ચપટી સિંદુર ભાગ - 3 in Gujarati Love Stories by Neel books and stories PDF | ચપટી સિંદુર ભાગ - ૩

The Author
Featured Books
Categories
Share

ચપટી સિંદુર ભાગ - ૩

(ભાગ-૨ મા નિકેશ નવ્યા ના વર્તનથી અકળાય છે... ઔપચારિક વાતો ગંભીર સ્વરૂપ લે છે... નિકેશ નવ્યા પર ક્રોધવશ હાથ ઉગામે છે... નવ્યા આહત થઈ ચાલી જાય છે.... હવે આગળ)

નિકેશ પશ્ચાતાપની આગમાં બસ બળતો રહે છે અને પોતાની ભૂલ માટે બસ પોતાને બ્‍લેમ કરતો રહે છે. નવ્‍યા પર હાથ ઉગામવાની પોતે મોટી ભૂલ કરી બસ એ જ વાત તેના અંતર મનને ઝંઝોડતી રહે છે. આહત થઇને નવ્‍યા તો ત્‍યાંથી ચાલી ગઇ છે. પાછળથી નિકેશ નવ્‍યાને કોલ પર કોલ કરતો રહે છે. પણ નવ્‍યા કોલ રીસીવ નથી કરતી. 

ઓફીસ વર્ક પુરો કર્યા બાદ નિકેશ નવ્‍યાને ઘેર જઇ નવ્‍યા પાસે ફરી વાર માફી માંગશે અને ભૂલનો પશ્ચાતાપ કરશે તેવા ઇરાદાથી નવ્‍યાને ઘેર પહોંચે છે.

નવ્યા ના માતાજી નિકેશને અંદર બોલાવે છે, બેસ નિકેશ ચા પીસ ને ? નવ્યાના માતાજી પૂછે છે.

ના આન્ટી રહેવા દો... હું જાઉં જ છું... નિકેશ કહે છે.

તારા માટે ચા બનાવું તું બેસ.. ચા પી ને જાજે... વળતો જવાબ આવે છે....

પણ નિકેશને નવ્‍યા ક્યાંય નજર આવતી નથી. આથી નિકેશ પૂછે છે આન્‍ટી નવ્‍યા ક્યાંય દેખાતી નથી ક્યાં ગઇ. 

બેટા નવ્‍યા તેના કાકાને ઘેર ગયી છે. આજે બવ અપસેટ લાગતી હતી, મેં પુછા પણ કરી પણ મને તો એ કાંઇ કહે જ નહીં ને ... બસ એટલું બોલી મારો મુડ નથી, હું કાકાને ઘેર જાઉં છું, મને વાતાવરણ ચેન્‍જ કરવો છે. કોઇ પણ મારી પુછા કરે તો હું ક્યાં છું તે કહે જે જ નહીં. નવ્યાના માતાજી રસોડામાં થી જ કહે છે.

નિકેશ તું અને નવ્‍યા તો સાથે કામ કરો છો, સારા મીત્ર છો, આખરે નવ્‍યાને થયું શું, આમ અચાનક અડધા દિવસમાં જ પરત આવી ગયી અને વધું કાંઇ જ બોલ્‍યા વિના કાકાને ઘેર ચાલી ગયી. તારાથી કાંઇ વાત કરી એણે. નવ્‍યાના માતાજી નિકેશને પુછે છે.
આ બધાં જ સવાલોનો નિકેશ પાસે કોઇ જ ઉતર નથી. નિકેશ જાણે જ છે કે જે કાંઇ બન્‍યું તેનો કારણ પોતે જ છે.

ના આન્‍ટી મને નવ્‍યાએ કાંઇ નથી કીધું નિકેશ જવાબ આપે છે. 

મારો તો કોલ પણ રીસીવ નથી કરતી, છતાં હું એને કોલ કરીને પુછી જોઇશ કાંઇ કહેશે તો હું તમને જણાવીશ. બનાવટી વાતો મુજબના જવાબ આપવા સિવાય નિકેશ પાસે કોઇ ચારો જ નથી.

બેટા નવ્યા કરે પણ શું... પિતાનો પ્રેમ તો મળ્યો જ નથી... બવ નાની હતી ત્યારે નવ્યાના પિતાનું અકસ્માતમાં અવસાન થયું. ચા આપતા આપતા નવ્યાના માતાજી વાત કરે છે.

વિચારૂં છું કોઈ સારો ઘર ને છોકરો જોઈ પરણાવી દવ એને. આખરે ક્યાં  સુધી મારી પાછળ એ દુઃખી થાશે. એ પરણી ને ઠરીઠામ થાય એટલે ગંગ નાહ્યા. 

સમજણી થઈ ત્યારથી ભણવાની સાથે સાથે ઘર પણ એણે જ સંભાળ્યુ છે. કંટાળી જ જાયને... કરે પણ શું... પોતાના કોઈ શોખ એ છોકરીએ જોયા જ નથી. બસ મારો રામ જલ્દી થી સારો મુરતિયો બતાવે. નવ્યાના માતાજી પોતાનો ઉભરો ઠલવાતા જાય છે.

નવ્યાના લગ્ન ની વાત તો નિકેશ ને બેચેન કરી ગયી હચમચાવી ગયી એને્...

નવ્યાના માતાજીની વાત કાપીને.....અચ્‍છા આન્‍ટી હું જાઉં, તમારી કોઇ વાત નવ્‍યાથી થાય તો કહેજો કે નિકેશ આવ્‍યો હતો. અને તમે ચિંતા ના કરશો બધું સારું જ થાશે... આવજો આન્‍ટી કહીને નિકેશ ત્‍યાં થી નીકળી જાય છે. 

રાશી અને તેની પુત્રી સાથે તેના પીયર ગયેલી હોય છે, માટે નિકેશ બહાર હોટેલમાં જ જમીને જ ઘેર પહોંચે છે. આજના દિવસની ઘટના તે કેમે ભુલાવી શકતો નથી. તે સમજી નથી શકતો કે છેલ્‍લા બે દિવસથી તેના જીવનમાં શું થઇ રહ્યું છે.

નવ્‍યા સાથેના પોતાના વહેવાર માટે તે ખુદને જ ગુનેગાર સમજે છે. વિચાર તો જાણે થોભતા જ નથી. પરણિત પુરૂષ હોવા છતાં નવ્‍યા સાથે સંબંધ રાખ્‍યો એ જ ભૂલ હતી મારી, અને માટે જ મને પસ્‍તાવાનો વારો આવ્‍યો તેવા વિચારો હથોડાની જેમ નિકેશના દિમાગ પર પડતા રહે છે. 

અને બીજી જ ક્ષણે ના ના... મારો પ્રેમ ખોટો નથી, મારી નિયત ખોટી નથી, મેં નવ્‍યાનું કે રાશીનું કાંઇ જ અહિત નથી કર્યું, પ્રેમ કરવો થોડીને ગુનો છે. આમ હું જાતે જ મારા પ્રેમને દોષ ના આપી શકું ...તેવા કેટ કેટલાંય વિચારો નિકેશને બેચેન કરી રહ્યા છે.

નિકેશ નવ્યાને કોલ કરે છે…. કે આ વખતે તો કોલ રીસીવ કરશે. નવ્યાના મોબાઈલ પર રીંગ વાગે છે… કોલ નિકેશનો હોઈ તે રીસીવ કરતી નથી બસ વાગવા દે છે. આખી રીંગ પુરી થાય છે પણ રીસીવ નથી કરતી. નિકેશ ફરીવાર કોલ કરે છે પણ કોઈ જ રીસ્પોન્સ નથી. નિકેશ છેલ્લી વાર ટ્રાય કરવાના ઈરાદાથી ફરી કોલ કરે છે પણ આ વખતે નવ્યા કોલ કટ જ કરી નાંખે છે. નિકેશ વિચલિત થઈ જાય છે સમજી જાય છે કે આજે તો ફોન પર વાત કરશે જ નહીં.

નિકેશ થાકીને અંતે ખુરશી પર બેસી જાય છે એને લાગે છે કે મારા આ વિચારોમાંથી છૂટવા માટે મારે સારું જ વિચારવાની કોશીષ કરવી જોઇએ. નિકેશનો નવ્‍યા પ્રત્‍યેનો પ્રેમ સાચો જ હતો, તેના દિમાગમાં નવ્‍યા સિવાય આજે કાંઇ જ છે નહિ અને તે નવ્‍યા ને પહેલી વાર જોઇ ત્‍યાર થી કરીને તેની સાથે વિતાવેલા દિવસોની યાદોમાં ઉતરી જાય છે. એક પછી એક ઘટનાઓ તેના સ્મૃતિપટ પર આવે છે.

ક્રમશઃ
(નવ્યા અને નિકેશ કેમ મળ્યા... તેમને પ્રેમ કેમ થયો એ ભાગ-૪ મા જોઈશું...)

-નિલ