Vivah ek abhishap - 2 in Gujarati Horror Stories by jadav hetal dahyalal books and stories PDF | વિવાહ એક અભિશાપ - ૨

Featured Books
  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

  • હું અને મારા અહસાસ - 108

    બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્...

Categories
Share

વિવાહ એક અભિશાપ - ૨

             આગળના પ્રકરણમાં જોયુ કે અદિતિને ભયાનક સ્વપ્ન આવે છે જેમાં એ એક હવેલી માં જાય છે .જેમાંથી કોઇક સ્ત્રી ની ચીસો અને એના રડવા નો અવાજ અાવતો હોય છે અદિતિ જેવી એ સ્ત્રી પાસે પહોંચે છે એક ભયાનક ચહેરા વાળી વ્યક્તિ એને રોકી લે છે એનું ગળુ દબાવે છે એને બેહોશ કરે છે .જ્યારે એને ભાન અાવે છે ત્યારે એ બંધાયેલી હોય છે અને વાળ થી ઢંકાયેલા ચહેરા વાળો વ્યક્તિ એની બલિ ચડાવવા જતો હોય છે પણ અણી ના સમયે સાંકળો ટુટી જાય છે એ ભોંય પર પટકાય છે અને એ સાથે જ એનું સ્વપ્ન ટુટી જાય છે.એની નાની બહેન રિયા ને જણાવે છે કે દર અમાસની રીતે એેને  આ જ સ્વપ્ન અાવે છે.એ પછી રિયા નહાવા માટે અને અદિતિ ગાર્ડનીંગ કામ માં લાગી જાય છે.
                       સાડા અાઠે વિક્રમ નો ફોન અાવ્યો અને એણે કોલેજમાં અમારી ફેરવેલ પાર્ટી હોવાથી જલ્દીથી કોલેજમાં અાવવા જણાવ્યુ.એટલે હું બધું પડતુ મુકીને તૈયાર થવા લાગી.વ્હાઇટ બ્લુ કલરની લોન્ગ  ડ્રેસ ,મેચિંગ એરિંગ્સ,હાથમાં મેચિંગ બ્રેસલેટ  અને છુટા સ્ટ્રેઈટ અને કર્લી  હેર માં હું કોલેજ પહોંચી.કોલેજમાં મારા ગ્રુપમાં વિક્રમ ,મોન્ટી, પુજા અને પ્રત્યુષ બધાને મળી .એ બધા વાતો કરતા મસ્તી કરતા જોઇ ને મને એ દિવસ યાદ અાવી ગયો જ્યારે હું કોલેજ માં અાવી હતી.
                     એમનું ચાર જણ નું ગ્રુપ  કોલેજ માં પહેલેથી જ હતુ.અમારા ગ્રુપમા સૌથી છેલ્લી એન્ટ્રી મારી થઇ હતી.કેમ કે કોલેજ ના એક વર્ષ સુધી તો હું કોઇ છોકરા સાથે વાત કરતા ય ડરતી હતી .હું બીજી છોકરીઓ સાથે ભળી જતી પણ છોકરાઓ થી દસ ફુટ દુર રહેતી .કારણ કે મારા પપ્પા ધનરાજ દિવાન ને એ બિલકુલ પસંદ નહોતુ કે હું કોઇ છોકરા ના સંપર્ક માં રહુ.બીજી બધી વાતે મને બહુ જ પ્રેમ કરતા જે માગુ એ હાજર થઈ જતુ પણ ક્યારેય કોઇ છોકરા સાથે દોસ્તી રાખવી તો દુર હું એમની સાથે વાત કરું એ પણ પસંદ નહોતુ .મારા બારમા સુધી નું ભણતર ગર્લ્સ સ્કુલ માં જ કરાવ્યું .ટ્યુશન માટે પણ ઘરે જ બંધાવી દેવામા અાવ્યુ હતુ.મને અા બધા થી સખત ચીડ પણ ચડતી પણ મારા પપ્પા અાગળ વિરોધ કરતી નહિ.
                    અને જ્યારે કોલેજમાં મુકવા નો વારો અાવ્યો તો નાછુટકે એમણે મને M.S.U યુનિવર્સિટી માં બી.ઇ ઇન કમ્પ્યુટર સાયન્સ નો કોર્સ કરવા મુકવી પડી.મે કોલેજ માં પપ્પા ની સખત શબ્દો માં અાપેલી ચેતવણી સાથે પગ મુક્યો કે ખબરદાર જો કોઇ છોકરા સાથે સંપર્ક રાખવો તો દુર એની સાથે વાતચીત કરે છે એ વાત ની પણ ખબર પડી તો કોલેજ છોડાવી દેશે.અને એ કેટલા મક્કમ હતા એ વાત ની મને ખબર છે એમણે એકવાર જે કહે એ થવું જ જોઇએ.એટલે છોકરાઓ ના સંપર્ક અાવવા નું હંમેશા ટાળતી.
                  અને વિક્રમ જ્યારથી મે કોલેજ માં પગ મુક્યો તે દિવસ થી એ મારી સાથે ફ્રેન્ડ્સશિપ કરવા માટે હાથ ધોઇ ને પાછળ પડી ગયો હતો.કેટલીય વાર કોઇ ને કોઇ બહાને કે પછી મદદ કરવાને બહાને મારી સાથે વાત કરવા પ્રયત્ન કરતો પણ હું હંમેશા એનાથી દુર ભાગતી.
                  પણ એક વર્ષ ની ફાઇનલ પરીક્ષા ના  દિવસે જ મારા થી મારું પર્સ ખોવાઇ ગયુ.જેમાં મારી પરિક્ષા ની રિસિપ્ટ હતીઅને એના વગર પરિક્ષા માં બેસી સકું તેમ નહોતી..હું રડી રડીને અડધી થઈ ગઇ .પુજા ,કવિતા બધા મને સાંત્વના અાપતા હતા પરિક્ષા શરુ થવાને બસ અડધા કલાક ની વાર હતી.મને ખબર નહોતી પડતી કે હું શું કરું પણ જ્યારે વિક્રમ ને ખબર પડી એ પોતાની બાઇક પર જઇને મારું પર્સ લઇ અાવ્યો હતો.એ દિવસથી  મારા અને વિક્રમ ની દોસ્તી ની શરુઅાત થઇ અને મારી અા ગ્રુપમાં એન્ટ્રી .ત્યારથી લઇ ને પપ્પા થી છુપી રીતે પણ આ ગ્રુપ માં રહી.અા ગ્રુપ માં જાણે એક નવી જ જિંદગી મળી હોય એવું લાગ્યુ.અા ગ્રુપ માં બધા જ મારી ખુબ કેર કરતા.એમાંય ખાસ કરી ને વિક્રમ.વિક્રમ મારી ખુબ કેર કરતો.અને એટલે જ વિક્રમ મને ગમવા લાગ્યો હતો પણ જ્યારે મને ખબર પડી કે એ મને નહિ પુજા ને પ્રેમ કરે છે ત્યારે મે પણ મન ને મનાવી લીધું  હતું.એ  પછી પ્રત્યુષે મને પ્રપોઝ કર્યું તો મે એને હા પાડી દીધી.પ્રત્યુષે એમ તો ઘણી વાર પ્રયત્ન કર્યો હતો મારી નજીક અાવવાનો પણ  રાતે ઘરે જ રહેવાના મારા પપ્પા ના નિયમ અને મારા ડરપોકપણા ના લીધે ક્યારેય ફાવ્યો નહોતો .અને એ રીતે હું માત્ર એની કહેવા પુરતી ગર્લફ્રેન્ડ બની ને રહી ગઇ હતી.જો કે એક રીતે સારુ જ હતુ કેમ કે એવું થાત તો અજાણતા જ મારી સાથે નો સંબંધ એની મોત બની જાત. એ રીતે  ય અમારું રિલેશન શીપ ત્રણ વરસ સુધી ચાલી. મોન્ટી મોટાભાગે છોકરી ઓને પટાવતો જ જોવા મળતો પણ ક્યારેય કોઇ પટતી જ નહોતી..અામ  કોલેજ ના સેકન્ડ યર થી અમારુ ગ્રુપ જામી ગયુ હતુ. .
                અને અાજે કોલેજ ના છેલ્લા દિવસે રાતે ફેરવેલ પાર્ટી હતી.અમારા બધા ના પેપરો સારા ગયા હતા એટલે અમે બધા ખુશ તો હતા પણ સાથે બધા થી છુટા પડવાનું દુખ પણ એટલું  જ હતું.
                મે રાત ની ફેરવેલ પાર્ટી માટે રિયા ને કહ્યું હતું અને પપ્પા પણ કામ ની વ્યસ્તતા ના લીધે ઘરે અાવી શકે તેમ નહોતા.એટલે રાતે પાર્ટી માં જવાનું સેટિંગ થઈ ગયું હતું.એ રાતે પાર્ટી માં મોડે સુધી ડાન્સ કરીને કંટાળ્યા એટલે અમે બધા રાત્રે વિક્રમ ના ઘરે ગયા.
                 અને મુડ ફ્રેશ કરવા અને ચેન્જ માટે કોઇ ગેમ રમવાનું નક્કી કર્યું .અંતાક્ષરી , દમશરાસ અને વીજી બોર્ડ એ બધીજ ગેમ છોડી ને અમે ટ્રુથ એન્ડ ડેર પર પસંદગી ઉતારી.અને ત્યારે અમારામાંથી કોઇ ને ય અંદાજ નહતો કે અા ગેમ અમારા માટે વીજી બોર્ડ જેટલી જ ભયાનક સાબિત થશે.
                       અા ગેમ કેવી રીતે બધા ની જિંદગી બદલી નાખશે તથા અાગળ હવે શું થશે  જાણવા વાંચતા રહેજો વિવાહ એક અભિશાપ.