Dosti - 6 in Gujarati Fiction Stories by Bindu Trivedi books and stories PDF | દોસ્તી - 6

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

દોસ્તી - 6

                           સાડા આઠ વાગવા આવ્યા હતા . મેઘા એ પોતાના ઘર ની ડોર બેલ વગાડી. તેને ઘર ની અંદર ના તોફાન નો જરા પણ અંદાજ ન હતો. રમાબેને દરવાજા ખોલતાં જ સવાલ કર્યો ," ક્યાંકથી આવી રહી છો?" મેઘા એ કંટાળો વ્યક્ત કરતાં  કહ્યું," ઈન્ડસ્ટ્રીયલ વિઝટ ." મેઘા  રમાબેન ને  થોડા આધા કરી ઘર માં પ્રવેશી. 

                            અંદર નું દ્રશ્ય જોતા  મેઘા સ્તબ્ધ થઈ ગઈ.ઘર માં  મેઘા ના મમ્મી આરતી બેન, પપ્પા જગદીશ ભાઇ, મેહુલ ના મમ્મી દક્ષાબેન અને મેહુલ ના પપ્પા ગિરીશભાઈ તેમના પડોશી કિરીટસિંહ  ગોહિલ નો છોકરો અમીત  હાજર હતા. મેઘા ને થોડો અંદાજ આવી ગયો કે પૂના ની વાત છે. મેઘા આવનાર પ્રશ્નો માટે તૈયાર થઈ ગઈ. મેઘા ની ખાસીયત હતી કે તે ઝડપ થી વિચારી શક્તી. રમાબેને વાત આગળ વધારતા કહ્યું,"જો, મેઘા બધું સાચું બોલજે  અમને બધી ખબર પડી ગઈ છે,કે તે અને મેહુલે રજીસ્ટર લગ્ન કરી લીધા છે. " મેઘા એ કંટાળો વ્યક્ત કરતાં કહ્યું."ના, ફૈ એવું કંઇ જ નથી. " રમાબેને મેઘા ના હાથ માં મોબાઈલ આપ્યો. મોબાઈલ માં એક પછી એક ફોટા દેખાડવા લાગ્યા. મેહુલ હાથ માં હાર પકડી લેવા આવેલો તે ફોટો , સપના ના ગયા બાદ મેહુલ અને મેઘા હાથ માં હાર પકડી ઉભેલા તે ફોટો. મેઘા ને તે વખતે થયેલ ચમકારા યાદ આવ્યા. 

              મેઘા એ ગુસ્સા માં અમીત સામે  જોયું. હવે મેઘા બઘો ખેલ સમજી  ગઇ.ઘણા વખતથી અમીત મેઘા ની પાછળ પડ્યો હતો. મેઘા ને તે બિલકુલ પસંદ ન હતો,તેને જોઈ મેઘા ને ગરોળી યાદ આવતી.તેની નજર મેઘા ને અણગમતી અનુભૂતિ કરાવતી. 

          રમાબેન થી ન રહેવાણુ તે બોલી ઊઠ્યા"મોં માં મગ ભર્યા છે , હવે બોલતી કેમ નથીં.?"મેઘા એ સફાઈ આપતાં કહ્યું " ફૈ, તેવું કંઇ પણ નથી."

                "તો આ ફોટા ખોટા છે  કેમ ?" આ વખતે વારો આરતી બેન નો હતો. મેઘા પોતાની મમ્મી તરફ ફરી આરતી બેન સામું જોતા જ તેને તેમના રીપોર્ટ માટે પૂછવા નું  મન થયું, પણ તે  જાણતી હતી કે આ વખત આ બધી વાતો માટે ન હતો. તેણે આરતી બેન નો હાથ પકડી કહયું, " હા ,આ સાચું છે કે હૂં ઇન્ડસ્ટ્રીયલ વિઝટ પર ગઇ ન હતી. પણ મેં મેહુલ સાથે રજીસ્ટર લગ્ન નથી કર્યા. " રમાબેને મેઘા નો હાથ પકડી આરતી બેન ના માથા ઉપર મૂક્તાં કહયું " તો ખા તારી મરતી માઁ ના સમ." "મારી મરતી માઁ નહિ પણ ઘણું જીવનાર માઁ ના સમ, મેં એને મેહુલે રજીસ્ટર લગ્ન નથી કર્યા. "મેઘા એ મકકમતા થી જવાબ આપ્યો. મેઘા એ  પોતાની આંખો બંધ કરી દીધી. 

                       શાંતિ થી  જગદીશ ભાઇ પૂછ્યું." તો બેટા, આ બધા ફોટા ને તારે પૂના જવાની શું જરૂર પડી?" હવે સાચો સવાલ સામે આવ્યો. મેઘા  એ જવાબ આપ્યો "પપ્પા મેહુલ ના મિત્ર અનંત ના લગ્ન  હતાં, અમારી વિટનેસ તરીકે  જરૂર હતી માટે મારે પૂના જવું પડ્યું. " તે જાણતી હતી કે તે પોતાના પપ્પા ની આંખો માં આંખ નાંખી ખોટું નહિ બોલી શકે. મેઘા એ પોતાની આંખો બંધ જ રાખી હતી તેના કાનમાં રમાબેન ના શબ્દો ગૂંજી રહ્યા  ' મરતી માઁ '  'મરતી માઁ' તેની આંખો માં પાણી ભરાઈ આવ્યાં. રમાબેન થી ન રહેવાણુ તેણે કહ્યું."તો તૂ ગોર મહારાજ બની ને પૂના  ગઈ હતી?"મેઘા એ તેમને હાથ દબાવી ચૂપ રહેવા સમજાવ્યું. 
     
                      મેઘા ની આંખો બંધ હતી તેના માથા પર દક્ષાબેન નો હાથ ફરી રહ્યો હતો . જાણે તેમનો અવાજ દૂર દૂર થી આવતો હતો." હૂં તો પહેલેથી જ કહેતી હતી , શા માટે આપણાં છોકરાઓ ખોટું બોલી ને લગ્ન કરી લે.આપણે ક્યારેય  કોઈ વાત ની મના કરી છે" ગિરીશભાઈ એ કહ્યું "બેટા ખરાબ ન લગાડીશ, ભૂલ તો અમારી જ છે.અમે આ અમિત ની વાત માં આવી તમારા પર શક કરી નકામાં બધાં હેરાન પરેશાન થઈ ગયા, હવે તૂ આરામ કર.ચલો દક્ષા આરતી બેન ને પણ આરામ ની જરૂર છે. "  મેઘા થોડી વાર બેઠી રહી. દરવાજા બંઘ થવા નો અવાજ આવ્યો. તેણે ધીરે થી આંખ ખોલી. 


                       ઘર માં ફક્ત ચાર જણ હતાં. મેઘા એ પોતાની મમ્મી ના ગળે વળગી પડી. ઊભી થઈ પોતાના રૂમમાં જતી રહી. પાછળ પાછળ રમાબેન પણ આવ્યા. મેઘા એ રમાબેન તરફ પાછળ જોયા વગર પૂછ્યું " શું રીપોર્ટ છે?" રમાબેનેકહયું "ડોક્ટર ને કેંસર નો ભય લાગે છે.આગળ ટેસ્ટ કરવા  પડશે."મેઘા રમાબેન ને ગળે વળગી રોઇ પડી.મેઘા ના ફોન ની રીંગ વાગી રહી. 

@@@@@@@@@@@@@@@@@@@@@@@