1. અડપલા
પ્રિયા એ હાશકારો ભર્યો..આટલી ભરેલી બસ માં એને છેવટે બેસવા માટે સીટ મળી ગઇ.પણ એકાએક એની નજર સામે ઉભેલ સિત્તેર વર્ષ નાં બા ઉપર પડી.એને તરત સીટ ઉપર થી ઊભી થઈ ને બા ને બેસવા ની જ્ગ્યા કરી આપી ."ખિચૉખચ ભરેલી બસ માં ઉભા રેહવા જેટલીએ જગ્યા મળી જાઇ એટલું પણ પુરતું છે" એને મન માં વિચાર્યું..થોડા સમય પછી એને પોતાની પીઠ ઉપર કાંઈક અજુગતૌ જ સ્પર્શ અનુભવ્યો.એને લાગ્યું આટલી ભરેલી બસ માં અજાણપણે જ કોઇક નો સ્પર્શ થઈ ગયો હશે,એટલે એને સ્પર્શ ની અવગણના કરી.પરંતું પીઠ ઉપર આંગળીઓ થી થતો સ્પર્શ હવે આકસ્મીત ઓછો અને ઇરાદાપૂર્વક નો વધું લાગવા લાગ્યો.સ્પર્શ હવે સ્પર્શ નહીં અડપલા વધું જણાવાં લાગ્યા.પ્રિયા ની પીઠ ઉપર થી એ આંગળીઓ વધું ને વધું નીચે જવા લાગી.એની પકડ પ્રબળ થવા લાગી.હવે એને પાછળ ઉભેલ વ્યક્તિ ના ઇરાદા ની ગંધ આવા લાગી.
એ પાછળ ફરી અને મોટે થી બોલી."લ્યો સાહેબ.હવે જે કરવુ હોઇ એ કરી લો.પાછળ થી તમને વધું ફાવતું નહીં હોઇ,એટ્લે હું આગળ ફરી ગઇ."વ્યક્તિ અવાચક થઈ ગયો.બસ નાં એકેએક વ્યક્તિ નું ધ્યાન પ્રિયા પર જ હતું..પ્રિયા બોલી"સાહેબ,લ્યો હૂં,આ પહેરેલા પણ ઉતારી નાખું?તમે એકલા જ શુ કામ મજા લ્યો!!..અહિયાં બેઠેલ બધાં નું પણ મનોરંજન થવુ. જોઈએ ને..નહીં?સાથે સાથે સમાજ સેવાએ થઈ જશે.અમે સ્ત્રીઓ તો એમેય સાર્વજનિક સંપત્તિ જ છીએ.. નહીં?જેની ઇચ્છા થઈ એ આવી ને અમારાં શરીર પર અડપલાં કરી જાઇ.."પેલો વ્યક્તિ ભોંઠૉ પડી ગયો.અને માફી માંગવા ગયો. પ્રિયા આગળ બોલી"શરમાંઓ નહીં સાહેબ,દયા આવે છે તમારા ઉપર તમે ગંભીર બીમારી થી પીડાઓ છો,આવી વિકૃતિઓ થી પીડાઓ છો, ઘર મા કોણ કોણ છે?માઁ બહેન કે દિકરી તો હશે જ ને?આવી વિકૃતિઓ તો ત્યારે એમનાં સામે પણ જોર મારતી હશે નહીં?વિકૃતિ તમારા માં હોઇ અને ઈજ્જત કોણી ઊતરે? અમારી?
બસ એની નિર્ધારિત જગ્યા ઉપર પોહચી.ભોંઠૉ પડેલ વ્યક્તિ ફટાફટ નીચે ઉતરવા નાં પ્રયત્ન માં આગળ વધ્યો..પ્રિયા બોલી
"અરે સાહેબ મોરલ ઓફ ધ સ્ટોરી તો સાંભળતા જાવ.
અમે ચુપ છે ત્યાં સુધી ઠીક છે જો સંયમ તૂટ્યો ને અમારો તો તમે તો અમને સ્પર્શી ને અમારી ઈજ્જત ઉતારો છો ને?અમે તો વગર સ્પર્શે જ ઈજ્જત ઉતારી દઈશું..યાદ રાખજો"પ્રિયા પેલા બા નો હાથ પકડી બસ માં થી નીચે ઉતરી ગઇ.
By _ANV
2. એસિડ એટેક
સુરતમાં આવેલી BAPS હોસ્પિટલમાં ICUની બહાર રમેશભાઈ, રમાબેન અને પોલીસ કમિશનર મિસ્ટર વાઘેલા ઊભા હતા.
રમાબેન લગભગ છેલ્લા એકાદ કલાકથી રડી રહ્યા હતા અને એનું કારણ હતું કે ICU ની અંદર બેડ નંબર ૨ પર દાખલ થયેલી એની ફુલ જેવી ૨૨ વર્ષની માસૂમ દિકરી પર કોઈક નરાધમે એસિડ ફેકયૂ હતું.
એટલામાં માં જ રમાબેન નો દિકરો રાકેશ ત્યાં આવ્યો અને એમના પિતાને પુછ્યું કે આ બધું કંઈ રીતે થયું.
" રીયાની આજે પરીક્ષા હતી ૧૧ વાગ્યે એ કોલેજ પહોંચી ગઈ ત્યારે એને ખબર પડી કે એ હોલ ટીકીટ ઘરે ભુલી ગઈ છે તો એ એની ફ્રેન્ડની સ્કૂટી લઈને આવતી હતી ત્યારે એના મોઢા પર સ્કાર્ફ બાંધ્યો હોવાથી એ હેવાને તારી બેન ને સ્કૂટીની માલીક કિરણ સમજીને એસિડ છાંટી દીધુ." આટલું બોલતાંની સાથે જ રમેશભાઈ રડવા લાગ્યા.
એટલામાં રાકેશ ICU ની અંદર ગયો અને રીયાની હાલત જોઈને પોતાને પસ્તાવો થતાં ટેબલ પર પડેલા scalpen થી પોતાના જ હાથની નશ કાપી નાખી.
Moral of story : જે તમારી બહેન કે પત્ની સાથે ન થવું જોઈએ એ તમે બીજાની બહેન કે કોઈ પણ સ્ત્રી સાથે ન કરો ન કરવા દો કોઈ ને પણ...
Wear helmet be safe
BY _JD
3.જુઠની જીત
અમદાવાદથી સવારના 6 વાગ્યે ઉપડેલ Train number 22954 ગુજરાત એક્સપ્રેસ લગભગ 10:15 એ ભરૂચ પહોંચવા આવી હતી. એટલામાં તો TC બધાની ટીકીટ ચેક કરતો કરતો એક 35 વર્ષના માણસ પાસે આવી ગયો અને એને જોઈને માણસના માથે પરસેવો દેખાવા લાગ્યો.
TC ને ખબર પડી ગઈ હતી કે આની પાસે ટીકીટ નથી પણ TC એ બે ત્રણવાર ટીકીટ માગી પણ એ ભાઈએ કઈ પણ બોલ્યા વગર ઉભો હતો અને એ ભાઈ ખુબ જ ગભરાઈ ગયો હતો.
એ ભાઈ પોતાની બેગમાં હાથ નાખીને કંઈક કાઢવા જ જતાં હતાં ત્યાં જ તો બાજુ માં બેસેલ 20 વર્ષના યુવાને કહ્યું આ અમારા બન્નેની ટીકીટ અને TC ચેક કરીને જતો રહ્યો.
યુવાનને પેલા ભાઈએ પુછ્યું તારી પાસે વધારાની ટીકીટ કેમ? ત્યારે ચોખવટ કરતા કહ્યું કે મારો દોસ્ત આવવાનો હતો પણ એ લેટ થઇ ગયો અને ટ્રેન ઉપડી ગઈ.
"પણ તુ મને ઓળખતો નથી તો પણ તું જૂઠું બોલીને મારી મદદ કેમ કરી?"
"આજે તમે કોઈકની મદદ કરો કાલે કોઈક તમારી મદદ કરશે. એમ પણ મહાભારતના યુધ્ધમાં પણ શ્રીકૃષ્ણના માર્ગદર્શન હેઠળ યુધિષ્ઠિર અસત્ય બોલીને જીત મેળવી હતી, તો આ વાત પરથી એમ નક્કી થાય કે એક જુઠ બોલવાથી કોઈ નું ભલું થતું હોય તો એ સો સત્ય કરતા સારૂ છે"
એટલામાં તો નર્મદા નદીનો પુલ આવી ગયો અને પેલા ભાઈએ બેગ માંથી રીમોટ કંટ્રોલ બહાર કાઢીને સેલ ફેંકીને રીમોટ કંટ્રોલ ભાંગીને બેગ સાથે નદીમાં ફેકી દીધું .
બીજા જ દિવસે સમાચારમાં મેઈન હેડલાઇન આવી
" ભરૂચ નજીક નર્મદા નદીમાં એક બેંગમાથી RDX બોમ્બ મળી આવ્યો.
મળતી માહિતી મુજબ આ બેગમાં રહેલા ડોક્યુમેન્ટ પરથી એવું જાણવા મળ્યું કે નર્મદા નદી પર ટ્રેન સાથે રેલ્વે બ્રીજ ઉડાવવાનો પ્લાનિંગ હતો."
એક ટીકીટએ આજે અનેકની જીંદગીની ટીકીટ બચાવી
Moral : बेवजह अच्छे बनो वजह से तो बहुत सारे बने फिरते हैं।