bhagyani bhitar - 6 in Gujarati Fiction Stories by Ahir Dinesh books and stories PDF | ભાગ્યની ભીતર - ૬

Featured Books
Categories
Share

ભાગ્યની ભીતર - ૬

        આજે પોતાના રૂમમાં દાખલ થતાં મીરાંએ અલગ તાજગીનો અનુભવ કર્યો હતો. આજુ બાજુ જોયું અને પછી મીરાં ખુશ થઇ જુમવા લાગી એના આનંદનો પાર ન હતો. દરરોજ રૂમમાં આવતાની સાથે બારી ખુલે અને બહાર જોવા લાગે પણ આજે તો બંધ બારીએ તે બહારની સ્વતંત્રતાને અનુભવવા લાગી... એક પળ તો એને લાગ્યું કે મનસુખ કાકાને કોલ કરી એમનો આભાર માનું...પણ પછી એને લાગ્યું કાલે મળીશ ત્યારે જ વાત કરી લઈશ. હજીપણ એક પ્રશ્ન મીરાંને વિચારવા મજબુર કરતો હતો કે મનસુખ કાકાએ એવું તો શું કહ્યું હશે કે પિતા મને કૉલેજ મૂકવા રાજી થયા.? એને લાગ્યું કાલે મનસુખ કાકાને જ પુછી લઈશ...તેમ છતાં પોતાની ખુશી વ્યક્ત કરવા મીરાંએ યશોદાના ફોન પરથી તેની એક માત્ર મિત્ર નિશાને કોલ કર્યો. મીરાં કોલેજ આવશે એ વાત જાણી નિશા પણ ખુશ થઇ.
                આજે સવારે મીરાં વહેલી ઉઠી ગઈ હતી. યશોદાની સાથે ઘરના કામમાં લાગી ગઈ હતી. પછી પાછું મનસુખ કાકા સાથે કૉલેજ પણ જવાનું હતું.
              ગોપાલ કૉલેજ જવા માટે નીકળી ગયો હતો. ધનરાજ શાહ પણ ઘરે ન હતા. ત્યારે મનસુખ મહેતા આવે છે અને દરવાજા પાસે ઉભા રહીને મીરાં ને હાક મારે છે.
     - મીરાં.., બેટા તૈયાર થઈ ગઈ..?
    - હા કાકા..બસ..આવી....( મીરાંનો મધુર અવાજ આખા ઘરમાં ગુંજી રહ્યો)
    એટલામાં યશોદા બહાર આવે છે અને મનસુખ મહેતાને બેસવાનો આગ્રહ કરે છે પણ મનસુખ મહેતા પોતાનું ઘડિયાળ બતાવતા કહે છે 
- ઘણું મોડું થઈ ગયું છે અત્યારે બેસાય એમ નથી. મીરાં આવે એટલે નીકળીએ.
થોડી વાર વાત ચાલી છતાં મીરાં ન આવી એટલે યશોદાએ હાક મારી.
- મીરાં.., બેટા કેટલી વાર...?
એટલામાં મીરાં બહાર હોલમાં આવી
    આજે મીરાં જે રીતે તૈયાર થઈ હતી એ જોઈને યશોદા તો મીરાંને જોવાજ લાગી. કપડાંથી પણ વધારે આજે મીરાનો હસતો ચહેરો અને એની ખુશી તેની સુંદરતામાં વધારે નિખાર લાવતા હતાં.  
     - જય શ્રીકૃષ્ણ મનસુખ કાકા ( મીરાંએ મનસુખ કાકાને પ્રણામ કર્યા)
     -  મારી દીકરીને કોઈની નજર ન લાગે..( આશીર્વાદ આપતાં મનસુખ કાકા બોલ્યા )
      - તારી બધી વસ્તુ યાદ કરીને લઈ લીધી છે ને? (યશોદાએ મીરાંએ પકડેલા બેગ તરફ જોઈને કહ્યું )
    - હા બધું સાથેજ છે. મે ગઈકાલે નિશાને પૂછીને જે જોઈશે તે બેગ માં મૂકી દીધું છે 
   - સરસ બેટા, ચાલો હવે આપણે નીકળીએ..( મનસુખ મહેતા ઘડિયાળ તરફ જોઈને બોલ્યા )
     બહાર નીકળ્યાં એટલે સામેજ મનસુખ કાકાનું વર્ષો જૂનું સ્કુટર તૈયાર હતું, મીરાં અને મનસુખ મહેતા કૉલેજ તરફ આગળ વધવા માંડે છે. 
       કોલેજના ગેટ પાસે પહોંચતાં જ વિશાળ જગ્યામાં આવેલી MJ કૉલેજ મીરાંના આકર્ષણનું કેન્દ્ર બની મીરાંએ અલગ અલગ ગૃપોમાં બેસેલા કેટલાય છોકરા છોકરીઓ જોયા. ઘણા છોકરા મીરાં સામું જોઈને હસતા હતા. મીરાં વિચાર કરવા લાગી પણ પાછળથી એને ખબર પડે છે કે પોતે એક જૂના જમાનાના સ્કુટરમાં આવી હતી એટલે બધા તેની સામું જોઈને હળવું હસતા હતા.
        - મીરાં....(કોલેજની બિલ્ડિંગમાં પહોંચતાં પાછળથી અવાજ સંભળાયો ) 
     નિશા દૂરથી આવતી હતી. આવી ને એ મીરાંને ગળે મળી એની ખુશીનો પાર ન હતો. એને મનસુખ કાકાને ઓફિસ બતાવી મીરાં પણ એમની સાથે અંદર ગઈ નિશા બહાર રાહ જોતી હતી. થોડી વાર રહીને મનસુખ કાકા અને મીરાં બહાર આવ્યા 
      - મીરાં સાહેબ મળ્યા ને?? ( નિશાએ કહ્યું )
    - હા , મળ્યા અને આવતીકાલથી મીરાં પણ તારી સાથે આવશે ( મીરાં બોલે એ પહેલાં મનસુખ કાકાએ કહ્યું )       
- ચાલ હું તને બહાર સુધી મુકવા આવું ( મીરાંની સાથે ચાલતા નિશા બોલી)
- કેમ બ્રેક ટાઈમ છે? (મીરાં આશ્ચર્ય સાથે બોલી)
- કૉલેજમાં તો જોઈએ ત્યારે બ્રેક...( હસતા હસતા નિશા બોલી)
       સ્કૂટર પાર્ક કર્યું તું ત્યાં પહોંચ્યા એટલે નિશા પાછી વળી. મીરાં અને મનસુખ કાકા ચાલવા લાગ્યા.
   - કાકા તમારો ખૂબ ખૂબ આભાર.., તમારા કારણે હું આગળ અભ્યાસ કરી શકીશ
   - મેં તો પહેલા પણ કહ્યું હતું કે તું મારો સાથ આપજે બાકી બધું મારી ઉપર છોડી દે..
   - પણ કાકા મેં તો કંઈ કર્યું જ નથી 
   - બોલ સુ ખાઇસ આજે??? ( વાત બદલી અને મનસુખ મહેતાએ બીજી વાત ચાલુ કરી )
    - ના... આજે મારો ઉપવાસ છે 
           મીરાંના મગજમાં આ વાત ઘૂંટાઈ રહી હતી કે મનસુખ કાકા કઈ વાતમાં સાથ આપવાનુ કહે છે? તે પિતાને કઈ રીતે મનાવી શક્યા? પણ એડમિશન મળ્યાનો આનંદ એટલો બધો હતો કે તેણે આ વાતો પર વધારે ધ્યાન ન આપ્યું. 
    - મમ્મી મારું એડમિશન થઈ ગયું કાલથી હું કૉલેજ જઈશ. ( ઘરે પહોંચતા યશોદાને ગળે મળતા મીરાંએ કહ્યું)
   - તો એમાં આટલી ઉછળે શું છે કૉલેજ જવાનું છે મેળામાં નહિ. અને ગોપાલ તો તારા થી પેલાનો કૉલેજ જાય છે 
   મીરાંને ઘરના લોકોના સ્વભાવની ખબર હતી એટલે એ વધારે નિરાશ ન થઈ અને પોતાના રૂમમાં ગઈ. રાત કૉલેજના વિચારોમાં નીકળી ગઈ.
         આજનો સૂર્યોદય મીરાંના જીવનમાં એક અલગ પ્રકાશ લઈને આવ્યો હતો. સવારે સવારે નિશા આવી ત્યારે મીરાં તૈયાર થઈ ગઈ હતી. બસ પકડી બંન્ને કૉલેજ પહોંચ્યા. કોલેજ નો વિશાળ ગેટ મીરાંના સ્વાગત માટે આતુર હોય એમ આજે જલ્દી ખુલી ગયો હતો.બહાર બેઠેલા બધા છોકરાઓની નજર આ નવી આવેલી ફૂલ જેવી કોમળ મીરાં પર હતી. 
- કોઈની સામે જોજે નઈ ( નિશા બોલી )
  - કોની વાત કરે છે તું ( આશ્ચર્ય સાથે મીરાંએ કહ્યું)
  - આજુ બાજુ ફરતા મવાલીઓની ( નીશાના અવાજમાં ગુસ્સો દેખાતો હતો )
બંને આગળ વધ્યાં
 - જો આ છે તારો ક્લાસ...( નિશાએ કહ્યું)
મીરાં જોવા લાગી એક વિશાળ ઓરડામાં એક બેંચ પર એક છોકરો અને આજુ બાજુ બે છોકરીઓ બેઠેલી હતી બાકી આખો ક્લાસ ખાલી હતો. મીરાં અંદર આવી અને એક બેન્ચ પર બેઠી. નિશા પણ એના ક્લાસમાં ગઈ
    - new admissions ?        ( ક્લાસમા બેઠેલી બે છોકરીઓ માંથી એકે કહ્યું)
 - હા.. ( મીરાંએ વિવેક પૂર્વક જવાબ આપ્યો)
એટલી વારમાં એક શિક્ષક ક્લાસમાં આવ્યા અને એની પાછળ ધીરે ધીરે વિદ્યાર્થીઓ પણ આવવા લાગ્યા. ક્લાસ ધીરે ધીરે ભરાવા લાગ્યો.
      કૉલેજની ચાલ શાળા કરતા સાવ જુદી હતી એ મીરાંએ પહેલા દિવસેજ અનુભવ્યું હતું. સ્કૂલમાં શિક્ષકથી પહેલા બધા વિદ્યાર્થીઓ ક્લાસમાં આવી જતા જ્યારે કૉલેજમાં શીક્ષક આવે પછી બધા આવે.
          વર્ગ પૂરો થયો એટલે મીરાં કલાસની બહાર નીકળી બહાર નિશા એનાથી પહેલાં પહોંચી આવી હતી અને એની રાહ જોતી હતી.
બન્ને ગાર્ડન તરફ આગળ વધ્યાં 
- કેવો રહ્યો પહેલો વર્ગ ( નિશાએ પૂછ્યું)
- સારો ( કોઈ વધારે હાવભાવ વગર મીરાં એ ટૂંકમાં ઉતર આપ્યો)
ગાર્ડનમાં બેઠા એટલી વારમાં દૂરથી એક છોકરો અને છોકરી આવતા હતા 
- Hi... માયા , hi... નિરવ...
- hi... નિશુ.. ( માયા અને નિરવ સાથે બોલ્યા )
- આ મારી બેસ્ટ ફ્રેન્ડ મીરાં છે અને હવે થી આપણી બધાની. તે આપણી કૉલેજમાં જ છે..
મીરાં આ મારાં બેસ્ટ ફ્રેન્ડ માયા અને નિરવ છે 
બધા એકબીજા ને મળ્યાં. 
- તમે બેસો હું કેન્ટીનમાંથી નાસ્તો લઈ આવું..( નિરવ ચાલતા ચાલતા બોલ્યો)
- હા લઈ આવો.. ઘરેથી લાવતા તો સાહેબને શરમ આવે છે...( નિશા મજાક કરતા બોલી )
- નિશા હું સમજી કે હું તારી બેસ્ટ ફ્રેન્ડ..પણ નિરવ માટે તો તારે બોય ફ્રેન્ડ કહેવું જોઈએ ને....( નીરવનાં ગયા પછી માયાએ નિશાને હળવા હાસ્ય સાથે કહ્યું)
- એવું કઈ નથી હો.. ( નિશાએ ઉતર આપ્યો)
આજે પહેલી વખત મીરાંએ નિશાને શરમાતી જોઈ હતી. મીરાંને અંદાજો આવી ગયો કે માયાની વાત સાવ ખોટી તો નથી. એટલી વારમાં ત્યાં નિરવ નાસ્તો લઈને આવે છે પણ પછી જે બને છે એનાથી મીરાં,નિશા,માયા,નિરવ બધા સ્તબ્ધ થઈ જાય છે અને મીરાંની આંખોમાં આશું આવી જાય છે...(ક્રમશ..)
 
    એવું તો શું બન્યું હસે ગાર્ડનમાં બેઠેલા મિત્રો સાથે કે બધાની આંખો પહોળી થઇ જાય છે..?
       બધા  પ્રશ્નોના ઉત્તર માટે વાંચતા રહો ભાગ્યની ભીતર... ટૂંક સમયમાં મળીશું...આભાર...

થોડા સમયથી હું આપને શબ્દો દ્વારા મળી નથી શક્યો તે બદલ માફી ચાહું છું પણ આપ બધા મિત્રોએ વોટ્સેપ msg દ્વારા જે ઉત્સાહ વધાર્યો છે તે શબ્દો દ્વારા વ્યક્ત ન થઈ શકે.. આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર..
           હવે મળતા રહીશું નિયમિત શબ્દોની સંગાથે...
                                                         - દિનેશ
                                              Wh. 9638887475