(ગતાંક થી શરુ)
આખો દિવસ વીતી જાય છે... રાત ના અગિયાર વાગવા આવ્યા હોય છે... ક્યાંક હજુ પણ મીરા ના મન માં કંઈક ઘૂંટવાય રહ્યું હોય એ રીતે... ખુશ હોવા છતાં કોઈક ખૂણે કંઈક ખટકી રહ્યું છે... ક્યાંક હજુ પણ પ્રેમ માં કચાસ દેખાઈ રહી છે... આટલા ખુશ વિશાલ ને જોઈ ને તેને કઇ રીતે વાત કરવી એ પણ "વિશાખા" ની એના જ વિચાર માં ઘૂંચવાયેલી રહે છે...
ત્યાં બહું જોર-જોર થી કોઈ બારણું ખખડાવે છે... અને મોટા મોટા અવાજે બાર થી કોઈ રાડો નાખી રહ્યું છે... વિશાલ... વિશાલ... જલ્દી બારણું ખોલ... વિશાલ...
"વિશાખા!!! તું અહીંયા? કેમ અહીંયા આવી છે... શું થયુ?"
"વિશાલ મારાં પપ્પા ને અટૅક આવ્યો છે... હું અત્યારે એકલી છું...ત્યાં જઈ શકું તેમ નથી... હું હજુ બાર થી આવી..."
"ઠીક છે... પેલા તું શાંત થઇ જા... પાણી પી લે... અને કે ક્યાં છે અત્યારે તારા પપ્પા?"
"એ અત્યારે હોસ્પિટલ માં છે...ડૅડ ને બોમ્બે હોસ્પિટલ માં એડમિટ કર્યા છે... ને હું અહીં અમદાવાદ... તું મારી સાથે ચાલ... પ્લીઝ..."
"એકલા છે કે બધાં સાથે છે?"
"આખું ફેમિલી ત્યાં છે... હું એક જ અહીં છું..."
"ઠીક છે... પેલા તું ત્યાં વાત કરી લે... કે કેવું છે બધું?
"(ફોન પર) હેલો! ભાઈ... હવે કેવું છે ડેડ ને? હું હમણાં અહીં થી નિકળું છું..."
"(વિશાખા નો ભાઈ) અત્યારે હવે સારુ છે... તું ચિંતા નહીં કર... કાલે નીકળીશ તો પણ ચાલશે..."
ને ફોન ક્ટ કરી નાંખે છે... બધું સરખું છે તે સાંભળી ને વિશાખા ને થોડી શાંતિ નો એહસાસ થાય છે...
"કેમ છે તારા ડૅડ ને?"
"સારુ છે... અત્યારે.. "
"હા, તો અત્યારે હવે અહીં જ સુઈ જા... મીરા ની તબિયત પણ સારી નથી... હું તેને મૂકી ને આવી શકું તેમ નથી અને એટલો રૂટ અત્યારે એ બેસી શકે તેવી કન્ડિશન નથી... કાલે સવારે વહેલા નીકળી જશુ..."
"ઠીક છે... વિશાલ!"
આ બધું જોઈ ને મીરા ના મન માં રહેલા વિચારો વધતા જાય છે... આ પરિસ્થિતિ માં તેને કઇ રીતે વર્તવું એના જ વિચારો માં ખોવાયેલી મીરા રડી પડે છે...
"શું થયુ? મીરા!! કેમ રડે છે?"
"વિશાલ!! હું તને દુઃખ પહોંચાડવા નથી માંગતી... પણ મારાં મન માં રહેલા સવાલો સાથે હું તારી સાથે રહી શકું તેમ નથી..."
"હા, બોલ મીરા... તું બસ રડવા નું બંધ કર... હું તને રડતી જોઈએ શકતો નથી..."
"હમણાં કેમ લૅટ આવતો હતો? હું જયારે ઓફિસ આવી ત્યારે પણ તું ઓફિસ માં નહતો અને તારું બિહેવ પણ સાવ બદલાય ગયું છે... રીટા એ કહ્યું કે, તારે કોઈ મીટિંગ હોતી નથી... તારે બહું મોટો ઓર્ડર મળી ગયો છે... અને ઓફિસ પર પણ હોતો નથી... અને એ દિવસે પણ તું વિશાખા સાથે હતો... તું ક્યારેય પૌવા હું બનાવું તો ખાતો પણ નહતો ને અચાનક તે દિવસે... મને કઇ સમજ માં આવતું નથી..."
"બસ... બસ... મીરા... સમજાવું છું તને... તે દિવસે મેં તને કીધું કે, આજે મને ખૂબ તારી સાથે ટાઈમ સ્પેન્ડ કરવા નું મન થાય છે અને ફ્રેશ ફીલ કરી રહ્યો છું... કારણ કે, આપણી નવી ઓફિસ હવે યુ.એસ.એ. માં શરુ થઇ રહી છે... જેના વિશે મેં કોઈ ને વાત નહતી કરી... તે દિવસે હું તેની મિટિંગ માં જ હતો... એ દિવસે હું વિશાખા સાથે એટલે હતો કારણ કે, આ નવા બિઝનેસ માં તેણે મને હેલ્પ કરી... નવા ત્યાં ના ક્લાઈન્ટ પણ એના થ્રુ જ હતાં... અને રહી પૌવા ની વાત તો... હું મારાં અને વિશાખા ના પાસ્ટ ને તારા પર હવે હાવી થવા દેવા માગતો નથી... કારણ કે, વિશાખા મારું પાસ્ટ હતું ને તું મારું પ્રેઝન્ટ અને ફ્યુચર છો... વિશાખા અને હું બંને માત્ર બિઝનેસ માટે મળી એ છીએ... ને તે દિવસે વિશાખા નો ફોન હતો... પણ તને કઇ ખરાબ લાગે કે દુઃખ પહોંચે એવુ હું ઈચ્છતો નહતો એટલે ત્યારે પણ મેં ફોન કાપી નાખ્યો હતો... નવા બિઝનેસ ની મારે તને સરપ્રાઈઝ આપવી હતી... સો..."
"સૉરી... વિશાલ!!"
"ઇટ્સ ઓકે... મીરુ... જવા દે એ વાત... જે થયુ એ... બંને વચ્ચે માત્ર મિસઅંડરસ્ટેન્ડિંગ હતી... લવ યુ..."
"લવ યુ ટૂ..."
---
"દર વખતે માણસ જ ખોટો હોઈ તેવું જરૂરી નથી... ક્યારેક સિચ્યુએશન પણ ખોટી હોઈ શકે છે..."
આપણા મન માં રહેલા વહેમ ને જો આપણે ડિસ્કસ કરતા શીખીએ તો કદાચ આજે જે છૂટાછેડા ના કેસ વધી રહ્યા છે એમાં ઘટાડો આવશે...
આશા છે કે તમે મારી આ વાર્તા ને એન્જોય કરી હશે... ધન્યવાદ કે તમે વાર્તા વાચી...
- કિંજલ સોનછત્રા