#કોલેજ_લેક્ચર_અને_તુ_#
હુ આજે કોલેજ ના પહેલા દિવસે વહેલા આવીને ક્લાસરુમ મા બેસી ગયો એટલા મા જ તુ પણ આવી ગઇ તારી આખો મા પણ થોડો ડર દેખાઈ રહ્યો હતો.
કલાસમા બીજી ઘણીબધી છોકરીઓ હતી પણ મારી નજર ફક્ત તારા પર હતી. તુ અામતેમ જોઇને બીજી છોકરીઓ જ્યા બેસી હતી ત્યા બેસી ગઇ અને શરુ થઇ આપણી કોલેજ લાઇફ.
આપણી કોલેજ મા છોકરા છોકરીઓને એકબીજા ને બોલાવાની પરમિશન નહોતી છતાપણ કયારેક કયારેક ઘણાબધા એકબીજા જોડે વાત કરી જ લેતા. લેક્ચર દરમિયાન હુ તને કેટલીયે વાત ત્રાસી નજરે જોતો અને ક્યારેક તુ મને પકડી પાડતી.
મારે તને કહેવુ હતુ મને તુ ગમે છે. તુ બહુ જ સુંદર છે અને હુ તને ચાહુ છુ પણ કયારેય કહી ના શક્યો આમ તો હુ નીડર હતો એન.સી.સી મા લીડર હતો પણ આ બાબત મા સાવ ઝીરો હતો.
આપણી આજુ બાજુ મા ઘણા લોકો એકબીજા ના બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ બની ચુક્યા હતા.પણ આપણી વાત જ જુદી હતી. મને ખબર છે તુ કયારેક મને છેલ્લી બેંચ પર બેસીને જોયા કરતી અને હુ પણ કયારેક તારી સામે સ્માઈલ કરતો.
સર ના લેક્ચર મા હુ જાણી જોઇને ફ્રેન્ડ્સ જોડે વાતો કરતો જેથી તારુ ધ્યાન મારા તરફ જાય અને કેટલીય વાર સર મને પકડી પાડતા અને સજા ના રુપ મા ક્લાસ ની બહાર કાઢી મુકતા. હુ જ્યારે બહાર જતો ત્યારે તારા ચહેરા પર જે મુસ્કાન આવતી એની તો કાઇ વાત જ અલગ હતી.
દિવસો ગુજરતા ગયા અને મારા મનમા તારા તરફ ની લાગણીઓ વધતી ગયી. તારા નિર્દોષ હાસ્ય અને ઓછા બોલી ટેવ થી હુ તારા તરફ આકર્ષાય રહ્યો હતો. મારે તને કહેવુ હતુ તુ ખુબ જ ક્યુટ છે પણ ડર ના લીધે ના કહી શક્યો.
હવે દિલ અને દિમાગ વચ્ચે જંગ છેડાઇ રહ્યો હતો. દિલ કહેતુ મનની વાત એને કહી દે તો દિમાગ કહેતુ રેવા દે કદાચ એને દુખ થસે
જયારે તુ કોલેજ નહોતી આવતી એ દીવસ મને ખુબ જ આકરો લાગતો. ઘડીયાળ ના કાંટા મને કાંટા ની જેમ ખુચતા હોય એવુ લાગતુ. હુ તારી બેંચીસ ને જોયા કરતો જ્યા તુ હંમેશા બેસતી હતી. માંડ માંડ કરીને દિવસ પુરો થતો.
ક્યારે કેટલા દિવસો પસાર થઇ ગયા એની ખબર પણ ના રહી અને આવી ગઇ આપણી કોલેજ ની પહેલી એક્ઝામ. હુ અને તુ બંને એક જ ક્લાસરુમ મા એક્ઝામ મા ભેગા થયા. તે મારા તરફ સ્માઇલ કરી ને બેસ્ટ ઓફ લક કહેવા અંગુઠો ઉચો કર્યો અમે હુ સર ને ખબર ના પડે એ રીતે અજાણ બનીને તારા તરફ જોતો રહ્યો.
એક્ઝામ મા થી બહાર નીકળી ને તુ તારા મિત્રો જોડે ચાલતી થઇ. તારી બહેનપણી એ પુછ્યુ કેવુ ગયુ પેપર તો તે પાસ થાય એવુ કહ્યુ જે મે મારા કાન થી સાંભળ્યુ . બીજા દિવસે હુ વહેલા આવીને કોલેજ ના ગેટ પાસે તારી રાહ જોવા લાગ્યો તુ થોડી મોડી આવી અને હુ તારી પાછળ ચાલવા લાગ્યો. તુ ઘણીવાર મારા તરફ પાછુ વાળીને જોતી પણ કશુય બોલ્યા વગર ક્લાસરુમ તરફ ચાલી ગઇ
આમને આમ આપણી કોલેજ ના પહેલા વર્ષ ની એક્ઝામ પુરી થઇ છેલ્લા દિવસે હુ પેપર ની આન્સર સીટ વહેલા સર ને આપીને બહાર નીકળી ગયો. બહાર ગેટ પર તારી રાહ જોતો મનમા હતુ આજે તો તારી જોડે વાત કરી જ લઇસ પણ જેવી તુ મારી સામે આવી કશુય ના બોલી શક્યો. તુ પણ જાણે હુ કાઇ બોલુ એ સાંભળવા જ ઉભી હતી. પણ આપણે એકેય કશુ બોલી ના શક્યા અને તુ તારા ઘર તરફ જવા રવાના થઇ
થોડા દિવસ નુ વેકેશન હતુ અને ત્યારબાદ કોલેજ રાબેતા મુજબ શરુ થઇ આ દિવસો દરમિયાન આપણે કયારેય એકબીજા ને જોયા નહોતા. તને જોતા જ દિલને ટાઢક થઇ અને મારો ચહેરો ખીલી ગયો તારુ પણ કાઇક આવુ જ હતુ. તારા ચહેરા પર પણ સ્માઇલ આવી ગયી હતી અને ફરી પાછા દવે સર ના લેક્ચર મા તે મને તારી તરફ જોતા પકડી પાડ્યો અને હુ દરરોજ ની જેમ જ લેક્ચર મા ધ્યાન આપી રહ્યો હોય એવો ઢોંગ કરવા લાગ્યો અને તુ હસી પડી.
મારા મિત્ર દ્વારા જાણવા મળ્યુ કે તે નવો મોબાઇલ ખરીદ્યો છે અને ઈન્સટાગ્રામ મા એકાઉન્ટ પણ છે. મારા ઘણાબધા દોસ્તો એ તને રિક્વેસ્ટ પણ મોકલી હતી પણ તે એકેય ની રિક્વેસ્ટ એક્સેપટ કરી નહોતી.
દોસ્તો કહેતા તુ મને લાઇક કરે છે એટલે મારી રીક્વેસ્ટ એક્સેપટ થસે. મે તને સાંજે છ વાગ્યે રિક્વેસ્ટ મોકલી. રાત્રે લગભગ દસેક વાગ્યે તારો ડાયરેક્ટ મેસેજ આવ્યો hii લખેલો.
અહીથી શરુ થયો આપણી વાતો નો સિલશિલો. મે તને પુછ્યુ કેમ રિક્વેસ્ટ એક્સેપ્ટ ના કરી અને તે જવાબ મા કહ્યુ તારા દોસ્ત પછી તને હેરાન ના કરે એટલે અને આપણે બંને હસી પડ્યા. આપણે આખો દિવસ મેસેજ મા વાતો કરતા અને ખુબ જ મજાક મસ્તી કરતા.
તે મને પુછ્યુ કેમ તુ સામે આવે એટલે કાઇ બોલતો નથી અને મે રિપ્લાય મા કહ્યુ ડર લાગે તે પુછ્યુ કોનાથી ડર લાગે અને મે જવાબ મા કહ્યુ તારા થી અને ફરી આપણે હસવા લાગ્યા હજુ સુધી આપણે મેસેજ મા જ વાતો કરતા એકેય બાજુથી મોબાઇલ નંબર માગવાની હિંમત થયી નહોતી.
ક્યારેક ક્યારેક એકબીજા ને નેટ પુરુ થઇ જતુ તો આપણે બંને ઉદાસ થઇ જતા અને કોલેજ મા એકબીજાની સામે ટગર ટગર જોઇને હસ્તા હજુ સુધી આપણા મિત્રોને આપણે વાત કરીએ એ વિશે ખબર નહોતી અને હુ ઇચ્છતો પણ નહી કે ખબર પડે અને તુ પણ એવુ જ કહેતી ધ્યાન રાખજે કોઇને ખબર ના પડે.
વાતો કરતા કરતા ઘણો સમય વિતી ગયો અને દિવાળી નો તહેવાર પણ આવી ગયો આપણે બંને એકબીજા ને વીશ કરવા માટે હરિફાઈ કરતા છેવટે એમા તુ જ જીતી ગઇ તારો મેસેજ આવ્યો હેપ્પી દિવાલી નો અને મે પણ કર્યો હતો પણ થોડો લેટ પહોચ્યો.
આપણે બંનેએ દિવાળી એ ફટાકડા ન ફોડવા નો નિર્ણય લીધો હતો જેથી કરીને સાંજે પાછા આપણે વાતો કરી શકીએ. રાતે આપણે આઠ વાગ્યાથી વાતો કરવા લાગ્યા વાતોમા ને વાતો મા મે તને પુછી લીધુ શુ કાલે આપણે એકબીજા ને કોલ પર હેપ્પી ન્યુ યર વીશ કરી શકીએ ? અને જવાબમા તે ડાયરેક્ટ તારો મોબાઇલ નંબર લખી અાપ્યો જાણે તુ રાહ જ જોતી હો હુ ક્યારે નંબર માંગુ અને તુ અાપે
બીજા દિવસે એટલે કે નવા વર્ષના દિવસે બધા ને નવા વર્ષના રામ રામ પાઠવીને ફોન હાથમા લીધો મનમા ગડમથલ ચાલતી હતી કોલ કરુ કે ના કરુ કોઈ બિજુ કોલ રીસીવ કરસેતો એટલા મા જ તારો કોલ આવ્યો અને આજે પણ તે જ મને હેપ્પી ન્યુ યર વીશ કર્યુ અને થોડી વાતો કરીને કોલ કાપી નાખ્યો.
હવે આપણી રોજ મેસેજ મા થતી વાતો કોલ મા થવા લાગી મમ્મી પપ્પા ને પણ કહી દીધું કે ફ્રેન્ડ્ છે એટલે હવે ઘરમા કોઇ ઇસ્યુ નહોતો તે પણ તારા ઘરે કહી દીધુ હતુ કે આપણે બંને ફ્રેન્ડ્સ છીએ.
મને તુ કોલેજ ના પહેલા દિવસથી જ ગમતી હતી હવે તો હુ તને ચાહવા લાગ્યો હતો પણ કહી નહોતો શકતો મારે તને કહેવુ હતુ હવે તુ મારી ફ્રેન્ડ નહી પણ ગર્લફ્રેન્ડ છુ પણ ડર હતો કે હુ તને ખોઇ ના બેસુ એટલે કહી ના શક્યો
ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને કોલેજમા તો કોઇક ખાસ વ્યક્તિ મળી જાય એટલે ટાઇમ કઇ રીતે પસાર થાય એ ખબર પણ ના રહે ભણવામા તો આપણે બંને ઠીકઠીક હતા એટલે કશો વાંધો નહોતો આમને આમ કોલેજ નુ છેલ્લુ યર આવી ગયુ અને એમા પણ ફેબ્રુઆરી મહીનો.
ફેબ્રુઆરી મહીનો એટલે તો બસ પ્રેમીઓનો જ સમય ગણી લ્યો.દિલ અને દિમાગ મા ફરી જંગ થયો અને આ વખતે દિલ ની જીત થઇ નક્કી કર્યુ આ વેલેન્ટાઇન પર હુ તને પ્રપોઝ કરીશ તારો જે પણ જવાબ હસે મને મંજુર હસે. ધીમે ધીમે કરીને એક પછી એક બધા દિવસો પસાર થવા લાગ્યા અને છેલ્લે વેલેન્ટાઇને ડે પણ આવી ગયો.
વેલેન્ટાઇન ડે પર આપણે બંને એ બહાર જમવા જવામુ નક્કી રાખ્યુ હતુ. આપણે કોલેજ મા લેક્ચર બંક મારીને નીકળી ગયા હતા. કોલેજ થી થોડે દુર આવેલી હોટેલ મા આપણે બંને બેસ્યા અને આજે પણ કોલેજ દરમિયાન એકબીજા સામે જોતા હતા એમ જોવા લાગ્યા. એકબીજા ની આંખો વાચવા લાગ્યા.
તે મને પુછ્યુ શુ વાત છે આજે તો મસ્ત દેખાય છે કોઇને પ્રપોઝ કરવાનો ઇરાદો છે કે શુ ? મારા ધબકારા વધી ગયા મારે તને જે કહેવુ હતુ એ બોલવા માટે તુ મને પ્રોત્સાહન આપી રહી હતી. મે એક જ શ્વાસે તારો હાથ પકડીને કહી દિધુ
i love u neha.... will you be my girlfriend ?...
તુ ત્યા જ ઉભી થઇ ગઇ અને મારા ગળે વળગી પડી.આપણે બંને ભેટી પડ્યા આપણા બંને ની આંખોમા પ્રેમના આંસુ હતા હવે આપણા બે દિલ એક થઇ રહ્યા હતા. આપણે ત્યા જ એકબીજા જોડે સાથે જીવવાના સોગંધ લીધા ગમે તે થાય એકબીજા ને હંમેશા મદદ કરવા માટે તત્પર રહેવાના વચન આપ્યા.
કોલેજ ની છેલ્લી એકઝામ આવી ગઇ અને ફરી પાછા કુદરતે આપણને એ જ કલાસરુમ મા લાવી મુક્યા ત્રણ વર્ષોની બધી યાદો તાજા થઇ ગઇ.
લી.
પરિમલ પરમાર
તમારો પ્રતિભાવ જરુર થી જણાવશો
instagram :- parimal_1432
whatsapp :- 9558216815
thank you