજુદ હતી.

"રાધા મેં તને કહ્યું હતું કે હું એકવાર ઠાકુર ની કોઠી ઉપર ગયો હતો અને ત્યાંથી નીકળતી વખતે મારી નજરે એક ગર્ભવતી સ્ત્રી નજરે પડી હતી જે કંચન છે એવું મને પાછળથી જાણવા મળ્યું છે..મને લાગે છે એ વાતથી કંચન પણ થોડી ઘણી વાકેફ છે..એની નજરમાં મેં એ બેચેની જોઈ છે.."કંચન જ ઠાકુર પ્રતાપસિંહ નો નવો ટાર્ગેટ છે એવું પોતે કેમ માની રહ્યો હતો એ વિશે જણાવતાં કબીર બોલ્યો.

"તો કબીર આપણે ગમે તેમ કરી ને એ માસુમને બચાવવી જ રહી..અને એ માટે આપણી જોડે ફક્ત છ દિવસનો જ સમય છે.."ચિંતિત વદને રાધાએ કહ્યું.

"રાધા આ વખતે હું ઠાકુર કે ડોકટર ગિરીશ ને એમનાં નાપાક મનસૂબામાં સફળ થવા નહીં જ દઉં.."રાધાની ફરતે પોતાનો હાથ વીંટાળી કબીર બોલ્યો.

"પણ કબીર હવે આગળ તું શું કરવાનું વિચારે છે..?"રાધા એ પ્રશ્ન કર્યો.

"શિવગઢ ગામની ભલી અને ભોળી જનતાને છેતરતાં ઠાકુર પ્રતાપસિંહ અને ગીરીશભાઈ ને જો સજા આપવી હોય તો સૌથી પહેલો આપણો હાથો બનાવવો પડશે ગીરીશભાઈ નાં કંપાઉન્ડર અને એમનાં દરેક ગુનાનાં સહભાગી રાજુ ને.."કબીરે આટલું કહી પોતે શું કરવા માંગે છે એ વિશે રાધાને વિસ્તૃત અહેવાલ આપ્યો.

કબીરે જણાવ્યું કે રાજુ ને ગમે તે કરીને ક્યાંક બંદી બનાવવો પડશે અને એની જોડે ગીરીશભાઈ અને ઠાકુર પ્રતાપસિંહ નાં દરેક કાળા કામનાં રહસ્યો શિવગઢની જનતાની સામે લાવવા જ પડશે.

કબીર ની વાત સાંભળી થોડું વિચાર્યા બાદ રાધાએ કહ્યું..

"કબીર મારી જોડે એ માટે એક નક્કર યુક્તિ છે..પણ એ માટે તારે મારી થોડી મદદ કરવી પડશે.."

"બોલ ને હું તારી શું મદદ કરી શકું છું..તું જે કંઈપણ કહીશ એ હું કરવા તૈયાર છું.."રાધા નો હાથ પોતાનાં બંને હાથ વચ્ચે મૂકીને કબીર બોલ્યો.

"કબીર રાજુ એક નંબરનો લંપટ માણસ છે..સારી છોકરી જોઈ નથી અને હડકાયાં કૂતરાં ની માફક લાળ ટપકાવવી એ એની વર્ષો જુની આદત છે..રાજુ રાતે હોસ્પિટલમાં જ સુઈ જાય છે અને મોટાંભાગે એ હોસ્પિટલમાં એકલો જ હોય છે.હું મારું રૂપ બદલી હોસ્પિટલ જઈશ અને રાજુને મારી તરફ આકર્ષિત કરીને અહીં સુધી લેતી આવીશ પછી તું એની જોડે તારે કરવું હોય એ કરી શકે છે.."રાધા પોતાનાં વિચાર વિશે કબીરને જણાવતાં બોલી.

"રાધા તું જે કહી રહી છે એ યુક્તિ મને બિલકુલ યોગ્ય લાગી રહી છે પણ એમાં હું તારી શું મદદ કરી શકું..?"કબીરે સવાલ કર્યો.

"કબીર મેં તને જણાવ્યું હતું કે ઠાકુર પ્રતાપસિંહ ને ખત્મ કરવા જ્યારે હું એની કોઠી ઉપર ગઈ ત્યારે એ બચી ગયો અને એમની પત્ની ભૂલથી મારાં હાથે મૃત્યુ પામી..પણ એ દિવસે એક નિર્દોષ વ્યક્તિને મારવાની સજારૂપે મારી શક્તિ ક્ષીણ થઈ ગઈ અને મોતને એકવાર નજરો સમક્ષ જોયેલાં ઠાકુરે એક મોટાં તાંત્રિક ને બોલાવીને આ ગામ તથા કોઠી ફરતે એક મજબૂત રક્ષા કવચ બનાવી દીધું જેનાં લીધે હું કોઈપણ ભોગે શિવગઢ ની હદમાં પ્રવેશી ના શકું."પોતાની મજબુરી નું વર્ણન કરતાં રાધાએ જણાવ્યું.

"તો પછી આમાંથી નીકળવાનો કોઈ રસ્તો નથી..?"કબીરે કહ્યું.

"કબીર આ રક્ષાકવચ ને ભેદવાનો રસ્તો છે અને એ રસ્તો એકવાર આપણે આજમાવી ચુક્યાં છીએ.."રાધા બોલી.

"આપણે એ રસ્તો અજમાવી ચુક્યાં છીએ..મતલબ તું કહેવા શું માંગે છે..?"આશ્ચર્ય સાથે કબીરે સવાલ કર્યો.

"કબીર શાયદ તું ભૂલી ગયો કે મેં તને જણાવ્યું હતું કે આ વુડહાઉસ પણ રક્ષાકવચ હેઠળ હતું..અને તારો હાથ પકડીને મારાં અંદર પ્રવેશવાથી એ સરળતાથી તૂટી પણ ગયું હતું..કેમકે મારી તરફ લાગણી રાખીને કોઈપણ મને એ રક્ષાકવચ ની હદમાં લઈ જાય તો એ તૂટી જશે એવું તાંત્રિક દ્વારા કહેવાયું હતું.."રાધા એ આગળ શું કરવું એ વિશે કબીરને માહિતી આપતાં કહ્યું.

"તો પછી ચાલ મારી સાથે..આપણે અત્યારે જ એ રક્ષાકવચ તોડી દઈએ..'રાધા નો હાથ પકડી ઉભાં થતાં કબીર બોલ્યો.

કબીર નાં આમ બોલતાં જ રાધા એનો હાથ પકડીને ઉભી થઇ અને કબીરની સામે જોઈને મીઠી મુસ્કાન આપતાં કંઈપણ બોલ્યાં વગર કબીર નાં કદમ થી કદમ મિલાવતી એની પાછળ પાછળ ચાલી નીકળી.

ઠાકુર પ્રતાપસિંહ ની પાપ ની લંકા ને હોમવાની તૈયારી થઈ ચૂકી હતી અને એ વાતથી શાયદ ઠાકુર પ્રતાપસિંહ બેખબર હતો કે રાજુ જ એમની લંકા ને હોમવામાં સાથ આપનાર વિભીક્ષણ સાબિત થવાનો હતો..!!

★★★★★★

વધુ આવતાં અંકમાં.

રાધા અને કબીર પોતાનાં પ્લાનને કઈ રીતે સફળ બનાવશે...?કબીર કંચનને બચાવી શકશે કે નહીં..?મોહનનાં બદલાયેલાં નામ અને અલગ ચહેરા પાછળની હકીકત શું છે..?કબીરની જીંદગી આગળ નવો કયો વળાંક લેવાની હતો..?કબીરે કરેલો એક રૂહ સાથેનાં ઈશ્કનો શું અંજામ આવવાનો હતો..?એ જાણવાં વાંચતાં રહો આ હોરર સસ્પેન્સ નોવેલ રૂહ સાથે ઈશ્ક રિટર્ન નો નવો ભાગ.આ નોવેલનો આવનારો દરેક નવો ભાગ એક પછી એક રહસ્ય ની પરત ખોલતો જશે જેમાં દરેક વાંચક મંત્રમુગ્ધ બની જશે એની ગેરંટી.

માતૃભારતી પર મારાં મોટાભાઈ જતીન પટેલ ની શાનદાર નોવેલો ડેવિલ એક શૈતાન,આક્રંદ,હવસ,એક હતી પાગલ અને ચેક એન્ડ મેટ પણ વાંચી શકો છો.

આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ

દિલ કબૂતર,

રૂહ સાથે ઈશ્ક

ડણક

અનામિકા

The haunted picture

સેલ્ફી: the last ફોટો...પણ વાંચી શકો છો.

-દિશા.આર.પટેલ