aryriddhi - 12 in Gujarati Love Stories by અવિચલ પંચાલ books and stories PDF | આર્યરિધ્ધી - ૧૨

Featured Books
Categories
Share

આર્યરિધ્ધી - ૧૨

આગળ ના ભાગ માં જોયું મૈત્રી અને વિપુલ ન્યુ યોર્ક પહોંચી જાય છે.ન્યુ યોર્ક માં આવ્યા પછી મૈત્રી ને ખબર પડી કે વિપુલ નો એક ભાઈ છે. એરપોર્ટ પર વિપુલ નો ભાઈ નિમેશ તેમને લેવા માટે આવ્યો હતો. નિમેશ સાથે વિપુલ અને મૈત્રી નિમેશ ના ઘરે આવ્યા. મૈત્રી આ મુસાફરી કરીને થાકી ગઈ હતી એટલે તે નિમેશે ઘર ના બીજા માળ પર બતાવેલા બેડરૂમ માં સુઈ જાય છે. હવે આગળ ..

મૈત્રી રૂમ ને બંધ કરી સુઈ રહી હતી પણ તેને ઊંઘ આવતી ન હતી. છેલ્લા એક અઠવાડિયા દરમિયાન વિપુલ અને વર્ધમાન નો ઝઘડો, વિપુલ નું તેની સાથે ઘર છોડી દેવું અને અહીં ન્યુ યોર્ક આવી ને વિપુલ ના ભાઈ ને મળવું આ બધી ઘટના ઓ એ મૈત્રી અંદર થી ભયાનક રીતે હલાવી દીધી હતી.

પણ ખુદ સાંભળી ને આગળ વધવા નું હતું એ વાત મૈત્રી એ સ્વીકારી લીધી અને સુઈ ગઈ. બીજા દિવસે સવારે તેની આંખ ખુલી ત્યારે ઘળીયાળ માં છ વાગ્યા હતા. એટલે મૈત્રી બેડ પરથી ઉભી થઈ ગઈ. વિપુલ તેની બાજુમાં જ સુઈ રહ્યો હતો.

એટલે મૈત્રી એ તેના પર ધ્યાન આપ્યા વગર બેગ માંથી તેના પહેરવા ના કપડાં લઈ ને સીધી બાથરૂમ માં ગઈ. અડધા કલાક પછી મૈત્રી તૈયાર થઈ થઈ ને બાથરૂમ માં થી બહાર નીકળી પછી વિપુલ ને જગાડી જોયો પણ વિપુલ ગાઢ ઊંઘ માં હતો એટલે જાગ્યો નહીં.

તેથી મૈત્રી નીચે કિચન માં જાય છે ત્યારે જુએ છે કે નિમેશ ની પત્ની  નાસ્તો બનાવવા ની તૈયારી કરતી હતી. આગલાં દિવસે મૈત્રી આવી ત્યારે તેણે નિમેશ ની પત્ની ને તેનું નામ પૂછ્યું નહતું.

એટલે તેણે સીધું જ દીદી કહી ને વાત કરવાની શરૂઆત કરી. મૈત્રી એ મીના ને પૂછ્યું કે દીદી હું તમારી જગ્યાએ આજે મને નાસ્તો બનાવા દેશો ?

પણ મીના એ ના પાડી અને કહ્યું કે તમે મહેમાન છો એટલે તમારે કામ કરવાનું ના હોય. એટલે મૈત્રી એ કહ્યું કે હું ગઈ કાલે મહેમાન હતી પણ હવે આ ઘર અને પરિવાર ની સભ્ય છું. એટલે પરિવાર ના સભ્યો કામ માં એકબીજા ની મદદ કરે છે.

મૈત્રી ની વાત સાંભળી ને મીના ખુશ થઈ ગઈ. આ અગાઉ તેણે મૈત્રી અને વિપુલ વિશે ફક્ત નિમેશ દ્વારા સાંભળ્યું હતું પણ આજે મૈત્રી ને પ્રત્યક્ષ જોઈ ને તેની વાત કરવાની રીત અને મદદ કરવાની તત્પરતા જાતે જોઈ હતી.

મૈત્રી મળી ને મીના ને એવું જરા પણ લાગ્યું નહીં કે તે મૈત્રી ને પહેલી વાર મળી છે. પણ એવું લાગતું હતું કે તે મૈત્રી ને વર્ષો થી ઓળખે છે.

મીના ને વિચારો માં ડૂબેલી જોઈ ને મૈત્રી તેની પાસે જઈ ને પૂછ્યું કે શું વિચારો છો તમે ? મીના ખુશમિજાજ થી બોલી કે મને તમે મોટા બહેન જેવા લાગ્યા. હું તમને નાસ્તો બનાવા દઈશ પણ એ માટે મારી એક શરત છે.

મીના ના ચહેરા પર હાસ્યરેખા જોઈને મૈત્રી ને પણ હસવું આવી ગયું. પછી તે હસતા હસતા બોલી કે શું શરત છે તમારી ?

મીના બોલી કે મારી શરત એ કે તમે નાસ્તો બનાવશો ત્યારે હું પણ તમારી મદદ કરીશ. મૈત્રી એ કહ્યું બંને એકસાથે નાસ્તો બનાવીશું. ઠીક છે.

આમ વાતો કરતાં કરતાં મૈત્રી અને મીના એકસાથે નાસ્તો બનાવી ને ટેબલ ગોઠવી દે છે. ત્યારે વિપુલ બેડરૂમ માં થી નીચે હોલ માં આવે છે. એટલે મૈત્રી વિપુલ નાસ્તો કરવા માટે બેસવાનું કહે છે.

ત્યારે જ નિમેશ પણ તૈયાર થઈ ગયો હોય છે. પણ પાર્થ અને રિધ્ધી હજી સુધી જાગ્યા નહોતા. એટલે મૈત્રી વિપુલ ની સાથે જ નાસ્તો કરી લે છે. નાસ્તો કર્યા પછી બધા ઉભા થાય છે.

ત્યાર પછી મૈત્રી રિધ્ધી ને જગાડવા માટે તેમના રુમ તરફ જાય છે ત્યારે નિમેશ વિપુલ ને એકબાજુ એ લઈ જઈ ને પૂછે છે કે તે પોતાની વાત અડગ રહેશે ને આગળ કામ કરવા માટે ?  મૈત્રી આ વાત સાંભળી જાય છે એટલે તેને ચિંતા થવા લાગે છે.

નિમેશ વિપુલ ને કયા કામ વિશે કહી રહ્યો હતો ? શું વિપુલ નિમેશે કહેલું કામ કરશે ? જાણવા માટે વાંચતા રહો  આર્યરિધ્ધી