ye rishta tera mera - 2.30 in Gujarati Love Stories by VANDE MATARAM books and stories PDF | યે રિશ્તા તેરા મેરા - 2.30

Featured Books
Categories
Share

યે રિશ્તા તેરા મેરા - 2.30

યે રિશ્તા તેરા મેરા 2.30

અવની;જયદિપ ક્યારે આવશેને ક્યારે એ ....મહેકને ફસાવશેને ક્યારે અંશને મહેક અલગ થશે? ક્યારે હુ ધક્કા મારીને મીરાને તેના રાણાજી આગળ મોકલીશ ક્યારે ક્યારે?

***

ત્યા જ થોડીવારમા એક માણસને ફોરવ્હીલમા લાવવામા આવ્યો....


ફટાફટ તેને એક રૂમમા વ્હીલચેરમા લઇ લેવામા આવ્યો...

નિરવા;એમને પગે ઘણુ જ વાગી ગયુ છે ને ફેકચર છે તો અમારે પર્સનલ રૂમની વ્યવસ્થા જોઇશે.


છોકરી;મેડમ તેના માટે ચાર્જ....

અવની;તુ ચાર્જની ચિંતા ન કર...તને ખબર નથી એ કોણ છે તેને રૂમ આપી દે.?અવની એ જયદીપને બરાબર જોયો નહોતો....


છોકરી;જી મે’મ.

રૂમ આપી દેવામા આવ્યો....તેને લઇ ગયા......

ફટાફટ ડોકટર બોલાવવામા આવ્યા.....

ડોકટર;અરે!!!! પગને તો બોવ જ સોજો આવ્યો છે ને ઘણુ જ વાગી ગયુ છે......અને અહી થોડુ છોલાયા પણ છો.....


નર્સ;આમને ઓર્થોપેડિક વૉર્ડમા લઇ લ્યો....

નર્સ;જી સર....

જયદિપને ત્યા ખસેડવામા આવ્યો ત્યા જ જયદિપના મોમ-ડેડ આવ્યા...

છોકરીને પુછ્યુ હમણા જ એક છોકરો લાવવામા આવ્યો એ ક્યા છે?.....પગે વાગેલુ છે.

છોકરી’;સામેના રૂમમા...

જયદિપના મોમ ડેડ ગયા....ત્યા રૂમમા કોઇ નથી...અરે અહી કોઇ નથી આરતીબેન બોલ્યા.


રાહુલભાઇ;નર્સ,નર્સ...હમણા એક છોકરો લાવવામા આવ્યો


આરતીબેન;તેને પગે વાગેલુ છે.


નર્સ;સામે ઓર્થોપેડીકમા છે.

રાહુલભાઇ;થેક્સ...


બંને ત્યા દોડીને ગયા...ત્યા નિરવા ઉભેલી છે ને એ દોડીને આવીને રાહુલભાઇને ગળે બાઝી ગઇને બોલી પાપા..પા...પા...જયદિપ....નિરવાનુ હદયફાટ રુદન આજ આરતીબેનને લાગી ગયુ આજ તેને એહસાસ થયો કે નિરવા જયદિપને પ્રેમ તો કરે જ છે બસ તેણે રસ્તો ગલત અપનાવ્યો.



આરતીબેન;નિરવા,બસ બેટા....જે થયુ એ ઇશ્વરને ગમ્યુ...પણ તુ,,,શાંતિ રાખ.મારા ઘરમા કેટલાય દિવસે મારા બાળકોની કિલકારી જાગીને એ પણ ઇશ્વરને ન ગમી.....ન ગમી....



નિરવા;પણ આરતીબેનને બાઝી પડીને બોલી મમ્મા...જય...જય...



આરતીબેન;બસ બેટા,તુ જ હિંમત હારી જઇશ તો અમે શુ કરીશુ બોલ?....રાહુલભાઇ એ નિરાવાના માથે હાથ ફેરવ્યો.


આરતીબેન;તમે બંન્ને નાના હતાને ત્યારે એવી જ મસ્તી કરતા... રોજ કરતા....તારી મમ્મી તને લઇને આવેને તમે બંને દોડવાની જ રમત રમતા ક્યારેય પડ્યા નથીને આજ...મારો જય...ફરીવાર તારા જોડે એજ રમત રમતા પડી ગયો.

રાહુલભાઇ;બસ,....આરતી...આવુ યાદ કરી તુ જ નિરવાને કમજોર બનાવે છે...

ડૉકટર;નિરવા....

નિરવા;હ...સર બોલો

ડોકટર;આ કોણ છે?

નિરવા;મારા સાસુ સસરા

ડૉકટર;ઓહ..આવી ગયા એમ ને?

રાહુલભાઇ એ માથુ હલાવ્યુ

ડોકટર;જુઓ...તમારા દિકરાનો પગ ક્રેક થય ગયો છે...

અવની એ આ સાંભળ્યુ...અરે અમારા પ્લાનમા તો મારે અત્યારે જયદિપને એડમિટ કરવા માટે સિફારિશ આપવા આવવાનુ હતુ ને આ મુર્ખ આ પાગલ ડૉકટર જાતે જ જયદિપને પગ ક્રેક થય ગયો ફેકચર થયુ કહે છે.વાહ જયદિપ વાહ...શુ કમાલની એકટિંગ કરે છે તુ.મારા કરતા પણ આગળ છે.ને પ્રેમ....પ્રેમ બેહદ કરે છે....મહેકને તે સાબિત કરી દીધુ વાહ...


કેયુર;હા....જો....તારા કરતા પણ આગળ છે


અવની;કેયુર માય જાન,આના પછી મહેકને પટાવવાનુ કામ તારે કરવાનુ છે  કેમ કે અંશ મને મહેકની નજીક જવા નહી દે...ને તુ મારો પ્રેમી છે.....પછી અવની એ કેયુરને પોતાના તરફ ખેચી ગાલ પર હાથ ફેરવતા કહ્યુ ને તુ મારો પાગલ પ્રેમી છે એ કોઇને ખબર નથી.


કેયુર;યસ...માય જાન...માય લવલી...

અવની;તો આગળની ડોર તારે લેવાની છે...પછી બંને સાઇડમાથી બહાર આવ્યા વોર્ડ તરફ....

અવની;અરે નિરવા તુ?

નિરવા; હા હુ

અવની;શુ થયુ?

નિરવા;જયદિપને ફેકચર થયુ...

અવની;ઓહ....હુ ડોકટરને મળુ છુ.ચલ કેયુર....

બંન્ને અંદર ગયા

અવની બોલી;સર...જયદિપને.....કેટલુ વાગ્યુ?બીજુ સર...બહારથી એમના મોમ-ડેડનુ કેવુ છે કે જયદિપને તમારે અહી એક વીક તો એડમિટ કરવો જ પડશે કેમ કે એ એક કંપનીનો માલિક છે ને એ બોવ જ કામ કરે છે તો એ ઘેર પગને સાચવશે નહિ......તો.......




ડૉકટર;અવની મે’મ હા..મને ખબર છે.....જયદિપને એક વીક નહી પુરો એક મંથ અહી રાખવો પડશે ત્યારે જ એ માત્ર પગને હલાવી શકશે.નહિતર તેના પગમા ખોટ રહેશેને હુ નથી ઇચ્છ્તો કે મારો મિત્ર બરાબર ચાલી પણ ન શકેને તે કેટલો પૈસા વાળો છે તે મારાથી વધારે કોણ જાણે?



અવની અવાક રહી ગઇ ગજબ છે.જયદિપે પૈસા આપીને ડૉકટરને પણ ફોડી લીધા....બોવ કેવાય...યાર આ છોકરોંતો મારા કરતા પણ આગળ છે કેયુર...



કેયુર;બોવ જ આગળ છે સંભાળ જે નહિતર આજ તને ખાડામા ઉતારી દેશે.


અવની;હા..કેયુર...બંન્ને ચાલતા ચાલતા બહાર આવ્યા


આરતીબેન;ડોકટર...


અવની;માસી હિમંત રાખો....ઓપરેશન કરવુ પડશે.

નિરવા;શુ?

અવની;હા....મોટુ ઓપરેશન છે પણ તો પણ બધુ વ્યવસ્થિત થય જશે ટેક કેર...જતા રહ્યા


અવની;યાર તેની નાલયક પત્ની પણ કેટલી ચાલુ છે!!!!સાસુ સસરા આગળ કેટલી ભોળી બને છે ને જાણે સાચુ રડતી હોય એવુ ગ્લિસરીન લગાવીને નાટક કરે છે.



કેયુર;હા..પણ માની જવુ પડશે તારો આ પ્લાન સફળ તો થશે જ


અવની;હા...પાક્કુ,,,,બસ હવે તુ તારુ કામ કર.....


કેયુર;માસી છે તો મહેક ત્યા જ રે’વાની.તુ કશુક કર કે મહેક માસી જોડે અહી આવે ને જો માસી આવે તો ફાયદો આપણને કેમ કે અંશ,મીરાને આકાશની તાકાત 50% ઓછી થય શકે.


અવની;વાહ....આજકલ તમે બધા બોવ જ વિચારો છો મારા કરતા પણ આગળ મને આવો વિચાર જ ન આવ્યો કેયુર....આઇ લવ યુ...હવે હુ મારા ચક્રો ગતિમાન કરુ ને માસીને અહીં લાવવા માટે.