Adhuri Taras - 1 in Gujarati Horror Stories by Shaimee oza Lafj books and stories PDF | અધુરી તરસ - ભાગ 1

Featured Books
Categories
Share

અધુરી તરસ - ભાગ 1

       
          આ વાત છે 2વર્ષ પહેલાં ની .એક છોકરી જેને આત્મ હત્યા કરી દે છે.2વર્ષ પહેલાં ના સમય માં આપણે પ્રકાશ ફેંકીએ.એ છોકરી હસતી ખીલતી કિલ્લોલ કરતી યુવાન છોકરી ની વાત છે. તેનું નામ ઈશા હોય છે.તે‌ દેખાવે સુંદર યુવાન,ગતી કરતાં સર્પ સમાન કાળા વાળ ,ગુલાબી ગાલ, પડતા ખંજન થી વધું સુંદર લાગતા હતા, તેની કાતિલ આંખો,સુરમો આંખ ની શોભા વધારતો હતો.તેના દાડમ ના દાણા ની જેમ ગોઠવાયેલા દાંત,તેના હોઠ સુંદરતા માં વધારો કરતાં હતાં. મધ્યમ કદ,ઘાટીલા અંગો, શરીર નો આકાર.કોઈ પણ યુવાન ને મોહી લે તેવું તેનું વ્યક્તિત્વ હતું,તેનું રુપ તેની ચડતી યુવાની ની સાબિતી આપી રહ્યા હતા.તે જોત જોતા માં કોલેજ માં આવી ગઈ,તેના માં-બાપ ની ચિંતા વધી ગઈ.તેને ઘણી સમજાવટ પછી કોલેજ માં ભણવા મૂકી.તેના ગામ માં કોલેજ ન હોવાથી તેને બહાર શહેર માં અભ્યાસ અર્થે જવું પડ્યું. તેની ઇચ્છા હતી કે તે ભણી ગણી ને આગળ વધવાની ઇચ્છા હતી. તેના મમ્મી પપ્પા એ તેને માટે છોકરો ખોળવાનું શરૂ કરી દીધું.તે છોકરી સમજુ અને શાંત હતી.પણ ખબર નહીં કે શું થઈ ગયું અચાનક તે ડાહી છોકરી કેવી  રીતે આમ હેરાનગતી માં પડી તેને પોતાનો જીવ લેવો પડયો.

    દિવાળી વેકેશન પહેલાં વાત છે.તે કોલેજ માં લેક્ચર ચાલતાં હતાં, તેને એક છોકરો ક્લાસ માં ચાતક નજરે નિહારે રાખતો,ઈશા તેના આ વર્તન ને ટાળે રાખતી.તે અભ્યાસ માં મન લગાવી દેતી.પણ પછી આ રોજ નું થયું.યુવાન ઇશા થી કસાયેલો બાંધો ,શ્યામવર્ણ નો પણ આકર્ષક લાગતો હતો.તેની પાછળ કોલેજ ની છોકરીઓ ફિદા હતી,તે ઇશા પાછળ તે ઇશા સિવાય કોઇ નો વિચાર સુધ્ધા નહતો કર્યો.પણ ઇશા એ પણ એની લાગણી ને વશ થવું  જ પડ્યું. પણ બંને નો પ્રેમ નિસ્વાર્થ જ હતું ‌.બંને એકબીજા ને પ્રેમ કરવા માટે પ્રેમ કરતાં .

       બહુ મનાવટ પછી ઇશા માની હતી.તે બંને મિત્રો બની ગયાં.તેમની દોસ્તી પ્રેમ માં બદલાઇ તે ઇશા ભુલી ગઇ હતી કે તેનાં ગામનું પણ કોઇ રહે છે અહિયાં. ઇશાની જીંદગી મસ્ત ચાલતી હતી પણ અચાનક તેની જીંદગી માં તોફાન આવ્યું તે તોફાને તેની જીંદગી બદલી નાંખી.

વેકેશન પડ્યું દિવાળી નું હોસ્ટેલ માંથી રજા આપી.ઈશા તેના ગામડે ગઈ. પછી તેના ઘરે કામ કરતી હતી.તેના મમ્મી પપ્પા  ઇશા માટે મહેમાન બોલાવ્યા,તેની ઘરમાં તૈયારી ઓ ચાલતી હતી.તેને મમ્મી પપ્પા એ આગતા સ્વાગતા કરી મહેમાનની પછી બંને ને એકાંત માં વાત કરવા માટે મોકલ્યા,પછી છોકરા ના ઘરે થી કંઈ જવાબ આવ્યો નહીં.તેના મમ્મી પપ્પા એ ઇશા ને પુછ્યું કે "બેટા તને આ છોકરો  કેવો લાગ્યો ?" ઇશા એ પપ્પા ને ના કહી કે મારે પહેલાં પગભર બનવું પછી જ લગ્ન કરવાં તે ભણવામાં હોશિયાર હતી. તેના પપ્પા એ દિકરી ની ઇચ્છા ને માન ખાતર જોવાનું માંડી વાળ્યું. પછી ઇશા ના ઘરે કોઈ પાડોશી તેની કોલેજ બાજુ રહેતું હતું તે ખબર લાવ્યું, કે ઇશા ને કોઇ છોકરા સાથે પ્રેમ સંબંધ છે. તો તેના ઘર માં તોફાન આવ્યું, તેની માં તો પોતાની ઔકાત પર આવી ગઈ, તેના પપ્પા ને  ભરાવવા લાગી આડુ અવળું, કેમકે જે છોકરો જોવા આવ્યો હતો તે પૈસે ટકે સુખી હતા.ઈશા સુઈ ગયેલી ત્યારે એના મા બાપ એ એની બધી જ વસ્તુ જોઈ પણ પાડોશી ની વાત સાચી ન જણાઈ.વેકેશન પતી જવા આવ્યું હતું પછી બેગ ભરવાની ચાલું કરી પછી તે સુઈ ગઈ, તેના મમ્મી પપ્પા ના હાથ માં ઇશા ની પર્સનલ ડાયરી આવી ગઈ. પછી ઇશા ની હાલ જોયા જેવાં થયાં. ને સાથે પ્રેમપત્રો પણ પછી તેનાં મમ્મી પપ્પા એ સમાજ માં આબરુ ખાતર દિકરી ને જબરજસ્તી બીજે સગાઈ દીધી, તેને પૂછવામાં પણ ન આવ્યું, તેનો અભ્યાસ અને કોલેજ બંધ કરાવી દેવામાં આવી,તેને બહુ વિનંતી કરી પણ એક ન સાંભળવા માં આવી તેને સપનાં સજાયા હતા પ્રેમી સાથે જીવવાના પણ તેનાં મમ્મી પપ્પા એ પાણી ફેરવી નાખ્યું,તેને પોતાના પ્રેમી જોડે છેલ્લી વાર વાત કરી લીધી.પછી તેનાં મમ્મી પપ્પા એ સમાજ ની ઇજ્જત ખાતર દહેજ ભુખ્યા રાક્ષસો ને દિકરી હોમી દીધી.
તેને પણ ભગવાન ને કંઈ અલગ જ મંજુર હતું તેના નસીબ માં જીંદગી નહીં હોય.આ લગ્ન એ તેની માટે મોત ને આમંત્રણ આપવા જેવા હતા.

    લગ્ન કરાવી દીધાં તેનાં થોડા દિવસ સારું ચાલ્યું, પછી આ લોકો એ પોતાની ઔકાત બતાવી.તેના પતિ ને સાસુ ઇશા પાસે દહેજ માંગવા ઉશ્કેરતી.તેના પિયર માટે ખરાબ ખરાબ ગાળો ભાંડતા,તેની પર ત્રાસ વિતાવતા,તેને ખાવાપણ ન આપતાં,તે એઠુ જુઠુ ખાઇ દિવસો નિકાળતી.તેનાં એક એક દિવસો બહુ કઠીન જતાં.તેને રૂમ માં બંધ કરી અને દોરડા થી બાંધી રાખતા.એક વાર તો તેના પતિએ ખુબ ઢોરમાર માર્યો એવો કે  પેટ માં રહેલ બાળક પણ મરી ગયું. તે એકવાર ભાગી ને ઘરે ગઈ તેના મમ્મી પપ્પા ને આ ઘટના કહી પણ પથ્થર ઉપર પાણી એને જ જવાબદાર સમજવા માં આવી,કે તેને હજી પણ પ્રેમ સંબંધ હોવાથી સાસરા ને બદનામ કરે છે, તેવો આરોપ મુકવા માં આવ્યો. તેને ત્યાં પાછી મોકલી દીધી, પછી તેના પતિ અને સાસુ સસરા એ ઈશા ને મારી નાંખવા નું ષડયંત્ર રચ્યું. તેને ખાવામાં ઉંઘ ની દવા મેળવી દેવામાં આવી.પછી તેને કેરોસીન છાંટી મારી નાંખવા માં આવી દહેજ ખાતર.પછી તેના પતિ બીજા લગ્ન માટે તૈયાર થઈ ગયો,તેના માં ચણોઠીભર પણ શર્મ ન હતી,તેની પત્ની ને મરે 12દિવસ પણ નહોતાં થયાં.

     આ દહેજ નાં ભુખ્યા ને ક્યાં પ્રેમ લાગણી સમજમાં આવે જયાં પૈસા વધું મળે તે છોકરી લાવો ને પૈસા ખુટે તો તેને મારી નાંખો,આ લોકો માણસ ના નામે રાક્ષસ છે.તે ઇશા નો આત્મા પણ બદલો માંગે છે આસું અને દર્દ નો  તેના આત્મા એ નક્કી કર્યું કે તે હવે છોડશે નહીં સજા તો અપાવી ને જ રહેશે.તે તેને મન ગાંઠ વાળી હોય છે.તે તેના મમ્મી પપ્પા ને પણ નથી ખબર હોતી કે આ લોકો તેમની દિકરી ને દહેજ નો રાક્ષસ નામનો રાક્ષસ ભરખી ગયો છે. આ વાત તેમની રડતી દિકરી નો આત્મા કહે છે.પણ  જ્યારે ખબર પડી આ વાત ની ત્યારે  ઘણું મોડું થયેલું હોય છે. પછી પછતાવા નો પાર નથી હોતો.હવે શું થઇ શકે.પણ તે તેના સાસરા વાળા ને પાઠ ભણાવવા ની યુક્તિ વિચારે છે.તેમાં તે તેનો સાથ આપે છે.પણ તે જીવતી દિકરી ને ન સાંભળી તેનો વસવસો રહી જાય છે.

    તેના પતિ નું બીજું લગ્ન થાય છે. ત્યારે ઇશા નો આત્મા તેના પતિ ને અને સાસુ સસરા ને કોઇનું જીવન આવી રીતે ન બગાડે તે માટે તેમને ડરાવીને રોકે છે.પણ તેઓ આ સંકેત ને નથી સમજતા. ત્યારે તે બળ પુર્વક રોકે છે. પણ તેના સાસરી વાળા સમજે છે કે ઈશા મરી ગઈ છે,પણ તે લોકો અજાણ છે કે તેનો આત્મા હજી ન્યાય માટે લડે છે. આજે પણ એની આત્મા એના પ્રેમી ને તેના દ્વારા થયેલી બેવફાઇ નો પશ્ચતાપ આંસુ ઓથી કરે છે.


આજે પણ તે પ્રેમી ને મળીને રડે છે,તેનો આત્મા તેનાથી થયેલો તેનાથી થયેલી આ ભુલ ની માફી માંગે છે,તેનો પ્રેમી ની આંખ માંથી આંસું આવે છે આ તેની આપવીતી સાંભળીને પણ હવે આસું સિવાય કંઈ નથી મળતું 

દિલ ની ઉર્મીઓ લબ્સ ની ડાયરી માં.
.
શૈમી ઓઝા "લબ્સ"